________________
૨૧
પ્રિલાપ હૃદયના ઉદગારો નિકળી પડયા છે, તે બતાવવા માટે એની સખ્ત નેધ સ્થાન સ્થાનના વીચારકો જરૂર લેશે એમ આશા રાખી શકાય. એમાં કેળવણું ઉપર ભયંકર આક્ષેપ છે. કેળવણીનું કાર્ય કરનાર સંસ્થાઓ ઉપર અણઘટતા પ્રલાપ છે, અને શુદ્ધ ચારિત્ર શીલ જમાનાને ઓળખનાર વિજય વલ્લભસુરિ જેવા પવીત્ર મહા પુરૂષના ઉપર અણઘટતો આરોપ છે. આખા વિચારને વિચારતાં એમાં કાંઈ દિર્ઘદ્રષ્ટિ નથી. સમન્વય નથી. ધર્મ પ્રગતિની ધગશનથી અને અવ્યવસ્થિત વિચારની પરાકાષ્ટા છે, અદેખાઈની ગંધ છે અને અન્ય પરિપકવ ગાંડપણના મીથ્યા અપલાપ છે. એ આખા ભાષણના સારને તપાસીએ,
આસ્તિક અને નારિતકની વ્યાખ્યા. તેમણે નવી ઉપજાવી કાઢી છે, છતાં તેની સામે વાંધો ન કાઢીએ. તેઓ માને છે કે પુણ્ય પાપ અને પરભવમાં ન માનનારને નાસ્તિક કહેવા. વેદની શરૂઆતના વખતથી નાસ્તિક કેને કહેવા અને આસ્તિક કેને કહેવા તેને ઝઘડે ચાલુ જ છે અને હજુ સુધી તેને નિર્ણય થયું નથી. તેમના તે ખ્યાલમાંજ હશે કે વેદાનુયાયી ચોક્કસ કારણે જેનેને નાસ્તીક કહે છે. આપણે એમ છતાં તેઓની વ્યાખ્યા સ્વીકારીએ તે પછી તેઓ ખરેખર ગંભીરપણે એમ કહેવા માગે છે કે અંગ્રેજી ભણેલા પુણ્ય પાપને સ્વીકારતા નથી ? પરભવને માનતા નથી? હું ઘણું અગ્રેજી ભણેલા જેન વીચારકોના સંબંધમાં આવ્યો છું અને વિરોધના જરા પણ ભય વગર કહી શકું છું કે સાગરજીની નાસ્તિકની વ્યાખ્યા તેઓને પિતાને જ માન્ય હોય તે ભાગ્યેજ એકાદ બે ટકા ભણેલાને પણ તેઓ નાસ્તિકની કેટીમાં મુકી શકે.
મને તે એમ લાગે છે કે આવી રીતે વ્યાખ્યા બાંધ્યા છતાં જેઓ તેમના મત પ્રમાણે ચાલનારા ન હોય, જેએ પિતાની અક્કલ વાપરી સવાલ પુછતા હય, જેઓ “જી હા કરનારા ન હોય, જેએ જમાનાની જરૂરીઆત સમજી દેશકાળના સુત્રને માન્ય રાખનારા હોય, જે દર્શન ઉદ્યોત કરતા જ્ઞાનના ઉદ્યતને વધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com