Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Catalog link: https://jainqq.org/explore/008982/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભુવનભાનુસૂરિ-જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે નજરાણું (વિ.સં. ૨૦૬૭, ચૈત્ર વદ-૬) પદાર્થ પ્રકાશ) E(ભાગ-૨) = * દંડક - લઘુ સંગ્રહણી " પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ સંકલન વૈરાગ્યદેશનાદક્ષ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિ મહારાજ વિ.સં. ૨૦૬૫ આવૃત્તિ : ત્રીજી કિંમત : રૂ. ૩પ-00 નકલ : ૨000 પ્રકાશક સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન * હેમ બી.એ. શાહ એન્ડ બ્રધર્સ ૨, અરિહંત એપાર્ટમેન્ટ, એસ.વી. રોડ, ઈર્લા, પાર્લા (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૯. ફોન : ૨૬૨૫૨૫૫૭ * શ્રી પ્રેમ-ભુવનભાનુ આરાધના ભવન C/o. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, શત્રુંજય પાર્કની ગલીમાં, તળેટી રોડ, પાલીતાણા-૩૬૪૨૭૦ *દિલીપ રાજેન્દ્રકુમાર શાહ ૬, નંદિત એપાર્ટમેન્ટ, ભગવાનનગરનો ટેકરો, પાલડી, અમદાવાદ-૭ ફોન : ૨૬૬૩૯૧૮૯ * પી.એ. શાહ જ્વેલર્સ ૧૧૦, હીરાપન્ના, હાજીઅલી, મુંબઈ-૪૦૦ ૦૨૬, ફોન : ૨૩૫૨૨૩૭૮, ૨૩૫૨૧૧૦૮ * બાબુભાઈ સરેમલજી બેડાવાળા સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. મો : ૯૪૨૬૫ ૮૫૯૦૪ ચંદ્રકાંત એસ. સંઘવી ૬બી, અશોકા કોમ્પ્ટમ્પ્લેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫ (ઉત્તર ગુજરાત), ફોન : (૦૨૭૬૬) ૨૩૧૬૦૩ * ડૉ. પ્રકાશભાઈ પી. ગાલા બી/૬, સર્વોદય સોસાયટી, સાંધાણી એસ્ટેટ, એલ.બી.એસ, માર્ગ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૯. ફોન ઃ ૨૫૦૦૫૮૩૭ ઉપકારી ઉપકાર તમારો કદિય ન વિસરે અમારા કુટુંબમાંથી દીક્ષિત થયેલ ૧. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨. પૂજ્ય પ્રવૃત્તિની શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ ૩. પૂજ્ય સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મહારાજ ૪. પુજ્ય સાધ્વીજી શ્રી દિવ્યયશાશ્રીજી મહારાજ આ પૂજ્યોના ચરણોમાં ભાવભરી વંદના Page #3 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ પ્ર..કા..શ..કી.ય) નમો તિસ્સ દેવ-ગુરુના અચિંત્ય પ્રભાવથી શ્રુતભક્તિનો લાભ મળી રહ્યો છે. ચતુર્વિધ સંઘને સ્વાધ્યાયમાં અત્યંત ઉપયોગી પ્રકરણ ગ્રંથો છે. પ્રકરણ ગ્રંથના પદાર્થો અત્યંત સુગમ રીતે સમજાય તે માટે પૂજ્ય ગુરુદેવ મુનિરાજ શ્રી હેમચન્દ્રવિજયજી મહારાજે (હાલ આચાર્ય) વર્ષો પૂર્વે સંક્ષેપ નોંધો કરેલી. આ નોંધનો લાભ સમસ્ત સંઘને મળે તે માટે આ નોંધોને વધુ વ્યવસ્થિત કરી પ્રાન્ત ગાથા-શબ્દાર્થ ગોઠવી પદાર્થ પ્રકાશના ભાગોને અમે પ્રકાશિત કર્યા છે. ભાગ-૧માં - જીવવિચાર - નવતત્ત્વ ભાગ-૨માં - દંડક - લઘુસંગ્રહણી ભાગ-૩માં - કર્મગ્રંથ ૧-૨ ભાગ-૪માં - કર્મગ્રંથ ૩-૪ ભાગ-પમાં – ભાષ્યત્રય આમ પાંચ ભાગોમાં પદાર્થોનું સંકલન કરી પ્રકાશિત કરેલ છે. પાંચમા-છટ્ટા કર્મગ્રંથના પદાર્થોનું પણ સંકલન ચાલું છે. થોડા જ સમયમાં એ પણ પ્રકાશિત થવાની ગણત્રી છે. આ બધુ પદાર્થોનું જ્ઞાન વર્તમાન યુગના પ્રખરજ્ઞાની સુવિશુદ્ધ સંયમધારક, સુવિશાળ મુનિગણ-સર્જક, સિદ્ધાંત મહોદધિ, સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પાસેથી પૂ. ગુરુદેવ મુનિરાજ હેમચંદ્રવિજયજીને પ્રાપ્ત થયું છે. તેઓએ આ બધા પદાર્થોનું સંકલન Page #4 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ કર્યું છે. વળી દરેક પ્રકાશનમાં પદાર્થોના નિરૂપણ પછી સૂત્રના જ્ઞાનથી વંચિત ન રહેવાય તે માટે ગાથા શબ્દાર્થ પણ રજૂ કરેલ છે. પ્રાન્ત ચતુર્વિધ સંઘમાં આદરભૂત થયેલ આ પ્રકાશનનો જ્ઞાનાર્થી જન ખૂબ સારો લાભ લે તેવી શુભાભિલાષા સાથે વિશેષ શ્રુતભક્તિનો લાભ મળતો રહે તેવી શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવીને પુનઃ પુનઃ પ્રાર્થના. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જેને ધાર્મિક ટ્રસ્ટ તારાચંદ અંબાલાલ - ધરણેન્દ્ર અંબાલાલ પુંડરિક અંબાલાલ - મુકેશ બંસીલાલ ઉપેન્દ્ર તારાચંદ Page #5 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ વૈયાવચ્ચ, સહનશીલતા અને વાત્સલ્યનો ત્રિવેણી સંગમ રત્નપ્રસૂતા મૂળીબા ૫ સંવત ૧૯૫૬ની જ્ઞાનપંચમીએ ખંભાતમાં વિશા ઓશવાળ જ્ઞાતીય દલપતભાઈ ખુશાલચંદ ઝવેરીના ધર્મપત્ની રતનબેનની કુક્ષિએ જન્મ પામી મૂળીબેને નાની ઉંમરમાં જ પૂર્વના ધર્મસંસ્કારો દઢ કર્યા. નાનપણથી જ આવશ્યક ધર્મ પ્રવૃત્તિ ચાલુ હતી. યુવાવસ્થામાં પોતાની જ્ઞાતિના જ અંબાલાલભાઈ સાથે લગ્ન થયા. અંબાલાલભાઈના પૂર્વ પત્નીના પુત્રી ચંપાબેનને સ્વપુત્રીની જેમ ઉછેર્યા. અંધ સાસુની દિલ લગાવીને માતા સમાન માની ભક્તિ કરી... પતિની દીર્ઘ માંદગીમાં બીલકુલ કંટાળ્યા વગર સતત દિવસ રાતના ઉજાગરા કરીને સેવા કરી. પતિ તથા પોતે બાળપણથી જ સુપાત્રદાનના અત્યંત પ્રેમી હતા. નબળી આર્થિક દશામાં પણ બાળકોને શેરીના નાકે ઉભા રાખી ગોચરી નીકળેલા સાધુ સાધ્વીજીઓને ઘેર બોલાવી ખૂબ ભક્તિથી વહોરાવતા અને આનંદ પામતા. પતિના મૃત્યુ પછી પુત્રોને વાત્સલ્યપૂર્વક ઉછેર્યા, સાથે ધર્મ સંસ્કારી બનાવ્યા. એક પુત્ર હીરાલાલને મોહથી દીક્ષા આપવાની ઈચ્છા નહીં છતાં તેને દીક્ષાની તીવ્ર ઈચ્છાના કારણે સંસારમાં વ્યથિત થતા જોઈ હૃદય કઠણ કરીને મહોત્સવપૂર્વક દીક્ષા આપી. ચારિત્રની ભાવનાવાળી પુત્રીને મોહથી પરણાવી દીધી. પણ લગ્ન પછી પણ બ્રહ્મચર્યનું પાલન કરતી તથા ચારિત્રમાં મક્કમ રહેતી દીકરીને પણ મહોત્સવપૂર્વક દીક્ષા અપાવી. પુત્ર હીરાલાલે દીક્ષાના ત્રણ વર્ષ પૂર્વે સ્વેચ્છાથી જેની સાથે સગપણ કરેલ, તે સરસ્વતીબેને પણ દીક્ષા ગ્રહણ કરી. પુત્ર હીરાલાલ Page #6 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ મુનિ હેમચંદ્રવિજયજી (હાલ આચાર્ય) બન્યા. પુત્રી વિજયા સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી (હાલ પ્રવતિની) બન્યા. પુત્રવધૂ સરસ્વતીબેન સાધ્વીજીશ્રી સ્વયંપ્રભાશ્રીજી બન્યા. આ ત્રણેની દીક્ષા પછી મૂળીબેનનું જીવન જોરદાર પલટાઈ ગયું. પુત્રીને દીક્ષા માટે અંતરાય કરવા બદલ પૂજ્ય આચાર્ય ભગવંત પાસે પ્રાયશ્ચિત કરી, હવે કોઈને પણ દીક્ષામાં અંતરાય નહીં કરવાનો દઢ અભિગ્રહ કર્યો. થોડા વર્ષ પછી પૌત્રી દિવ્યાને ઉજમણા સાથે મહોત્સવ પૂર્વક ઉલ્લાસથી દીક્ષા આપીને સાધ્વી દિવ્યશાશ્રીજી બનાવ્યા. આર્થિક પ્રતિકૂળતાના સમયે પુત્રીની દીક્ષા કરવા પોતાના પિયરના હીરાના કુંડલ વેચીને મહોત્સવ કર્યો. પુત્રોને ઝવેરી બજારમાં દુકાન કરવાની ભાવના થઈ, પણ પૈસાની મુશ્કેલી હતી. તે વખતે પોતાના પિયરથી મળેલા બધા જ દાગીના સુપ્રત કરી દીધા. આમાંથી જ મુંબઈની પ્રસિદ્ધ ઝવેરાતની દુકાન “બી.એ. શાહ એન્ડ બ્રધર્સ”ની સ્થાપના થઈ. વૈયાવચ્ચ - તેમના જીવનનો મહત્ત્વનો ગુણ. વર્ષો સુધી ખંભાતના દરેક ઉપાશ્રયમાં બિરાજમાન સાધુ-સાધ્વીને ઔષધદાનનો લાભ મૂળીબેન તરફથી લેવાયો. આ સિવાય પણ જ્યારે જ્યારે ખંભાત જાય ત્યારે બધા જ ઉપાશ્રયે ફરી સાધુ-સાધ્વીને જે કાંઈ કામ હોય તેનો લાભ લે. માંદા સાધુ-સાધ્વીની દરરોજ દેખરેખ રાખી જરૂરી અનુપાન વગેરેનો લાભ લે. સાધર્મિકોની ભક્તિ પણ દિલ દઈને કરે. ખાનગી સહાય પણ કરે. વૈયાવચ્ચનું ફળ તેમને આ લોકમાં જ એવું મળ્યું કે ૮૧ વર્ષની ઉંમર સુધી તો ખડે પગે વૈયાવચ્ચ કરી. માંદગી ક્યારેય આવી નહીં અને એકાદ ઈંજેક્શન પણ લેવું પડ્યું નહીં. વૈયાવચ્ચ ગુણના કારણે સાધુ-સાધ્વીઓ પણ તેમના પ્રત્યે એટલી લાગણીવાળા થઈ ગયેલા કે પાલિતાણામાં પુત્રવધૂને વરસીતપના Page #7 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ પારણાના તથા હસ્તગિરિમાં પોતે નિર્માણ કરાવેલ આદિનાથ પ્રભુની પ્રતિષ્ઠાના પ્રસંગે ગયેલ, ત્યાં તબીયત અસ્વસ્થ થતાં, આખો દિવસ સેંકડો સાધુ-સાધ્વીઓ તેમને સમાધિ આપવા-શાતા પૂછવા આવતા અને આરાધના કરાવતા. જીવનની છેલ્લી ક્ષણે પણ તેમને સાધુભગવંતનો યોગ મળી ગયો. સહનશીલતા :- આર્ય સંસ્કૃતિમાં નારીનો મુખ્ય ગુણ સહનશીલતા છે. કંઈક સ્ત્રીઓને આ સ્વાભાવિક ગુણ પ્રાપ્ત થયેલો હોય છે. મૂળીબેનને પણ બાળપણથી આ ગુણ સિદ્ધ થયેલો. સંગ્રહણીની ભયંકર બિમારીમાં પતિની રાત દિવસ સેવા કરતા. પણ પતિનો થોડો ઉગ્ર સ્વભાવ તથા લાંબી બિમારીથી થોડી ઉગ્રતા આવી જતી. મૂળીબેન સહર્ષ સહન કરતા. પૂજ્ય ગુરુદેવશ્રી ભાનુવિજયજી મ.સા. (હાલ સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.)ના પ્રવચનો સંવત ૨૦૦૬ (શેષકાળમાં), ૨૦૦૭ તથા ૨૦૦૮માં મુંબઈમાં સાંભળીને એવા ભાવિક બન્યા કે ત્યાર પછી ૩૮ વર્ષમાં એમના જીવનમાં કદી પણ ઉગ્રતાનો પ્રસંગ બન્યો નથી. કોઈએ પણ એમને ક્યારેય સામાન્ય ક્રોધમાં પણ જોયા નથી. સાથે સાથે માનમાયા-લોભ પણ એમના અત્યંત પાતળા પડી ગયેલા. વર્ષોથી સચિત્ત ત્યાગ, ઉભય ટંક પ્રતિક્રમણ, સામાયિક, જિનવાણી શ્રવણ, સ્વાધ્યાય, નવકાર જાપ, રાત્રિભોજનત્યાગ વગેરે આરાધનાઓથી જીવન ઓતપ્રોત હતું. છેલ્લી માંદગીમાં પણ ક્યારેય રાત્રે દવા પણ લીધી નથી. ઉલટું ક્યારેક સૂર્યાસ્ત પૂર્વે રાત્રિનો ભ્રમ થતા ભોજનનો કે દવાનો નિષેધ કરતા, સૂર્યાસ્ત થયો નથી, એ બરાબર સમજાવીએ, ને સમજણમાં આવે તો જ ભોજન કરે. આ ઉપરાંત નવપદની ઓળીઓ, ત્રણે ઉપધાન તપ, ૭૮ વર્ષની ઉંમરે અઠ્ઠાઈ તપ, અનેકવાર શ્રી સીમંધર સ્વામીના અઠ્ઠમ તપો, પર્વતિથિઓએ એકાસણું, આયંબિલ, વર્ધમાન તપની ઓળીઓ વગેરે અનેક Page #8 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ આરાધનાઓથી જીવન મઘમઘાયમાન હતું. ભારતભરના લગભગ સર્વે તીર્થોની યાત્રા પણ તેમણે કરેલી તથા સિદ્ધગિરિતીર્થમાં ચાતુર્માસ પણ કર્યું. પુણ્યાનુબંધિ પુણ્યના એવા સ્વામી હતા કે પુત્રોને આર્થિક ક્ષેત્રે અનુકૂળતા મળતા તેમના હાથે અનેક સુકૃતોના કાર્યો થયાં. પોતાના પતિની સ્મૃતિ નિમિત્તે તેમણે “સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ”ની સ્થાપના કરાવી. તેના અન્વયે અનેક સુકૃતોની પરંપરા ચાલી જે સંક્ષેપમાં નીચે મુજબ છે. ૧. ખંભાતમાં પ.પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિશ્વરજી મ. આદિ ૮૦ મુનિઓ તથા શતાધિક સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં લગભગ અઢીસો પ્રતિમાજીઓનો અંજનશલાકા મહોત્સવ કર્યો. ૨. નડિયાદમાં સ્વદ્રવ્યથી સુપાર્શ્વનાથ પ્રભુના શિખરબંધી ચૈત્યનું નિર્માણ કરાવ્યું. ૩. ખંભાત દેવાણનગર મહાવીર પ્રભુના ચૈત્યના ભોંયરામાં શ્રી સીમંધરસ્વામી પ્રભુ તથા અતીત-અનાગત ચોવીશીના ૪૮માંથી ૪૭ ભગવાન ભરાવી પ્રવેશ કરાવ્યો. હસ્તગિરિમાં દીક્ષા કલ્યાણના ચૈત્યનું નિર્માણ કરાવ્યું. ૫. હસ્તગિરિમાં સમવસરણ મંદિર ચૌમુખજીમાં મૂળનાયક પ્રભુ ભરાવવાનો તથા પ્રતિષ્ઠાનો લાભ રજનીભાઈ દેવડી સાથે ભાગમાં લીધો. મુંબઈ-બાણગંગા વિમલ સોસાયટીમાં શ્રી વિમલનાથ પ્રભુના ગૃહચૈત્યનું નિર્માણ કરાવ્યું તેમાં વિમલનાથ પ્રભુ વગેરે બિંબોની ચલપ્રતિષ્ઠા કરી તથા જોડે ઉપાશ્રય કોઈકના ભાગમાં કર્યો. ૭. વિરમગામમાં શ્રી સંભવનાથ પ્રભુનું સામરણવાળું ચય કરાવ્યું તથા સાધર્મિકો માટે ધર્મશાળા નિર્માણ કરાવી. Page #9 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ ૮. રાજસ્થાન ભરતપુર જીલ્લામાં બડોદાકાંત ખાતે વિમલનાથ પ્રભુનું ચૈત્ય કરાવ્યું. શંખેશ્વર તીર્થમાં મૂળનાયક પાર્શ્વનાથ પ્રભુને રત્નજડિત મુગટ ચડાવ્યો. ૯. ૯ ૧૦. વરસો સુધી ખંભાતમાં વિચરતાં સર્વે સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ (ઔષધ)નો લાભ લીધો. ૧૧. અનેક સાધર્મિકોની ગુપ્ત રીતે ભક્તિ કરી. ૧૨. ગીરનાર તીર્થ સહસાવનમાં સમવસરણ મંદિરમાં નેમિનાથ પ્રભુ ભરાવવાનો લાભ લીધો. ૧૩. અમદાવાદ દીપકુંજ સોસાયટીમાં સ્વદ્રવ્યથી ઉપાશ્રય કરાવ્યો. ૧૪. પૂજ્યપાદ ગુરુદેવશ્રી આ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના વર્ધમાન તપની ૧૦૮મી ઓળીના પારણા પ્રસંગની ભવ્ય ઉજવણી મુંબઈમાં થઈ. મુનિઓમાં માસક્ષમણ, સિદ્ધિ તપ વગેરે અનેક તપસ્યાઓ થઈ. આ નિમિત્તે ૬૦૦ વર્ધમાનતપના પાયા નંખાયા. હજાર જેટલી નવી ઓળીઓ થઈ. વિશાળ મહોત્સવનું આયોજન થયું. આ બધો લાભ પાંચ ગુરુભક્તો તરફથી લેવાયો. તેમાં સૌ પ્રથમ પોતાના પતિનું નામ લખાવ્યું. ૧૫. પૂ.આ. હેમચંદ્રસૂરિ મ.ની નિશ્રામાં પ્રતિવર્ષ શ્રી સીમંધરસ્વામીના વિશાળ સંખ્યામાં અઠ્ઠમ તપ થતાં તેમાં ઘણા વર્ષો સુધી અત્તરપારણાનો લાભ લીધો. પ્રારંભમાં કોઈકના ભાગમાં લાભ લેવાતો હતો અને પાછળથી પોતે એકલા લીધો. લગભગ દશહજારથી વધુ અઠ્ઠમ તપના અત્તરપારણાનો ભાગ લીધો. ૧૬. પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિ મ.સા., પૂ. સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી મ., પૂ.સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ., પૂ.સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. વગેરેના સપરિવાર ખંભાતમાં ૨૦૩૭-૨૦૩૮માં બે Page #10 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ ચાતુર્માસ કરાવ્યા અને તે દરમિયાન બંને ચોમાસામાં સાધર્મિક ભક્તિનો લાભ લીધો. વળી સ્વયં રોજ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને વિનંતી કરી લઈ આવતાં અને ઉલ્લાસથી ગોચરી પાણી વગેરે વહોરાવવાનો લાભ લેતાં. ૧૭. મલાડ હીરસૂરિ ઉપાશ્રયમાં પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. તથા જયઘોષસૂરિ મ.સા.ની નિશ્રામાં થયેલ સામુદાયિક પ્રભુના અંજન-પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી સીમંધરસ્વામી, શ્રી ચંદ્રપ્રભસ્વામી, શ્રી વાસુપૂજ્યસ્વામી, શ્રી અનંતનાથપ્રભુ, શ્રી વિમલનાથપ્રભુ, શ્રી સંભવનાથપ્રભુ, શ્રી સુમતિનાથપ્રભુ વગેરે અનેક પ્રતિમાજી ભરાવ્યા, અનેક ગામોમાં પધરાવ્યાં. ૧૮. અમદાવાદ દિવ્યદર્શનભવનમાં હોલનો લાભ લીધો. ૧૯. ખંભાતના સર્વ ચેત્યોમાં દેરાસર સાધારણની યોજનામાં લાભ લીધો. ૨૦. ખંભાત મુકામે શ્રી શ્રેયાંસનાથ જૈન દહેરાસરજીમાં શ્રી શાન્તિનાથજી, શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી આદિશ્વર પરમાત્માની પ્રતિષ્ઠા કરાવી. ૨૧. ખંભાત મુકામે ચોકસીની પોળમાં શ્રી ગૌતમસ્વામીજીના દહેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ૨૨. ખંભાત દંતારવાડામાં એક પ્રભુજીની મૂર્તિ ભરાવવાનો લાભ લીધો. ૨૩. અમદાવાદ મણીનગરમાં એક પ્રભુજીની મૂર્તિ ભરાવવાનો લાભ લીધો. ૨૪. મુંબઈ ભાયખલા મધ્યે ચોવીશ જીનાલયજીમાં બીજા શ્રી અજીતનાથજી ભગવાનની મૂર્તિ ભરાવી-પ્રતિષ્ઠા કરી આખી દેરીનો લાભ ધજા સાથે લીધો. Page #11 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ ૧૧ ૨૫. મુંબઈ પરેલ મધ્યે વિકાસ એપાર્ટમેન્ટમાં જૈન દહેરાસરજીમાં ખનનવિધિમાં ૧ શિલાનો લાભ લીધો. ૨૬. મુંબઈ પરેલ મધ્યે વિકાસ એપાર્ટમેન્ટમાં જૈન દહેરાસરજીમાં શ્રી શાન્તિનાથજી ભ.ની પ્રતિષ્ઠાનો લાભ લીધો. ૨૭. મધ્યપ્રદેશમાં શ્રી નવરત્નસાગરસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી એક ઉપાશ્રયના જીર્ણોદ્ધારનો લાભ લીધો. ૨૮. ખંભાત શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી દહેસારજીમાં પૂજ્ય દાદીમાં - ચુનીબાએ ચાંદીની નાની પ્રતિમાજી ભરાવી તથા દહેરાસરજીમાં પધરાવી. ૨૯. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દહેરાસરજીમાં જમીનમાંથી નીકળેલા સંપ્રતિ રાજાના ભરાવેલા શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ લીધો. ૩૦. અનેક પુસ્તકો લખાવ્યા, પ્રકાશિત કરાવ્યાં. ઉપરાંત વિવિધ ચૈત્યો-ઉપાશ્રયોમાં દાનો, સંઘપૂજનો, પ્રભાવનાઓ, વૈચાવચ્ચ, જ્ઞાનભક્તિ, સાધર્મિક ભક્તિ વગેરે, સાત ક્ષેત્રો, અનુકંપા, જીવદયા વગેરેમાં દાન, નાના નાના સંઘપૂજન, પૂજા, આંગીઓ, પ્રભાવનાઓ વગેરેના અનેક સુકૃતોથી તેઓશ્રીએ જીવન મઘમઘાયમાન બનાવી દીધું. આટલા બધા સુકૃતો છતાં મનમાં જરાય માન નહીં. તેમના નિર્માણ કરાવેલ મંદિરોમાં કે ઉપાશ્રયોમાં હજી તેમના નામની ખાસ કોઈ તકતી વગેરે પણ લગાવી નથી. તેમજ તેવી કોઈ ઉત્કંઠા પણ તેમને જાગતી નહીં. છેલ્લા વર્ષોમાં કુટુંબ પરના મમત્વભાવને પણ ઉતારી દીધું. માત્ર આરાધનામાં જ લાગી ગયા. રોજ ચોવીસે કલાક આરાધનાની લગની. દિવસે પૂજાદિ આવશ્યક ક્રિયાઓ સાથે સામાયિકમાં જ કાળ પસાર કરે. રાત્રે પ્રતિક્રમણ પછી જાપ વગેરે કરે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ પદાર્થ પ્રકાશ ભાગ-૨ છેલ્લા પાંચેક વર્ષ પૂર્વે તેમને માથામાં રોગ (હડપીસ) લાગુ પડ્યો. ઉપચાર કરવા છતાં સુધારો નહીં થતા સમભાવે ભોગવતા. વિ.સં. ૨૦૪૩ના શ્રાવણ સુદ પૂનમે પૂજા કરીને આવતાની સાથે લકવાનો હુમલો આવ્યો. મોટું તરડાઈ ગયું. પટકાઈને પલંગમાં પડ્યા. જમણું અંગ ખોટું થઈ ગયું, સ્મરણ શક્તિ પણ ચાલી ગઈ. પણ તરત ઉપચાર લેવા માંડ્યા. થોડા દિવસે સ્મરણશક્તિ પુનઃ પ્રાપ્ત થતાં, સૌથી પહેલા નવકારમંત્ર યાદ આવ્યો. ધીમે ધીમે થોડું સારુ થવા માંડ્યું. પણ હવે પથારીવશ બની ગયા. પુત્રમુનિ પૂજ્ય હેમચંદ્રવિજયજી મહારાજના ગણિપદ, પંન્યાસપદ વખતે તેમણે સારો લાભ લીધેલો, પણ તેમની એક મહેચ્છા પુત્ર મુનિના આચાર્યપદના મહોત્સવનો લાભ લેવાની હતી, અને પુત્રમુનિને આચાર્ય જોઈને જવાની હતી. પૂજ્ય ગુરુદેવને વિનંતી કરી. પૂજ્યશ્રીએ પણ તેમની ઈચ્છા તથા સંયોગોને પિછાનીને પૂજ્ય પં. હેમચંદ્રવિજયજી ગણિવર્યને આચાર્ય પદ ઉપર આરૂઢ કરવા આજ્ઞા ફરમાવી, અને ભાયખલા મુકામે ૨૦૪૪ના ફાગણ વદ-૩ના મહોત્સવ યોજાયો. મૂળીબેને આમાં પણ ખૂબ સારો લાભ લીધો, અને આચાર્યપદ પ્રસંગ પણ તેઓ પુત્ર ધરણેન્દ્રને ત્યાં ભાયખલા હોવાથી ત્યાં જ નક્કી કરાવ્યો. આ પ્રસંગે લકવાગ્રસ્ત મૂળીબેનને ઠેલણગાડીમાં બેસાડીને લાવવામાં આવ્યા. ખૂબ ઉલ્લાસપૂર્વક આચાર્યપદપ્રસંગ નિહાળ્યો. સૂરિમંત્રનો પટ વહોરાવવાનો તથા સૂરિમંત્ર પ્રદાનની વિનંતી કરવાનો લાભ પણ ઉછામણીપૂર્વક લીધો અને ઉલ્લાસપૂર્વક પુત્રના માથે સૂરિપદ પ્રસંગે વાસક્ષેપ નાખ્યો. પુણ્યાનુબંધિ પુણ્યના સ્વામી એવા તેમની બધી જ પ્રશસ્ત ઈચ્છાઓ પાર પડી. ત્યાર પછી અનેકવાર બિમારી વધતા સમભાવે સહન કરતા. પુત્રમુનિ પુત્રી સાધ્વીજી વગેરે દૂર દૂરથી તેમને સમાધિ આપવા ઉગ્ર વિહાર કરી આવતા. પૂજ્ય હેમચંદ્રવિજયજી મહારાજ એકવાર Page #13 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ ૧૩ ગીરનારથી ઉગ્ર વિહાર કરીને, તથા બીજીવાર નવાડીસાથી ઉગ્ર વિહાર કરી સંસારી માતાને સમાધિ આપવા આવ્યા હતા. મુંબઈમાં અનેક ચોમાસાઓમાં પણ તેઓની સમાધિ આરાધનાની વારંવાર ચિંતા કરતા, તથા તેમના ઘરે જઈ આરાધના કરાવતા. વિ.સં. ૨૦૪પના આસો સુદ-૪ ના રાત્રે ભયંકર શ્વાસ ઉપડ્યો. કુટુંબીજનો સૌ ચેતી ગયા. ભેગા થઈ નવકારમંત્રની ધૂન સતત મચાવી. લગભગ સોળ કલાક સતત ધૂન ચાલી અને આસો સુદ-૫ બપોરે ૧.૩૫ વાગ્યે ૮૯ વર્ષની મનુષ્ય જીવનની યાત્રાને માર્ગાનુસારીના કર્તવ્યો, સમ્યગ્દર્શનની અને દેશવિરતિની આરાધના દ્વારા સફળ કરી, તેમનો આત્મા પરલોકની સફરે મુક્તિને નિકટ કરવા ઉપડી ગયો. Page #14 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ ( દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના ] અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએ સમસ્ત વિશ્વનું સ્વરૂપ પ્રગટ કર્યું. ગણધર ભગવંતોએ પરમાત્માએ પ્રગટ કરેલ વિશ્વના એ સત્ય સ્વરૂપને દ્વાદશાંગીમાં રજૂ કર્યું અને પાછળ પાછળના આચાર્યોએ બાળજીવોના બોધ માટે વિશદ વિવચનપૂર્વક એ સત્યને રજુ કરતા ગ્રન્થો રચ્યા. આ છે જિનશાસનનું અપૂર્વ ધૃતનિધાન. શ્રતનિધિને આર્યરક્ષિતસ્વામીએ બાળજીવોને સ્પષ્ટ સમજાય એ માટે ચાર અનુયોગમાં પૃથક કર્યો. તેમનાં પૂર્વે દરેક સૂત્રોમાં ચાર અનુયોગ સમુદિત હતા. તે ચાર અનુયોગ આ પ્રમાણે છે – (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ચરણકરણાનુયોગ તથા (૪) ધર્મકથાનુયોગ... દ્રવ્યાનુયોગમાં છ દ્રવ્ય, ગુણ, પર્યાયો, કર્મની પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ, કર્મનાં બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, ગુણસ્થાનકો, માર્ગણાસ્થાનકો, સત્યદાદિ પદોથી પદાર્થોની વિચારણા વગેરે સૂક્ષ્મ વિષયોનો સંગ્રહ મળે છે.... ગણિતાનુયોગમાં ગણિતનો વિષય પ્રધાન જેમાં હોય તેવા પદાર્થોનું નિરૂપણ છે. જેમકે દ્વીપ સમુદ્રોની ગણના, ક્ષેત્રફળો, પર્વતો, નદીઓ, ક્ષેત્રો, કૂટો વગેરેનું નિરુપણ છે, તથા સૂર્ય ચન્દ્રનાં મંડળો, સૂર્ય-ચન્દ્રનો ચાર વગેરે વગેરે... કર્મસાહિત્યના ગ્રન્થોમાં પણ વિશદ ગણિતાનુયોગ સમાયેલ છે. ચરણકરણાનુયોગમાં આચારગ્રન્થો આવે છે. એટલે કે સાધુ Page #15 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ ૧૫ અને શ્રાવકોના આચારોનાં પ્રતિપાદક ગ્રન્થો જેમકે આચારાંગ, ઉત્તરાધ્યયન, ઓઘનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ, દશવૈકાલિક, શ્રાવકધર્મપ્રજ્ઞપ્તિ, શ્રાદ્ધદિનકૃત્ય વગેરેનો સમાવેશ આમાં થાય છે. ધર્મકથાનુયોગમાં ધાર્મિક કથાઓ, ચરિત્રોનો સમાવેશ થાય છે. જેમકે જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અંતગડદશાંગ, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, મહાબલચરિત્ર વગેરે અનેકવિધ ગ્રન્થો આમાં આવે છે. ધર્મકથાનુયોગ બાળજીવોને ધર્મ પમાડવામાં ઉપયોગી છે. ચરણકરણાનુયોગ આચારશુદ્ધિમાં ઉપયોગી છે. જ્યારે દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ ચિત્તવિશુદ્ધિ તથા ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવાનું પરમ સાધન છે; અને માટે જ આ બે અનુયોગ શુકલધ્યાનમાં પણ કારણભૂત બને છે. આ બંને અનુયોગો કર્મનિર્જરામાં શ્રેષ્ઠ કારણરૂપ છે. સમ્યગુદર્શનમાં પણ દ્રવ્યાનુયોગ મહાન નિમિત્ત છે. દ્રવ્યાનુયોગના ચિંતનમાં ચિત્તની એકાગ્રતા વધુ થાય છે, કેમકે તેનો વિષય ઊંડો અને ગહન છે, અને જ્ઞાનોપયોગમાં એકાગ્ર થયેલ ચિત્ત જ્ઞાનાવરણ કર્મની અપૂર્વ નિર્જરા કરાવે છે. જ્ઞાનાવરણ કર્મની સાથે મોહનીય કર્મનો ક્ષયોપશમ વધુ ને વધુ થતો જાય છે. એટલે સમ્યગદર્શનની અને ચારિત્રની શુદ્ધિ પણ દ્રવ્યાનુયોગથી થાય છે. માટે જ શાસ્ત્રકારોએ વ્યા હંસાનુદ્ધી' દ્રવ્યાનુયોગથી દર્શનશુદ્ધિ કહી છે. વળી દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં સૂક્ષ્મ અને ગહન પદાર્થોનો જેમ જેમ બોધ થાય છે તેમ તેમ આત્માને અનેરો આનંદ થાય છે અને આવા સૂક્ષ્મ ગહન પદાર્થોની પણ વિસંવાદ વિના પ્રરુપણા કરનાર શ્રી તીર્થકર ભગવંતો પર (અનન્ય) શ્રદ્ધા વધતી જાય છે, અને તેથી પણ સમ્યગદર્શન વધુ નિર્મળ બને છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પદાર્થ પ્રકાશ ભાગ-૨ દ્રવ્યાનુયોગના ચિંતનમાં ચિત્ત એકાગ્ર થતાં ચિત્તમાં ઉત્પન્ન થતા વિક્ષેપો, વિકલ્પો, રાગ-દ્વેષના તરંગો, વિષયના મોજાઓ વિલીન થઈ જાય છે, એટલે દ્રવ્યાનુયોગથી ચારિત્રની શુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. જૈન સંઘના પરમ ભાગ્યોદયથી વર્તમાનમાં શ્રમણ તથા શ્રમણીઓની સંખ્યા વધતી જાય છે. એટલું જ નહિ, આમાં બુદ્ધિશાળી યુવાનવયના સાધુ-સાધ્વીઓની સંખ્યા પણ ઘણી જ વિશાળ છે. ચારિત્રધર્મને પામેલા આ પૂજ્યોનો જો દ્રવ્યાનુયોગમાં અને ગણિતાનુયોગમાં વધુ ને વધુ પરિશ્રમ થાય તો સંઘમાં દર્શન, જ્ઞાન, ચારિત્રનું વિશિષ્ટ બળ ઉત્પન્ન થાય અને તેના પ્રભાવે માત્ર જૈન સંઘ પરના નહીં પરંતુ વિશ્વ પર છવાયેલા ભયંકર અજ્ઞાનના વાદળો પણ વિખરાઈ જાય... પદાર્થપ્રકાશ ભાગ-૧માં જીવવિચાર અને નવતત્ત્વના પદાર્થોનો સંગ્રહ પ્રગટ કર્યા પછી પદાર્થપ્રકાશ ભાગ-૨ માં દંડક-લઘુસંગ્રહણીના પદાર્થોનું પ્રકાશન થઈ રહ્યું છે. આમાં દંડક પ્રકરણમાં દ્રવ્યાનુયોગની જ મુખ્યતા છે. જ્યારે લઘુસંગ્રહણી (જંબૂદ્વીપ સંગ્રહણી) માં દ્રવ્યાનુયોગ સાથે ગણિતાનુયોગનું પણ મિશ્રણ છે. દંડકના રચયિતા શ્રીધવલચંદ્રમુનિના શિષ્ય શ્રીગજસારમુનિ છે. લઘુસંગ્રહણીના રચયિતા શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા છે. દંડક નામના ત્રીજા પ્રકરણમાં ચોવીશ દંડકમાં ચોવીશ દ્વારની વિચારણા કરી છે. જ્યારે લધુસંગ્રહણીમાં જંબુદ્વીપનું વર્ણન કરવામાં આવેલ છે. લધુસંગ્રહણીમાં જંબૂદ્વીપના પદાર્થોની સરળતાથી સમજ પડે તે માટે કેટલાંક ચિત્રો આમાં દાખલ કર્યા છે. લઘુસંગ્રહણીના આ ગ્રન્થમાં જંબુદ્વીપનું સંક્ષિપ્ત વર્ણન છે. વિસ્તૃત વર્ણન જાણવાની ઈચ્છાવાળાઓએ લઘુક્ષેત્રસમાસ તથા બૃહક્ષેત્રસમાસ જોવા જરૂરી છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ પૂજ્યપાદ, વિશુદ્ધચારિત્ર્યમૂર્તિ, દ્રવ્યાનુયોગના મહાન અભ્યાસી, કર્મશાસ્ત્રના અજોડ જ્ઞાતા, સિદ્ધાંતમહોદધિ, સ્વ. આચાર્યભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના ઉપકારનું મોટું ઋણ માથે છે. સ્વ. પૂજ્યપાદશ્રીની પરમકૃપાથી પ્રકરણ, કર્મગ્રન્થાદિના વિષયમાં થોડો ઘણો ચંચુપાત થઈ શક્યો છે. રાગ-દ્વેષની બે જીભ વડે વિષયની વિષ્ટાના સ્વાદને માણતા પામર આત્માને દ્રવ્યાનુયોગના અમૃતનું પાન કરાવી અમરપંથના યાત્રી બનાવનાર એ મહાપુરુષના ઉપકારનો બદલો તો લાખો-કરોડો ભવો સુધીમાં પણ વળી શકે તેમ નથી. પૂજ્યપાદ, વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ, ગુરુદેવ આચાર્યભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની વૈરાગ્યમય દેશના સાંભળવા ન મળી હોત તો આ રાંકડા જીવનું સંસારનાં મજબૂત બંધનોને તોડી શ્રમણપણું પ્રાપ્ત કરવાનું ગજું જ ક્યાં હતું? પૂજ્યપાદ, સમતાસાગર, કેન્સર જેવા ભયંકર રોગોમાં પણ દિવસભર આગમનાં વાંચનો, રાત્રિના કલાકોમાં ધ્યાન અને જાપની સાધના સાથે માસક્ષમણાદિ ઉગ્ર તપસ્યા કરનાર કેવા ગૌરવવંતા ગુરુદેવ પૂજ્ય પંન્યાસજી શ્રીપદ્મવિજયજી ગણિવર્યજી મળ્યા. પ્રસ્તુત પ્રકાશન આ ત્રણે મહાન પુરુષોના મહાન આલંબનને કારણે જ થઈ શક્યું છે. જો આ મહાપુરુષોની કૃપા-આશિષ પ્રાપ્ત થઈ ન હોત તો આજે હું ક્યાં હોત તે કલ્પના પણ થઈ શકે તેમ નથી. પ્રાંતે પદાર્થપ્રકાશનો આ બીજો ભાગ ચતુર્વિધ સંઘમાં અનેક પુણ્યાત્માઓને સ્વાધ્યાયમાં નિમિત્તભૂત બને અને તે દ્વારા એ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પદાર્થ પ્રકાશ ભાગ-૨ પુણ્યાત્માઓ અપૂર્વ કર્મનિર્જરાને સાધે એ જ એકમાત્ર શુભાભિલાષા હું રાખું છું. આ ગ્રન્થમાં કંઈ પણ જિનાજ્ઞાવિરુદ્ધ આવી ગયું હોય તો તે બદલ ક્ષમા યાચું છું, તથા સકલ સંઘનાં ચરણોમાં એક નમ્ર સૂચન કરું છું કે આ ગ્રન્થમાં ક્યાંય ક્ષતિ રહી હોય કે કંઈ પણ શાસ્ત્રથી વિરુદ્ધ આવી ગયું હોય તો તેનું સૂચન કરે, જેથી ભવિષ્યમાં તે સુધારી શકાય. દ્રવ્યાનુયોગના ચિંતક મહાપુરુષોને ભાવભરી વંદના, ચરણકરણાનુયોગના આરાધક ચતુર્વિધ સંઘના ચરણોમાં પણ કોટિ કોટિ વંદના. લી. પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-પાદરેણુ હેમચંદ્રસૂરિ Page #19 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા લિખિત-સંપાદિત-સંકલિત-પ્રેરિત ગ્રંથોની સૂચિ (૧) પદાર્થપ્રકાશ ભાગ-૧ (જીવવિચાર-નવતત્ત્વ પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) પદાર્થપ્રકાશ ભાગ-૨ (દંડક-લઘુ સંગ્રહણી પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) પદાર્થપ્રકાશ ભાગ-૩ (૧લા, ૨જા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૪) પદાર્થપ્રકાશ ભાગ-૪ (૩જા, ૪થા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૫) મુક્તિનું મંગલદ્વાર ૯ ૨ બે હ (ચતુઃશરણ સ્વીકાર, દુષ્કૃતગહં, સુકૃતાનુમોદનાનો સંગ્રહ) શ્રી સીમંધરસ્વામીની આરાધના (મહિમાવર્ણન-ભક્તિગીતો વગેરે) ચાતુર્માસિક અને જીવનના નિયમો (૬) (૭) (૮) વીશ વિહરમાન જિન સચિત્ર (૯) વીશ વિહરમાન જિન પૂજા (૧૦) બંધનથી મુક્તિ તરફ (બારવ્રત તથા ભવ આલોચના વિષયક સમજણ) ૧૯ (૧૧) નમસ્કાર મહામંત્ર મહિમા તથા જાપ નોંધ (૧૨) પંચસૂત્ર (સૂત્ર ૧લુ) સાનુવાદ (૧૩) તત્ત્વાર્થ ઉષા (પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.) (૧૪) સાત્ત્વિકતાનો તેજ સિતારો (પૂ.પં. પદ્મવિજયજી મ.નું ચરિત્ર) (૧૫) પ્રેમપ્રભા ભાગ-૧ (પૂ.આ. પ્રેમસૂરિ મ.ના ગુણાનુવાદ) (૧૬) પ્રેમપ્રભા ભાગ-૨ (વિવિધ વિષયોના ૧૬૦ શ્લોકો સાનુવાદ) Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦ (૧૭) પ્રેમપ્રભા ભાગ-૩ પદાર્થ પ્રકાશ ભાગ-૨ (બ્રહ્મચર્ય સમધિ અંગે શાસ્ત્રીય શ્લોકો-વાક્યો-સાનુવાદ) (૧૮) સાધુતાનો ઉજાસ (લે.પૂ.પં. પદ્મવિજયજી મ.) (પ્રેમપ્રભા ભાગ-૪) (૧૯) પરમ પ્રાર્થના (અરિહંત વંદનાવલી, રત્નાકર પચ્ચીશી, આત્મનિંદાદ્વાત્રિંશિકા આદિ સ્તુતિઓનો સંગ્રહ) (૨૦) ભક્તિમાં ભીંજાણા (પં. પદ્મવિજયજી ગણિવર્ય) (વીરવિજયજી મ. કૃત સ્નાત્રનું ગુજરાતીમાં વિવચેન) (૨૧) વૈરાગ્યશતક, ઈન્દ્રિયપરાજય શતક, સિંદૂરપ્રકર, ગૌતમકુલક સાનુવાદ (પૂ.આ. જયઘોષસૂરિ મ.સા.) (પ્રેમપ્રભા ભાગ-૫) (૨૨) આદીશ્વર અલબેલો રે (પૂ.ગણિ કલ્યાણબોધિવિજયજી) (શત્રુંજય તીર્થના ચૈત્યવંદનો-સ્તુતિઓ-સ્તવનોનો સંગ્રહ) (૨૩) ઉપધાન તપવિધિ (૨૪) રત્નકુક્ષી માતા પાહિણી (૨૫) સતી-સોનલ (૨૬) નેમિ દેશના (૨૭) નરક દુઃખ વેદના ભારી (૨૮) પંચસૂત્રનું પરિશીલન (૨૯) પૂર્વજોની અપૂર્વ સાધના (મૂળ) (૩૦) પૂર્વજોની અપૂર્વ સાધના (સાનુવાદ) (૩૧) અધ્યાત્મયોગી (આ. કલાપૂર્ણસૂરિજીનું સંક્ષિપ્ત જીવન દર્શન) (૩૨) ચિત્કાર (૩૩) મનોનુશાસન (૩૪) ગુરુ દીવો, ગુરુ દેવતા. (પ્રેમપ્રભા ભાગ-૬) (૩૫) ભાવે ભજો અરિહંતને (૩૬) લક્ષ્મી સરસ્વતી સંવાદ (૩૭) પ્રભુ ! તુજ વચન અતિભલું (પ્રેમપ્રભા ભાગ-૭) Page #21 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ (૩૮-૪૦) અરિહંતની વાણી હૈયે સમાણી ભાગ-૧, ૨, ૩ (૪૧) સમાધિ સાર (પ્રેમપ્રભા ભાગ-૮) (૪૨-૪૪) રસથાળ ભાગ-૧, ૨, ૩ (૪૫) સમતાસાગર (પૂ.પં. પદ્મવિ. મ.ના ગુણાનુવાદ) (૪૬) પ્રભુ દરિસણ સુખ સંપદા (૪૭) શુદ્ધિ (ભવ આલોચના) (૪૮) પ્રભુ ! તુજ વચન અતિ ભલું ભાગ-૨ (પ્રેમપ્રભા ભાગ-૯) (૪૯) ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિભલો (૫૦) કામ સુભટ ગયો હારી (પ્રેમપ્રભા ભાગ-૧૦) (૫૧-૫૨) ગુરુની શીખડી, અમૃતની વેલડી ભાગ-૧-૨ (પ્રેમપ્રભા ભાગ૧૧-૧૨) (૫૩) પદાર્થપ્રકાશ ભાગ-૫ (ત્રણ ભાષ્યનો પદાર્થસંગ્રહ તથા ગાથાશબ્દાર્થ) (૫૪) મહાવિદેહના સંત ભારતમાં અંગ્રેજી સાહિત્ય (૧) A Shining Star of Spirituality (સાત્ત્વિકતાનો તેજ સિતારોનો અનુવાદ) (૨) Padartha Prakash Part-I (જીવવિચાર-નવતત્ત્વ) Pahini-A Gem-womb Mother (રત્નકુક્ષિ માતા પાહિણીનો અનુવાદ) ૨૧ જી સંસ્કૃત સાહિત્ય (૧) સમતાસાગરચરિતમ્ ( ાદ્ય ) (પં. પદ્મવિજયજી મ.નુ જીવન ચરિત્ર) ઉપરોક્ત પુસ્તકોમાંથી કોઈપણ પુસ્તકની પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા શ્રાવક-શ્રાવિકાઓને જરૂર હોય તો અમને જાણ કરશો. Page #22 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ અનુક્રમણિકા નં. છે છે જ ...... 2 m વિષય પાના નં. (A) દંડકપ્રકરણ પદાર્થસંગ્રહ ............................. ............. ૧-૨૦ ૧. દંડક પ્રકરણ ........... ૨. દ્વાર ૧૭ - શરીર ............... ................. ... ૩. દ્વાર રજુ - અવગાહના. .... ૪. દ્વાર ૩જ - સંઘયણ ...... ૫. દ્વાર ૪થુ - સંજ્ઞા... ................. ૬. દ્વાર પમુ - સંસ્થાન. ૭. દ્વાર ૬ઠ્ઠ-૭મુ - કષાય-લેશ્યા.............. ...... ૭ ૮. દ્વાર ૮મુ - ઈન્દ્રિય.. ૯. દ્વાર ૯મું - સમુદ્યાત.... ૯-૧૦ ૧૦. દ્વાર ૧૦મુ - દૃષ્ટિ.......... ૧૧. દ્વાર ૧૧મુ - દર્શન............................ ૧૨. દ્વાર ૧૨મુ-૧૩મુ - જ્ઞાન-અજ્ઞાન ૧૩. દ્વાર ૧૪મુ - યોગ................. ૧૪. દ્વાર ૧૫મુ-૧૬મુ - ઉપયોગ-ઉપપાત........... ૧૫. દ્વાર ૧૭મુ-૧૮મુ - ચ્યવન-સ્થિતિ ................ ૧૬. દ્વાર ૧૯ભુ-૨૦મુ - પર્યાપ્તિ-કિમાહાર......... ૧૭. દ્વાર ૨૧મુ - સંશી .............................. ૧૮ ૧ ૦ .... ૦ છ જ Page #23 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ ૨૩ વિષય પાના નં. ૧૮. દ્વાર ૨૨મુ-૨૩મુ - ગતિ-આગતિ...............૧૯ ૧૯. દ્વાર ૨૪મુ - વેદ, અલ્પબદુત્વ.......................... ૨૦ (B) દંડકપ્રકરણ ગાથા-શબ્દાર્થ..................... ૨૧-૨૯ (C) લઘુસંગ્રહણી પદાર્થસંગ્રહ........................ ૩૦-૫૮ ૨૦. લઘુસંગ્રહણી ................... ....................... ૩૦ ૨૧. દ્વાર ૧ - ખંડ....... ...... ....... .... ૩૧-૩૨ ૨૨. દ્વાર ૨ - યોજન... ............................... ૩૩-૩૫ ૨૩. દ્વાર ૩-૪ - ક્ષેત્ર-પર્વત .......................... ૩૬-૩૭ ૨૪. મેરુપર્વત ............................................. ૩૮-૩૯ ૨૫. ગજદંતપર્વત, ચિત્રવિચિત્ર પર્વત, યમકસમક પર્વત તથા ૨૦૦ કંચનગિરિ..... ૪૦-૪૧ ૨૬. વક્ષસ્કાર પર્વતો....... .................................. ૨૭. દીર્ઘ વૈતાઢ્ય પર્વતો ...... ................ ૨૮. મહાવિદેહક્ષેત્રનું ચિત્ર .... ૨૯. એક વિજય ૩૦. વૃત્ત વૈતાઢ્ય .................. ૩૧. દ્વાર ૫ - કૂટ.... ૩૨. આઠ કરિટો... ૩૩. આઠ જંબૂકૂટો . ૩૪. ભૂમિકૂટો .......... ..... ૫) છે : જે : : •••••••••••••• • ૪૯ ................... Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પદાર્થ પ્રકાશ ભાગ-૨ ૩૫. દ્વાર ૬-૭ - તીર્થ-શ્રેણી .......... ..... ૫૧ ૩૬. દ્વાર ૮ - વિજય. ૩૭. દ્વાર ૯ - દ્રહ.. ........................................... ૫૩ ૩૮. દ્વાર ૧૦ - નદી ........ ૫૪-૫૮ (D) લઘુસંગ્રહણી ગાથા-શબ્દાર્થ.................... પ૯-૬૩ (E) પરિશિષ્ટ ૧. ............... ૬૪-૬૯ ૩૯. શાશ્વત ચેત્યોને વંદના.......................... ... ૪૦. જંબુદ્વીપના શાશ્વત ચેત્યો............... ....... ૬૫ ૪૧. તિષ્ણુલોકમાં શાશ્વત ચેત્યો. ૪૨. ૧૪ રાજલોકમાં શાશ્વત ચેત્યો.................... ૬૭-૬૯ (F) પરિશિષ્ટ ૨ - પુણ્ય પુષ્ટ કરવાના દશ ઉપાયો... ૭૦ (G) પ્રશસ્તિ, સમર્પણ... ........ ૭૧ U ..... Un ૬ U. Page #25 -------------------------------------------------------------------------- ________________ દંડકપ્રકરણ જીવો જેના વિષે દંડાય તે દંડક. અથવા તે તે જાતિના જીવોનો સમૂહ તે દંડક. દંડક-૨૪ નામ સાત નારકી પાંચ સ્થાવર ત્રણ વિકલેન્દ્રિય ગર્ભજ તિર્યંચ ગર્ભજ મનુષ્ય દેશ ભવનપતિ વ્યંતર દેવ ॥ શ્રી સીમંધરસ્વામિને નમઃ ।। ॥ નમો નમઃ શ્રી ગુરુ પ્રેમસૂરયે ॥ શ્રીગજસારમુનિ રચિત દંડક-પ્રકરણ (પદાર્થસંગ્રહ) જ્યોતિષ દેવ વૈમાનિક દેવ કુલ દંડક ૧ ૫ ૩ ૧ ૧ ૧૦ ૧ ૧ ૧ ૨૪ ગતિ દેવતા દંડક ૧૩ ૧ મનુષ્ય તિર્યંચ નારકી ૧ કુલ ૨૪ - ૧ ૧. દંડક = તે તે જાતિના જીવોનો સમુદાય. જેમકે સાત નારકીમાં રહેલા સઘળા જીવોનો સમુદાય એક નારક દંડકમાં આવે. दडकशब्देन किमुच्यते ?, तदाह- तज्जातीयसमूहप्रतिपादकत्वं ज्ञेयमित्यर्थः । दंडकवृत्ति पृ. २ ૨. અહીં ગાથામાં ગર્ભજ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્ય જણાવેલ છે. તથા સંમૂચ્છિમ મનુષ્ય અને સંમૂચ્છિમ તિર્યંચના જુદા દંડક કહ્યા નથી. તેનું કારણ આ બંનેનો ગર્ભજના બે ભેદના ઘણાં દ્વારોમાં સમાવેશ થતો હોય તેમ લાગે છે. ૩. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર, વાયુકુમાર અને સ્તનિતકુમાર આ દશ પ્રકારના ભવનપતિ દેવો છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ, સમર્પણ પ્રશસ્તિ ] પરમ પૂજ્ય સિદ્ધાન્તમહોદધિ, ચારિત્ર ચૂડામણિ, આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમ પૂજ્ય વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ, આચાર્યદેવ શ્રીમદ્વિજય. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમ પૂજ્ય સમતાસાગર, ગુરુકૃપાપાત્ર, પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન વૈરાગ્યદેશનાદક્ષ, સીમધરજિનોપાસક, આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ દંડકલઘુસંગ્રહણીના આ પદાર્થસંગ્રહ અને ગાથા-શબ્દાર્થનું સંકલન કર્યું. | સમર્પણ ] શ્રી ભુવનભાનુસૂરિ-જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે આ ગ્રન્થપુષ્પ ભવોદધિતારક પૂજ્ય પ્રગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના કરકમલમાં સાદર સમર્પણ કરું છું. - આ. હેમચન્દ્રસૂરિ મુદ્રક : ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧ ફોન : ૦૭૯-૨૨૧૩૪૧૭૬, મો : ૯૯૨૫૦૨૦૧૦૬ Page #27 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧લુ-શરીર આ ચોવીશ દંડકને વિષે નીચે પ્રમાણેના ૨૪ દ્વાર વિચારવાના છે - ન જ જ » સંજ્ઞા સંસ્થાન જ સંશી ગતિ છે ) ૨૪ દ્વાર | શરીર ૯ | સમુદ્યાત ચ્યવન અવગાહના | ૧૦ દૃષ્ટિ ૧૮| સ્થિતિ સંઘયણ દર્શન ૧૯ પર્યાપ્તિ | જ્ઞાન કિમાહાર ૧૩| અજ્ઞાન કષાય ૧૪| યોગ લેશ્યા ૧૫ ઉપયોગ ૨૩, આગતિ ૮ | ઈન્દ્રિય | ઉપપાત ૨૪| વેદ દ્વાર ૧લુ - શરીર શરીર કુલ પાંચ છે - દારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ. કુલ દંડક શરીર ૭ | સ્થાવર-૪ (વાયુકાય સિવાય), ઔદારિક, તૈજસ, કાર્પણ વિકલેન્દ્રિય-૩ ૨ | ગર્ભજ તિર્યચ-વાયુકાય |ઔદા., હૈ., તે., કા. ગર્ભજ મનુષ્ય પાંચે શરીર, ભવનપતિ-૧૦, વ્યંતર, 4., તૈ.કા. જ્યોતિષ, વૈમાનિક, નારકી 9 » 2 ) દ્વાર રજુ - અવગાહના અવગાહના = શરીરનું માપ ચોવીશે દંડકમાં ઉત્પત્તિના પ્રથમ સમયે જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ. ૪. પાંચે શરીરની વ્યાખ્યા પદાર્થ પ્રકાશ ભાગ-૧ના પૃષ્ઠ નં. ૫ ઉપર આપેલ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ કાર ૨ જુ-અવગાહના દંડક. સ્થાવર-૪ વનસ્પતિકાય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય ગર્ભજ તિર્યંચ ગર્ભજ મનુષ્ય ૧૦ ભવનપતિ વ્યંતર જ્યોતિષ વૈમાનિક નારકી ઉત્કૃષ્ટ અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ સાધિક હજાર યોજન ૧૨ યોજન ૩ ગાઉ ૧ યોજન ૧,000 યોજન ૩ ગાઉ ૭ હાથ ૭ હાથ ૭ હાથ ૭ હાથ પ00 ધનુષ્ય Nઉત્તર વૈક્રિય શરીરનું માપ | ઉત્કૃષ્ટ કાળા નારકી મૂળ શરીરથી બમણું અંતર્મુહૂર્ત તિર્યંચ ૯૦) યોજના ૪ મુહૂર્ત મનુષ્ય સાધિક લાખ યોજન ૪ મુહૂર્ત દેવતા સાધિક લાખ યોજના ૧૫ દિવસ ૫. જરૂર પડે ત્યારે પોતાના મૂળ શરીરથી જુદું વૈક્રિય શરીર બનાવવું - તે ઉત્તર વૈક્રિય શરીર કહેવાય છે. આવું ઉત્તર વૈક્રિય શરીર દેવતા, નારકી તથા લબ્ધિધર ગર્ભજ મનુષ્ય-તિર્યંચ ઉપરાંત બાદર પર્યાપ્તા વાયુકાય પણ બનાવે છે. પર્યાપ્તા બાદર વાયુકાયની ઉત્તર વૈક્રિય શરીરની જઘન્ય (પ્રારંભમાં) અવગાહના તેમજ ઉત્કૃષ્ટ અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે અને ઉત્કૃષ્ટકાળ પણ અંતર્મુહૂર્ત છે. દેવતાનું ઉત્તર વૈક્રિય શરીર અન્ય ગ્રંથોમાં ૧ લાખ યોજન કહેલ છે. અહીં અધિક કહ્યું છે તેનું કારણ એ સંભવે છે કે દેવો જમીનથી ચાર અંગુલ અદ્ધર રહે છે તે ચાર અંગુલ અધિક તરીકે ગણ્યા હશે. Page #29 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૩૪-સંઘયણ ઉત્તર વૈક્રિય શરીરમાં જઘન્ય અવગાહના અંગુલનો સંખ્યાતમો ભાગ પ્રથમ સમયે હોય. ૪ સંઘષણ – હાડકાની રચના. = જીવોને વિષે કુલ છ પ્રકારના સંઘયણ હોય છે. (૧) વજાપભનારાય સંઘયણ :- બે બાજુ મર્કટબંધ, ઉપર પાટો અને ઉપર ત્રણેને બાંધનાર હાડકાની ખીલી. આવી હાડકાની રચનાને ૧ વજમનારાય સંઘયા કહેવાય છે. દ્વાર ૩જુ - સંઘષણ (૨) ત્રાપભનારાય સંઘયણ ઃ- બે બાજુ મર્કટબંધ ઉપર પાટો. (૩) નારાચ સંઘયણ :- બે બાજુ મર્કટબંધ. (૪) અર્ધનારાચ સંઘયણ :- એક બાજુ મર્કટબંધ, બીજી બાજુ ઃ ખીલી. (૫) કીલિકા - બે હાડકા માત્ર ખીલીથી બંધાયેલા, : (૬) સેવાત્ત :- બે હાડકા માત્ર સ્પર્શેલા હોય. વારંવાર સેવાની જરૂર પડે તે. લ ૧૯ ૩ ૨ દંડક દેવતા-૧૩, નારકી-૧, સ્થાવર-૫ વિકલેન્દ્રિય-૩ સંઘચણ | સંઘયણ ન હોય ૦ ન ૧ છેલ્લું ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય | છ સંઘયણ = ξ દ્વાર ૪થુ - સંજ્ઞા સંજ્ઞા ચાર છે અથવા દેશ છે. સંજ્ઞા એટલે કર્મવશ (અશાતા વેદનીય તથા મોહનીયથી) ઉત્પન્ન થતી જીવની વિકૃત ચેતના. (લાગણી, બોધ) ૬. સંજ્ઞા एताश्चतस्त्रोऽपि संज्ञा अशातावेदनीयमोहनीयकर्मोदयजन्यचैतन्यविशेषरूपाः परिहरणीया एव तत्तत्त्कर्मसमुच्चयनिमित्ततया । Page #30 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૪ થુ-સંજ્ઞા તે | ચાર સંજ્ઞા :- આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. દશ સંજ્ઞા :- ઉપરની ચાર + ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લોક. ચોવીશે દંડકમાં બધી જ સંજ્ઞા હોય છે. દ્વાર પમુ - સંસ્થાન સંસ્થાન :- શરીરની આકૃતિ વિશેષ. સંસ્થાન કુલ છ પ્રકારના છે. (૧) સમચતુરસ સંસ્થાન - સામુદ્રિકશાસ્ત્રમાં કહેલા ઉત્તમ પુરુષના લક્ષણ અને પ્રમાણથી યુક્ત શરીર હોય જેમાં - (૧) જમણા ઢીંચણ અને ડાબા ખભા વચ્ચેનું, (૨) ડાબા ઢીંચણ અને જમણા ખભા વચ્ચેનું, (૩) બે ઢીંચણ વચ્ચેનું, (૪) મસ્તક અને પલાંઠી વચ્ચેનું, દરેક સંજ્ઞા ઉત્પન્ન થવામાં ચાર ચાર કારણો છે. તે નીચે મુજબ છે - ૧) આહાર સંજ્ઞા :- (૧) પેટ ખાલી થવાથી. (૨) ક્ષુધા વેદનીય કર્મના ઉદયથી. (૩) આહારના શ્રવણ અને દર્શનથી. (૪) તેના ચિંતનથી. ૨) ભય સંજ્ઞા :- (૧) સત્ત્વહીનતાથી. (૨) ભય મોહનીય કર્મના ઉદયથી. (૩) ભયના હેતુઓના દર્શન કે શ્રવણથી. (૪) સતત ભયના ચિંતનથી. ૩) મૈથુન સંજ્ઞા :- (૧) માંસ અને લોહીની પુષ્ટતાથી. (૨) વેદ મોહનીય કર્મના ઉદયથી. (૩) મૈથુનના નિમિત્તોના દર્શન કે શ્રવણ વગેરેથી. (૪) સતત મૈથુનના ચિંતનથી. ૪) પરિગ્રહ સંજ્ઞા :- (૧) અવિમુક્તપણાથી. (૨) લોભ મોહનીય કર્મના ઉદયથી. (૩) પરિગ્રહના દર્શન કે શ્રવણથી. (૪) સતત પરિગ્રહના ચિંતનથી - દર્શનરત્નરત્નાકર ભાગ બીજો. ૫) ઓઘ સંજ્ઞા :-પૂર્વના સંસ્કારોથી થતી સામાન્ય સંજ્ઞા. વેલડીઓ જમીન છોડી ભીંત, વૃક્ષ અથવા વંડા ઉપર ચઢે છે. અથવા બાળકો જન્મતાં જ સ્તનપાન કરે છે વગેરે ઓઘ સંજ્ઞા છે. ૬) લોક સંજ્ઞા :- લોકવ્યવહારને અનુસરવાની વૃત્તિ. Page #31 -------------------------------------------------------------------------- ________________ દ્વાર પમુ-સંસ્થાન આ ચારે અંતર સરખા હોય. (૨) ન્યગ્રોધ - જેમાં ન્યગ્રોધ એટલે વટવૃક્ષની માફક નાભિની ઉપરનો ભાગ પ્રમાણ-લક્ષણ-યુક્ત હોય અને નીચેનો ભાગ બરાબર ન હોય તે. (૩) સાદિ :- નાભિની નીચેનો ભાગ પ્રમાણ-લક્ષણ-યુક્ત હોય અને ઉપરનો ભાગ પ્રમાણ-લક્ષણ-રહિત હોય તે. (૪) કુલજ - જેમાં ગ્રીવા (ડોક), હાથ, પગ વગેરે લક્ષણયુક્ત હોય, પણ પેટ, છાતી વગેરે પ્રમાણ-લક્ષણ-રહિત હોય તે. (૫) વામન - જેમાં છાતી, પેટ વગેરે લક્ષણ યુક્ત હોય, પરંતુ ડોક, પગ વગેરે લક્ષણ રહિત હોય. (૬) હુંડક - સર્વ અવયવો લક્ષણ-રહિત હોય તે. ૨૪ દંડકને વિષે સંસ્થાન કુલ | દંડક સંસ્થાના ૧૩ દિવતા ૧૩ સમચતુરગ્ન સંસ્થાન મનુષ્ય, તિર્યંચ છયે સંસ્થાન વિકસેન્દ્રિય-૩, નારકી-૧, | | છેલ્લું સંસ્થાન (હુંડક) સ્થાવર-૫ પૃથ્વીકાયાદિનું વિશિષ્ટ સંસ્થાન - (આકૃતિ) પૃથ્વીકાય. મસુરની દાળ જેવું અપૂકાય... પાણીના પરપોટા જેવું સોયના સમૂહ જેવું વાઉકાય... ધ્વજા જેવું વનસ્પતિકાય... અનેક પ્રકારનું તેઉકાય... Page #32 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૬ઠ્ઠ-૭મુ-કષાય-લેશ્યા દ્વાર ઠ્ઠ - કપાય કષાય :- કષ = સંસાર, આય = લાભ જેનાથી સંસારનો લાભ થાય તે કષાય. તે ચાર છે. ક્રોધ, માન, માયા, લોભ. સર્વે દંડકમાં ચારે કષાય હોય છે. ( દ્વાર ૭મુ - વેશ્યા | જેનાથી આત્મામાં કર્મ ચોંટે તેવા કૃષ્ણાદિ દ્રવ્યોના સાન્નિધ્યથી આત્મામાં ઊભો થતો પરિણામ તે વેશ્યા. એમાં પરિણામને ભાવલેશ્યા કહેવાય છે; અને ભાવલેશ્યામાં કારણભૂત કૃષ્ણાદિ દ્રવ્યને દ્રવ્યલેશ્યા કહેવાય છે. આવી વેશ્યા છ છે. લેશ્યાના પરિણામને સમજવા જાંબુ ખાવા ઈચ્છતા છ મનુષ્યોનું દિષ્ટાંત ઉપયોગી છે. તે આ પ્રમાણે છે – ૧ લા માણસે વિચાર્યું કે ઝાડને મૂળથી ઉખેડી નાંખીએ. ૨ જા માણસે વિચાર્યું કે મોટી ડાળીઓ કાપીએ. ૩ જા માણસે વિચાર્યું કે નાની ડાળીઓ કાપીએ. ૪ થા માણસે વિચાર્યું કે જાંબુના ઝુમખા કાપીએ. ૫ મા માણસે વિચાર્યું કે જાંબુના ફળ જ કાપીએ. ૬ ટ્ટા માણસે વિચાર્યું કે નીચે પડેલા જાંબુના ફળ ખાઈએ. ૧ લા માણસના જેવા અત્યંત ક્રૂર પરિણામ તે કૃષ્ણલેશ્યા. ૨ જા માણસના જેવા કંઈક ઓછા કૂર પરિણામ તે નીલલેશ્યા. ૩ જા માણસના જેવા તેથી ઓછા ક્રૂર પરિણામ તે કાપોતલેશ્યા. ૪ થા માણસના જેવા કંઈક સારા પરિણામ તે તેજલેશ્યા. ૫ મા માણસના જેવા વધુ સારા પરિણામ તે પદ્મવેશ્યા. ૬ ટ્ટા માણસના જેવા અત્યંત શ્રેષ્ઠ પરિણામ તે શુફલલેશ્યા. Page #33 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૮મુ-ઈન્દ્રિય કુલ દંડક લેશ્યા ૧૪ | પૃથ્વી., અપ., વન., ૧૦ ભવનપતિ, ૧લી ચાર લેશ્યા ૪ વ્યંતર ८ ૬ | તેઉ., વાઉ., વિકલે. ૩, નારકી ૨ | ગર્ભજ તિર્યંચ-મનુષ્ય ૧ જ્યોતિષ ૧ વૈમાનિક દ્વાર ૮ મુ - ઈન્દ્રિય ઈન્દ્રિય પાંચ છે - સ્પર્શનેન્દ્રિય, ૨સનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય. કુલ દંડક કૃષ્ણ, નીલ, કાપોત ૩ છ યે લેશ્યા ૬ ૧ તેજોલેશ્યા તેજો, પદ્મ, શુક્લ ૩ ૫| સ્થાવર-૫ ૧ બેઈન્દ્રિય ૧ તેઈન્દ્રિય ૧ ચઉરિન્દ્રિય ૧૬ ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવતા-૧૩, નારકી-૧ ઈન્દ્રિય એક ઈન્દ્રિય (સ્પર્શન) બે ઈન્દ્રિય (સ્પર્શન, રસના) ત્રણ ઈન્દ્રિય (સ્પર્શન, રસના, ઘ્રાણ) ચાર ઈન્દ્રિય (સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ) પાંચે ઈન્દ્રિય દ્વાર ૯ મુ - સમુદ્ઘાત વેદનાદિમાં એકાકારપણા વડે આત્માનો કર્મનો નાશ કરવા માટેનો પ્રબળ પ્રયત્ન વિશેષ તે સમુદ્દાત. ૭. ઈશાન દેવલોક સુધીના તેજોલેશ્યાવાળા દેવો મૃત્યુ પામીને બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે ત્યારે આ જીવોને ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્ત સુધી પૂર્વના દેવભવની તેજોલેશ્યા હોય છે. ત્યાર પછી અવશ્ય ૧ લી ૩ લેશ્યા હોય છે. ८. सम्यक् आत्मनो वेदनादिभिरेकीभावेन उत्प्राबल्येन घातः समुद्घातः । Page #34 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૯મુ-સમુદ્દાત જીવને સમુદ્દાત ૭ પ્રકારના છે. ૧) વેદના, ૨) કષાય, ૩) મરણ, ૪) વૈક્રિય, ૫) તૈજસ, ૬) આહારક, ૭) કેવલી. કેવલી સમુદ્ઘાતનો કાળ ૮ સમયનો છે. બાકીના સમુદ્ઘાતનો કાળ અંતર્મુહૂર્ત છે. (૧) વેદના સમુદ્ઘાત ઃ- વેદનાથી અત્યંત વ્યાકુળ થયેલો આત્મા શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢે છે અને શરીરની જાડાઈ, પહોળાઈ, ઉંચાઈવાળો સમાન દંડ કરે છે. આ વખતે ઘણા અશાતાવેદનીય કર્મ ખપાવે છે. આ વખતે જો અશુભ ધ્યાનમાં હોય તો નવા અશાતાવેદનીય કર્મ પણ ઘણા બાંધે છે. (૨) કષાય સમુદ્ઘાત ઃ- કષાયથી વ્યાકુળ બનેલો આત્મા ઉપર પ્રમાણે આત્મપ્રદેશો શરીરમાંથી બહાર કાઢી શરીરની જાડાઈ, પહોળાઈ, ઉંચાઈ પ્રમાણ સમાન દંડ કરે છે. આ વખતે ઘણા કષાય મોહનીય કર્મને ખપાવે છે. (તીવ્ર કષાય વખતે કષાય સમુદ્દાત થતો હોવાથી નવા કષાય મોહનીય કર્મ પણ ઘણા જ પ્રમાણમાં બાંધે છે.) (૩) મરણ સમુદ્દાત ઃ- મૃત્યુની પીડાથી વ્યાકુળ બનેલો આત્મા પોતાના શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢી જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્ય યોજન દૂર રહેલ ભવાંતરના ઉત્પત્તિના સ્થાન સુધી જાય છે અને તે રીતે કરતાં આયુષ્યકર્મના ઘણા પુદ્ગલો ખપાવે છે. કોઈ જીવ ઉત્પત્તિદેશે જઈ પાછો આવી મૃત્યુ પામે છે. જ્યારે બીજા કેટલાક જીવો ઉત્પત્તિદેશે પહોંચીને અહીંના પ્રદેશોને ત્યાં ખેંચી લે છે. (૪) વૈક્રિય સમુદ્ઘાત ઃ- વૈક્રિય લબ્ધિવાળો જીવ જ્યારે ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે ત્યારે વૈક્રિય સમુદ્દાત કરે છે. તે વખતે મૂળ શરીરમાંથી આત્મદેશોને બહાર કાઢી સંખ્યાત યોજન પ્રમાણ લાંબો, શરીર પ્રમાણ પહોળો અને જાડો દંડ કરે છે અને તે દ્વારા વૈક્રિય વર્ગણાના Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દ્વાર ૯મુ-સમુદ્યાત પુગલો લઈ નવું વૈક્રિય શરીર બનાવે છે. આ સમુદ્યાતમાં વૈક્રિય શરીરનામકર્મના ઘણા કર્મોને ખપાવે છે. (૫) તૈજસ સમુદ્યાત :- તેજોલેશ્યાની લબ્ધિવાળો જીવ શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢી તેજોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે અને તેનાથી તેજોવેશ્યા કે શીતલેશ્યા મૂકે છે. આ વખતે તૈજસ નામકર્મના પુગલોને ખપાવે છે. (૬) આહારક સમુદ્યાત :- આહારક લબ્ધિવાળા ચૌદપૂર્વધર મુનિભગવંત આહારક શરીર બનાવે ત્યારે આહારક સમુઘાત કરે છે. તેની પ્રક્રિયા વૈક્રિય સમુઘાતની માફક જાણવી. આ સમુઘાતમાં આહારક શરીર નામકર્મના પુદ્ગલોને ખપાવે છે. () કેવલી સમુદ્યાત - જે કેવલજ્ઞાની ભગવંતોને આયુષ્યકર્મ કરતાં નામ-ગોત્ર અને અંતરાયકર્મની સ્થિતિ વધારે હોય છે, તે કેવલીભગવંતો સ્થિતિને સમાન કરવા માટે ૧૩ મા ગુણઠાણાનું છેલ્લું અન્તર્મુહૂર્ત બાકી રહે ત્યારે ૮ સમયમાં કેવલી સમુદ્યાત કરે છે. તેના પ્રથમ સમયે શરીરમાંથી આત્મપ્રદેશોને ઉપર-નીચે બહાર કાઢી ચૌદ રાજલોક પ્રમાણ દંડ કરે છે. બીજા સમયે દંડમાંથી પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણ આત્મપ્રદેશો લોકાંત સુધી ફેલાવી કપાટ કરે છે. ત્રીજા સમયે ઉત્તર-દક્ષિણ અથવા પૂર્વ-પશ્ચિમ આત્મપ્રદેશો ફેલાવી મંથાન કરે છે. ચોથા સમયે લોકના બાકી રહેલા વિદિશાના ખૂણા પૂરી દે છે. પાંચમા સમયે આત્મપ્રદેશોનો સંહાર કરતાં મંથાન રૂપ બને છે. છટ્ટા સમયે કપાટરૂપ બને છે. સાતમા સમયે દંડ થાય છે. આઠમા સમયે મૂળ શરીરમાં આત્મપ્રદેશો આવી જાય છે. આમ કરતાં આયુષ્ય સિવાયના બાકીના ત્રણે અઘાતી કર્મની ઘણી નિર્જરા કરે છે. આમાં ૧લા તથા ૮મા સમયે ઔદારિક કાયયોગ, રજા, દઢા, ૭માં સમયે ઔદારિક મિશ્ર કાયયોગ તથા ૩જા, ૪થા, પમા સમયે કાર્પણ કાયયોગ હોય છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૦ મુ-દૃષ્ટિ દંડક સમુદ્યાત ૭] પૃથ્વી., અપ., તેઉ., | વેદના, કષાય, મરણ વનસ્પતિ., વિકલે. | વાઉકાય., નારકી વેદના, કષાય, મરણ, વૈક્રિય ૪ ૧૪ દિવતા ૧૩, ગર્ભજ તિર્યંચ વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ ૧ | ગર્ભજ મનુષ્ય સાતે સમુદ્યાત દ્વાર ૧૦ મું - દૃષ્ટિ | દૃષ્ટિ :- ૩ (૧) સમ્યદૃષ્ટિ (૨) મિશ્રદૃષ્ટિ (૩) મિથ્યાષ્ટિ. (૧) સમ્યગ્રષ્ટિ :- જિનોક્ત વચન પર શ્રદ્ધાવાળા જીવો તે સમ્યગુદૃષ્ટિ. (૨મિશ્રદૃષ્ટિ :- જિનવચન પર રાગ પણ નહિ, દ્વેષ પણ નહિ તેવો પરિણામ તે મિશ્રણમ્યકત્વ. તેને ધારણ કરનારા તે મિશ્રદૃષ્ટિ. (૩) મિથ્યાદેષ્ટિ :- જિનોક્ત વચન પર જેને શ્રદ્ધા નથી તે મિથ્યાદેષ્ટિ. દંડક દષ્ટિ | ૫ | સ્થાવર-૫ મિથ્યાષ્ટિ | ૩ | વિકલે.-૩ સમ્યગુર્દષ્ટિ-મિથ્યાદેષ્ટિ | દેવતા-૧૩, નારકી, ગર્ભજ મનુષ્ય, ત્રણે દૃષ્ટિ ગર્ભજ તિર્યંચ દ્વાર ૧૧ મુ - દર્શન) વસ્તુનો સામાન્ય બોધ તે દર્શન. દર્શનના ચાર પ્રકાર : (૧) ચક્ષુદર્શન :- ચક્ષુથી થતો સામાન્ય બોધ. કુલ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ન જ છે 5 દ્વાર ૧૧મુ-દર્શન (૨) અચક્ષદર્શન :- ચક્ષુ સિવાયની ૪ ઈન્દ્રિયથી તથા મનથી થતો સામાન્ય બોધ. (૩) અવધિદર્શન - અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોનો સાક્ષાત્ સામાન્ય બોધ. (૪) કેવલદર્શન - લોકાલોકના સર્વપદાર્થો વિષેનો સામાન્ય બોધ. કુલા દંડક | દર્શન || ૭ |સ્થાવર ૫, બેઈ, તેઈ. અચક્ષુ દર્શન ચઉરિન્દ્રિય ચક્ષુદર્શન, અચક્ષુદર્શન ૧૫ દેવતા ૧૩, નારકી, તિર્યંચ | ચક્ષુ-અચક્ષુ-અવધિ-દર્શન ૧ | ગર્ભજ મનુષ્ય ચારે દર્શન [ દ્વાર ૧૨ મું - ૧૩ મુ : જ્ઞાન-અજ્ઞાન] વસ્તુનો વિશેષ બોધ તે જ્ઞાન. મિથ્યાષ્ટિના વિશેષ બોધને અજ્ઞાન કહેવાય છે. સમ્યગ્દષ્ટિના વિશેષ બોધને જ્ઞાન કહેવાય છે. કુલ જ્ઞાન-૫, અજ્ઞાન-૩ (૧) મતિજ્ઞાન - પાંચ ઈન્દ્રિય અને મનથી થતો વિશેષ બોધ. (૨) શ્રુતજ્ઞાન :- શબ્દના આલંબનથી થતો વિશેષ બોધ. (૩) અવધિજ્ઞાન :- અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોનો વિશેષ બોધ. (૪) મન:પર્યવજ્ઞાન - મનુષ્યલોકમાં રહેલ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોએ ગ્રહણ કરેલ મનોવર્ગણાના પુદ્ગલોનો સાક્ષાત્ વિશેષ બોધ. (૫) કેવલજ્ઞાન - લોકાલોકના સર્વ પદાર્થોના ત્રિમાલિક સર્વ પર્યાયોનો વિશેષ બોધ. Page #38 -------------------------------------------------------------------------- ________________ કાર ૧૨મુ-૧૩મુ-જ્ઞાન-અજ્ઞાન $ાન-અજ્ઞાન | به هي مع | દંડક સ્થાવર-૫ મતિ-શ્રુત અજ્ઞાન વિકલેન્દ્રિય-૩ અજ્ઞાન-૨, જ્ઞાનર ૧ | ગર્ભજ મનુષ્ય જ્ઞાન-૫, અજ્ઞાન-૩ દેવ-૧૩, નારકી, તિર્યંચ જ્ઞાન-૩, અજ્ઞાન-૩ (દ્વાર ૧૪ મું - ચોગ) કુલ યોગ ૧૫ છે. મનોયોગ-૪, વચનયોગ-૪, કાયયોગ-૭ મનોયોગના ૪ પ્રકાર (૧) સત્ય મનોયોગ :- યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનું ચિંતન. જેમ કે – જીવ છે, જીવ દેહવ્યાપી છે વગેરે. (૨) અસત્ય મનોયોગ :- સત્યથી વિપરીત મનોયોગ. જેમકેજીવ નથી. જીવ એકાંત નિત્ય છે વગેરે. (૩) સત્યાસત્ય મનોયોગ :- જેમાં સાચું પણ છે તેમ ખોટું પણ છે, તેવું ચિંતન, જેમ કે - ખદિર, લીમડા, પલાસ વગેરેથી મિશ્રિત ઘણા અશોકવૃક્ષવાળા વન માટે – આ અશોકવન છે, એમ ચિંતવવું તે. (૪) અસત્ય-અમૃષા મનોયોગ - જેમાં સત્ય પણ નથી, મૃષા પણ નથી. તેવું ચિંતન. જેમ કે – ઘડો લાવ, તપ કરવો જોઈએ વગેરે. આ જ પ્રમાણે ચારે પ્રકારના વચનયોગ પણ જાણવાં. કાયયોગના ૭ પ્રકાર (૧) ઓદારિક કાયયોગ :- દારિક શરીરથી થતી પ્રવૃત્તિ. (૨) વૈક્રિય કાયયોગ :- વૈક્રિય શરીરથી થતી પ્રવૃત્તિ. (૩) આહારક કાયયોગ :- આહારક શરીરથી થતી પ્રવૃત્તિ. (૪) દારિક મિશ્ર કાયયોગ :- તિર્યંચ અને મનુષ્યને ઉત્પત્તિના પ્રથમ સમયથી ઔદારિક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિક અને 15, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દ્વાર ૧૪મુ-યોગ કાર્પણની ભેગી પ્રવૃત્તિ. કેવલી સમુદ્યાતમાં રજા, ૬ઠ્ઠા અને ૭માં સમયે પણ આ યોગ હોય છે. (૫) વૈક્રિય મિશ્ર કાયયોગ - દેવ અને નારકીને ઉત્પત્તિના પ્રથમ સમયથી વૈક્રિય શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિય અને કાર્પણની ભેગી પ્રવૃત્તિ, તથા વૈક્રિય લબ્ધિધર મનુષ્ય, પંચે. તિર્યંચ અને બાદર પર્યાપ્તા વાયુકાયને વૈક્રિય શરીર કરતી વખતે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિય અને ઔદારિકની ભેગી પ્રવૃત્તિ. (૬) આહારક મિશ્ર કાયયોગ :- આહારક લબ્ધિધારી ચૌદ પૂર્વધર મુનિને આહારક શરીર કરતી વખતે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી દારિક અને આહારક પુદ્ગલોની ભેગી પ્રવૃત્તિ. (૭) કાર્પણ કાયયોગ - તૈજસ અને કાર્મણ શરીરથી થતી પ્રવૃત્તિ. આ કાયયોગ જીવને પરલોકમાં જતાં વિગ્રહગતિમાં તથા કેવલી સમુદ્યાતમાં ૩જા, ૪થા, પમા સમયે હોય છે. | દંડક યોગા ૪) સ્થાવર ૪ | ઔદા., ઔદા. મિશ્ર., કાર્પણ ૧| વાયુકાયા | દા., ઔદા મિશ્ર., કાર્મણ, વૈ.વૈ. મિશ્ર. ૩| વિકલેન્દ્રિય ઔદા., દા. મિશ્ર, કાર્મણ, અસત્યઅમૃષા વચનયોગ ૧ ગર્ભજ તિર્યંચ આહારક ર સિવાય... ૧૪ દેવતા ૧૩, ૪-મનોયોગ, ૪-વચનયોગ, વૈ., વૈ.મિ., | | કાર્પણ ૧ ગર્ભજ મનુષ્ય સર્વ યોગ.. દ્વાર ૧૫ મું - ઉપયોગ કુલ ઉપયોગ ૧૨ :- ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ દર્શન. કુલ | w w નારકી Page #40 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૫ મુ-૧૬મુ-ઉપયોગ-ઉપપાત TI છે ? દંડક ઉપયોગ ૫ સ્થાવર-૫ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુદર્શન | ૨ બેઈ., એઈ. ઉપરના ૩ + મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ૧ ચઉ. ઉપરના ૫ + ચક્ષુદર્શન ૧૫ દેવતા-૧૩, નારકી, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, ત્રણ ગર્ભજ તિર્યંચ ||અજ્ઞાન, ત્રણ દર્શન (કેવલદર્શન સિવાય)| | ૧|ગર્ભજ મનુષ્ય બધા ઉપયોગ - ૫ દ્વાર ૧૬ મું - ઉપપાત ઉપપાત - એક સમયે કેટલા જીવો ઉત્પન્ન થાય તે. દંડક | ઉપપાત સંખ્યા | ગર્ભજ મનુષ્ય ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા (સંમૂચ્છિમ મનુષ્ય) | (અસંખ્યાતા) વિકસેન્દ્રિય, ગર્ભજ તિર્યચ, ૧, ૨, ૩, યાવત્ અસંખ્યાતા દેવતા ૧૩, નારકી-૧ સ્થાવર-૪ અસંખ્યાતા વનસ્પતિકાય અનંતા પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો હંમેશા આ જગતમાં ૨૯ આંકડાની સંખ્યા જેટલા જ હોય છે. સ્થાવર ૪ માં પ્રતિસમય અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયમાં પ્રતિસમય અનંતા જીવો ઉત્પન્ન થાય છે. બાકીનામાં જઘન્યથી એકાદ જીવ પણ ક્યારેક ઉત્પન્ન થાય છે. ક્યારેક જીવો ઉત્પન્ન ન પણ થાય તેવું પણ બને છે. તેને ઉપપાતવિરહ-કાળ કહેવાય છે. તેનો કાળ નીચે મુજબ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૬ દ્વાર ૧૭મુ-૧૮મુ-ચ્યવન-સ્થિતિ કુલ દંડક | ઉપપાત-વિરહ-કાળા દેવતા ૧૩ ૨૪ મુહૂર્ત નારકી ૧૨ મુહૂર્ત વિકલે. ૩ અંતર્મુહૂર્ત ગર્ભજ તિર્યચ, ગર્ભજ મનુષ્ય ૧૨ મુહૂર્ત સ્થાવર ૫ નથી આ ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળ છે. જઘન્યથી ૧ સમય હોય. ( દ્વાર ૧૦ મું - ચ્યવન ) ચ્યવનદ્વાર ઉપપાતની માફક જાણવું. ( દ્વાર ૧૮ મુ - સ્થિતિ ) સ્થિતિ = આયુષ્યનું પ્રમાણ કુલ દંડક | ઉત્કૃષ્ટ સ્થિતિ પૃથ્વીકાય ૨૨,000 વર્ષ અકાય ૭,000 વર્ષ તેઉકાય ૩ અહોરાત્ર વાઉકાય ૩,૦૦૦ વર્ષ વનસ્પતિકાય ૧૦,000 વર્ષ બેઈન્દ્રિય ૧૨ વર્ષ ૯. ચારે નિકાયના દેવોમાં ઓઘથી ઉપપાત વિરહકાળ વિચારીએ તો બાર મુહૂર્ત છે. (અર્થાતુ ક્યારેક એવું પણ બને કે બાર મુહૂર્ત સુધી કોઈ પણ જીવ દેવોમાં ઉત્પન્ન જ ન થાય, ત્યાર પછી અવશ્ય થાય જ, પરંતુ અહીં ભવનપતિ આદિ પ્રત્યેક દંડક જુદા છે અને તે દરેકમાં વિરહકાળ ૨૪ મુહૂર્ત છે, તેથી ૨૪ મુહૂર્ત બતાવેલ છે. વૈમાનિકમાં પ્રત્યેક દેવલોકનો ઉપપાત વિરહકાળ જુદો જુદો છે, પણ સામાન્યથી વૈમાનિકના સર્વ દેવલોકોની અપેક્ષાએ ૨૪ મુહૂર્તનો છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૯મુ-૨૦મુ-પર્યાપ્તિ-કિમાહાર તેઈન્દ્રિય ૪૯ દિવસ ચઉરિન્દ્રિય ૬ માસ ગર્ભજ તિર્યંચ ૩ પલ્યોપમ ગર્ભજ મનુષ્ય ૩ પલ્યોપમ નારકી ૩૩ સાગરોપમ ભવનપતિ-અસુરકુમાર સાધિક ૧ સાગરોપમ નાગકુમાર-આદિ નવ કંઈક ન્યૂન ૨ પલ્યોપમ વ્યંતર ૧ પલ્યોપમ જ્યોતિષ ૧ પલ્યોપમ + ૧ લાખ વર્ષ વૈમાનિક ૩૩ સાગરોપમ દંડક જઘન્ય સ્થિતિ ૧૨ | ભવનપતિ, વ્યંતર, નારકી ૧૦,૦૦૦ વર્ષ ગર્ભજ મનુષ્ય, ગર્ભજ તિર્યચ, સ્થાવર-૫, અંતર્મુહૂર્ત વિકલેન્દ્રિય-૩ વિમાનિક ૧ પલ્યોપમ ૧ | જ્યોતિષ ૧/૮ પલ્યોપમ દ્વાર ૧૯ મુ - પર્યાપ્તિ કુલ દંડક પતિ ૫ સ્થાવર-૫ આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ ૩|વિકસેન્દ્રિય-૩ ઉપરની ૪ + ભાષા ૧૬ દેવતા-૧૩, મનુષ્ય-૧, ૬ પર્યાપ્તિ તિર્યચ-૧, નારકી-૧ દ્વિાર ૨૦ મું - કિનાહાર) સર્વ જીવોને છએ દિશાથી આહાર હોય છે. પરંતુ લોકના છેડે રહેલા સ્થાવર-૫ ને ૩, ૪, ૫, ૬ દિશાથી આહાર હોઈ શકે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ દ્વાર ૨૧મુ-સંજ્ઞી દ્વાર ૨૧ મું - સંજ્ઞી. જેને સંજ્ઞા હોય તે સંજ્ઞી. સંજ્ઞા ત્રણ પ્રકારે છે. ૧) હેતુવાદોપદેશિકી - જેમાં વર્તમાનકાળનું જ જ્ઞાન હોય અને વર્તમાનકાળના દુઃખથી નિવૃત્તિ અને સુખમાં પ્રવૃત્તિનો ઉપાય શોધે છે. ૨) દીર્ઘકાલિકી સંજ્ઞા :- જેમાં ભૂતકાળના સ્મરણની અને ભવિષ્યકાળના વિચારની શક્તિ હોય તે. ૩) ૧૧દૃષ્ટિવાદોપદેશિકી - યથાશક્તિ હેયોપાદેયના ત્યાગ અને ઉપાદાનમાં પ્રયત્નશીલ છદ્મ સમ્યગુદૃષ્ટિ જીવોને જે સંજ્ઞા હોય છે તે દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય. | ફુલ | દંડક સંજ્ઞી. સ્થાવર-૫ સંજ્ઞા ન હોય. વિકસેન્દ્રિય-૩ હેતુવાદોપદેશિકી. ૧૬ | દેવતા-૧૩, ગર્ભજ તિર્યચ-૧, | દીર્ઘકાલિકી સંજ્ઞા. ગર્ભજ મનુષ્ય-૧, નારકી-૧ ૧૧કોઈ નારક-તિર્યચ-મનુષ્ય-દેવોને વધારામાં દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. ૧૦. યશ : ક્ષાયોપશમશાનયુવતો યથાવિત પાનાपरस्तस्य दृष्टिवादोपदेशिकी संज्ञा छद्मस्थसम्यग्दृशामेव । - दंडकवृत्ति पृ. ३ ૧૧. અહીં ગાથામાં મનુષ્યોને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહી છે. પરંતુ ઉપરની વ્યાખ્યાને અનુસાર ગર્ભજ પંચે તિર્યંચોને પણ ઘટે. પણ તેઓ અલ્પ હોવાથી વિવક્ષા કરી નથી. એમ દંડકની વૃત્તિમાં આ ગાથાના વિવેચનમાં કહ્યું છે. વૃત્તિમાં તો તિર્યંચને પણ આ સંજ્ઞા જણાવી છે. વળી માત્ર સમ્યગુર્દષ્ટિપણાની અપેક્ષાએ આ સંજ્ઞા ગણીએ તો દેવ, નારકીમાં પણ આ સંજ્ઞા ઘટે અને તેથી એ વિવક્ષાએ જ એટલે કે સર્વ સમ્યગુદૃષ્ટિ જીવોને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય એ વિવેક્ષાથી સઘળા મિથ્યાદેષ્ટિ જીવોને અસંશી કહ્યા છે. અહીં ઉપરમાં દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હેયને છોડવા અને ઉપાદેયને આદરવામાં પ્રયત્નશીલ આત્માઓને કહી, તેથી દેશવિરતિ અને સર્વવિરતિમાં ઘટે પરંતુ અવિરતિ સમ્યગુર્દષ્ટિને ન ઘટે. તેથી મૂળ ગાથામાં અને વૃત્તિમાં પણ દેવ, નારકીનો સમાવેશ કર્યો નથી. Page #44 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨૨મુ-૨૩મુ-ગતિ-આગતિ કુલ ગતિ દ્વિાર ૨૨ મુ - ૨૩ મું - ગતિ-આગતિ | ગતિ - મરીને પરલોકમાં ક્યાં જવું તે ગતિ. આગતિ - ક્યાંથી આવવું તે આગતિ. ગતિ ઃ જાય. આગતિ ઃ આવે. દંડક |૧૩ દેવતા-૧૩ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય-ગર્ભજ તિર્યંચ, પર્યાપ્તા બાદર પૃથ્વીકાય અપૂકાય-પ્રત્યેક વનસ્પતિકાય. ૧ નારકી-૧ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યચ. ૬ વિકલે ૩, પૃથ્વી., અ., વન દેવતા-નારકી સિવાય બધે. ૨ તેઉકાય-૧, વાઉકાય-૧ વિકસેન્દ્રિય, પંચે. તિર્યંચ, સ્થાવર-૫ ૨|ગર્ભજ તિર્યચ-૧, ૨૪ દંડકમાં બધે જાય. ગર્ભજ મનુષ્ય-૧ દંડક ૧૪ દેવતા-૧૩, નારકી-૧ ૩|પૃથ્વી., અ., વન. ૫ વિકલે., તેઉ., વાઉ. ૧|ગર્ભજ તિર્યંચ ૧|ગર્ભજ મનુષ્ય આગતિ. પર્યાપ્તા પંચે. તિર્યંચ, મનુષ્ય. નારકી સિવાય બધેથી. નારકી અને દેવ સિવાય બધેથી બધેથી આવે (૨૪ દંડકથી) તેઉકાય અને વાઉકાય સિવાય બધેથી Page #45 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨૪મું-વેદ, અલ્પબદુત્વ કુલ ૩ ૨ P છે િદ્વાર ૨૪ મું - વેદ | વેદ-૩ : પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ દંડક વેદ ૨ | ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય પુ, સ્ત્રી, નપું. દેવતા-૧૩ પુ., સ્ત્રી. | સ્થાવર-૫, વિકલે.-૩, નારકી-૧ નપું. અલ્પબહુતા પર્યાપ્તા જીવોને આશ્રયીને અલ્પબદુત્વની વિવેક્ષા છે. દંડક અલ્પબદુત્વ પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય સૌથી થોડા પર્યાપ્ત બાદર અગ્નિકાય અસંખ્યગુણા વૈમાનિક અસંખ્યગુણા ભવનપતિ અસંખ્યગુણા નારકી અસંખ્યગુણા વ્યંતર અસંખ્યગુણા જ્યોતિષ સંખ્યગુણા ચઉરિન્દ્રિય અસંખ્યગુણા પંચે. તિર્યંચ વિશેષાધિક બેઈન્દ્રિય વિશેષાધિક તેઈન્દ્રિય વિશેષાધિક પૃથ્વીકાય અસંખ્યગુણા અપૂકાય અસંખ્યગુણા વાઉકાય અસંખ્યગુણા વનસ્પતિકાય અનંતગુણા દંડકપ્રકરણના પદાર્થ સંપૂર્ણ Page #46 -------------------------------------------------------------------------- ________________ ગાથા-શબ્દાર્થ (દંડક પ્રકરણ) મૂળ ગાથા તથા શબ્દાર્થ નમિઉં ચકવીસ જિણે, તસુત્ત-વિચાર-લેસ-દેસણઓ I દંડગ-પએહિં તે શ્ચિય, થોસામિ સુણેહ ભો ભવ્વા II 1 ચોવીશ તીર્થકરોને પ્રણામ કરીને, તેમના સૂત્રના વિચારના અંશના કથનમાંથી દંડક પદો દ્વારા તે જ પૂજ્યોની સ્તુતિ કરીશ. હે ભવ્યાત્માઓ, તે તમે સાંભળો. નેરઇઆ અસુરાઇ, પુઢવાઇ-બેઇંદિયાદઓ જેવા ગભય-તિરિય-મણુરસા, વંતર-જોઇસિય-વેમાણી II ૨ ll નારકી (૧), અસુરાદિ (૧૦), પૃથ્વીકાયાદિ (૫), બેઈન્દ્રિયાદિ (૩) તથા ગર્ભજ તિર્યંચ (૧), ગર્ભજ મનુષ્ય (૧), વ્યંતર (૧), જ્યોતિષ (૧), વૈમાનિક (૧). (આ ચોવીશ દંડકો છે.) (૨) સંખિત્તયરી ઉ ઇમા, સરીર-મોગાહણા ય સંઘયણા . સના સંડાણ કસાય, લેસિદિય દુસમુગ્ધાયા | ૩ દિઠી દંસણ નાણે, જોગ-વઓગો-વવાય ચવણ ડિઇ 1 પક્ઝત્તિ કિમાવારે, સનિ ગઇ આગઈ વેએ | ૪ | (કારોની) અતિ સંક્ષેપ પ્રરૂપણા આ પ્રમાણે છે - (૧) શરીર, (૨) અવગાહના, (૩) સંઘયણ, (૪) સંજ્ઞા, (૫) સંસ્થાન, (૬) કષાય, (૭) લેશ્યા, (૮) ઈન્દ્રિય, (૯) ૧૨બે પ્રકારના સમુદ્યાત, (૧૦) દૃષ્ટિ, (૧૧) દર્શન, (૧૨) જ્ઞાન, (૧૩) અજ્ઞાન, (૧૪) યોગ, (૧૫) ઉપયોગ, (૧૬) ઉપપાત, (૧૭) ચ્યવન, (૧૮) સ્થિતિ, (૧૯) પર્યાપ્તિ, (૨૦) કિકાહાર, (૨૧) સંશી, (૨૨) ગતિ, (૨૩) આગતિ અને (૨૪) વેદ. (૩-૪) ૧૩. બે પ્રકારના સમુદ્યાત - અજીવવિષયક અને નોજીવવિષયક Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ગાથા-શબ્દાર્થ ચઉ ગભ-તિરિય વાઉસ, મમુઆણં પંચ સેસ તિસરીરા ! થાવરચઉગે દુહાઓ, અંગુલઅસંખભાગત૭ ૫ ગર્ભજ તિર્યંચ અને વાયુકાયને વિષે ચાર, મનુષ્યોને પાંચ તથા બાકીના દંડકમાં ત્રણ શરીર હોય છે. સ્થાવર ચતુષ્કમાં 3 (ઉત્કૃષ્ટ અને જઘન્ય) બેય રીતે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું શરીર હોય છે. (૫) સલ્વેસિં પિ જહન્ના, સાહાવિય અંગુલમ્સ અસંખંસો ઉફકોસ પણસયધણુ, નેરઇયા સત્ત હ– સુરા II ૬ II સર્વ જીવોની સ્વાભાવિક શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. ઉત્કૃષ્ટ અવગાહના નારકીને પાંચસો ધનુષ્યની છે. દેવોને સાત હાથની છે. (૬) ગભતિરિ સહસ જોયણ, વણસ્સઈ અહિય જોયણસહસ્સે નર તેઇંદિ તિગાઊ, બેઇંદિય જોયણે બાર II II ગર્ભજ તિર્યંચને હજાર યોજન છે, વનસ્પતિકાયને સાધિક હજાર યોજન છે, મનુષ્ય-તેઈન્દ્રિયને ત્રણ ગાઉ છે; બેઈન્દ્રિયને બાર યોજન છે. (૭) જોયણ-મેગે ચઉરિંદિ, દેહ-મુચ્ચત્તર્ણ સુએ ભણિએ ! વેઉબ્રિય-દેહં પણ, અંગુલ-સંપ્નસમારંભે II ૮ I ચઉરિન્દ્રિયના શરીરની ઉંચાઈ એક યોજન શ્રુતમાં કહી છે. ઉત્તરક્રિય શરીરની પ્રારંભમાં અવગાહના અંગુલના સંખ્યામાં ભાગ જેટલી હોય છે. (૮) દેવ નર અહિયલફખ, તિરિયાણં નવ ય જોયણ-સયાઇ 1 દુગુણં તુ નારયાણ, ભણિયં વેઉવિય-સરીરં II ૯ II ૧૩. અહીં ભવધારણીય ઔદારિક શરીરની અવગાહના કહી છે, નહીંતર ઉપપાત અને સમુઘાતમાં તૈજસ કામણ શરીરની અવગાહના વધારે હોય છે. તેવી જ રીતે આગળ પણ બધે જાણવું. Page #48 -------------------------------------------------------------------------- ________________ ગાથા-શબ્દાર્થ ૨૩ દેવ-મનુષ્યને લાખ યોજનથી અધિક, તિર્યંચને નવસો યોજન, નારકોને (મૂળ શરીરથી) બમણું ઉત્તરવૈક્રિય શરીર કહ્યું છે. (૯) અંતમુહુર્ત નિરએ, મહત્ત ચત્તારિ તિરિય-મણુએસ દેવેસુ અદ્ધમાસો, ઉકોસ વિલ્વિણા-કાલો I ૧૦ I નારકીને અંતર્મુહૂર્ત, તિર્યંચ-મનુષ્યને ચાર મુહૂર્ત, દેવોને પંદર દિવસ ઉત્કૃષ્ટ વિદુર્વણાકાળ (ઉત્તરક્રિય શરીરની સ્થિતિ) હોય છે. (૧૦) થાવરચુર-નેરઇઆ, અસંઘચણા ચ વિગલ-છેવટ્ટા સંઘયણ-છગં ગભય-નર-તિરિએસ વિ મણેયબ્ધ in ૧૧ II સ્થાવર, દેવ, નારકી સંઘયણ વિનાના અને વિકલન્દ્રિય સેવાર્તસંઘયણવાળા હોય છે, તથા ગર્ભજ મનુષ્ય અને તિર્યંચોને વિષે છ સંઘયણ જાણવાં. (૧૧) સર્વેસિં ચઉ દહ વા, સના સર્વે સુરા ચ ચરિંસા | નર તિરિય છ સંઠાણા, હુંડા વિગલિંદિ-નેરઇયા II ૧૨ II સર્વ જીવોને ચાર કે દશ સંજ્ઞા હોય છે સર્વે દેવો સમચતુરગ્ન સંસ્થાનવાળા હોય છે. મનુષ્ય-તિર્યંચો છ સંસ્થાનવાળા તથા વિકસેન્દ્રિય અને નારકો હુંડક સંસ્થાનવાળા હોય છે. (૧૨) નાણાવિહ ધય સૂઈ, બુબ્બય વણ વાઉ તેઉ અપકાયા ! પુટવી મસૂર-ચંદા-કારામંડાણ ભણિયા II ૧૩ I સંસ્થાનથી વનસ્પતિ., વાયુ, તેઉ., અકાય ક્રમશઃ વિવિધ પ્રકાર, ધ્વજ, સોય અને પરપોટાના આકારવાળા હોય છે. પૃથ્વીકાય મસૂરની દાળ કે (અધ) ચંદ્રના આકારવાળા કહ્યાં છે. (૧૩). સબ્ધ વિ ચઉકસાયા, લેસ-છગં ગભતિરિય મણુએસ I નારય-તેઊ વાઊ, વિગલા વેમાણિય તિલસા II ૧૪ in સર્વેને ચારે કષાયો હોય છે. ગર્ભજ-તિર્યંચ-મનુષ્યોમાં છ લેશ્યા હોય છે. નારકી, તેઉકાય, વાયુકાય, વિકલેન્દ્રિય, વૈમાનિકો ત્રણ લેશ્યાવાળા હોય છે. (૧૪) Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ગાથા-શબ્દાર્થ જોઇસિય તેઉલેસા, સેસા સલૅવિ હૃતિ ચઉલેસા ઇંદિયદા સુગમ, મણુઆણ સત્ત સમુચ્છાયા II ૧૫ in જ્યોતિષ દેવો તેજોલેશ્યાવાળા હોય છે. બાકીના બધા ચાર લેશ્યાવાળા હોય છે. ઈન્દ્રિયદ્વાર સુગમ છે. મનુષ્યોને સાતે સમુદ્રઘાત હોય છે. (૧૫) વેચણ કસાય મરણે, વેઉબ્રિચ તેયએ ય આહારે | કેવલી ય સમુગ્ધાયા, સત્ત મે હંતિ સની I ૧૬ વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક તથા કેવલી આ સાત સમુદ્યાત સંજ્ઞી જીવોને હોય છે. (૧૬) એબિંદિયાણ કેવલ, તેઉ-આહારગ વિણા ઉ ચત્તારિ I તે વેઉબિય વજ્જા, વિગલા-સન્તીણ તે ચેવ in ૧૦ || એકેન્દ્રિયને કેવલી-તૈજસુ-આહારક વિના ચાર સમુદ્યાત હોય છે. વૈક્રિય સિવાયના ત્રણ વિકસેન્દ્રિયને ૫ હોય છે. સંશીને તે સાતે સમુઘાત હોય છે. (૧૭) પણ ગભતિરિસુરેસ, નારય વાઊસુ ચઉર તિય સેસે | વિગલ દુદિટ્ટી થાવર, મિચ્છત્તિ સેસ તિય દિટ્ટી ૧૮ li ગર્ભજ તિર્યંચોને અને દેવોને પાંચ, નારકી અને વાયુકાયને ચાર, બાકીનાને ત્રણ સમુદ્યાત હોય છે. વિકલેન્દ્રિય બે દૃષ્ટિવાળા, સ્થાવર મિથ્યાદેષ્ટિ અને બાકીના ત્રણ દૃષ્ટિવાળા હોય છે. (૧૮) થાવરબિતિસુ અચખૂ, ચઉરિદિસુ તદુર્ગ સુએ ભણિએI મથુઆ ચઉ દંસણિણો, સેસેસુ તિગં તિગં ભણિયં |૧૯ I સ્થાવર-બેઈન્દ્રિય-તેઈન્દ્રિયને અચક્ષુદર્શન, ચઉરિન્દ્રિયને બે દર્શન ૧૪. અહીં ગાથા ૧૫નો સંબંધ ગાથા ૧૮ જોડે મળે છે, તેથી ગાથા ૧૬૧૭ પ્રક્ષેપ હોવાનો સંભવ છે. ૧૫. વિકલેન્દ્રિયને અને અસંજ્ઞીને હોય છે તેમ પણ અર્થ થાય. Page #50 -------------------------------------------------------------------------- ________________ ગાથા-શબ્દાર્થ ૨૫ (ચક્ષુ-અચક્ષુ) શ્રુતમાં કહ્યાં છે. મનુષ્યો ચાર દર્શનવાળા હોય છે. બાકીનાને ત્રણ ત્રણ દર્શન કહ્યા છે. (૧૯) અજ્ઞાણ નાણ તિય તિય, સુર તિરિ નિરએ થિરે અનાણદુર્ગા નાણજ્ઞાણ દુ વિગલે, મણુએ પણ નાણ તિ અનાણા ii ૨૦ | દેવ-તિર્યંચ અને નારકોને અજ્ઞાન ૩-જ્ઞાન ૩, સ્થાવરોને વિષે બે અજ્ઞાન, વિકલેન્દ્રિયને બે જ્ઞાન તથા બે અજ્ઞાન અને મનુષ્યને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. (૨૦) સચ્ચેઅર મીસ અસચ્ચમોત, મણવય વિકવિ આહારે | ઉરલ મીસા કમ્પણ, ઇય જેવા દેસિયા સમએ ર૧TI. સત્ય-અસત્ય-મિશ્ર-અસત્યઅમૃષા મન, (ઉક્ત ચાર) વચન તથા વૈક્રિય-આહારક-ઔદારિક-ત્રણે મિશ્ર (વૈ. મિશ્ર, આહા.મિશ્ર, ઔદા.મિશ્ર) તથા કાર્મણ-આ (પંદર) યોગો સિદ્ધાંતમાં કહ્યા છે. (૨૧) ઇફકારસ સુર-નિરએ, તિરિએસુ તેર પન્નર મણુએસ I વિગલે ચઉ પણ વાએ, જોગતિયં થાવરે હોઇ ll ૨૨ II દેવ-નારકોને અગ્યાર, તિર્યંચને તેર, મનુષ્યોને પંદર, વિકલેન્દ્રિયને ચાર, વાયુકાયને પાંચ અને (બાકીના) સ્થાવરને ત્રણ યોગ હોય છે. (૨૨) તિ અનાણ નાણ પણ ચઉ દંસણ, બાર જિઅલખણુવઓગા | ઇષ બારસ ઉવઓગા, ભણિયા તેલુક્કદંસીહિં Il૨૩|| ત્રણ અજ્ઞાન, પાંચ જ્ઞાન, ચાર દર્શન, આમ જીવના લક્ષણરૂપ બાર ઉપયોગો ત્રણ લોકને જોનારાઓ (શ્રી તીર્થકર ભગવંતો)એ કહ્યા છે. (૨૩) ઉવઓગા મણુએસ, બારસ નવ નિરય તિરિય દેવેસુ ! વિગલદુગે પણ છકક, ચઉરિદિસ થાવરે તિયગં ii ૨૪ in મનુષ્યોને બાર, નારક-તિર્યંચ-દેવોને વિષે નવ તથા બે વિકલેન્દ્રિયને (બેઈ.એઈ.)ને પાંચ, ચઉરિન્દ્રિયને છે અને શેષ સ્થાવરને ત્રણ ઉપયોગ હોય છે. (૨૪) Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ગાથા-શબ્દાર્થ સંખમસંબા સમયે, ગભય તિરિ વિગલ નારય સુરા ય T મણુઆ નિયમા સંખા, વણ-બંતા થાવર અસંખા II ૨૫ II ગર્ભજતિર્યચ, વિકસેન્દ્રિય, નારકી અને દેવો સંખ્યાતા કે અસંખ્યાતા, મનુષ્ય નિયમા સંખ્યાતા, વનસ્પતિ નિયમા અનંતા અને શેષ સ્થાવર અસંખ્યાતા પ્રતિસમય ઉત્પન્ન થાય છે. (૨૫) અસન્તિ નર અસંખા, જહ ઉવવાએ તહેવ ચવણે વિI બાવીસ સગ તિ દસવાસ સહસ્સ ઉફિકટ્ટ પુટવાઇ | ૨૬ અસંજ્ઞિ (સંમૂર્છાિમ) મનુષ્યો અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. જેમ ઉપપાતમાં કહ્યું તેમ ચ્યવનમાં પણ જાણવું. બાવીશ હજાર, સાત હજાર, ત્રણ હજાર તથા દશ હજાર વર્ષ પૃથ્વી આદિની (પૃથ્વી., અપુ., વાયુ, વનસ્પતિની ક્રમશ:) ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુષ્ય) છે. (૨૬). તિદિણગ્નિ તિપલ્લાઊ નરતિરિ સુર નિરય સાગર તિત્તીસા વંતર પલ્લે જોઇસ, વરિસલપ્તાહિયં પલિયં II ૨૦ II અગ્નિકાયનું ત્રણ દિવસ, મનુષ્ય-તિર્યંચનું ત્રણ પલ્યોપમ, દેવનારકીનું તેત્રીશ સાગરોપમ, વ્યંતરોનું પલ્યોપમ, જ્યોતિષ દેવોનું લાખ વર્ષ અધિક પલ્યોપમ આયુષ્ય જાણવું. (૨૭) અસુરાણ અહિય અચર, દેસૂણદુપલ્લચં નવ નિકાએ 1 બારસવાસુણ પણદિણ, છમ્માસુફિકટ્ટ વિગલાઊ II ૨૮ II અસુરોનું સાધિક સાગરોપમ તથા બાકીના નવ નિકાયમાં કંઈક ન્યૂન બે પલ્યોપમ, વિકસેન્દ્રિયનું ક્રમશઃ બાર વર્ષ, ઓગણપચાસ દિવસ અને છ માસ ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. (૨૮) પુટવાઇ-દસ પચાણ, અંતમુહુર્ત જહન્ન આઉઠિઇI દસસહસવરિસઠિઇઆ, ભવસાહિનિરયવંતરિઆ II ૨૯ I પૃથ્વી આદિ દશ પદોની જઘન્ય આયુષ્યની સ્થિતિ અંતર્મુહૂર્ત છે. ભવનપતિ, નારક, વ્યંતરની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ છે. (૨૯) Page #52 -------------------------------------------------------------------------- ________________ ગાથા-શબ્દાર્થ વેમાણિય જોઇસિયા, પલ્લતયફ્રેંસ આઉઆ હુંતિ, 1 સુરનરતિરિનિરએસુ છ, પજ્જત્તી થાવરે ચઉગં ॥ ૩૦ વૈમાનિક અને જ્યોતિષ દેવો ક્રમશઃ પલ્યોપમ અને પલ્યોપમના ૨૭ આઠમા ભાગના જઘન્ય આયુષ્યવાળા હોય છે. દેવ-મનુષ્ય-તિર્યંચનરકમાં છ અને સ્થાવરને ચાર પર્યાપ્તિ હોય છે. (૩૦) વિગલે પંચ પત્તી, છિિસઆહાર હોઇ સવ્વસિં 1 પણગાઇ-પયે ભયણા, અહ સન્નિ તિયં ભણિસ્સામિ ||૩૧ ॥ વિકલેન્દ્રિયને પાંચ પર્યાપ્તિ હોય છે. સર્વ જીવોને છ દિશાથી આહાર હોય છે. પનકાદિ સૂક્ષ્મ વનસ્પતિકાયાદિ પદોને વિષે ભજના (૩, ૪, ૫ કે ૬ દિશાથી પણ આહાર) હોય છે. હવે ત્રણ સંજ્ઞાવાળાઓને કહીશ. (૩૧) ચઉવિહસુરતિરિએસું, નિરએસુ અ દીહકાલિગી સન્ના 1 વિગલે હેઉવએસા, સન્નારહિયા થિરા સબ્વે ॥ ૩૨ ॥ ચાર પ્રકારના દેવો તથા પંચેન્દ્રિય તિર્યંચો અને નારકોને વિષે દીર્ધકાલિકી સંજ્ઞા હોય છે. વિકલેન્દ્રિયને વિષે હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે તથા સર્વે સ્થાવરો સંજ્ઞારહિત હોય છે. (૩૨) મણુઆણ દીહકાલિય, દિઠ્ઠીવાઓવએસિયા કેવિ પજ્જપણતિરિમણુઅચ્ચિય, ચઉવિહદેવેસુ ગચ્છતિ ॥ ૩૩ II મનુષ્યને દીર્ધકાલિકી સંજ્ઞા હોય છે. કેટલાક૧૬ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા પણ હોય છે. પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય જ ચારે પ્રકારના દેવોમાં જાય છે. (દેવોમાં આગતિ) (૩૩) સંખાઉ પજ્જ પણિંદિ, તિરિય-નરેસુ તહેવ પત્તે । ભૂ-દગ-પત્તેયવણે, એએસ ચ્ચિય સુરાગમણું ॥ ૩૪ | સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને વિષે તથા પર્યાપ્તા પૃથ્વી., અર્., પ્રત્યેક વનસ્પતિકાયને વિષે જ દેવોનું ગમન (દેવોની ગતિ) હોય છે. (૩૪) ૧૬. જુઓ પૃષ્ઠ ૧૮ની ટિપ્પણ ૧૧મી. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ગાથા-શબ્દાર્થ પજત્તસંખગભય, તિરિયનરા નિરયસત્તગે જંતિ નિરય વિદ્યા એએસ, ઉવવજંતિ ન સેસેસુ I ૩૫ II પર્યાપ્તા સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ અને મનુષ્યો સાતે નરકમાં ઉત્પન્ન થાય છે. (નરકમાં આગતિ) નારકમાંથી નીકળેલા જીવો પણ તેમાં (ગર્ભજ તિર્યંચ અને મનુષ્યમાં) જ ઉત્પન થાય છે, બીજામાં નહીં. (નારકીની ગતિ) (૩૫) પુટવી-આઉ-વણસ્સઇ-મઝે નારયવિવજ્જિયા જીવા સર્વે ઉવવર્ષાતિ, નિય નિચ કમ્માણમાણેણં I ૩૬ I નારકી સિવાયના બધા જીવો પૃથ્વી., અપૂ, વનસ્પતિકાયમાં પોતપોતાના કર્મને અનુસારે ઉત્પન્ન થાય છે. (પૃથ્વી આદિમાં આગતિ) (૩૬) પુટવાઇ-દસ પએસુ, પુટવી આ વણસ્સઈ અંતિ પુટવાઇરસપએહિ ય, તેઊનવાઊસુ ઉવવાઓ ૩૦ ૧પૃથ્વી આદિ દશમાં પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિ જાય છે. (પૃથ્વી આદિ ૩ની ગતિ) પૃથ્વી આદિ દશની જ તેઉ-વાઉમાં ઉત્પત્તિ થાય છે. (તેલ-વાઉમાં આગતિ). (૩૭) તેઊડાઊ-ગમણ, પુઢવી-પમુહંમિ હોઇ પયનવગે ! પુટવાઇઠાણદસગા, વિગલાઇતિચં તહિં જંતિ II ૩૮ II તેઉ., વાઉ., પૃથ્વી. આદિ નવમાં ઉત્પન્ન થાય છે. (તેલ-વાઉની ગતિ). પૃથ્વી આદિ દશ-વિકલેન્દ્રિયમાં તથા વિકસેન્દ્રિય ત્રણ-પૃથ્વી આદિમાં જાય છે. (વિકલેન્દ્રિયની આગતિ-ગતિ). (૩૮) ગમણા-ગમણે ગભય-તિરિયાણં સચલજીવઠાણેસT સવ્વત્થ જતિ મછુઆ, તેઉવાઉહિં નો જંતિ / ૩૯ II ગર્ભજ તિર્યંચોનું સઘળા જીવસ્થાનકોમાં (દંડકોમાં) ગમનાગમન ૧૭. પૃથ્વી આદિ ૫ સ્થાવર, ૩ વિકલે, ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય. Page #54 -------------------------------------------------------------------------- ________________ ગાથા-શબ્દાર્થ છે (તિર્યંચની ગતિ-આગતિ). મનુષ્યો સર્વત્ર જાય. તેઉ-વાઉમાંથી મનુષ્યમાં જતા નથી. (મનુષ્યોની ગતિ-આગતિ). (૩૯) વૈયતિય તિરિનરેસુ, ઇત્થી પુરિસો ય ચઉવિહસુરેસુ । થિરવિગલનારએસુ, નપુંસવેઓ હવઇ એગો ॥ ૪૦ II તિર્યંચ-મનુષ્યોમાં ત્રણેય વેદ તથા ચારે પ્રકારના દેવોમાં સ્ત્રી અને પુરુષવેદ તથા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને નારકીમાં એક નપુંસક વેદ જ હોય છે. (૪૦) ૨૯ પજ્જ મણુ બાયરગ્નિ, વેમાણિયભવણનિરયવંતરિયા 1 જોઇસ ચઉ પણતિરિયા, બેઇંદિય તેઇંદિય ભૂ આઊ || ૪૧ || વાઊ વણસઈ ચ્ચિય, અહિયા અહિયા કમેણિમે હુંતિ । સવ્વુવિ ઇમે ભાવા, જિણા મએ ગંતસો પત્તા ॥ ૪૨ II પર્યાપ્ત મનુષ્યો, બાદર અગ્નિકાય, વૈમાનિક, ભવનપતિ, નારકી, વ્યંતર, જ્યોતિષ, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, પૃથ્વીકાય, અકાય, વાયુકાય, વનસ્પતિકાય આ બધા અનુક્રમે અધિકઅધિક હોય છે. હે જિનેશ્વર ભગવંતો ! આ સર્વે ભાવ મેં અનંતીવાર પ્રાપ્ત કર્યા છે. (૪૧-૪૨) સંપઇ તુમ્હ ભત્તસ, દંડગપયભમણભગ્ગહિયયસ્સ I દંડતિય-વિરય-સુલહં, લહુ મમ દિંતુ મુપયં ॥ ૪૩ દંડકના સ્થાનોમાં ભ્રમણ કરવાથી ભાંગી ગયેલા હૃદયવાળા તમારા ભક્તને (હે પ્રભુ !) હવે ત્રણ દંડની વિરતિથી સુલભ એવું મોક્ષપદ આપો. (૪૩) સિરિજિણહંસ મુણીસર, રજ્જે સિરિધવલચંદસીસેણ, I ગજસારેણ લિહિયા, એસા વિન્નત્તિ અપ્પહિયા ॥ ૪૪ ॥ શ્રી જિનહંસ મુનીશ્વર (આચાર્ય) ના રાજ્યમાં શ્રી ધવલચંદ્ર મુનિના શિષ્ય શ્રી ગજસાર મુનિએ આત્માહિત કરનારી આ વિનંતી લખી છે. (૪૪) Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૦ લઘુ સંગ્રહણી લઘુ સંગ્રહણી (જંબૂદ્વીપ સંગ્રહણી) (પદાર્થસંગ્રહ) જંબુદ્વીપને વિષે ખંડ યોજન વગેરે દશ પદાર્થોનો સંગ્રહ તે સંગ્રહણી. - દશ દ્વાર ૧. ખંડ ૬. તીર્થ ૨. યોજન | ૭. શ્રેણિ ૩. ક્ષેત્ર ૮. વિજય ૪. પર્વત ૯. દ્રહ (સરોવર) ૫. ફૂટ (શિખર) | ૧૦. નદી દ્વાર ૧ - ખંડ) જંબૂદ્વીપ છ પર્વતો અને સાત ક્ષેત્રમાં વહેંચાયેલો છે. સૌથી દક્ષિણે ભરતક્ષેત્ર છે, તેથી ઉત્તરમાં ક્રમશઃ લઘુહિમવંત પર્વત, હિમવંત ક્ષેત્ર, મહાહિમવંત પર્વત, હરિવર્ષ ક્ષેત્ર, નિષધ પર્વત, મહાવિદેહ ક્ષેત્ર, નીલવંત પર્વત, રમ્યક ક્ષેત્ર, રુકમી પર્વત, હિરણ્યવંત ક્ષેત્ર, શિખરી પર્વત અને ઐરાવત ક્ષેત્ર આવેલા છે. ભરતક્ષેત્રથી મહાવિદેહ ક્ષેત્ર સુધી ક્રમશઃ બમણો બમણો વિસ્તાર ૧૮ છે. મહાવિદેહ ક્ષેત્રથી ઐરાવત ક્ષેત્ર સુધી ક્રમશઃ અડધો અડધો વિસ્તાર છે. આમ જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર પ્રમાણ વિસ્તારવાળા કુલ ખંડો ૧ + ૨ + ૪ + ૮ + ૧૬ + ૩૨ + ૬૪ + ૩૨ + ૧૬ + ૮ + ૪ + ૨ + ૧ = ૧૯૦ થાય. જંબુદ્વીપનો વિસ્તાર ૧ લાખ યોજન હોઈ દરેક ખંડનો વિસ્તાર ૧ લાખ યોજન = પ૨૬૬. યોજન અર્થાત - ૧૯) પ૨૬ યોજન ૬ કળા થાય. ૧ યોજનના ૧૯મા ભાગને કળા કહે ન = ૧ કળા) ૧૮. વિસ્તાર : ઉત્તર-દક્ષિણ પહોળાઈ; Page #56 -------------------------------------------------------------------------- ________________ દ્વાર-૧-ખંડ ૩૧ = | ળ ૦. ૦ હ 0 જ K ૧ 2 જે - ભરતક્ષેત્રનો વિસ્તાર પર યોજન ૬ કળા છે, ત્યાર પછી ક્રમશઃ મહાવિદેહ ક્ષેત્ર સુધી દરેક પર્વત કે ક્ષેત્રનો વિસ્તાર બમણો છે, અને મહાવિદેહ ક્ષેત્ર પછી દરેકનો વિસ્તાર અડધો અડધો યાવત્ ઐરાવત ક્ષેત્રનો વિસ્તાર ભરતક્ષેત્ર જેટલો એટલે કે પ૨૬ યોજન ૬ કળા થાય. આને સમજાવતો કોઠો નીચે મુજબ છે. જંબુદ્વીપના ખંડ તથા ભરતક્ષેત્રાદિનો વિસ્તાર ક્ષેત્ર-પર્વત | ખંડ | વિસ્તાર (યોજન-કળા) ભરતક્ષેત્ર ૫૨૬ - ૬ લઘુહિમવંત પર્વત ૧,૦૫૨ - ૧૨ હિમવંત ક્ષેત્ર ૨,૧૦૫ - ૫ મહાહિમવંત પર્વત ૪,૨૧૦ - ૧૦ હરિવર્ષ ક્ષેત્ર ૮,૪૨૧ - ૧ નિષધ પર્વત ૧૬,૮૪૨ - મહાવિદેહ ક્ષેત્ર ૩૩,૬૮૪ - ૪ નીલવંત પર્વત ૧૬,૮૪૨ - ૨ રમ્ય ક્ષેત્ર ૮,૪૨૧ - ૧ રુકમી પર્વત ૪,૨૧૦ - ૧૦ | હિરણ્યવંત ક્ષેત્ર ૨,૧૦૫ - ૫ શિખરી પર્વત ૧,૦૫૨ - ૧૨ ઐરવત ક્ષેત્ર ૫૨૬ - ૬ ૧૯૦ ૯૯,૯૯૬ - ૭૬ +૪ ૧,00,000 યોજના | (જુઓ ચિત્ર નં. ૧) ૧. ૭૬ કળા = ૪ યોજન. m 9 م 6 જ - છે - 9 m ૦ ૧૧ | ૦ ૦ : = Page #57 -------------------------------------------------------------------------- ________________ છે ૨ શિખરી પર્વત ૮ રુમી પર્વત << જંબૂદ્વીપ, ઐરાવત ક્ષેત્ર ૧ હિરણ્યવંત ક્ષેત્ર ૪ - રમ્ય ક્ષેત્ર ૧૬ ૩૨ નીલવંત પર્વત ચિત્ર નં. ૧ Pમહાવિદેહ ક્ષેત્ર ૬૪ ૩૨ નિષધ પર્વત 4 હરિવર્ષ ક્ષેત્ર ૧૬ ૮ મહાહિમવંત પર્વ દ્વાર ૧-ખંડ - 6 નહિમવંત ક્ષેત્ર ૪ ભરત ક્ષેત્ર ૧ ર લઘુહિમવંત પર્વ Page #58 -------------------------------------------------------------------------- ________________ દ્વાર-૨-યોજન ચિત્ર નં. ૧ ની સમજૂતી ૧૯૦ ખંડો સૂચવતા જંબૂદ્વીપના ચિત્રની સમજણ : જંબૂઢીપના ચાલુ ચિત્રો આપણે જોઈએ છીએ, તેમાં પર્વતો ક્ષેત્રો વગેરે સ્પષ્ટ બતાવવાના હોવાથી તે ચિત્રોમાં ભરતક્ષેત્રાદિ સ્કેલ મુજબ બતાવાતા નથી. આ ચિત્રમાં ભરતાદિ ક્ષેત્રો તથા લઘુહિમવંતાદિ પર્વતો તેની પહોળાઈ મુજબ જ બતાવ્યા છે. ભરતક્ષેત્ર કરતાં લઘુહિમવંત પર્વત બમણા વિસ્તારવાળો છે. તેમ થાવત્ મહાવિદેહ ક્ષેત્ર સુધી જાણવું, ત્યાર પછી અડધા અડધા વિસ્તારવાળા પર્વતો તથા ક્ષેત્રો યાવત્ ઐરાવતક્ષેત્ર સુધી છે. તે જ રીતે આ ચિત્રમાં બતાવેલ છે. આ હિસાબ માત્ર ઉત્તર-દક્ષિણ પહોળાઈમાં જાણવાનો છે. પૂર્વ-પશ્ચિમની લંબાઈ તો દરેકની સ્વતંત્ર છે અને તે જંબૂદ્વીપના વળાંકના હિસાબે ભરતક્ષેત્રથી મહાવિદેહ ક્ષેત્રના મધ્ય સુધી વધતી, ત્યાર પછી ઐરવત ક્ષેત્ર સુધી ઘટતી જાણવી. ખંડોના આંકડા પણ દરેક ક્ષેત્રની બાજુમાં આપેલ છે એ બધાનો સરવાળો કુલ ૧૯૦ ખંડો જંબૂદ્વીપમાં થાય છે. (ભરત તથા એરવતક્ષેત્ર સ્કેલના હિસાબે અત્યંત સૂક્ષ્મ થઈ જવાથી કંઈક સ્પષ્ટ બતાવવા માટે સહેજ મોટા કર્યા છે.) (દ્વાર ૨ - યોજન યોજન = ક્ષેત્રફળ અર્થાત્ જંબુદ્વીપમાં ૧ યોજન પ્રમાણ લાંબા-પહોળા ખંડ કેટલા? દા.ત. આખા જંબૂદ્વીપમાં ૧ યોજન લાંબી, ૧ યોજન પહોળી લાદી જડવી હોય તો કેટલી જોઈએ? Page #59 -------------------------------------------------------------------------- ________________ ३४ દ્વાર ૨-યોજન ચોરસ વસ્તુમાં લંબાઈ અને પહોળાઈને ગુણવાથી ક્ષેત્રફળ આવે. જો જંબૂદ્વીપ ચોરસ હોત તો ૧ લાખ x ૧ લાખ = ૧૦ અબજ લાદી જોઈએ અર્થાત્ ૧૦ અબજ યોજન જંબુદ્વીપનું ક્ષેત્રફળ આવત. પરંતુ જંબૂદ્વીપ ગોળ વલયાકાર છે, સમવર્તુળ વલયાકારનું ક્ષેત્રફળ કાઢવાની રીત આ પ્રમાણે છે : સમવર્તુળની લંબાઈ-પહોળાઈને વ્યાસ કહેવાય છે. જેમકે જંબૂદ્વીપનો વ્યાસ ૧ લાખ યોજન છે. વ્યાસને દશના વર્ગમૂળથી ગુણતા પરિધિ (Circumference) આવે. પરિધિ એટલે ઘેરાવો. જંબૂદ્વીપને ચારે બાજુ પ્રદક્ષિણા દેતા જે માપ આવે તે પરિધિ કહેવાય. પરિધિને વ્યાસના ચોથા ભાગથી ગુણતા ક્ષેત્રફળ આવે. જંબુદ્વીપનો વ્યાસ = ૧ લાખ યોજન જંબૂઢીપની પરિધિ = ૧ લાખ ૪, ૧૦ (દશનું વર્ગમૂળ) = ૧ લાખ x ૧ લાખ x ૧૦ = ૧૦૦ અબજ = (સો અબજનું વર્ગમૂળ) = ૩,૧૬,૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય, ૦ હાથ, ૧૩ll અંગુલથી અધિક થાય. આ જંબુદ્વીપની પરિધિ થઈ. એને વ્યાસના ચોથા ભાગથી એટલે ૨૫,000 થી ગુણતા જંબૂદ્વીપનું ક્ષેત્રફળ આવે. તે નીચે પ્રમાણે થાય છે. ૭,૯૦,૫૬,૯૪,૧૫0 યોજન ૧ ગાઉ, ૧,૫૧૫ ધનુષ્ય, ૬૦ અંગુલ. (જુઓ ચિત્ર નં. ૨) ૧૯. આ નિશાની વર્ગમૂળની છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨-યોજન અ ચિત્ર નં. ૨ બ ૩૫ 3 પરિધિ તથા ક્ષેત્રફળને સમજાવતા જંબુદ્વીપના ચિત્રની સમજ ૧ લાખ યોજન લાંબો પહોળો તિર્હાલોકની મધ્યમાં આ જંબૂટ્ટીપ છે. જંબુદ્રીપની મધ્યમાં (અ-બ) લીટી છે એ જંબુદ્રીપનો વ્યાસ છે. તેવી રીતે (ક-ડ) પણ વ્યાસ છે. એ ૧ લાખ યોજન છે. જંબુદ્રીપની બહાર ચારે બાજુ ફરતા અ થી શરૂ કરી કબડ થઈ પાછા અ આવે. એ ફરતો ઘેરાવો તેને પરિધિ કહેવાય. જંબૂદ્દીપની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય, ૧૩॥ અંગુલથી અધિક છે. ક્ષેત્રફળ : સમસ્ત જંબૂદ્રીપમાં ૧ યોજન લાંબા, ૧ યોજન પહોળા એવા ખંડો. ચિત્રમાં ચોરસ ખંડો બતાવ્યા છે. જંબુદ્રીપ ગોળ હોઈ છેડે પુરા ખંડો ન આવે. પરંતુ સમસ્ત આખા યોજન યોજનના ખંડો તથા ટુકડાઓ ભેગા કરી યોજનયોજનના ખંડો થાય તે બધા મળીને કુલ ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ થાય. અને ઉપર બાકી જે ટુકડા વધે તેનું માપ ૧ ગાઉ, ૧,૫૧૫ ધનુષ્ય, ૬૦ અંગુલ જેટલું થાય. Page #61 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૩-૪-ક્ષેત્ર-પર્વત ચિત્ર નં. ૩ ઉત્તર ઐરાવત /KV દીર્ઘ વૈતાદ્ય પર્વત પત્ર દક્ષિણ ઐરવત V ળ શિખરી પર્વત / હિરણ્યવંત ક્ષેત્ર O – વૃત્ત વૈતાદ્ય VV રુકમી પર્વત VV રમ્ય ક્ષેત્ર વૃત્ત વૈતાદ્ય 7 નીલવંત પર્વત ૧ મહાવિદેહ / /નિષધ પર્વત / / હરિવર્ષ ક્ષેત્ર (છે – વૃત્ત વૈતાદ્ય / /મહા હિમવંત પર્વત હિમવંત ક્ષેત્ર ) વૃત્ત વૈતાદ્ય VTV- લઘુ હિમવંત પર્વતV\ U/ ઉત્તર ભારત / દીર્ઘ વૈતાદ્ય પર્વત / દક્ષિણ ભારત ક્ષેત્ર આ ચિત્રમાં સાત ક્ષેત્રો, છ વર્ષધર પર્વતો, મેરુ પર્વત, ચાર વૃત્ત વૈતાઢ્ય પર્વતો તથા ભરતક્ષેત્ર અને ઐરવતક્ષેત્રની મધ્યમાં આવેલા બે દીર્ઘતાત્ય પર્વતો બતાવેલા છે. મેરુ પર્વતનું માત્ર સ્થાન બતાવ્યું છે. મેરુ પર્વતનું સ્વતંત્ર જુદુ ચિત્ર આગળ આપેલ છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૩-૪-ક્ષેત્ર-પર્વત ૩૭ જ - હ ( દ્વાર ૩ - ક્ષેત્ર ) જંબુદ્વીપમાં સાત ક્ષેત્ર છે, તે નીચે મુજબ છે. ૧ | ભરત ક્ષેત્ર ૫ | રમ્ય ક્ષેત્ર ૨ | હિમવંત ક્ષેત્ર | ૬ | હિરણ્યવંત ક્ષેત્ર ૩| હરિવર્ષ ક્ષેત્ર | | ઐરાવત ક્ષેત્ર મહાવિદેહ ક્ષેત્ર આ બધાનો વિસ્તાર વગેરે આગળ આવી ગયા છે. ( દ્વાર ૪ - પર્વત) ૬ વર્ષધર પર્વતો (લઘુહિમવંતાદિ) ૧ મેરુપર્વત ૪ ગજદંત ગિરિ ૨ ચિત્ર-વિચિત્ર ર યમક પર્વત ૨00 કંચનગિરિ ૭ | ૧૬ વક્ષસ્કાર પર્વતો ૮ | ૩૪ દીર્ધ વૈતાઢચ પર્વતો ૯ | ૪ વૃત્ત વૈતાઢ્ય પર્વતો ૨૬૯ વર્ષધર પર્વતો :- છ વર્ષધર પર્વતો આગળ બતાવેલ છે. બબ્બે ક્ષેત્રની વચ્ચે એક એક વર્ષધર પર્વત છે. પૂર્વ પશ્ચિમ લાંબા, ઉત્તર દક્ષિણ પહોળા છે. જ 2 m Page #63 -------------------------------------------------------------------------- ________________ મેરુપર્વત પહોળાઈ પૂર્વે ખંડદ્વારમાં આપેલી છે. ઉંચાઈ વગેરે નીચે મુજબ છે ३८ પર્વત ૧ | લઘુહિમવંત ૨ | મહાહિમવંત ૩ | નિષધ ૪ | નીલવંત ૫ | રુમી ૬ શિખરી ઉંચાઈ ૧૦૦ યોજન | સુવર્ણમય ૨૦૦ યોજન સોનાનો શેનો બનેલો છે વર્ણ પીળો પીળો ૪૦૦ યોજન ૪૦૦ યોજન ૨૦૦ યોજન ૧૦૦ યોજન તપનીય સુવર્ણ | વૈસૂર્યમણિ ચાંદીનો | સુવર્ણનો લાલ લીલો ધોળો પીળો (જુઓ ચિત્ર નં. ૩) મેરુ પર્વત ઃ- મહાવિદેહક્ષેત્રની બરાબર મધ્યમાં મેરુપર્વત છે. તે ૧ લાખ યોજન ઉંચો છે. તેમાં ૧ હજાર યોજન પૃથ્વીની અંદર છે. બાકી ૯૯ હજાર યોજન પૃથ્વીવી બહાર ઉંચો છે. મેરુપર્વતનો મૂળમાં વિસ્તાર ૧૦,૦૯૦ યોજન છે. ત્યાર પછી ૧૧-૧૧ યોજન ઉપર જતા ૧-૧ યોજન વિસ્તાર ઘટે. એટલે મેરુપર્વતની તળેટીનો વિસ્તાર ૧૦,૦૦૦ યોજન છે. મેરુપર્વતની તળેટીમાં (ભૂમિતલે) ભદ્રશાલવન છે. ભૂમિતલથી ૫૦૦ યોજન ઉંચે જતા ચારે બાજુ ૫૦૦ યોજનનો ખાંચો પડે છે, અર્થાત્ તેટલી જમીન સપાટ આવે છે. તેને નંદનવન કહે છે. વળી ઉપર ૬૨,૫૦૦ યોજન જતા એ જ રીતે ચારે બાજુ પાંચસો યોજનનો ખાંચો પડે છે; આને સોમનસ વન કહેવાય છે. અહીંથી ૩૬,૦૦૦ યોજન ઉપર જતા મેરુનું ઉપરિતલ આવે છે. આને પાંડકવન કહેવાય છે. પાંડકવનની મધ્યમાં ૪૦ યોજન ઉંચી ચૂલિકા છે. જે મૂળમાં ૧૨ યોજન તથા ઉપર ૪ યોજન પહોળી છે. એની ઉપર એક શાશ્વત ચૈત્ય છે. (જુઓ ચિત્ર નં. ૪) Page #64 -------------------------------------------------------------------------- ________________ મેરુપર્વત ૩૯ ચિત્ર નં. ૪ ચૂલિકા ૪જીયો પાંડક પાંડક વન ૩૬,૦૦૦ યોજના ત્રીજો કાંડ સોમનસ વન | | સોમનસ વન ૬ ૨,૫૦૦ યોજન સર્વ-ઊંચાઈ ૧,00,000 યોજન નંદનવન બીજો કાંડ નંદનવન પળ યોજન ભદ્રશાલ વન અહિં ભૂમિ સ્થાને ૧૦,000 યોજન વિસ્તૃત | ભદ્રશાલ વન ૧OOO યોજન ઉંડાઈ ૧લો કાંડ કંદ વિભાગ ૧૦૦૯૦૨ યોજન મેરુ પર્વતના ચિત્રની સમજ : મેરુ પર્વતમાં ભૂમિકલથી પ00 યોજન ઊંચે જતા ચારે બાજુ ૫00 યોજનનો ખાંચો પડે છે. અર્થાત્ તેટલી જમીન સપાટ આવે છે. તેને નંદનવન કહે છે. વળી ઉપર ૬૨,૫00 યોજન જતા એ જ રીતે ચારે બાજુ ૫00 યોજનનો ખાંચો આવે છે. તેને સોમનસ વન કહે છે. વળી ૩૬000 યોજન ઉપર જતાં મેરુનું ઉપરિ તલ આવે છે, આને પાંડકવન કહેવાય છે. પાંડકવનની મધ્યમાં ૪0 યોજન ઊંચી ચૂલિકા છે. જે મૂળમાં ૧૨ યોજન તથા ઉપર ૪ યોજન વિસ્તૃત છે. આના ઉપર એક શાશ્વત ચૈત્ય છે. આગળ કૂટ દ્વારમાં મેરુ પર્વત ઉપર નવ કૂટ ગણાવ્યા છે તે નંદનવનમાં જાણવાં. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ગજદંત પર્વત, ચિત્ર-વિચિત્ર પર્વત, યમક પર્વત તથા ૨૦૦ કંચનગિરિ ચાર ગજદંત પર્વતો :- નિષધ પર્વતના પૂર્વ વિભાગમાંથી તથા પશ્ચિમ વિભાગમાંથી બે પર્વતો હાથીના દાંતના આકારવાળા નીકળે છે, અને આગળ વધતા મેરુપર્વત તરફ જાય છે. આ જ રીતે નીલવંત પર્વતના પણ પૂર્વ-પશ્ચિમ વિભાગમાંથી નીકળીને બે પર્વતો મેરુપર્વત તરફ જાય છે. આ ચારે ગજદંત પર્વતો કહેવાય છે. ચારે પર્વતો નિષધનીલવંત આગળ મૂળમાં પ00 યોજન પહોળા છે અને મેરુ પર્વત આગળ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી પહોળાઈ રહે છે. ઉંચાઈ નિષધ નીલવંત પર્વતની પાસે ૪00 યોજન છે અને ક્રમસર વધતા છેડે મેરુપર્વત પાસે પ00 યોજન છે. ચારે પર્વતના ક્રમશઃ નામ-સોમનસ, વિધુ—ભ, માલ્યવંત અને ગંધમાદન છે. (જુઓ ચિત્ર નં. ૫) ચિત્ર-વિચિત્ર પર્વત, બે ચમક પર્વત તથા ૨૦૦ કંચનગિરિ : સીતાદા નદી નિષધ પર્વતમાંથી નીકળી દેવકુરુક્ષેત્રની મધ્યમાં વહે છે. તે ઉત્તર તરફ મેરુપર્વત પાસે જાય છે અને મેરુની નજીકથી પશ્ચિમ દિશા તરફ વળી જાય છે. તે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના ઉત્તર-દક્ષિણ બે ભાગ કરતી એક પશ્ચિમ સમુદ્રને મળે છે. સીતા નદી નીલવંત પર્વતમાંથી નીકળી ઉત્તરકુરુક્ષેત્રની મધ્યમાં વહે છે. તે દક્ષિણ તરફ મેરુપર્વત પાસે જાય છે. મેરુની નજીકથી પૂર્વ દિશા તરફ વળી જાય છે. તે પૂર્વ મહાવિદેહક્ષેત્રના ઉત્તર-દક્ષિણ બે ભાગ કરતી છેક પૂર્વ સમુદ્રને મળે છે. નિષધ પર્વતથી ૮૩૪ ૪/૭ યોજન ઉત્તરે જતાં સીતોદા નદીના પૂર્વ પશ્ચિમ કિનારે એક એક પર્વત આવેલ છે. તે ૧,000 યોજન મૂળમાં વિસ્તારવાળા છે, ૧,000 યોજન ઉંચા છે, ઉપરનો વિસ્તાર ૫00 યોજન છે. આ બન્ને પર્વતના નામ ચિત્ર-વિચિત્ર છે. ચિત્ર વિચિત્ર પર્વતથી વળી ૮૩૪ ૪/૭ યોજન જતા નિષધ દ્રહ આવે છે. ત્યારબાદ વળી ૮૩૪ ૪/૭ યોજન જતા દેવકુરુ દ્રહ આવે છે. ત્યારબાદ વળી ૮૩૪ ૪/૭ યોજન જતા સુર દ્રહ આવે છે. ત્યારબાદ Page #66 -------------------------------------------------------------------------- ________________ ગજદંતપર્વત, ચિત્ર-વિચિત્ર પર્વત, યમક પર્વત તથા ૨૦૦ કંચનગિરિ ચિત્ર નં. ૫ જંબૂ વૃક્ષ ઉત્તરકુરુ દેવકુરુ | ક્ષેત્ર શાલ્મલી વૃક્ષ આ ચિત્રમાં ૪ ગજદંત પર્વતો, ચિત્ર વિચિત્ર-પર્વતો તથા યમકસમક પર્વતો અને બસો કંચનગિરિ બતાવ્યા છે. મહાવિદેહક્ષેત્રનો આ મધ્ય પ્રદેશ છે. વધારામાં દસ દ્રહો (સરોવરો) તથા નિષધ નીલવંતમાંથી નીકળીને મેરુથી વળીને પશ્ચિમ તથા પૂર્વ તરફ જતી સીતોદા અને સીતા નદી, તેમજ જંબૂવૃક્ષ અને શાલ્મલીવૃક્ષ પણ બતાવેલ છે. સરોવરના કાંઠે ઝીણા ઝીણા ટપકા કંચનગિરિના છે. નં. ૧-ચિત્રકૂટ પર્વત નં. ૩-યમકગિરિ નં. ૨-વિચિત્રકૂટ પર્વત નં. ૪ ચમકગિરિ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ વક્ષસ્કાર પર્વતો વળી ૮૩૪ ૪/૭ યોજન જતા સુલસ દ્રહ આવે છે. ત્યારબાદ વળી ૮૩૪ ૪/૭ યોજન જતા વિદ્યુપ્રભ દ્રહ આવે છે. દરેક દ્રહ ૧,000 યોજન લાંબા (ઉત્તર-દક્ષિણ) ૫૦૦ યોજના પહોળા (પૂર્વ-પશ્ચિમ) છે. સીતાદા નદીનો પ્રવાહ દ્રહની મધ્યમાં થઈને જાય છે. આ દરેક દ્રહની પૂર્વ-પશ્ચિમ દિશામાં ૧૦ યોજન દૂર દશ દશ પર્વતો આવેલા છે. પર્વતો 100 યોજન મૂળમાં વિસ્તારવાળા તથા ૧00 યોજન ઉંચા છે. ઉપરનો વિસ્તાર પ0 યોજન છે. આમ કુલ ૧૦) પર્વત દેવકુરુમાં થયા. આને કંચનગિરિ કહે છે. આ જ રીતે ઉત્તરકુરુમાં પણ નીલવંત પર્વતથી ૮૩૪ ૪/૭ યોજને સીતા નદીના પૂર્વ પશ્ચિમ કિનારે યમક નામના બે પર્વતો આવે છે તથા ત્યાંથી ૮૩૪ ૪/૭ યોજનાના આંતરે ક્રમશઃ નીલવંત, ઉત્તરકુરુ, ચંદ્ર, ઐરાવત, માલ્યવંત નામના દ્રહો આવે છે. દરેક (દ્રહોની) પૂર્વ-પશ્ચિમ દશ યોજને દશ દશ કંચનગિરિ પૂર્વની માફક જાણવા. આમ ઉત્તરકુરુમાં ૧૦) કંચનગિરિ થયા. એટલે કુલ કંચનગિરિ ૨00 થયા. (જુઓ ચિત્ર નં. ૫) વક્ષસ્કાર પર્વતો ૧૬:- નિષધ પર્વતમાંથી નીકળેલ સીસોદા નદીએ મેરુથી પશ્ચિમ તરફ વળી જઈ, પશ્ચિમ મહાવિદેહના બે ભાગ કર્યા, ઉત્તર તથા દક્ષિણ. તેવી જ રીતે નીલવંત પર્વતમાંથી નીકળેલ સીતા નદી પણ મેરુપર્વતથી પૂર્વમાં વળી જાય છે અને પૂર્વ મહાવિદેહના ઉત્તરદક્ષિણ બે ભાગ કરે છે. આમ મહાવિદેહ ક્ષેત્રના કુલ ચાર ભાગ થયા. ૧ | પૂર્વ-ઉત્તર મહાવિદેહ | ૩ | પશ્ચિમ-ઉત્તર મહાવિદેહ | ૨ | પૂર્વ-દક્ષિણ મહાવિદેહ | ૪ | પશ્ચિમ-દક્ષિણ મહાવિદેહ આ દરેક વિભાગમાં આઠ-આઠ વિજય ચાર-ચાર વક્ષસ્કાર પર્વત તથા ત્રણ-ત્રણ અંતર્નદીઓ વહે છે; તેનો ક્રમ આ પ્રમાણે છે :- પ્રથમ એક વિજય પછી વક્ષસ્કાર પર્વત, પછી વિજય, પછી નદી, પછી વિજય, Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૩ દીર્ઘ વૈતાદ્ય પર્વતો પછી વક્ષસ્કાર પર્વત, પછી વિજય, પછી નદી - આમ વિજય પછી એક વખત વક્ષસ્કાર પર્વત આવે, બીજી વખત નદી આવે, વળી વિજય પછી વક્ષસ્કાર પર્વત આવે. એમ કુલ આઠ વિજય વચ્ચે ચાર વખત પર્વત અને ત્રણ વખત નદી આવે. છેલ્લી વિજય પછી વનખંડ આવે અને મહાવિદેહ ક્ષેત્ર પૂર્ણ થાય. આમ એક એક વિભાગમાં ચાર વક્ષસ્કાર પર્વત (તથા ૮ વિજય) થઈ મહાવિદેહ ક્ષેત્રમાં કુલ ૧૬ વક્ષસ્કાર પર્વતો (તથા ૩૨ વિજયો) થાય છે. આ વક્ષસ્કાર પર્વતો નિષધ-નીલવંત પાસેથી શરૂ થઈ સીતા સીતોદા નદી આગળ પૂરા થાય છે. મૂળમાં એટલે પર્વત આગળ 800 યોજન ઉંચા તથા નદી આગળ પ00 યોજન ઉંચા હોય છે. પહોળાઈ દરેકની સર્વત્ર પ00 યોજન છે. લંબાઈ વિજયની લંબાઈ જેટલી છે. (જુઓ ચિત્ર નં. ૬) દીર્ઘ વૈતાઢ્યો ૩૪ :- ઉપર મહાવિદેહ ક્ષેત્રના પ્રત્યેક વિભાગમાં આઠ વિજયો આવે છે, તે જોઈ ગયાં. આમ કુલ મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિજયી થઈ. આ દરેક વિજયભૂમિમાં છ ખંડ થાય છે અને મનુષ્યો તિર્યંચો વગેરે વાસ કરે છે અને તે કર્મભૂમિ હોઈ ખેતી વ્યાપાર વગેરેથી વ્યવહાર ચાલે છે. આ દરેક વિજયની મધ્યમાં વિજયને બે ભાગમાં વહેંચ પશ્ચિમ લાંબો (વિજયની પહોળાઈ જેટલો) તથા ઉત્તર-દક્ષિણ પ0 યોજન પહોળો, ૨૫ યોજન ઉંચો વૈતાદ્ય પર્વત આવેલો છે. વૈતાઢ્ય પર્વતની ૨૫ યોજન ઉંચાઈ સીધી નથી પરંતુ ભૂમિતલથી માંડીને ૫૦ યોજન પહોળાઈ ૧૦ યોજન ઉંચાઈ સુધી એકસરખી રહે છે, પછી બે બાજુ દશ દશ યોજનના ખાંચા પડે છે અને વચ્ચે ત્રીશ યોજન પહોળાઈવાળો સમાન પહોળાઈથી દશ યોજન ઉંચાઈવાળો પર્વત બને છે. ત્યાર પછી વળી દશ દશ યોજનના બે બાજુ ખાંચા પડે છે. અને દશ યોજન Page #69 -------------------------------------------------------------------------- ________________ ४४ મહાવિદેહક્ષેત્રનું ચિત્ર પહોળાઈવાળો, પાંચ યોજન ઉંચો પર્વત બને છે. આમ કુલ ૨૫ યોજન ઉંચાઈ, ત્રણ વિભાગમાં વહેંચાઈ ગઈ. જે બે વખત બે બાજુ ખાંચા પડ્યા દશ દશ યોજન પહોળા અને પર્વતની લંબાઈ જેટલા લાંબાતેને મેખલા કહેવાય. ભૂમિથી પ્રથમ મેખલામાં બે બાજુ વિદ્યાધર મનુષ્યોના ચિત્ર નં. ૬ નીલવંત પર્વત ઉત્તર સીતોદા નદી સીતા નદી = = = = નિષધ પર્વત મહાવિદેહક્ષેત્રના ચિત્રની સમજ : જંબુદ્વીપના મધ્ય ભાગમાં રહેલ મહાવિદેહક્ષેત્રનું આ જુદુ સ્વતંત્ર ચિત્ર છે. આમાં ૧ થી ૩૨ આંકડાવાળી ૩૨ વિજયો છે. * આ નિશાનીવાળા ૧૬ પર્વતો છે. - - - - - - નિશાનીવાળી ૧૨ અંતર્નદીઓ છે. ચિત્રમાં ચારે છેડે વિજયોની પછી એક એક વનખંડ છે. વચ્ચે મેરુ પર્વત, સીસોદા નદી, સીતા નદી, ચાર ગજદંત પર્વતો, વગેરે છે. તેની સમજણ અન્યત્ર આપેલી છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ એક વિજય પહોળાઈ ૨,૨૧૨-૭ / ૮ યોજન વિજયની લંબાઈ ૧૬,૫૯૨-૨ / ૧૯ યોજન મહાનદી ચિત્ર નં. ૭ મહાવિદેહ ક્ષેત્રની એક વિજય નિષધ / નીલવંત પર્વત O સ્વમસૂટ ૪ ખંડ ૩ખંડ ૨ ખંડ IP COD ૬] [9FIpt éeJ{ નગરી ૧ ખંડ પ ખંડ ૬ ખંડ વિજય મહાનદી ગંગા D પ્રભાસ વરદામ માગધ ૪૫ મહાવિદેત્રની ૧ વિજયનું આ ચિત્ર છે : તેમાં મધ્યમાં દીર્ઘ વૈતાઢ્ય છે. બત્રીસે વિજયમાં આ રીતે દીર્ઘ વૈતાઢ્યો છે. તેમજ ભરત, ઐરવત ક્ષેત્રની બરાબર મધ્યમાં પણ એક એક વૈતાઢ્ય પર્વત છે. (જે પૂર્વેના ચિત્રમાં બતાવેલ છે.) આ ઉપરાંત દરેક વિજયમાં ઋષભ ફૂટો તથા માગધ, વરદામ અને પ્રભાસ નામના તીર્થોનું સ્થાન પણ બતાવેલ છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ વૃત્તવૈતાઢય નગરો છે, ઉપરની બીજી મેખલામાં લોકપાલ દેવોના આભિયોગિક દેવોના ભવનોની શ્રેણી આવેલી છે. મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયમાં કુલ ૩૨ વૈતાઢ્ય પર્વતો થયા. આ જ રીતે ભરત-ઐરવતમાં તેના બે વિભાગ કરતાં વૈતાઢ્ય પર્વતો બંનેમાં એક એક છે. આમ કુલ જંબૂદ્વીપમાં ૩૪ વૈતાઢ્ય પર્વતો થયા. (જુઓ ચિત્ર નં. ૭) વૃત્તતાય ૪ : હિમવંત ક્ષેત્ર, હિરવર્ષ ક્ષેત્ર, રમ્યક ક્ષેત્ર અને હિરણ્યવંત ક્ષેત્ર- આ ચાર ક્ષેત્રમાં બરાબર મધ્યમાં વૃત્ત-એટલે કે ગોળ વૈતાઢ્ય પર્વત આવેલા છે. એ મૂળમાં હજાર યોજન લાંબા-પહોળા, ૧,000 યોજન ઉંચા તથા ઉપર પણ હજાર યોજન વિસ્તારવાળા છે. એટલે પ્યાલા જેવાં છે. તેમના નામ ક્રમશઃ શબ્દાપાતી, ગંધાપાતી, માલ્યવંત અને વિકટાપાતી છે. (જુઓ ચિત્ર નં. ૩) મેરુ પર્વત ભૂમિમાં ૧,000 યોજન ઉંડો છે. શેષ પર્વતો ઉંચાઈના ચોથા ભાગ જેટલા ભૂમિમાં ઉંડા છે. આમ કુલ ૨૬૯ પર્વતોનું વર્ણન પૂરું થયું. | દ્વાર ૫ - ફૂટ) પર્વત પરનાં શિખરોને કૂટ કહેવાય છે. કેટલાક ભૂમિ ઉપર પણ શિખરો હોય છે, તેને ભૂમિકૂટ કહેવાય છે. ( ફૂટની સંખ્યા . ૬ વર્ષધર પર્વતો ઉપર પ૬ (૧૧+૯+૯+૯+૯+૧૧) ૩૪ વૈતાઢ્ય પર્વતો ઉપર ૩૦૬ (૩૪ X ૯) ૪ ગજદંત પર્વત ઉપર ૩૨ (૭+૯+૯+૭) ૧૬ વક્ષસ્કાર ઉપર ૬૪ (૧૬ x ૪) ૧ મેરુ પર્વત ઉપર ૬૧ ૪૬૭. Page #72 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૫ - કૂટ લઘુહિમવંત-શિખરી પર્વતો ઉપર ૧૧-૧૧, મહાહિમવંત-રુકમી પર્વતો ઉપર ૮-૮, નિષધ-નીલવંત પર્વતો ઉપર ૯-૯ કૂટો છે. સોમનસ-ગંધમાદન પર્વતો ઉપર ૭-૭, વિદ્યુમ્રભ-માલ્યવંત પર્વતો ઉપર ૯-૯ કૂટો છે. પ્રત્યેક વૈતાઢ્ય પર્વત ઉપર નવ નવ કૂટો છે. પ્રત્યેક વક્ષસ્કાર પર્વત ઉપર ચાર ચાર કૂટો છે તથા મેરુ પર્વતના નંદનવનમાં ૯ ફૂટ છે. ફૂટની ઉંચાઈ તથા વિસ્તાર :- વૈતાઢ્ય પર્વતના દરેક કૂટો દી યોજન ઉંચા છે. વિદ્યુ—ભ-માલ્યવંત પર્વતો (બે ગજદંત ગિરિ) તથા મેરુપર્વત પરનું એક-એક કૂટ હજાર યોજનનું છે. બાકીના બધાં જ કૂટ ૫00 યોજન ઉંચા છે. દરેક ફૂટ ઉંચાઈ જેટલાં જ મૂળમાં પહોળાં છે. તથા ઉપરનો વિસ્તાર તેથી અડધો હોય છે. સિદ્ધકૂટ - ઉપરનાં ૬૧ પર્વતોમાં દરેક ઉપર છેલ્લે ૨કૂટ સિદ્ધકૂટ કહેવાય છે. દરેક સિદ્ધકૂટ ઉપર એક એક શાશ્વત જિનમંદિર હોય છે. જેમાં મધ્ય ભાગે ૧૦૮ પ્રતિમા અને ત્રણ ૧ દ્વારે ચાર ચાર પ્રતિમા થઈ કુલ ૧૨૦ શાશ્વત જિન પ્રતિમાઓ છે. કુલ ૬૧ X ૧૨૦ = ૭,૩૨૦ શાશ્વત જિનબિંબોનો મારી ભાવભરી વંદના. ૨૦. છ વર્ષધર તથા વૈતાઢ્ય પર્વત ઉપર પૂર્વ દિશાના છેલ્લાં, ૧૬ વક્ષસ્કાર ઉપર નદી તરફના તથા ચાર ગજદંત પર્વતના મેરુ તરફના કૂટ ઉપર તથા મેરુ પર્વત ઉપરની ચૂલિકા ઉપર સિદ્ધાયતન (શાશ્વત જિનમંદિર) જાણવું. ૨૧. દરેક સિદ્ધાયતનમાં પશ્ચિમ સિવાયની ત્રણ દિશાએ તારો હોય છે. પશ્ચિમ દિશામાં દ્વાર હોતું નથી. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આઠ કરિકૂટો ચિત્ર નં. ૮ ભદ્રશાલ વનમાં ૪ ચૈત્યો, ૪પ્રાસાદો અને ૮ કરિકૂટોનું ચિત્ર ઉત્તરકુરુ ઉત્તર >|| — ક્ષેત્ર , ( પશ્ચિમ ચીતો નદી '//GOOD કલાર્ક પર્વ *', દેવકુરુ) ક્ષેત્ર આઠ કરિફ્ટોના ચિત્રની સમજણ : મેરુ પર્વતની તળેટીમાં ભદ્રશાલ વનનું આ ચિત્ર છે. તેમાં ચાર દિશામાં ચાર શાશ્વત ચેત્યો છે. ચાર વિદિશામાં ચાર ચાર વાવડી સહિતના ચાર પ્રાસાદો છે. આ આઠેયના આંતરામાં એક એક કૂટ છે. કુલ આઠ કરિકૂટ થયા. આ કરિકૂટ ઉપર પણ એક એક શાશ્વત ચૈત્ય છે. વૈતાઢ્ય પર્વત ઉપરનાં બાકીના ફૂટ ઉપરનાં સિદ્ધાયતનો (જિનમંદિરો) | સિદ્ધાયતનો (જિનમંદિરો) ૧ ગાઉ લાંબા ૫0 યોજન લાંબા oll ગાઉ પહોળા ૨૫ યોજન પહોળા ૧,૪૪૦ ધનુષ્ય ઉંચા ૩૬ યોજન ઉંચા Page #74 -------------------------------------------------------------------------- ________________ આઠ જંબૂકૂટો ૪૯ ચિત્ર નં. ૯ બાહ્યવન ઉત્તર મધ્યવન ૧00 100 યોજનયોજન વિસ્તાર વિસ્તાર્ચ પશ્ચિમ મત દક્ષિણ આઠ જંબૂકૂટના ચિત્રની સમજણ : ઉત્તરકુરુક્ષેત્રની મધ્યમાં જંબૂવૃક્ષ છે. તેને ફરતા ત્રણ વનો છે. ચિત્રમાં જંબૂવૃક્ષને ફરતા ત્રણ વનો બતાવ્યા છે. પ્રથમ વનમાં ચાર દિશામાં ચાર ભવનો તથા ચાર વિદિશામાં ચાર પ્રાસાદો છે. આઠની મધ્યમાં કૂટો બતાવ્યા છે. આ આઠ કૂટો ઉપર પણ એક એક શાશ્વત જિનમંદિર છે. જંબૂવૃક્ષને ફરતા નાના નાના અનેક જંબૂવૃક્ષોના છ વલયો છે. ચિત્રમાં બધુ આપવાની મુશ્કેલી હોઈ તે બતાવેલ નથી. મૂળ જંબૂવૃક્ષની ટોચ ઉપર તથા પ્રથમ વલયના ૧૦૮ જંબૂવૃક્ષો ઉપર પણ એક-એક શાશ્વત જિનમંદિર છે. જંબૂવૃક્ષ તથા જંબૂકૂટોની જેમ જ દેવકુરુમાં શાલ્મલી વૃક્ષ અને શાલ્મલી કૂટો સમજવાના છે. સમાન હોવાના કારણે જુદું ચિત્ર આપ્યું નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ પ0 ભૂમિકૂટો ભૂમિકૂટો :- ભૂમિકૂટો એટલે પૃથ્વી ઉપર રહેલા શિખરો, તે કુલ ૫૮ છે. ૩૪ વૃષભકૂટ ૮ જંબૂકૂટ ૮ કરિકૂટ ૮ શાલ્મલીકૂટ ૩૪ વૃષભકૂટો - મહાવિદેહ ક્ષેત્રની બત્રીસ વિજયોમાં તથા ભરત ઐરાવત ક્ષેત્રમાં વર્ષધર પર્વતની તળેટીમાં મધ્યખંડમાં આ કૂટો આવેલા છે. છ ખંડનો દિવિજય કર્યા પછી ચક્રવર્તીઓ અત્રે આવી પહેલાના કોઈ ચક્રવર્તીનું નામ ભૂંસીને પોતાનું નામ લખે છે. કરીકૂટ :- મેરુ પર્વતની તળેટીમાં ભદ્રશાલ વન આવેલું છે. તેમાં ચાર દિશા તથા ચાર વિદિશાના આંતરામાં એક એક ફૂટ છે. કુલ ૮ ફૂટ થયાં. આ કૂટોને કરિકૂટ કહેવાય છે. (જુઓ ચિત્ર નં. ૮) જંબૂકૂટ - ઉત્તરકુરુક્ષેત્રમાં જંબૂવૃક્ષ છે, તેને ફરતાં ત્રણ વન છે. તેમાં પ્રથમ વનમાં ચાર દિશા અને ચાર વિદિશાના આંતરામાં એક એક કૂટ છે. કુલ ૮ ફૂટ આવેલાં છે. એને જંબૂકૂટ કહેવાય છે. (જુઓ ચિત્ર નં. ૯) ૨શાલ્મલીફૂટ - દેવકુરુમાં શાલ્મલી વૃક્ષ આવેલ છે. તેને ફરતાં ત્રણ વન છે. તેમાં પ્રથમ વનમાં ચાર દિશા અને ચાર વિદિશાનાં આંતરામાં એક એક ફૂટ છે. કુલ આઠ કૂટ થયા. આને શાલ્મલી કૂટ કહેવાય છે. ૮ જંબૂકૂટ તથા ૮ શાલ્મલી કૂટ, એમ ૧૬ કૂટો ઉપર વૈતાઢયના સિદ્ધાયતનો જેટલા પ્રમાણવાળા એટલે કે ૧ ગાઉ લાંબા, Oll ગાઉ પહોળા, ૧,૪૪૦ ધનુષ્ય ઉંચા શાશ્વત જિનમંદિરો છે. ભદ્રશાલ વનના કૂટો પ00 યોજન ઉંચા છે. મૂળમાં ૫૦૦ યોજન વિસ્તારવાળા તથા ઉપર ૨૫૦ યોજન વિસ્તારવાળા છે. બાકીના કૂટો ૮ યોજન ઉંચા, મૂળમાં ૧૨ યોજન વિસ્તારવાળા અને ઉપર ૪ યોજના ૨૨. શાલ્મલી કૂટો દેવકુરુમાં છે તેથી ગાથામાં દેવકુરુ કૂટ કહ્યા છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૬-૭ - તીર્થ-શ્રેણી વિસ્તારવાળા છે. આમ૨૩ કુલ ૫૮ ભૂમિકૂટો થયા. ૫૧ દ્વાર ૬ - તીર્થ ગંગા નદી પૂર્વ સમુદ્રને મળે છે તે સ્થળે માગધતીર્થ છે. સિંધુ નદી પશ્ચિમ સમુદ્રને મળે છે તે સ્થળે પ્રભાસ તીર્થ છે. બંને વચ્ચે વરદામ તીર્થ આવેલ છે. ભરત ઐરવતમાં ત્રણ ત્રણ તીર્થો છે. તે રીતે મહાવિદેહની પ્રત્યેક વિજયમાં પણ ત્રણ ત્રણ તીર્થો આ જ નામવાળા આવેલ છે. જંબુદ્રીપમાં કુલ ૧૦૨ તીર્થો થયા. દ્વાર ૭ - શ્રેણી વૈતાઢ્ય પર્વતની પ્રથમ મેખલામાં૨૪ બેય બાજુ બે બે વિદ્યાધરોની શ્રેણીઓ આવેલી છે. તેવી જ રીતે બીજી મેખલામાં પણ બેય બાજુ આભિયોગિક દેવોનાં ભવનોની શ્રેણી છે. દરેક વૈતાઢ્ય પર ચાર ચાર શ્રેણી થઈ કુલ ૩૪ ૪ ૪ = ૧૩૬ શ્રેણી થઈ. ભરતક્ષેત્રમાં મેખલાઓ ઉત્તર તરફ મોટી અને દક્ષિણ તરફ થોડી નાની હોય છે. કેમકે ગોળાકારે જંબુદ્રીપ હોઈ ઉત્તર તરફ જતાં પહોળાઈ વધે તેથી ઉત્તર તરફની વિદ્યાધરની શ્રેણીમાં ૬૦-૬૦ નગરીઓ અને દક્ષિણ તરફની શ્રેણીમાં ૫૦-૫૦ નગરીઓ હોય છે. ઐરવતમાં આથી વિપરીત જાણવું. ઉત્તર તરફ ૫૦-૫૦ અને દક્ષિણ તરફ ૬૦-૬૦ નગરીઓ. મહાવિદેહનાં વૈતાઢ્યમાં મેખલાઓ સરખી છે. તેથી બેય ૨૩. હરિકૂટ-હરિસ્સહકૂટને પૂર્વે ગજદંતપર્વતોમાં ગણી લીધા છે. છતાં અહીં ગાથામાં બે નામ ફરી લખ્યાં છે અને કુલ ૬૦ ભૂમિકૂટ ગણ્યા છે, જો કે આ ગાથાની ટીકામાં વૃત્તિકારે ‘“ચ અડવન ધરિાડા'' જોઈએ એમ કહ્યું છે. ૨૪. વૈતાઢ્ય પર્વતમાં નીચેથી દશ યોજન ઉંચે જતા બે બાજુ (ઉત્તરદક્ષિણમાં) બે ખાંચા પડે છે તેને જ મેખલા કહેવાય છે. આ રીતે વળી બીજા દશ યોજન જતા બે બાજુ બે ખાંચા પડે તે બીજી બે મેખલા. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૨ દ્વાર ૮-વિજય બાજુ ૫૫-૫૫ વિદ્યાધરની નગરીઓ હોય છે. જંબૂદ્વીપમાં કુલ વિદ્યાધરની નગરીઓ ૩૪ X ૧૧૦ = ૩,૭૪૦. દ્વાર ૮ - વિજય) મહાવિદેહની ૩૨ વિજયો પૂર્વે બતાવેલ છે. ભારત અને ઐરાવતને પણ વિજય તરીકે ગણાય એટલે કુલ જંબૂદ્વીપમાં ૩૪ વિજય થઈ. દરેક વિજયમાં છ ખંડ હોય છે. ચક્રવર્તી છયે ખંડને જીતી લે છે. ચક્રવર્તી એટલે આખી વિજયનો માલિક. ચક્રવર્તીને જીતવા યોગ્ય ક્ષેત્ર તે વિજય. વલ્સ ( ૩૨ વિજયના નામ | "પૂર્વ-ઉત્તર | પૂર્વ-દક્ષિણ | પશ્ચિમ-દક્ષિણ | પશ્ચિમ-ઉત્તર કચ્છ પક્ષ્મ વપ્ર. સુકચ્છ સુવન્સ સુપક્ષ્મ સુવપ્ર મહાકચ્છ મહાવત્સા મહાપક્ષ્મ મહાવ, કચ્છાવતી વત્સાવતી પદ્માવતી વપ્રાવતી આવર્ત ૨મ્યા શંખ વ મંગલાવર્ત નલિન સુવ પુષ્કલ રમણીય ગંધિલ પુષ્કલાવતી મંગલાવતી નલિનાવતી ગંધિલાવતી ૨મ્ય કુમુદ ૨૫. વિજયોના નામ પૂર્વ-ઉત્તરમાં મેરુ તરફથી શરૂ થાય છે અને પ્રદક્ષિણા વર્તે ૩૨ વિજયોનાં નામ જાણવાં, એટલે કે મેરુ તરફ માલ્યવંત પર્વતની નજીકથી કચ્છ વિજય શરૂ થઈ પૂર્વ-ઉત્તર તરફ છેલ્લી પુષ્કલાવતી વિજય, પછી વનખંડ, પછી નીચે પૂર્વ-દક્ષિણની વિજયો વનખંડની નજીકથી શરૂ થઈ યાવત્ ૧૬મી મંગલાવતી વિજય મેરુ તરફની આવે, પછી ૧૭મી પશ્ચિમ-દક્ષિણમાં મેરુ તરફની પહેલી શરૂ થઈ, ૨૪મી નલિનાવતી પશ્ચિમ-દક્ષિણમાં છેલ્લી વનમુખ તરફ આવે. પછી ઉપર ૨૫મી વપ્ર વિજય વનખંડ તરફની અને ક્રમશઃ યાવતુ છેલ્લી ગંધિલાવતી વિજય પશ્ચિમ-ઉત્તરમાં મેરુ તરફની જાણવી. Page #78 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૯ - દ્રહ ૫૩ હમી. ૮મી પુષ્કલાવતી વિજયમાં શ્રી સીમંધર સ્વામી ૨૫મી વપ્ર વિજયમાં શ્રી યુગમંધર સ્વામી વત્સ વિજયમાં | શ્રી બાહુ સ્વામી ૨૪મી નલિનાવતી વિજયમાં | શ્રી સુબાહુ સ્વામી વર્તમાનકાળે વિચરે છે. વર્તમાનમાં સદેહે વિચરતા ભાવ-તીર્થકરોને ભાવ ભરી વંદના... દ્વાર ૯ - દ્રહ દ્રહ = સરોવર જંબૂદ્વીપમાં શાશ્વતા ૧૬ દ્રહો છે. છ વર્ષધર પર્વતો ઉપર બરાબર મધ્યમાં એક એક સરોવર છે. ઉપરાંત ઉત્તરકુરુમાં પાંચ દ્રહ છે. તેમજ દેવકુરુમાં પાંચ દ્રહ છે. જેનું વર્ણન આગળ કરેલ છે. દ્રહનું વર્ષધર પર્વત લંબાઈ પહોળાઈ દેવીનો નામ વાસ પદ્મ | લઘુહિમવંત પર્વત | ૧,000 યોજન ૫00 યોજન | શ્રી પુંડરીક શિખરી | ૧,000 યોજન ૫00 યોજના | લક્ષ્મી મહાપદ્મ | મહાહિમવંત પર્વત| ૨,000 યોજન ૧,000 યોજન લ્હી મહાપુંડરીક રુમી પર્વત | ૨,000 યોજન ૧,000 યોજન બુદ્ધિ તિગિચ્છી | નિષધ ૪,000 યોજન ૨,000 યોજન ધી કેસરી | નીલવંત ૪,000 યોજન ૨,000 યોજન કીર્તિ આ છ દેવીઓ ૧ પલ્યોપમના આયુષ્યવાળી છે. દેવકુરુ, ઉત્તરકુરુના દશ સરોવર પદ્મદ્રહ જેવાં છે. દરેક સરોવરો ૧૦ યોજન ઉંડાં છે. દ્વિાર ૧૦ - નદી જંબુદ્વીપના સાતે ક્ષેત્રમાં બે બે મોટી નદીઓ વહે છે. એટલે કુલ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ દ્વાર ૧૦ - નદી ૧૪ મહાનદી થઈ. લઘુહિમવંત અને શિખરી પર્વત ઉપરના દ્રહોમાંથી (પદ્મદ્રહ અને પુંડરિકદ્રહમાંથી) ત્રણ ત્રણ નદીઓ નીકળે છે અને બાકીના ચાર પર્વત ઉપરથી બે બે નદીઓ વહે છે. ગંગા-સિંધુ :- લઘુહિમવંત પર્વતની મધ્યમાં આવેલ પદ્મસરોવરને ત્રણ દરવાજા છે. પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં. આમાંથી પૂર્વ દ્વારે ગંગા નીકળી પર્વત ઉપર જ ૫૦૦ યોજન વહે છે. પછી ગંગાવત્ત નામનો ફૂટ આવે છે. ત્યાંથી દક્ષિણ તરફ વળીને પર્વત પર જ ૫૨૩ યોજન ૩ કલા વહીને પર્વતના દક્ષિણ છેડે ૨૬જીહિકાથી ઉત્તર ભરતક્ષેત્રમાં ગંગાકુંડમાં પડે છે. ત્યાંથી નીકળી ભરતક્ષેત્રમાં પણ દક્ષિણ તરફ આગળ વધતા વૈતાઢ્યને ભેદી દક્ષિણ ભારતમાં આગળ વધી લવણસમુદ્રને મળે છે. આ જ રીતે સિંધુ નદી પણ પશ્ચિમ તરફ ૫૦૦ યોજન આગળ વધી સિંધુઆવર્ત કૂટથી દક્ષિણ તરફ વળી પર્વત ઉપર જ ૫૨૩ યોજન ૩ કલા વહીને પર્વતના દક્ષિણ છેડે જીáિકાથી ઉત્તર ભરતમાં સિંધુકુંડમાં પડે છે. ત્યાંથી નીકળી ભરતક્ષેત્રમાં દક્ષિણ તરફ આગળ વધતા વૈતાઢ્યને ભેદીને દક્ષિણ ભરતમાં વહી લવણ સમુદ્રને મળે છે. શિખરી પર્વતની મધ્યમાં આવેલા પુંડરીક સરોવરમાંથી પૂર્વ દ્વારે રક્તા નદી અને પશ્ચિમ દ્વારે રક્તવતી નદી નીકળી ઐરવત ક્ષેત્રમાં વહી લવણસમુદ્રને મળે છે. શેષ વિગત ગંગા-સિંધુ પ્રમાણે જાણવી. ભરત અને ઐરવત ક્ષેત્રમાં વહેતી બે બે નદીઓ લઘુહિમવંત અને શિખરી પર્વત ઉપરથી પડે છે. જ્યારે બાકીના ક્ષેત્રોમાં એક નદી પોતાના ક્ષેત્રથી ઉત્તર તરફના પર્વત ઉપરના દ્રહમાંથી તથા બીજી નદી દક્ષિણ તરફના પર્વત ઉપરના દ્રહમાંથી પડે છે. ઉત્તર તરફના પર્વત ઉપરથી પડતી નદી વૈતાઢ્યથી પૂર્વ તરફ વળી જાય છે, જ્યારે દક્ષિણ તરફના પર્વત ઉપરથી પડતી નદી વૈતાઢ્યથી પશ્ચિમ તરફ વળી જાય અને ૨૬. જીહિકા-તે મગરના પહોળા મુખ જેવી અને વજ્રની બનેલી હોય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૦ - નદી ૫૫ અનુક્રમે પૂર્વ સમુદ્ર તથા પશ્ચિમ સમુદ્રને મળે છે. ભરત-ઐરવતમાં વહેતી બંને નદીઓને સમુદ્ર સુધી જતા રસ્તામાં ૧૪,000-૧૪,000 નદીઓ મળે છે. હિમવંત-હિરણ્યવંતમાં વહેતી બંને નદીઓને સમુદ્ર સુધી જતા રસ્તામાં ૨૮,૦૦૦-૨૮,૦૦૦ નદીઓ મળે છે. હરિવર્ષરમ્યમાં વહેતી બંને નદીઓને સમુદ્ર સુધી જતા રસ્તામાં પ૬,૦૦૦પ૬,૦૦૦ નદીઓ મળે છે. મહાવિદેહ ક્ષેત્રમાં બે મોટી નદીઓ સીતા-સીતોદા વહે છે. નિષધ પર્વતના તિગિચ્છી દ્રહમાંથી સીતોદા નદી નીકળી પર્વત ઉપરથી નીચે પડીને દેવકુરુમાં વહીને મેરુથી ર યોજન બાકી રહે ત્યારે પશ્ચિમ તરફ વળીને પશ્ચિમ મહાવિદેહના બે ભાગ કરતી મધ્યમાં વહી પશ્ચિમ સમુદ્રને મળે છે. આ જ રીતે નીલવંત પર્વતના કેસરી સરોવરમાંથી સીતા નદી નીકળીને પર્વત ઉપરથી નીચે પડીને ઉત્તરકુરુમાં વહીને મેરુથી ર યોજના બાકી રહે ત્યારે પૂર્વ તરફ વળીને પૂર્વ મહાવિદેહના બે વિભાગ કરતી પૂર્વ સમુદ્રને મળે છે. આ બંને નદીઓને નીચે મુજબ નદીઓ મળે. (૧) કુરુક્ષેત્રમાં (સીતોદાને દેવકુરુમાં, સીતાને ઉત્તરકુરુમાં) ૮૪,000 નદીઓ. (૨) મહાવિદેહમાં દરેક નદીને ૧૬-૧૬ વિજયમાં વહેતી ગંગા સિંધુ અથવા રતા રતવતી નામની નદીઓ પણ મળે. (૩) ગંગા-સિંધુ અથવા રક્તા-રક્તવતી દરેક ચૌદ ચૌદ હજારના પરિવારને ધારણ કરે છે. તેથી ચૌદ ચૌદ હજારના પરિવાર સહિત જ આ નદીઓ મળે છે એટલે પરિવાર નદીઓ દરેકને ૧૪,000 X ૩૨ = ૪,૪૮,૦૦૦ નદીઓ. (૪) મહાવિદેહ ક્ષેત્રમાં પૂર્વ-પશ્ચિમ દરેક તરફ છ છ અંતર્નદીઓ વહે છે જે નિષધ-નીલવંતમાંથી નીકળી સીતા કે સીતોદાને મળે છે, એટલે સીતા-સીતોદા દરેકને છ-છ અંતર્નદીઓ મળે છે.. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૬ દ્વાર ૧૦ - નદી આમ કુલ ૫,૩૨,૦૩૮ નદીઓ સીતોદાને તથા તેટલી જ નદીઓ સીતાને મળે છે. (જુઓ ચિત્ર નં. ૧૦) ચિત્ર નં. ૧૦. રક્તવતી જેબૂદ્વીપ રક્તા - ઐરાવતક્ષેત્ર હિરણ્યવંત બક્ષેત્ર સુવર્ણ કુલા રૂપ્ય કુલા રમ્ય નરકાતા II નારીકાન્તા મહાવિદેહ સીતા સીતોદા હરિવર્ષ ( ક્ષેત્ર હરિસલિલા હરિકાંતા ક્ષેત્ર રોહિતા રોહિતાશા –ભરતક્ષેત્ર સિંધુ ગંગા VT વર્ષધર પર્વત -મહા નદીઓ 1 સરોવરો વૃત્ત વૈતાઢ્ય તથા મેરુ નદીના કુંડો Page #82 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૦ - નદી ( ચિત્ર નં. ૧૦ની સમજૂતી) જંબૂદ્વીપના સાત ક્ષેત્રમાં વહેતી ચૌદ મહાનદીઓ આ ચિત્રમાં બતાવેલ છે. લઘુહિમવંત અને શિખરી પર્વત ઉપરના બે દ્રહોમાંથી ત્રણ ત્રણ નદી નીકળે છે. બાકીના ચારે પર્વત ઉપરના ચાર દ્રહોમાંથી બે બે નદીઓ નીકળે છે. દરેક ક્ષેત્રમાં બે-બે નદીઓ વહે છે. પર્વત ઉપરથી નદીઓ જ્યાં પડે છે ત્યાં કુંડ પણ બતાવેલ છે. ભરત-ઐરવત સિવાયના ક્ષેત્રોમાં મધ્યમાં રહેલા વૃત્ત વૈતાઢ્ય પર્વતોથી નદીઓ પૂર્વ પશ્ચિમ તરફ વળી જાય છે અને ક્ષેત્રમાં આગળ વહી લવણ સમુદ્રને મળે છે. ભરત-ઐરાવત ક્ષેત્રની નદીઓ વૈતાદ્ય પર્વતની નીચેથી નીકળી દક્ષિણ ભાગમાં વહી લવણ સમુદ્રને મળે છે. દરેક નદીઓને વચ્ચે હજારો નાની નદીઓ મળે છે જે બધી હકીકત નદી દ્વારના વિવેચનમાં લખી છે. ક્ષેત્રનું પરિવાર | કયા પર્વત કયા સરોવર નામ નદીઓ ઉપરથી નીકળે માંથી છે તે નીકળે છે તે ભરત | ગંગા ૧૪,૦૦૦ લઘુ હિમવંત પદ્મ ભરત ૧૪,000 લઘુ હિમવંત પદ્મ હિમવંત રોહિતાશા | ૨૮,000 લઘુ હિમવંત પદ્મ હિમવંત | રોહિતા ૨૮,૦૦૦| મહા હિમવંત મહાપદ્મ હરિવર્ષ પ૬,000|મહા હિમવંત મહા પદ્મ હરિવર્ષ | હરિસલિલા પ૬,000|નિષધ તિગિચ્છી મહાવિદેહ | સીતાદા |૫,૩૨,૦૩૮ નિષધ તિગિચ્છી મહાવિદેહ | સીતા | ૫,૩૨,૦૩૮ નીલવંત તિગિચ્છી રમ્યફ ક્ષેત્ર નારીકાન્તા | પ૬,000 નીલવંત કેસરી રમ્યક ક્ષેત્ર | નરકાન્તા | પ૬,૦૦૦ રુક્ષ્મી મહાપુંડરિક સિંધુ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ દ્વાર ૧૦-નદી હિરણ્યવંત રૂણકુલા | ૨૮,૦૦૦/રુમી મહાપુંડરિક હિરણ્યવંત સુવર્ણકુલા | ૨૮,૦૦૦ શિખરી પુંડરિક ઐરાવતક્ષેત્ર રક્તા ૧૪,000|શિખરી પુંડરિક ઐરાવતક્ષેત્ર રક્તવતી | ૧૪,૦૦૦ શિખરી પુંડરિક કુલ ૧૪,૫૬,૦૭૬ સાત ક્ષેત્ર... ૧૪ મહાનદીઓ...૧૪,૫૬,૦૭૬ પરિવાર નદીઓ.૬ પર્વત.સરોવર. કુલ નદી ૧૪ + ૧૪,૫૬,૦૭૬ = ૧૪,૫૬,૦૯૦ નદીઓ જંબૂદ્વીપમાં વહે છે. ગંગા-સિંધુનો મૂળ વિસ્તાર ૬ો યોજન છે. સમુદ્રને મળે ત્યારે વિસ્તાર ૧૦ ગુણો હોય છે. શેષ મહાનદીઓનો વિસ્તાર બમણો-બમણો જાણવો. લઘુસંગ્રહણીના પદાર્થ સંપૂર્ણ. આ સંપૂર્ણ ગ્રંથમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઇપણ નિરૂપણ થયુ હોય તો તેનું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ દઉં છું. Page #84 -------------------------------------------------------------------------- ________________ ગાથા-શબ્દાર્થ ૫૯ (લઘુ સંગ્રહણી) મૂળ ગાથા તથા શબ્દાર્થ નમિય જિર્ણ સવ્વનું, જગપુસ્જ જગગુરૂ મહાવીર I જંબૂદીવાયત્વે, ગુચ્છ સુત્તા સપરહેઊ In ૧ , સર્વજ્ઞ, જગપૂજ્ય, જગદ્ગુરુ શ્રી મહાવીર જિનને નમસ્કાર કરી સૂત્રમાંથી સ્વપર કલ્યાણના માટે જંબુદ્વીપના પદાર્થોને કહીશ. (૧) ખંડા જોયણ વાસા, પન્વય કૂડા ચ તિલ્થ સેઢીઓ . વિજય-હ-સલિલાઓ, પિડેસિં હોઇ સંઘયણી ii ૨ II ખંડ, યોજન, ક્ષેત્રો, પર્વતો, કૂટો, તીર્થો, શ્રેણીઓ, વિજયો, સરોવરો, નદીઓ. આનો (દશ વસ્તુઓનો) સંગ્રહ એ સંગ્રહણી છે. (૨) ણઉઅસયં ખંડાણ, ભરત-પમાણેણ ભાઇએ લખે . અહવા ગઉઅ-સચગુણ, ભરતપમાણે હવઇ લફM I 3 ભરતના પ્રમાણથી લાખને ભાગતા એકસો નેવું ખંડો થાય છે, અથવા ભરતના પ્રમાણને ૧૯૦ થી ગુણતા લાખ થાય છે. (૩) અહવિગ ખંડે ભરહે, દો હિમવંતે આ હેમવઈ ચઉરો 1 અટ્ટ મહાહિમવંતે, સોલસ ખંડાઇ હરિવાસે ૪ . બત્તીસં પણ નિસટે, મીલિઆ તેસદ્ધિ બીયપાસેડવિ I ચઉસઠી ઉ વિદેહે, તિરાસિપિંડે ઉ ણઉય-સર્ચ I ૫ II ભરતનો એક ખંડ, હિમવંત પર્વતના ૨, હિમવંત ક્ષેત્રના ૪, મહાહિમવંત પર્વતના-૮, હરિવર્ષક્ષેત્રના-૧૬, નિષધ પર્વતના-૩૨ બધા ભેગા થઈ-૬૩, બીજી બાજુ પણ ૬૩, મહાવિદેહના-૬૪. ત્રણે મળી કુલ ૧૯૦ ખંડો થાય. (૪-૫) જોયણ પરિમાણાઇ, સમચરિંસાઇ ઇત્ય ખંડાઇ ! લકુખસ્સ ય પરિહીએ, તપ્પાચગુણે ચ હંમેવ II ૬ II Page #85 -------------------------------------------------------------------------- ________________ ગાથા-શબ્દાર્થ લાખની પરિધિને તેના (લાખના) ચોથા ભાગથી ગુણવાથી જંબુદ્વીપમાં એક એક યોજન પ્રમાણના ચોરસ ખંડોનું પ્રમાણ આવે છે. (૬) વિફખંભ વષ્ણુ દહગુણ, કરણી વટ્ટસ પરિરઓ હોઈ ! વિફખંભ પાય ગુણિઓ, પરિરઓ તસ ગણિચપયં વિખંભના (વ્યાસના) વર્ગને દશે ગુણીને તેનું વર્ગમૂળ કરતા પરિધિ આવે છે. વિખંભના ચોથા ભાગથી પરિધિને ગુણતાં ગણિતપદ (ક્ષેત્રફળ) થાય છે. (૭) પરિહી તિલફખ સોલસ, સહસ્સ દો ચ સય સત્તાવીસહિયા કોસ તિગ-ઢાવીસ, ધણુસય તરંગુલદ્ધતિએ in ૮ II પરિધિ ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીશ યોજન ત્રણ ગાઉ, એક સો અઠ્યાવીશ ધનુષ્ય અને સાડા તેર અંગુલથી અધિક છે. (૮) સત્તેવ ચ કોડિ સયા, ઉઆ, છપ્પન સય-સહસાઇ ચણિચિં ચ સહસ્સા, સયં દિવઢ ચ સાહિત્યં I ૯ II ગાઉઅમેગે પનરસ, ધણસયા તહ ધણૂણિ પન્નરસા સહિં ચ અંગુલાઇ, જંબૂદીવસ્ય ગણિયપયં in ૧૦ || સાતસો નેવું ક્રોડ, છપ્પન લાખ, ચોરાણું હજાર, એકસો પચાસ યોજન એક ગાઉ પંદરસો પંદર ધનુષ્ય અને સાઠ અંગુલ, જંબુદ્વીપનું ગણિતપદ (ક્ષેત્રફળ) છે. (૯-૧૦) ભરહાઇ સત્ત વાસા, વિયટ્ટ ચઉ ચઉરતિંસ વચિરે , સોલસ વકુખારગિરી, દો ચિત્ત વિચિત્ત દો જમા II ૧૧ I દોસય કણય-ગિરીશં, ચઉ ગયાઁતા ય તહ સુમેરૂ યા છ વાસહરા પિડે, એગુણસત્તરિ સયા દુનિ II ૧૨ II ભરતાદિ ૭ ક્ષેત્રો છે, ચાર વૃત્ત વૈતાઢ્ય, ચોત્રીશ બીજા (લંબચોરસ) વૈતાદ્ય, સોળ વક્ષસ્કાર પર્વત, બે ચિત્ર વિચિત્ર, બે યમકગિરિ, બસો કંચનગિરિ, ચાર ગજદત્તગિરિ તથા મેરુપર્વત, છ વર્ષઘર પર્વતો, કલ બસો અગણોસીત્તેર પર્વતો છે. (૧૧-૧૨) Page #86 -------------------------------------------------------------------------- ________________ ગાથા-શબ્દાર્થ સોલસ વારેસુ, ચઉ ચઉ કૂડા ય હુંતિ પત્તેયં । સોમણસ ગંધમાયણ સત્તઃ ય રુપ્તિ-મહાહિમવે ॥ ૧૩ || ચઉતીસવિયડ્વેસુ, વિષ્ણુપ્પહ-નિસઢ-નીલવંતેસુ I તહ માલવંત સુરગિરિ, નવ નવ કૂડાઇં પત્તેયં ॥ ૧૪ ॥ હિમસિહરિસુ ઇફ્ફારસ, ઇય ઇગસટ્નીગિરીસુ કૂડાણ 1 એગત્તે સવધણં, સય ચઉરો સત્તસટ્ઠી ય | ૧૫ || સોળ વક્ષસ્કાર પર્વતમાં દરેકના ચાર ચાર ફૂટ છે. સોમનસ, ગંધમાદનના સાત સાત, રુક્મી મહાહિમવંતના આઠ આઠ, ચોત્રીશ વૈતાઢચ, વિદ્યુત્પ્રભ, નિષધ, નીલવંત, માલ્યવંત અને મેરુપર્વત વિષે દરેક પર નવ નવ ફૂટો છે. હિમવંત-શિખરી પર્વત ઉપર અગ્યાર અગ્યાર. આમ એકસઠ પર્વતને વિષે એકત્ર કરતા બધા મળીને ચારસો સડસઠ શિખરો થયા. (૧૩-૧૪-૧૫) ૬૧ ચઉ સત્ત અઃ-નવગે-ગારસ-ફૂડેહિં ગુણહ જહસંખં I સોલસ દુ દુ ગુણયાલં, વે ય સગસદ્ઘિ સય-ચઉરો II ૧૬ ॥ ચાર, સાત, આઠ, નવ, અગ્યાર કૂટોને ક્રમશઃ સોળ, બે, બે, ઓગણચાલીશ, બેથી ગુણતા (ગુણીને સરવાળો કરતા) ચારસો સડસઠ થાય છે. (૧૬) ચઉતીસં વિજએસું, ઉસહકૂડા અઃ મેરુજંબુમ્મિ । અટ્ટ ય દેવકુરાએ, હરિકૂડ હરિસહે સટ્ટી || ૧૦ || ચોત્રીશ વિજયોમાં ઋષભકૂટો, મેરુ અને જંબૂવૃક્ષ ઉપર આઠ આઠ, દેવકુરુમાં આઠ, તથા હિરકૂટ, હરિસ્સહ કૂટ એમ કુલ સાઠ (ભૂમિકૂટો) છે. (૧૭) માગહવરદામપભાસ, તિત્વ વિજયેસુ એરવય-ભરહે । ચઉતીસા તિહિં ગુણિયા, દુરુત્તર-સયં તુ તિત્થાણું || ૧૮ || માગધ, વરદામ, પ્રભાસ તીર્થો વિજયો તથા ભરત-ઐરાવતને વિષે છે. તેથી ચોત્રીસને ત્રણથી ગુણતા એકસો બે તીર્થો થાય છે. (૧૮) Page #87 -------------------------------------------------------------------------- ________________ ગાથા-શબ્દાર્થ વિજાહર-અભિગિય, સેઢીઓ દુન્તિ દુનિ વેઅઢે ! ઇય ચઉગુણ ચઉતીસા, છત્તીસસયં તુ સેઢીë in ૧૯ I વિદ્યાધર અને આભિયાગિક દેવોની બે બે શ્રેણી દરેક વૈતાઢ્ય ઉપર છે. આમ કુલ ચોત્રીસને ચારથી ગુણતા એકસો છત્રીસ શ્રેણીઓ થાય છે. (૧૯) ચકકી-જેઅવાઇ, વિજયાઇ ઇત્ય હૃતિ ચઉતીસા | મહદહ છપ્પઉમાઈ, કુરૂસુ દસગંતિ સોલસગં | ૨૦ || ચક્રવર્તીને જીતવા યોગ્ય વિજયો ચોત્રીશ છે. તથા પદુમાદિ છ મોટા સરોવરો અને કુરુક્ષેત્રમાં દશ થઈ કુલ સોળ સરોવરો છે. (૨૦) ગંગા સિંધૂ રસ્તા, રવઈ ચઉ નઈઓ પર્યા ચઉદસહિં સહસ્તેહિં, સમગ વચ્ચતિ જલલિંમિ II ૨૧ I ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી આ ચાર નદીઓ દરેક ચૌદ ચૌદ હજાર નદીઓ સાથે ભેગી થઈને સમુદ્રને મળે છે. (૨૧) એવં અભિતરિયા, ચઉરો પણ અટ્ટવીસ સહસ્સેહિં. પુણરવિ છપ્પનેહિં, સહસ્તેહિં જંતિ ચઉ સલિલા II ૨૨ II આમ અંદરની ચાર નદીઓ દરેક અઠ્યાવીશ હજારના પરિવાર સાથે તથા બીજી ચાર છપ્પન હજારના પરિવાર સાથે સમુદ્રને મળે છે. (૨૨) કુરુમઝે ચઉરાસી, સહસાઇ તહ ચ વિજય સોલસસ, I બત્તીસાણ નઈણ, ચઉદસસહસાઇ પયં ii ૨૩ | કુરુક્ષેત્રમાં ચોરાશી હજાર તથા સોળ વિજયમાં બત્રીસ મહાનદીઓમાં દરેકની ચૌદ ચૌદ હજાર (નદીઓ) છે. (૨૩) ચઉદસ સહસ્સ ગુણિઆ, અડતીસ નઇઓ વિજય મઝિલ્લા સીયાએ નિવડંતિ, તહય સીયાઈ એમેવ | ૨૪ in અથવા ચૌદ ચૌદ હજાર ગુણીને આડત્રીસ નદીઓ સીતોદામાં પડે છે. એ જ પ્રમાણે સીતામાં પણ જાણવું. (૨૪) Page #88 -------------------------------------------------------------------------- ________________ ગાથા-શબ્દાર્થ ૬૩ સીયા સીઓયા વિ ચ, બત્તીસસહસ પંચ-લફખેહિં સબે ચઉદસ-લફખા, છપ્પન-સહસ-મેલવિયા II ૨૫ I સીતા સીતોદા નદી પાંચ લાખ બાવીશ હજાર નદીઓ સાથે જાય છે. કુલ બધી થઈ (જંબુદ્વીપમાં) ચૌદ લાખ છપ્પન હજાર નદીઓ થાય છે. (૨૫) છજ્જોયણે સકોસે, ગંગા-સિંધૂણ વિત્થરો મૂકે ! દસ ગુણિઓ પર્જતે, ઇય દુદુ ગુણણણ સેસાણ II ૨૬ II ગંગા સિંધુનો મૂળ સ્થાને વિસ્તાર સવા છ યોજન છે. અંતે દશગુણો છે. બાકીની નદીઓનો બમણો-બમણો જાણવો. (૨૬) જોયણ સમુચ્ચિઠ, કણયમયા સિહરિ-ચુલ્લ હિમવંતા ! રુપિમહાહિમવંતા, દુસઉચ્ચા રુપ-કણમયા II ૨૦ II સો યોજન ઉંચા અને સુવર્ણના શિખરી અને લઘુ હિમવંત પર્વત છે. રુકુમી અને મહાહિમવંત પર્વત બસો યોજન ઉંચા તથા ચાંદી અને સુવર્ણના ક્રમશઃ છે. (૨૭) ચત્તારિ જોયણસએ, ઉચ્ચિઠો નિસઢ નીલવંતો ચા નિસઢો તવણિજ્જમઓ, વેલિઓ નીલવંતગિરી ૨૮ II નિષધ અને નીલવંત ચારસો યોજન ઉંચા છે. નિષધ તપનીયમય છે અને નીલવંત પર્વત વૈડૂર્ય રત્નમય છે. (૨૮) સલૅવિ પવ્યયવરા, સમયફિખરૂંમિ મંદરવિહૂણા | ધરણિતલે ઉવગાઢા, ઉસ્સહ ચઉત્થભાયંમિ II ૨૯ II સમયક્ષેત્રમાં રહેલા મેરુ સિવાયના સર્વે મુખ્ય પર્વતો ભૂમિમાં ઉંચાઈના ચોથે ભાગે દટાયેલા છે. (૨૯) ખંડાઇ ગાતાહિં, રસહિં દારેહિં જંબુદ્દીવસ . સંઘયણી સમ્મત્તા, રઇયા હરિભદ્ર-સૂરીહિં . ૩૦ | ખંડ વગેરે ગાથાઓ વડે દશ દ્વારોથી શ્રીહરિભદ્રસૂરિએ રચેલી જંબુદ્વીપની સંગ્રહણી પૂરી થઈ. (૩૦) Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પરિશિષ્ટ-૧ - શાશ્વત ચૈત્યોને વંદના પરિશિષ્ટ-૧ શાશ્વત ચૈત્યોને વંદના જિનચૈત્યો તથા જિનપ્રતિમાજીઓ બે પ્રકારના છે. (૧) શાશ્વત (૨) અશાશ્વત જે જિનપ્રતિમાજીઓને કોઈએ પણ નિર્માણ કરેલી હોય તે પ્રતિમાજી અશાશ્વત છે. આ જગતમાં અનાદિકાળથી તથા સ્વભાવે જેમ સૂર્ય ચંદ્રાદિના વિમાનો છે, મેરુ આદિ પર્વતો છે તેમ અનાદિકાળથી જિનચૈત્યો અને જિનપ્રતિમાજીઓ પણ છે. સૂર્ય ચંદ્રાદિનાં વિમાનો કે મેરુ આદિ પર્વતોનું કોઈએ નિર્માણ કરેલ નથી, પણ શાશ્વત છે. તેવી રીતે અસંખ્ય જિનમંદિરો અને અસંખ્ય જિનપ્રતિમાજીઓ પણ નિત્ય અને શાશ્વત છે, જેનું કોઈએ નિર્માણ કરેલ નથી. આવાં જિનમંદિરો તથા જિનપ્રતિમાજી ત્રણે લોકમાં છે. ત્રણ લોકમાં રહેલા આ શાશ્વત જિનમંદિરો તથા શાશ્વત જિનપ્રતિમાજીઓનો આ પ્રકરણમાં વિચાર કરવામાં આવ્યો છે. જંબુદ્રીપનું સ્વરૂપ આ ગ્રંથમાં આપણે સમજ્યા હોઈ પ્રથમ જંબુદ્વીપમાં શાશ્વત ચૈત્યો તથા શાશ્વત જિનપ્રતિમાજીઓ, ક્યાં ક્યાં છે તે બતાવેલ છે, પછી અઢી દ્વીપમાં, તિńલોકમાં, ઊર્ધ્વલોકમાં અને અધોલોકમાં રહેલા શાશ્વત જિનચૈત્યો તથા શાશ્વત જિનપ્રતિમાજીઓ બતાવેલ છે. છેલ્લે બધાની ભેગી ગણત્રી કરી સઘળા શાશ્વતચૈત્યો અને શાશ્વત જિનપ્રતિમાજીઓને ભાવભરી વંદના કરી છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વીપના શાશ્વત ચૈત્યો હ હ જ દ [ અંબૂદ્વીપમાં કુલ શાશ્વત ચેત્યો | ૧ છ વર્ષધર પર્વતો પર પૂર્વ દિશાના કૂટો ઉપર ૧૪ મહાનદીના કુંડની મધ્યના દ્વીપ ઉપર ૧૬ સરોવરની મધ્યમાં | ૩૪ દીર્ઘવૈતાઢ્યોના પૂર્વ દિશાના કૂટો ઉપર ૪ વૃત્તવૈતાઢ્યો ઉપર ૬ |મહાવિદેહક્ષેત્રમાં ૧૬ વક્ષસ્કાર પર્વતો ઉપરના નદી તરફના કૂટ ઉપર ૩૨ વિજયની ૬૪ નદીઓના કુંડના દ્વીપ ઉપર ૮ |૧૨ અંતર્નદીઓના કુંડોના મધ્યમાં દ્વીપ ઉપર | ૨00 કંચનગિરિ ઉપર ૧૦ ૨ યમકગિરિ ઉપર ૧૧ ૨ ચિત્ર-વિચિત્ર પર્વત ઉપર ૧૨ | જંબૂવૃક્ષની ઉપરની શાખાના ટોચે તથા જંબૂવૃક્ષના પરીવારના ૧૦૮ વૃક્ષો અને પ્રથમ વનમાં ૮ કરિકૂટ ઉપર થઈ કુલ ૧૩આ જ રીતે શાલ્મલી વૃક્ષના ૧૪ દેવકુરુ, ઉત્તરકુરુના સ્વતંત્ર ૧૫૪ ગજદંત પર્વતોના મેરુ તરફના કૂટ ઉપર મેરુ પર્વતના (૧-ચૂલિકા ઉપર... ૪-પાંડકવનમાં ૪-સોમનસવનમાં ૪-નંદનવનમાં ૪-ભદ્રશાલવનમાં ૮-ભદ્રશાલ વનના કરિ કુલ | ૬૩૫) દરેક ચૈત્યમાં ૧૨૦ શાશ્વત જિનબિંબો છે. ઋષભ, ચંદ્રાનન, વારિષેણ, વર્ધમાન નામના જિનપ્રતિમાઓ છે. કુલ ૬૩૫ x ૧૨૦ = ૭૬, ૨૦૦ જિનબિંબોને ભાવભરી વંદના... ક Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૬ તિર્ધ્વલોકમાં શાશ્વત ચૈત્યો તિર્ધ્યાલોકમાં શાશ્વત ચૈત્યો પ્રસંગ પામીને હવે તિÁલોકના કુલ ચૈત્યો પણ ગણી લઈએ અને વંદના કરીએ. જંબુદ્રીપમાં ક્ષેત્રો, પર્વતો, મેરુ વગેરે જે જે છે તેથી બમણા ધાતકીખંડમાં અને પુષ્કરવરાર્ધદ્વીપમાં છે, એ વાત મનુષ્યના ભેદની ગણત્રી વખતે જીવવિચારના પદાર્થમાં જોઈ ગયા છીએ. તેથી શાશ્વત ચૈત્યો પણ તે મુજબ બમણા દરેકમાં થાય. તેથી ધાતકીખંડમાં તથા પુષ્કરવરાર્ધમાં ૧,૨૭૦ જિનચૈત્યો થાય. પરંતુ ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધમાં પૂર્વ-પશ્ચિમ વિભાગ કરતા મધ્યમાં ઉત્તરમાં અને દક્ષિણમાં ઈપુકાર પર્વતો છે, અને આ બન્ને ઈયુકાર પર્વતો ઉપર પણ એક એક ચૈત્ય છે. એટલે કુલ બે ચૈત્ય વધે. આમ ધાતકીખંડમાં ૧,૨૭૨ ચૈત્યો થાય. પુષ્કરવરાર્ધદ્વીમાં પણ ૧,૨૭૨ ચૈત્યો થાય. એટલે કુલ અઢી દ્વીપમાં ૧,૨૭૨ + ૧,૨૭૨ + ૬૩૫ = ૩,૧૭૯ શાશ્વત જિનચૈત્યો થયાં. હવે અઢી દ્વીપની બહાર - માનુષોત્તર પર્વત ઉપર ચાર દિશામાં નંદીશ્વરદ્વીપમાં ચાર દિશામાં ૪ ૫૨ તથા નંદીશ્વરદ્વીપમાં ૪ વિદિશામાં ઈન્દ્રાણીની રાજધાનીમાં દરેકમાં ચાર ચાર થઈ કુલ *૧૬ ૪ ૧૩મા દ્વીપની મધ્યમાં રુચક પર્વત ઉપર ચારે દિશામાં ૧૧મા કુંડલદ્વીપની મધ્યમાં કુંડલ પર્વત ઉપર ચારે દિશામાં ૪ આમ કુલ તિર્હાલોકમાં અઢીદ્વીપની બહાર co * આ પ્રસિદ્ધ મત છે. મતાંતરે ચૈત્યવંદનભાષ્યમાં અહીં ૩૨ ચૈત્યો ગણ્યા છે. તે પાઠ આ પ્રમાણે છે - નરવિત્તત્તિ વાળવØરૂપ, રાયહાળિયુ યુતીસા । चरो कुंडलरुयगे, नमामि बावन्न नंदिसरे ॥१२॥ + મતાંતરે ૯૬ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ૧૪ રાજલોકમાં શાશ્વત ચૈત્યો અઢીદ્વીપના ૩,૧૭૯ અઢીદ્વીપની બહાર ૮૦ તિસ્કૃલોકમાં કુલ-૩, ૨૫૯* શાશ્વત ચૈત્યો થયા. આમાં નંદીશ્વર દ્વીપના-૫૨, કુંડલ તથા રુચક દ્વીપના ૮, કુલ ૬૦ ચૈત્યોમાં દરેકમાં ૧૨૪ જિનપ્રતિમાજી તથા બાકીના ૩, ૧૯૯ શાશ્વત ચૈત્યોમાં દરેકમાં ૧૨૦ જિનપ્રતિમાજી હોઈ કુલ - ૧૨૪ x ૬૦ = ૭,૪૪૦ તથા ૩,૧૯૯ x ૧૨૦ = ૩,૮૩,૮૮૦ ૩.૯૧.૩૨૦* પ્રતિમાજી થાય. બત્રીશેને ઓગણસાઠ, તિષ્ણુલોકમાં ચૈત્યનો પાઠ, ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસો વીશ તે બિંબ જુહાર. આ સર્વ ચેત્યોમાં બિરાજમાન શાશ્વત જિનબિંબોને ભાવભરી વંદના. | ચૌદ રાજલોકમાં શાશ્વત ચેત્યો | પ્રસંગ પામીને ચૌદ રાજલોકમાં રહેલા સર્વ ચૈત્યોનો પણ વિચાર કરી વંદના કરી લઈએ. ૨૭ઊર્ધ્વલોકમાં વૈમાનિકમાં ૮૪,૯૭,૦૨૩ ચેત્યો છે. અધોલોકમાં ભવનપતિમાં ૭,૭૨,00,000 ચેત્યો છે. તથા વ્યંતર અને જ્યોતિષ ચક્રમાં અસંખ્ય જિનચેત્યો છે. વૈમાનિકમાં નવગ્રેવેયક અને અનુત્તરના ૩૨૩ જિનમંદિરોમાં ૧૨૦ જિનબિંબો છે. બાકીના ૮૪,૯૬,૭૦૦ જિન ચેત્યોમાં દરેકમાં ૧૮૦ જિનબિંબો છે. એટલે ઊર્ધ્વલોકમાં (વૈમાનિક દેવલોકમાં) કુલ ૨૭. આનું વર્ણન સકલતીર્થમાં છે. ૧લે સ્વર્ગે લાખ બત્રીસ,... બીજે લાખ અઠ્ઠાવીસ... વગેરે. + મતાંતરે ૩, ૨૭૫ શાશ્વત ચૈત્યો * મતાંતરે ૩,૯૩,૨૪૦ પ્રતિમાજી Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રાજલોકમાં શાશ્વત ચેત્યો ૩૨૩ x ૧૨૦ = ૩૮,૭૬૦ તથા ૮૪,૯૬,૭૦૦ x ૧૮૦ = ૧,૫૨,૯૪,૦૬,000 ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ જિનપ્રતિમાજી છે. આ શાશ્વત જિનબિંબોને ભાવભરી વંદના. સો ક્રોડ બાવન ક્રોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચૌઆલ; સાતસે ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું ત્રણકાળ. અધોલોકમાં ભવનપતિમાં દરેક ચૈત્યમાં ૧૮૦ જિનબિંબો છે એટલે કુલ ૭,૭૨,00,000 X ૧૮૦ = ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ જિનપ્રતિમાજી છે. આ શાશ્વત જિનબિંબોને ભાવભરી વંદના. સાત ક્રોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ. એકસો એંશી બિંબ પ્રમાણ, એકે-એક ચેત્યે સંખ્યા જાણ, તેરસે ક્રોડ નેવ્યાસી કોડ, સાઠ લાખ વંદુ કર જોડ. વ્યંતર જ્યોતિષમાં અસંખ્ય જિનબિંબો છે. તેમને મારી ભાવભરી વંદના. વ્યંતર-જ્યોતિષિમાં વળી જેહ, શાશ્વત જિન વંદુ તેહ. વ્યંતર જ્યોતિષ સિવાય કુલ જિનચૈત્યો તથા જિનબિંબો આ પ્રમાણે છે. ૮૪,૯૭,૦૨૩ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ ભવનપતિ ૭,૭૨,૦૦,૦૦૦ ૧૩,૮૯,૬૦,00,000 તિથ્થલોક ૩,૨૫૯ ૩,૯૧,૩૨૦ ૮,૫૭,૦૦,૨૮૨* ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦* + મતાંતરે ૮,૫૭,૦૦,૨૯૮ શાશ્વત ચૈત્યો. * મતાંતરે ૧૫,૪૨,૫૮,૩૮,૦00 શાશ્વત પ્રતિમાજી. વૈમાનિક Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રાજલોકમાં શાશ્વત ચૈત્યો આ સર્વે ચૈત્યોમાં બિરાજમાન જિનબિંબોને ભાવભરી વંદના. આ જ સંખ્યા સૂચવતી જગચિંતામણીની ૪ થી ૫ મી ગાથા જુઓ. સત્તાણવઈ-સહસ્સા, લખા છપ્પન અટ્ટ કોડીઓ, બત્તીસસય બાસિઆઈ, તિઅલોએ ચેઈએ વંદે. પનરસ કોડિ સયાઈ, કોડિ બાયાલ લખ અડવના, છત્તીસ સહસ અસીઈ, સાસય બિંબાઈ પણમામિ. સત્તાણું હજાર, છપ્પન લાખ, આઠ ક્રોડ, બત્રીસસો ને ખ્યાશી. આ સંખ્યા બરાબર કરતા ૮,૫૬,૯૭,૦૦૦ + ૩, ૨૮૨ = ૮,૫૭,૦૦,૨૮૨ ત્રણ લોકમાં રહેલા ચેત્યોને વંદન કરું છું. પંદરસો બેતાલીસ કોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર, એંશી (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) શાશ્વત જિનબંબોને વંદન કરું છું. ઈશ.' 3. . E ) R Page #95 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ | પરિશિષ્ટ-૨) પુણ્ય પુષ્ટ કરવાના દશ ઉપાયો (૧) અધિકારશુદ્ધિપૂર્વક ચૈત્યવદન. (૨) જિનેશ્વરની પૂજા. (૩) દાનાદિ ધર્મકાર્ય. (૪) સુમુનિની ચરણસેવા. (૫) નિત્ય ધર્મશાસ્ત્રશ્રવણ. ઈન્દ્રિય વિનિગ્રહ. નિર્મળસમ્યક્ત્વધારણ. આશ્રવવિરમણ. સાધર્મિક વાત્સલ્ય. (૧૦) કલ્યાણમિત્રનો યોગ. Page #96 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ પરિશિષ્ટ-૩ ધાર્મિક શિક્ષણની આવશ્યકતા જડ કરતાં ચેતનનું વૈશિષ્ટય હોય, તો આના પર જ છે, કે ચેતન જ્ઞાનસ્વભાવ છે, એ જ સ્વભાવ પર એનું જડ પર પ્રભુત્વ છે, એના જ આધાર પર જડના વૈગ્નસિક (સહજ) થતા ભાવોને છોડી અન્ય ભાવો સર્જાય છે. આવા જ્ઞાનસ્વભાવને પૂર્ણ પ્રગટ કરવો, એ જ ચેતનનું મુખ્ય કાર્ય હોય. જ્ઞાન પર જ સંસ્કરણ અને આત્મિક ઉત્ક્રાંતિના માર્ગનું અનુસરણ થાય છે. જ્ઞાન પણ મિથ્યા નહીં, કિન્તુ સમ્યફ જોઈએ. મિથ્યાજ્ઞાન જીવને વધુ મૂઢ બનાવી, અપકૃત્યોનો ભોગ બનાવી ભવાટવીમાં ભમાવે છે. સમ્યકજ્ઞાન વિવેકી બનાવી ઊંચે ચઢાવે છે. આ સમ્યકજ્ઞાન ધાર્મિક શિક્ષણથી સાધ્ય છે. જીવનમાં દ્રવ્યપ્રાણ ટકાવવા અન્નપાણી જરૂરી છે. તેમ ભાવપ્રાણ “જ્ઞાન” માટે શિક્ષણની જરૂરનો ઈન્કાર કોણ કરી શકે ? એમાં કે આજે જ્યારે ભૌતિક શિક્ષણનો પ્રબળ વાયરો વાઈ રહ્યો છે, અને જેથી બુદ્ધિ વધુ જડમુખી, આત્મવિસ્મારક બની રહી છે, ત્યારે તો વિશેષ યોજનાબદ્ધ ધાર્મિક શિક્ષણની જરૂર છે. ધાર્મિક શિક્ષણ અમૃતસંજીવનીની જેમ જીવનમાં સ્વાત્મભાન, કર્તવ્યભાન, સુકૃતોત્સાહ વગેરેના ધબકારા શરૂ કરી દે છે, જીવને પશુ જીવનમાંથી બહાર કાઢી સાચા માનવજીવનમાં લાવી દે છે, એ વિનાના જીવો તો પશુયોનિમાં જ કરેલ ચેષ્ટાથી વધુ શું કરી રહ્યા છે? ધ્યાનમાં રહે, માનવભવ જંક્શનનું સ્ટેશન છે. ત્યાંથી જે પાટે ગાડી ઉપડી તે માટે પાછી દોડતી જવાની. ધાર્મિકશિક્ષણથી સંસ્કારિત અને સદાચારબદ્ધ જીવનના પાટે ગાડી ચાલતી કરી, તો પછી આગળના ભવે એ માર્ગે દોડતી જવાની. આજની ઘણી ફરિયાદો જેવી કે, ઉશૃંખલતા, સ્વચ્છંદતા, વિલાસિતા, દુરાચાર, અસત્ય, અનીતિ, અભિમાન વગેરેને નાથવાની જરૂર છે. એ ધાર્મિક શિક્ષણથી શક્ય ભાવિ જૈનસંઘ આજની નવી પ્રજામાંથી બનવાનો છે. એ હકીકત છે. નવી પ્રજા જો ધાર્મિક શિક્ષણ વિનાની હશે, તો કલ્પી લો ભાવિ ચિત્ર. મહાપુરુષોએ અથાગ પરિશ્રમથી શાસ્ત્રસર્જન આદિ દ્વારા આપણા સુધી શાસન પહોંચાડ્યું. તો આપણે કૃતજ્ઞતાની રૂએ પણ શાસનની પરંપરા આપણા સંતાનમાં ઉતારવી જ રહી. એ ધાર્મિક શિક્ષણથી જ શક્ય છે. - આચાર્ય વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા