________________
પ0
ભૂમિકૂટો ભૂમિકૂટો :- ભૂમિકૂટો એટલે પૃથ્વી ઉપર રહેલા શિખરો, તે કુલ ૫૮ છે.
૩૪ વૃષભકૂટ ૮ જંબૂકૂટ
૮ કરિકૂટ ૮ શાલ્મલીકૂટ ૩૪ વૃષભકૂટો - મહાવિદેહ ક્ષેત્રની બત્રીસ વિજયોમાં તથા ભરત ઐરાવત ક્ષેત્રમાં વર્ષધર પર્વતની તળેટીમાં મધ્યખંડમાં આ કૂટો આવેલા છે. છ ખંડનો દિવિજય કર્યા પછી ચક્રવર્તીઓ અત્રે આવી પહેલાના કોઈ ચક્રવર્તીનું નામ ભૂંસીને પોતાનું નામ લખે છે.
કરીકૂટ :- મેરુ પર્વતની તળેટીમાં ભદ્રશાલ વન આવેલું છે. તેમાં ચાર દિશા તથા ચાર વિદિશાના આંતરામાં એક એક ફૂટ છે. કુલ ૮ ફૂટ થયાં. આ કૂટોને કરિકૂટ કહેવાય છે. (જુઓ ચિત્ર નં. ૮)
જંબૂકૂટ - ઉત્તરકુરુક્ષેત્રમાં જંબૂવૃક્ષ છે, તેને ફરતાં ત્રણ વન છે. તેમાં પ્રથમ વનમાં ચાર દિશા અને ચાર વિદિશાના આંતરામાં એક એક કૂટ છે. કુલ ૮ ફૂટ આવેલાં છે. એને જંબૂકૂટ કહેવાય છે. (જુઓ ચિત્ર નં. ૯)
૨શાલ્મલીફૂટ - દેવકુરુમાં શાલ્મલી વૃક્ષ આવેલ છે. તેને ફરતાં ત્રણ વન છે. તેમાં પ્રથમ વનમાં ચાર દિશા અને ચાર વિદિશાનાં આંતરામાં એક એક ફૂટ છે. કુલ આઠ કૂટ થયા. આને શાલ્મલી કૂટ કહેવાય છે. ૮ જંબૂકૂટ તથા ૮ શાલ્મલી કૂટ, એમ ૧૬ કૂટો ઉપર વૈતાઢયના સિદ્ધાયતનો જેટલા પ્રમાણવાળા એટલે કે ૧ ગાઉ લાંબા, Oll ગાઉ પહોળા, ૧,૪૪૦ ધનુષ્ય ઉંચા શાશ્વત જિનમંદિરો છે.
ભદ્રશાલ વનના કૂટો પ00 યોજન ઉંચા છે. મૂળમાં ૫૦૦ યોજન વિસ્તારવાળા તથા ઉપર ૨૫૦ યોજન વિસ્તારવાળા છે. બાકીના કૂટો ૮ યોજન ઉંચા, મૂળમાં ૧૨ યોજન વિસ્તારવાળા અને ઉપર ૪ યોજના
૨૨. શાલ્મલી કૂટો દેવકુરુમાં છે તેથી ગાથામાં દેવકુરુ કૂટ કહ્યા છે.