________________
ગાથા-શબ્દાર્થ
છે (તિર્યંચની ગતિ-આગતિ). મનુષ્યો સર્વત્ર જાય. તેઉ-વાઉમાંથી મનુષ્યમાં જતા નથી. (મનુષ્યોની ગતિ-આગતિ). (૩૯)
વૈયતિય તિરિનરેસુ, ઇત્થી પુરિસો ય ચઉવિહસુરેસુ । થિરવિગલનારએસુ, નપુંસવેઓ હવઇ એગો ॥ ૪૦ II તિર્યંચ-મનુષ્યોમાં ત્રણેય વેદ તથા ચારે પ્રકારના દેવોમાં સ્ત્રી અને પુરુષવેદ તથા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને નારકીમાં એક નપુંસક વેદ જ હોય છે. (૪૦)
૨૯
પજ્જ મણુ બાયરગ્નિ, વેમાણિયભવણનિરયવંતરિયા 1 જોઇસ ચઉ પણતિરિયા, બેઇંદિય તેઇંદિય ભૂ આઊ || ૪૧ || વાઊ વણસઈ ચ્ચિય, અહિયા અહિયા કમેણિમે હુંતિ । સવ્વુવિ ઇમે ભાવા, જિણા મએ ગંતસો પત્તા ॥ ૪૨ II પર્યાપ્ત મનુષ્યો, બાદર અગ્નિકાય, વૈમાનિક, ભવનપતિ, નારકી, વ્યંતર, જ્યોતિષ, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, પૃથ્વીકાય, અકાય, વાયુકાય, વનસ્પતિકાય આ બધા અનુક્રમે અધિકઅધિક હોય છે. હે જિનેશ્વર ભગવંતો ! આ સર્વે ભાવ મેં અનંતીવાર પ્રાપ્ત કર્યા છે. (૪૧-૪૨)
સંપઇ તુમ્હ ભત્તસ, દંડગપયભમણભગ્ગહિયયસ્સ I દંડતિય-વિરય-સુલહં, લહુ મમ દિંતુ મુપયં ॥ ૪૩ દંડકના સ્થાનોમાં ભ્રમણ કરવાથી ભાંગી ગયેલા હૃદયવાળા તમારા ભક્તને (હે પ્રભુ !) હવે ત્રણ દંડની વિરતિથી સુલભ એવું મોક્ષપદ આપો. (૪૩)
સિરિજિણહંસ મુણીસર, રજ્જે સિરિધવલચંદસીસેણ, I ગજસારેણ લિહિયા, એસા વિન્નત્તિ અપ્પહિયા ॥ ૪૪ ॥
શ્રી જિનહંસ મુનીશ્વર (આચાર્ય) ના રાજ્યમાં શ્રી ધવલચંદ્ર મુનિના શિષ્ય શ્રી ગજસાર મુનિએ આત્માહિત કરનારી આ વિનંતી લખી છે. (૪૪)