________________
૬૭
૧૪ રાજલોકમાં શાશ્વત ચૈત્યો
અઢીદ્વીપના ૩,૧૭૯
અઢીદ્વીપની બહાર ૮૦ તિસ્કૃલોકમાં કુલ-૩, ૨૫૯* શાશ્વત ચૈત્યો થયા.
આમાં નંદીશ્વર દ્વીપના-૫૨, કુંડલ તથા રુચક દ્વીપના ૮, કુલ ૬૦ ચૈત્યોમાં દરેકમાં ૧૨૪ જિનપ્રતિમાજી તથા બાકીના ૩, ૧૯૯ શાશ્વત ચૈત્યોમાં દરેકમાં ૧૨૦ જિનપ્રતિમાજી હોઈ કુલ -
૧૨૪ x ૬૦ = ૭,૪૪૦ તથા ૩,૧૯૯ x ૧૨૦ = ૩,૮૩,૮૮૦
૩.૯૧.૩૨૦* પ્રતિમાજી થાય. બત્રીશેને ઓગણસાઠ, તિષ્ણુલોકમાં ચૈત્યનો પાઠ, ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસો વીશ તે બિંબ જુહાર. આ સર્વ ચેત્યોમાં બિરાજમાન શાશ્વત જિનબિંબોને ભાવભરી વંદના.
| ચૌદ રાજલોકમાં શાશ્વત ચેત્યો | પ્રસંગ પામીને ચૌદ રાજલોકમાં રહેલા સર્વ ચૈત્યોનો પણ વિચાર કરી વંદના કરી લઈએ.
૨૭ઊર્ધ્વલોકમાં વૈમાનિકમાં ૮૪,૯૭,૦૨૩ ચેત્યો છે. અધોલોકમાં ભવનપતિમાં ૭,૭૨,00,000 ચેત્યો છે. તથા વ્યંતર અને જ્યોતિષ ચક્રમાં અસંખ્ય જિનચેત્યો છે. વૈમાનિકમાં નવગ્રેવેયક અને અનુત્તરના ૩૨૩ જિનમંદિરોમાં ૧૨૦ જિનબિંબો છે. બાકીના ૮૪,૯૬,૭૦૦ જિન ચેત્યોમાં દરેકમાં ૧૮૦ જિનબિંબો છે. એટલે ઊર્ધ્વલોકમાં (વૈમાનિક દેવલોકમાં) કુલ
૨૭. આનું વર્ણન સકલતીર્થમાં છે. ૧લે સ્વર્ગે લાખ બત્રીસ,... બીજે લાખ અઠ્ઠાવીસ... વગેરે. + મતાંતરે ૩, ૨૭૫ શાશ્વત ચૈત્યો * મતાંતરે ૩,૯૩,૨૪૦ પ્રતિમાજી