________________
દ્વાર ૫ - કૂટ
લઘુહિમવંત-શિખરી પર્વતો ઉપર ૧૧-૧૧, મહાહિમવંત-રુકમી પર્વતો ઉપર ૮-૮, નિષધ-નીલવંત પર્વતો ઉપર ૯-૯ કૂટો છે.
સોમનસ-ગંધમાદન પર્વતો ઉપર ૭-૭, વિદ્યુમ્રભ-માલ્યવંત પર્વતો ઉપર ૯-૯ કૂટો છે.
પ્રત્યેક વૈતાઢ્ય પર્વત ઉપર નવ નવ કૂટો છે.
પ્રત્યેક વક્ષસ્કાર પર્વત ઉપર ચાર ચાર કૂટો છે તથા મેરુ પર્વતના નંદનવનમાં ૯ ફૂટ છે.
ફૂટની ઉંચાઈ તથા વિસ્તાર :- વૈતાઢ્ય પર્વતના દરેક કૂટો દી યોજન ઉંચા છે. વિદ્યુ—ભ-માલ્યવંત પર્વતો (બે ગજદંત ગિરિ) તથા મેરુપર્વત પરનું એક-એક કૂટ હજાર યોજનનું છે. બાકીના બધાં જ કૂટ ૫00 યોજન ઉંચા છે. દરેક ફૂટ ઉંચાઈ જેટલાં જ મૂળમાં પહોળાં છે. તથા ઉપરનો વિસ્તાર તેથી અડધો હોય છે.
સિદ્ધકૂટ - ઉપરનાં ૬૧ પર્વતોમાં દરેક ઉપર છેલ્લે ૨કૂટ સિદ્ધકૂટ કહેવાય છે. દરેક સિદ્ધકૂટ ઉપર એક એક શાશ્વત જિનમંદિર હોય છે. જેમાં મધ્ય ભાગે ૧૦૮ પ્રતિમા અને ત્રણ ૧ દ્વારે ચાર ચાર પ્રતિમા થઈ કુલ ૧૨૦ શાશ્વત જિન પ્રતિમાઓ છે.
કુલ ૬૧ X ૧૨૦ = ૭,૩૨૦ શાશ્વત જિનબિંબોનો મારી ભાવભરી વંદના.
૨૦. છ વર્ષધર તથા વૈતાઢ્ય પર્વત ઉપર પૂર્વ દિશાના છેલ્લાં, ૧૬ વક્ષસ્કાર ઉપર નદી તરફના તથા ચાર ગજદંત પર્વતના મેરુ તરફના કૂટ ઉપર તથા મેરુ પર્વત ઉપરની ચૂલિકા ઉપર સિદ્ધાયતન (શાશ્વત જિનમંદિર) જાણવું.
૨૧. દરેક સિદ્ધાયતનમાં પશ્ચિમ સિવાયની ત્રણ દિશાએ તારો હોય છે. પશ્ચિમ દિશામાં દ્વાર હોતું નથી.