________________
૧૮
દ્વાર ૨૧મુ-સંજ્ઞી
દ્વાર ૨૧ મું - સંજ્ઞી. જેને સંજ્ઞા હોય તે સંજ્ઞી. સંજ્ઞા ત્રણ પ્રકારે છે.
૧) હેતુવાદોપદેશિકી - જેમાં વર્તમાનકાળનું જ જ્ઞાન હોય અને વર્તમાનકાળના દુઃખથી નિવૃત્તિ અને સુખમાં પ્રવૃત્તિનો ઉપાય શોધે છે.
૨) દીર્ઘકાલિકી સંજ્ઞા :- જેમાં ભૂતકાળના સ્મરણની અને ભવિષ્યકાળના વિચારની શક્તિ હોય તે.
૩) ૧૧દૃષ્ટિવાદોપદેશિકી - યથાશક્તિ હેયોપાદેયના ત્યાગ અને ઉપાદાનમાં પ્રયત્નશીલ છદ્મ સમ્યગુદૃષ્ટિ જીવોને જે સંજ્ઞા હોય છે તે દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય. | ફુલ | દંડક
સંજ્ઞી. સ્થાવર-૫
સંજ્ઞા ન હોય. વિકસેન્દ્રિય-૩
હેતુવાદોપદેશિકી. ૧૬ | દેવતા-૧૩, ગર્ભજ તિર્યચ-૧, | દીર્ઘકાલિકી સંજ્ઞા.
ગર્ભજ મનુષ્ય-૧, નારકી-૧ ૧૧કોઈ નારક-તિર્યચ-મનુષ્ય-દેવોને વધારામાં દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય છે.
૧૦. યશ : ક્ષાયોપશમશાનયુવતો યથાવિત પાનાपरस्तस्य दृष्टिवादोपदेशिकी संज्ञा छद्मस्थसम्यग्दृशामेव । - दंडकवृत्ति पृ. ३
૧૧. અહીં ગાથામાં મનુષ્યોને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહી છે. પરંતુ ઉપરની વ્યાખ્યાને અનુસાર ગર્ભજ પંચે તિર્યંચોને પણ ઘટે. પણ તેઓ અલ્પ હોવાથી વિવક્ષા કરી નથી. એમ દંડકની વૃત્તિમાં આ ગાથાના વિવેચનમાં કહ્યું છે. વૃત્તિમાં તો તિર્યંચને પણ આ સંજ્ઞા જણાવી છે. વળી માત્ર સમ્યગુર્દષ્ટિપણાની અપેક્ષાએ આ સંજ્ઞા ગણીએ તો દેવ, નારકીમાં પણ આ સંજ્ઞા ઘટે અને તેથી એ વિવક્ષાએ જ એટલે કે સર્વ સમ્યગુદૃષ્ટિ જીવોને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય એ વિવેક્ષાથી સઘળા મિથ્યાદેષ્ટિ જીવોને અસંશી કહ્યા છે. અહીં ઉપરમાં દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હેયને છોડવા અને ઉપાદેયને આદરવામાં પ્રયત્નશીલ આત્માઓને કહી, તેથી દેશવિરતિ અને સર્વવિરતિમાં ઘટે પરંતુ અવિરતિ સમ્યગુર્દષ્ટિને ન ઘટે. તેથી મૂળ ગાથામાં અને વૃત્તિમાં પણ દેવ, નારકીનો સમાવેશ કર્યો નથી.