________________
શ્રી સાગશનંદસૂરી. શ્વરજીએ મોતીચંને પુછેલા ૧૬૦ પ્રશ્નો
“
મુંબઈ સમાચાર પત્રમાં તા. ૨૧-૧૨-૨૮ના લેખથી તમાએ મને એક અઠવાડીઆમાં સાબીત કરવાની ચેલેંજ આપી હતી તેટલા ટુંક ટાઈમમાં છાપાથી નિર્ણય થઈ શકે નહિ, અને તમે તેવી રીતે નિર્ણય લાવવાનું લખ્યું પણ ન હતું, તેથી તેજ તારીખે તાર કરી શ્રીમાન વલ્લભવિજયજીને લઈને આવવાનું મેં તમને જણાવ્યું કે જેથી મારું કરેલું વ્યાખ્યાન હું તમારા બંનેની સમક્ષ સાબીત કરું. આ તાર તા. ૨૧ મીએજ મેં દેહગામથી કર્યો હતો તેને ઉત્તર આપવામાં તમારા તરફથી ઢીલ થઈ અને છેવટે ચાર દિવસ પછી તમેએ તારથી જણાવ્યું કે, “મારી ચેલેંજ સમજ્યા હોય એમ લાગતું નથી. તેના ઉત્તરમાં તમેને તારથીજ જણાવવામાં આવ્યું હતું કે, “જે મારા વ્યાખ્યાનને અંગે તમારી ચેલેંજ હોય તે તમારે શ્રીમાન વલ્લભવિજયજીને લઈને જરૂર આવવું જ જોઈએ.” આવી રીતે તમેને તારથી જણાવ્યા છતાં તમે ન આવ્યા. ત્યારે ફરી તમને તારથી ખબર આપ્યા કે, “ શ્રીમાન વહૃભવિજયજી અમદાવાદ મુકામે આવેલ હોવાથી તેમને ત્યાં રોકવા, અને હું ત્યાં આવી મારું વ્યાખ્યાન સાબીત કરૂં” અને એવી જ રીતને એક તાર અમદાવાદ નગરશેઠ વિમળભાઈ મયાભાઈ અને શ્રી સંઘ સમસ્ત ઉપર પણ કર્યો, જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, “મેતીચંદની ચેલેંજ શ્રીમાન વલ્લભવિજયજીને અંગે હોવાથી તેમને ત્યાં રોકે અને ટાઈમ મુકરર કરે જે ઉપરતું ત્યાં આવું અને તે બાબતના ખબર મોતીચંદને આપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com