________________
ગાથા-શબ્દાર્થ
૨૫ (ચક્ષુ-અચક્ષુ) શ્રુતમાં કહ્યાં છે. મનુષ્યો ચાર દર્શનવાળા હોય છે. બાકીનાને ત્રણ ત્રણ દર્શન કહ્યા છે. (૧૯) અજ્ઞાણ નાણ તિય તિય, સુર તિરિ નિરએ થિરે અનાણદુર્ગા નાણજ્ઞાણ દુ વિગલે, મણુએ પણ નાણ તિ અનાણા ii ૨૦ |
દેવ-તિર્યંચ અને નારકોને અજ્ઞાન ૩-જ્ઞાન ૩, સ્થાવરોને વિષે બે અજ્ઞાન, વિકલેન્દ્રિયને બે જ્ઞાન તથા બે અજ્ઞાન અને મનુષ્યને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. (૨૦) સચ્ચેઅર મીસ અસચ્ચમોત, મણવય વિકવિ આહારે |
ઉરલ મીસા કમ્પણ, ઇય જેવા દેસિયા સમએ ર૧TI. સત્ય-અસત્ય-મિશ્ર-અસત્યઅમૃષા મન, (ઉક્ત ચાર) વચન તથા વૈક્રિય-આહારક-ઔદારિક-ત્રણે મિશ્ર (વૈ. મિશ્ર, આહા.મિશ્ર, ઔદા.મિશ્ર) તથા કાર્મણ-આ (પંદર) યોગો સિદ્ધાંતમાં કહ્યા છે. (૨૧)
ઇફકારસ સુર-નિરએ, તિરિએસુ તેર પન્નર મણુએસ I વિગલે ચઉ પણ વાએ, જોગતિયં થાવરે હોઇ ll ૨૨ II
દેવ-નારકોને અગ્યાર, તિર્યંચને તેર, મનુષ્યોને પંદર, વિકલેન્દ્રિયને ચાર, વાયુકાયને પાંચ અને (બાકીના) સ્થાવરને ત્રણ યોગ હોય છે. (૨૨) તિ અનાણ નાણ પણ ચઉ દંસણ, બાર જિઅલખણુવઓગા |
ઇષ બારસ ઉવઓગા, ભણિયા તેલુક્કદંસીહિં Il૨૩|| ત્રણ અજ્ઞાન, પાંચ જ્ઞાન, ચાર દર્શન, આમ જીવના લક્ષણરૂપ બાર ઉપયોગો ત્રણ લોકને જોનારાઓ (શ્રી તીર્થકર ભગવંતો)એ કહ્યા છે. (૨૩)
ઉવઓગા મણુએસ, બારસ નવ નિરય તિરિય દેવેસુ ! વિગલદુગે પણ છકક, ચઉરિદિસ થાવરે તિયગં ii ૨૪ in
મનુષ્યોને બાર, નારક-તિર્યંચ-દેવોને વિષે નવ તથા બે વિકલેન્દ્રિયને (બેઈ.એઈ.)ને પાંચ, ચઉરિન્દ્રિયને છે અને શેષ સ્થાવરને ત્રણ ઉપયોગ હોય છે. (૨૪)