________________
૨૪
ગાથા-શબ્દાર્થ
જોઇસિય તેઉલેસા, સેસા સલૅવિ હૃતિ ચઉલેસા ઇંદિયદા સુગમ, મણુઆણ સત્ત સમુચ્છાયા II ૧૫ in
જ્યોતિષ દેવો તેજોલેશ્યાવાળા હોય છે. બાકીના બધા ચાર લેશ્યાવાળા હોય છે. ઈન્દ્રિયદ્વાર સુગમ છે. મનુષ્યોને સાતે સમુદ્રઘાત હોય છે. (૧૫)
વેચણ કસાય મરણે, વેઉબ્રિચ તેયએ ય આહારે | કેવલી ય સમુગ્ધાયા, સત્ત મે હંતિ સની I ૧૬
વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક તથા કેવલી આ સાત સમુદ્યાત સંજ્ઞી જીવોને હોય છે. (૧૬)
એબિંદિયાણ કેવલ, તેઉ-આહારગ વિણા ઉ ચત્તારિ I તે વેઉબિય વજ્જા, વિગલા-સન્તીણ તે ચેવ in ૧૦ ||
એકેન્દ્રિયને કેવલી-તૈજસુ-આહારક વિના ચાર સમુદ્યાત હોય છે. વૈક્રિય સિવાયના ત્રણ વિકસેન્દ્રિયને ૫ હોય છે. સંશીને તે સાતે સમુઘાત હોય છે. (૧૭)
પણ ગભતિરિસુરેસ, નારય વાઊસુ ચઉર તિય સેસે | વિગલ દુદિટ્ટી થાવર, મિચ્છત્તિ સેસ તિય દિટ્ટી ૧૮ li
ગર્ભજ તિર્યંચોને અને દેવોને પાંચ, નારકી અને વાયુકાયને ચાર, બાકીનાને ત્રણ સમુદ્યાત હોય છે. વિકલેન્દ્રિય બે દૃષ્ટિવાળા, સ્થાવર મિથ્યાદેષ્ટિ અને બાકીના ત્રણ દૃષ્ટિવાળા હોય છે. (૧૮)
થાવરબિતિસુ અચખૂ, ચઉરિદિસુ તદુર્ગ સુએ ભણિએI મથુઆ ચઉ દંસણિણો, સેસેસુ તિગં તિગં ભણિયં |૧૯ I
સ્થાવર-બેઈન્દ્રિય-તેઈન્દ્રિયને અચક્ષુદર્શન, ચઉરિન્દ્રિયને બે દર્શન
૧૪. અહીં ગાથા ૧૫નો સંબંધ ગાથા ૧૮ જોડે મળે છે, તેથી ગાથા ૧૬૧૭ પ્રક્ષેપ હોવાનો સંભવ છે.
૧૫. વિકલેન્દ્રિયને અને અસંજ્ઞીને હોય છે તેમ પણ અર્થ થાય.