________________
થાય છે કે નાસ્તિક્ના વિચારોમાં એમ દલીલ કે સવગી નુતનતા તેમણે જોઈ છે! તેઓએ ભાષા શું? સાહીત્ય શુ? લેખકેવા હોય! શાસ્ત્રીયતા કેમ સીદ્ધ થઈ શકે? લેખ કે વચન પ્રમાણ ક્યારે થાય? એના પર કદી વીચાર કર્યા છે?
અત્યારે જમાને તે વાંચવા લાયક વિચારો જાણવા તત્પર છે. અક્કલમાં ઉતરે તેવી દલીલ સ્વીકારવા તૈયાર છે, પણ દલીલમાં “તુમ નરકમે જાયગા” એવી એવી વાત કરવી અને પછી તેમના માનેલા આસ્તિકો તેમના વિચાર સાંભળતા નથી એને માટે બળાપો કરવો એમાં તે સામાન્ય સમજાય તેવી વ્યવહારદક્ષતાને પણ ચેખો અભાવ જણાય છે.
કરેલા બળાપાને ખુલાસે. • આ આસ્તિક નાસ્તિકના મુદ્દા પર તેમના ભાષણનીજ દલીલો પ્રથમ જોઈએ એટલે તેમણે કરેલા બળાપાને ખુલાસો તેમને થઈ જશે. તેઓ પુજ્ય મહાત્મા શ્રી વીજયવલ્લભસુરિને “નાસ્ટીકની કોર્ટમાં મુકે છે. એટલે તેમની વ્યાખ્યા પ્રમાણે તેઓ એમ કહેવા માગે છે કે વીજય વલ્લભસુરિજી પુણ્ય પાપ અને પરભવમાં માનતા નથી. શ્રી વિજય વલ્લભરિમુજીના સહજ પરીચયમાં જે આવેલ હશે અથવા તેમનાં વ્યાખ્યાને જેમણે સાંભળ્યા હશે, તેઓ વીના સંકેચ કહી શકશે કે વિજયવલ્લભસુરિજી પુણ્ય પાપ અને પરભવમાં બરાબર માને છે.
આ વાત દીવા જેવી સત્ય છે. તેમને પોતાને પણ સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી. તેઓ જાણે છે કે આચાર્ય શ્રી વલ્લભસુરિજીનો ઉપદેશ પુણ્ય પાપને બરાબર ઓળખાવનાર, તેના ફળને સમજાવનાર અને પરભવમાં તે ફળને વીપાક આત્માને ભેગવવા તરીકે બતાવનાર જ છે. તેઓ વિદ્વાનસુરિના એક પણ લેખ કે વચનને તેમની માનેલી વ્યાખ્યા બહાર બતાવવાની હીંમત પણ નહીં કરી શકે. તેમને જાહેર આહવાન (ચેલેંજ) કરી હું લખું છું કે જે તેઓમાં સત્યને જરા પણ પક્ષ હોય તો તેમણે તેમની વ્યાખ્યા પ્રમાણે શ્રી વલ્લભસુરિજીને નાસ્તિક બતાવવા. આ ચેલેંજ તેમણે આજથી એક અઠવાડીયામાં ઉપાડી લેવી. એમ કરવામાં આસ્તિક નાસ્તિકની તેમણે બાંધેલી વ્યાખ્યામાં ફેરફાર કે વધારે ઘટાડે કરવાને પ્રયત્ન ન કરો. ' '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com