________________
પદાર્થ પ્રકાશ ભાગ-૨ મુનિ હેમચંદ્રવિજયજી (હાલ આચાર્ય) બન્યા. પુત્રી વિજયા સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી (હાલ પ્રવતિની) બન્યા. પુત્રવધૂ સરસ્વતીબેન સાધ્વીજીશ્રી સ્વયંપ્રભાશ્રીજી બન્યા.
આ ત્રણેની દીક્ષા પછી મૂળીબેનનું જીવન જોરદાર પલટાઈ ગયું. પુત્રીને દીક્ષા માટે અંતરાય કરવા બદલ પૂજ્ય આચાર્ય ભગવંત પાસે પ્રાયશ્ચિત કરી, હવે કોઈને પણ દીક્ષામાં અંતરાય નહીં કરવાનો દઢ અભિગ્રહ કર્યો. થોડા વર્ષ પછી પૌત્રી દિવ્યાને ઉજમણા સાથે મહોત્સવ પૂર્વક ઉલ્લાસથી દીક્ષા આપીને સાધ્વી દિવ્યશાશ્રીજી બનાવ્યા.
આર્થિક પ્રતિકૂળતાના સમયે પુત્રીની દીક્ષા કરવા પોતાના પિયરના હીરાના કુંડલ વેચીને મહોત્સવ કર્યો. પુત્રોને ઝવેરી બજારમાં દુકાન કરવાની ભાવના થઈ, પણ પૈસાની મુશ્કેલી હતી. તે વખતે પોતાના પિયરથી મળેલા બધા જ દાગીના સુપ્રત કરી દીધા. આમાંથી જ મુંબઈની પ્રસિદ્ધ ઝવેરાતની દુકાન “બી.એ. શાહ એન્ડ બ્રધર્સ”ની સ્થાપના થઈ.
વૈયાવચ્ચ - તેમના જીવનનો મહત્ત્વનો ગુણ. વર્ષો સુધી ખંભાતના દરેક ઉપાશ્રયમાં બિરાજમાન સાધુ-સાધ્વીને ઔષધદાનનો લાભ મૂળીબેન તરફથી લેવાયો. આ સિવાય પણ જ્યારે જ્યારે ખંભાત જાય ત્યારે બધા જ ઉપાશ્રયે ફરી સાધુ-સાધ્વીને જે કાંઈ કામ હોય તેનો લાભ લે. માંદા સાધુ-સાધ્વીની દરરોજ દેખરેખ રાખી જરૂરી અનુપાન વગેરેનો લાભ લે. સાધર્મિકોની ભક્તિ પણ દિલ દઈને કરે. ખાનગી સહાય પણ કરે. વૈયાવચ્ચનું ફળ તેમને આ લોકમાં જ એવું મળ્યું કે ૮૧ વર્ષની ઉંમર સુધી તો ખડે પગે વૈયાવચ્ચ કરી. માંદગી ક્યારેય આવી નહીં અને એકાદ ઈંજેક્શન પણ લેવું પડ્યું નહીં. વૈયાવચ્ચ ગુણના કારણે સાધુ-સાધ્વીઓ પણ તેમના પ્રત્યે એટલી લાગણીવાળા થઈ ગયેલા કે પાલિતાણામાં પુત્રવધૂને વરસીતપના