________________
ગાથા-શબ્દાર્થ
વિજાહર-અભિગિય, સેઢીઓ દુન્તિ દુનિ વેઅઢે ! ઇય ચઉગુણ ચઉતીસા, છત્તીસસયં તુ સેઢીë in ૧૯ I વિદ્યાધર અને આભિયાગિક દેવોની બે બે શ્રેણી દરેક વૈતાઢ્ય ઉપર છે. આમ કુલ ચોત્રીસને ચારથી ગુણતા એકસો છત્રીસ શ્રેણીઓ થાય છે. (૧૯)
ચકકી-જેઅવાઇ, વિજયાઇ ઇત્ય હૃતિ ચઉતીસા | મહદહ છપ્પઉમાઈ, કુરૂસુ દસગંતિ સોલસગં | ૨૦ ||
ચક્રવર્તીને જીતવા યોગ્ય વિજયો ચોત્રીશ છે. તથા પદુમાદિ છ મોટા સરોવરો અને કુરુક્ષેત્રમાં દશ થઈ કુલ સોળ સરોવરો છે. (૨૦)
ગંગા સિંધૂ રસ્તા, રવઈ ચઉ નઈઓ પર્યા ચઉદસહિં સહસ્તેહિં, સમગ વચ્ચતિ જલલિંમિ II ૨૧ I
ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી આ ચાર નદીઓ દરેક ચૌદ ચૌદ હજાર નદીઓ સાથે ભેગી થઈને સમુદ્રને મળે છે. (૨૧)
એવં અભિતરિયા, ચઉરો પણ અટ્ટવીસ સહસ્સેહિં. પુણરવિ છપ્પનેહિં, સહસ્તેહિં જંતિ ચઉ સલિલા II ૨૨ II
આમ અંદરની ચાર નદીઓ દરેક અઠ્યાવીશ હજારના પરિવાર સાથે તથા બીજી ચાર છપ્પન હજારના પરિવાર સાથે સમુદ્રને મળે છે. (૨૨)
કુરુમઝે ચઉરાસી, સહસાઇ તહ ચ વિજય સોલસસ, I બત્તીસાણ નઈણ, ચઉદસસહસાઇ પયં ii ૨૩ |
કુરુક્ષેત્રમાં ચોરાશી હજાર તથા સોળ વિજયમાં બત્રીસ મહાનદીઓમાં દરેકની ચૌદ ચૌદ હજાર (નદીઓ) છે. (૨૩)
ચઉદસ સહસ્સ ગુણિઆ, અડતીસ નઇઓ વિજય મઝિલ્લા સીયાએ નિવડંતિ, તહય સીયાઈ એમેવ | ૨૪ in
અથવા ચૌદ ચૌદ હજાર ગુણીને આડત્રીસ નદીઓ સીતોદામાં પડે છે. એ જ પ્રમાણે સીતામાં પણ જાણવું. (૨૪)