________________
૧૮
પદાર્થ પ્રકાશ ભાગ-૨ પુણ્યાત્માઓ અપૂર્વ કર્મનિર્જરાને સાધે એ જ એકમાત્ર શુભાભિલાષા હું રાખું છું.
આ ગ્રન્થમાં કંઈ પણ જિનાજ્ઞાવિરુદ્ધ આવી ગયું હોય તો તે બદલ ક્ષમા યાચું છું, તથા સકલ સંઘનાં ચરણોમાં એક નમ્ર સૂચન કરું છું કે આ ગ્રન્થમાં ક્યાંય ક્ષતિ રહી હોય કે કંઈ પણ શાસ્ત્રથી વિરુદ્ધ આવી ગયું હોય તો તેનું સૂચન કરે, જેથી ભવિષ્યમાં તે સુધારી શકાય.
દ્રવ્યાનુયોગના ચિંતક મહાપુરુષોને ભાવભરી વંદના, ચરણકરણાનુયોગના આરાધક ચતુર્વિધ સંઘના ચરણોમાં પણ કોટિ કોટિ વંદના.
લી. પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-પાદરેણુ
હેમચંદ્રસૂરિ