________________
પદાર્થ પ્રકાશ ભાગ-૨
પૂજ્યપાદ, વિશુદ્ધચારિત્ર્યમૂર્તિ, દ્રવ્યાનુયોગના મહાન અભ્યાસી, કર્મશાસ્ત્રના અજોડ જ્ઞાતા, સિદ્ધાંતમહોદધિ, સ્વ. આચાર્યભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના ઉપકારનું મોટું ઋણ માથે છે. સ્વ. પૂજ્યપાદશ્રીની પરમકૃપાથી પ્રકરણ, કર્મગ્રન્થાદિના વિષયમાં થોડો ઘણો ચંચુપાત થઈ શક્યો છે. રાગ-દ્વેષની બે જીભ વડે વિષયની વિષ્ટાના સ્વાદને માણતા પામર આત્માને દ્રવ્યાનુયોગના અમૃતનું પાન કરાવી અમરપંથના યાત્રી બનાવનાર એ મહાપુરુષના ઉપકારનો બદલો તો લાખો-કરોડો ભવો સુધીમાં પણ વળી શકે તેમ નથી.
પૂજ્યપાદ, વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ, ગુરુદેવ આચાર્યભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની વૈરાગ્યમય દેશના સાંભળવા ન મળી હોત તો આ રાંકડા જીવનું સંસારનાં મજબૂત બંધનોને તોડી શ્રમણપણું પ્રાપ્ત કરવાનું ગજું જ ક્યાં હતું?
પૂજ્યપાદ, સમતાસાગર, કેન્સર જેવા ભયંકર રોગોમાં પણ દિવસભર આગમનાં વાંચનો, રાત્રિના કલાકોમાં ધ્યાન અને જાપની સાધના સાથે માસક્ષમણાદિ ઉગ્ર તપસ્યા કરનાર કેવા ગૌરવવંતા ગુરુદેવ પૂજ્ય પંન્યાસજી શ્રીપદ્મવિજયજી ગણિવર્યજી મળ્યા.
પ્રસ્તુત પ્રકાશન આ ત્રણે મહાન પુરુષોના મહાન આલંબનને કારણે જ થઈ શક્યું છે. જો આ મહાપુરુષોની કૃપા-આશિષ પ્રાપ્ત થઈ ન હોત તો આજે હું ક્યાં હોત તે કલ્પના પણ થઈ શકે તેમ નથી.
પ્રાંતે પદાર્થપ્રકાશનો આ બીજો ભાગ ચતુર્વિધ સંઘમાં અનેક પુણ્યાત્માઓને સ્વાધ્યાયમાં નિમિત્તભૂત બને અને તે દ્વારા એ