________________
દ્વાર ૬ઠ્ઠ-૭મુ-કષાય-લેશ્યા
દ્વાર ઠ્ઠ - કપાય કષાય :- કષ = સંસાર, આય = લાભ જેનાથી સંસારનો લાભ થાય તે કષાય. તે ચાર છે. ક્રોધ, માન, માયા, લોભ. સર્વે દંડકમાં ચારે કષાય હોય છે.
( દ્વાર ૭મુ - વેશ્યા | જેનાથી આત્મામાં કર્મ ચોંટે તેવા કૃષ્ણાદિ દ્રવ્યોના સાન્નિધ્યથી આત્મામાં ઊભો થતો પરિણામ તે વેશ્યા. એમાં પરિણામને ભાવલેશ્યા કહેવાય છે; અને ભાવલેશ્યામાં કારણભૂત કૃષ્ણાદિ દ્રવ્યને દ્રવ્યલેશ્યા કહેવાય છે. આવી વેશ્યા છ છે.
લેશ્યાના પરિણામને સમજવા જાંબુ ખાવા ઈચ્છતા છ મનુષ્યોનું દિષ્ટાંત ઉપયોગી છે. તે આ પ્રમાણે છે –
૧ લા માણસે વિચાર્યું કે ઝાડને મૂળથી ઉખેડી નાંખીએ. ૨ જા માણસે વિચાર્યું કે મોટી ડાળીઓ કાપીએ. ૩ જા માણસે વિચાર્યું કે નાની ડાળીઓ કાપીએ. ૪ થા માણસે વિચાર્યું કે જાંબુના ઝુમખા કાપીએ. ૫ મા માણસે વિચાર્યું કે જાંબુના ફળ જ કાપીએ. ૬ ટ્ટા માણસે વિચાર્યું કે નીચે પડેલા જાંબુના ફળ ખાઈએ. ૧ લા માણસના જેવા અત્યંત ક્રૂર પરિણામ તે કૃષ્ણલેશ્યા. ૨ જા માણસના જેવા કંઈક ઓછા કૂર પરિણામ તે નીલલેશ્યા. ૩ જા માણસના જેવા તેથી ઓછા ક્રૂર પરિણામ તે કાપોતલેશ્યા. ૪ થા માણસના જેવા કંઈક સારા પરિણામ તે તેજલેશ્યા. ૫ મા માણસના જેવા વધુ સારા પરિણામ તે પદ્મવેશ્યા. ૬ ટ્ટા માણસના જેવા અત્યંત શ્રેષ્ઠ પરિણામ તે શુફલલેશ્યા.