________________
ગાથા-શબ્દાર્થ
૬૩
સીયા સીઓયા વિ ચ, બત્તીસસહસ પંચ-લફખેહિં સબે ચઉદસ-લફખા, છપ્પન-સહસ-મેલવિયા II ૨૫ I
સીતા સીતોદા નદી પાંચ લાખ બાવીશ હજાર નદીઓ સાથે જાય છે. કુલ બધી થઈ (જંબુદ્વીપમાં) ચૌદ લાખ છપ્પન હજાર નદીઓ થાય છે. (૨૫)
છજ્જોયણે સકોસે, ગંગા-સિંધૂણ વિત્થરો મૂકે ! દસ ગુણિઓ પર્જતે, ઇય દુદુ ગુણણણ સેસાણ II ૨૬ II
ગંગા સિંધુનો મૂળ સ્થાને વિસ્તાર સવા છ યોજન છે. અંતે દશગુણો છે. બાકીની નદીઓનો બમણો-બમણો જાણવો. (૨૬)
જોયણ સમુચ્ચિઠ, કણયમયા સિહરિ-ચુલ્લ હિમવંતા ! રુપિમહાહિમવંતા, દુસઉચ્ચા રુપ-કણમયા II ૨૦ II
સો યોજન ઉંચા અને સુવર્ણના શિખરી અને લઘુ હિમવંત પર્વત છે. રુકુમી અને મહાહિમવંત પર્વત બસો યોજન ઉંચા તથા ચાંદી અને સુવર્ણના ક્રમશઃ છે. (૨૭)
ચત્તારિ જોયણસએ, ઉચ્ચિઠો નિસઢ નીલવંતો ચા નિસઢો તવણિજ્જમઓ, વેલિઓ નીલવંતગિરી ૨૮ II નિષધ અને નીલવંત ચારસો યોજન ઉંચા છે. નિષધ તપનીયમય છે અને નીલવંત પર્વત વૈડૂર્ય રત્નમય છે. (૨૮)
સલૅવિ પવ્યયવરા, સમયફિખરૂંમિ મંદરવિહૂણા | ધરણિતલે ઉવગાઢા, ઉસ્સહ ચઉત્થભાયંમિ II ૨૯ II
સમયક્ષેત્રમાં રહેલા મેરુ સિવાયના સર્વે મુખ્ય પર્વતો ભૂમિમાં ઉંચાઈના ચોથે ભાગે દટાયેલા છે. (૨૯)
ખંડાઇ ગાતાહિં, રસહિં દારેહિં જંબુદ્દીવસ . સંઘયણી સમ્મત્તા, રઇયા હરિભદ્ર-સૂરીહિં . ૩૦ |
ખંડ વગેરે ગાથાઓ વડે દશ દ્વારોથી શ્રીહરિભદ્રસૂરિએ રચેલી જંબુદ્વીપની સંગ્રહણી પૂરી થઈ. (૩૦)