________________
ગાથા-શબ્દાર્થ લાખની પરિધિને તેના (લાખના) ચોથા ભાગથી ગુણવાથી જંબુદ્વીપમાં એક એક યોજન પ્રમાણના ચોરસ ખંડોનું પ્રમાણ આવે છે. (૬)
વિફખંભ વષ્ણુ દહગુણ, કરણી વટ્ટસ પરિરઓ હોઈ ! વિફખંભ પાય ગુણિઓ, પરિરઓ તસ ગણિચપયં વિખંભના (વ્યાસના) વર્ગને દશે ગુણીને તેનું વર્ગમૂળ કરતા પરિધિ આવે છે. વિખંભના ચોથા ભાગથી પરિધિને ગુણતાં ગણિતપદ (ક્ષેત્રફળ) થાય છે. (૭)
પરિહી તિલફખ સોલસ, સહસ્સ દો ચ સય સત્તાવીસહિયા કોસ તિગ-ઢાવીસ, ધણુસય તરંગુલદ્ધતિએ in ૮ II
પરિધિ ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીશ યોજન ત્રણ ગાઉ, એક સો અઠ્યાવીશ ધનુષ્ય અને સાડા તેર અંગુલથી અધિક છે. (૮)
સત્તેવ ચ કોડિ સયા, ઉઆ, છપ્પન સય-સહસાઇ ચણિચિં ચ સહસ્સા, સયં દિવઢ ચ સાહિત્યં I ૯ II ગાઉઅમેગે પનરસ, ધણસયા તહ ધણૂણિ પન્નરસા સહિં ચ અંગુલાઇ, જંબૂદીવસ્ય ગણિયપયં in ૧૦ ||
સાતસો નેવું ક્રોડ, છપ્પન લાખ, ચોરાણું હજાર, એકસો પચાસ યોજન એક ગાઉ પંદરસો પંદર ધનુષ્ય અને સાઠ અંગુલ, જંબુદ્વીપનું ગણિતપદ (ક્ષેત્રફળ) છે. (૯-૧૦)
ભરહાઇ સત્ત વાસા, વિયટ્ટ ચઉ ચઉરતિંસ વચિરે , સોલસ વકુખારગિરી, દો ચિત્ત વિચિત્ત દો જમા II ૧૧ I દોસય કણય-ગિરીશં, ચઉ ગયાઁતા ય તહ સુમેરૂ યા છ વાસહરા પિડે, એગુણસત્તરિ સયા દુનિ II ૧૨ II
ભરતાદિ ૭ ક્ષેત્રો છે, ચાર વૃત્ત વૈતાઢ્ય, ચોત્રીશ બીજા (લંબચોરસ) વૈતાદ્ય, સોળ વક્ષસ્કાર પર્વત, બે ચિત્ર વિચિત્ર, બે યમકગિરિ, બસો કંચનગિરિ, ચાર ગજદત્તગિરિ તથા મેરુપર્વત, છ વર્ષઘર પર્વતો, કલ બસો અગણોસીત્તેર પર્વતો છે. (૧૧-૧૨)