________________
પદાર્થ પ્રકાશ ભાગ-૨
પ્ર..કા..શ..કી.ય)
નમો તિસ્સ
દેવ-ગુરુના અચિંત્ય પ્રભાવથી શ્રુતભક્તિનો લાભ મળી રહ્યો છે. ચતુર્વિધ સંઘને સ્વાધ્યાયમાં અત્યંત ઉપયોગી પ્રકરણ ગ્રંથો છે. પ્રકરણ ગ્રંથના પદાર્થો અત્યંત સુગમ રીતે સમજાય તે માટે પૂજ્ય ગુરુદેવ મુનિરાજ શ્રી હેમચન્દ્રવિજયજી મહારાજે (હાલ આચાર્ય) વર્ષો પૂર્વે સંક્ષેપ નોંધો કરેલી. આ નોંધનો લાભ સમસ્ત સંઘને મળે તે માટે આ નોંધોને વધુ વ્યવસ્થિત કરી પ્રાન્ત ગાથા-શબ્દાર્થ ગોઠવી પદાર્થ પ્રકાશના ભાગોને અમે પ્રકાશિત કર્યા છે.
ભાગ-૧માં - જીવવિચાર - નવતત્ત્વ ભાગ-૨માં - દંડક - લઘુસંગ્રહણી ભાગ-૩માં - કર્મગ્રંથ ૧-૨ ભાગ-૪માં - કર્મગ્રંથ ૩-૪ ભાગ-પમાં – ભાષ્યત્રય
આમ પાંચ ભાગોમાં પદાર્થોનું સંકલન કરી પ્રકાશિત કરેલ છે. પાંચમા-છટ્ટા કર્મગ્રંથના પદાર્થોનું પણ સંકલન ચાલું છે. થોડા જ સમયમાં એ પણ પ્રકાશિત થવાની ગણત્રી છે. આ બધુ પદાર્થોનું જ્ઞાન વર્તમાન યુગના પ્રખરજ્ઞાની સુવિશુદ્ધ સંયમધારક, સુવિશાળ મુનિગણ-સર્જક, સિદ્ધાંત મહોદધિ, સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પાસેથી પૂ. ગુરુદેવ મુનિરાજ હેમચંદ્રવિજયજીને પ્રાપ્ત થયું છે. તેઓએ આ બધા પદાર્થોનું સંકલન