________________
દ્વાર-૨-યોજન
ચિત્ર નં. ૧ ની સમજૂતી ૧૯૦ ખંડો સૂચવતા જંબૂદ્વીપના ચિત્રની સમજણ :
જંબૂઢીપના ચાલુ ચિત્રો આપણે જોઈએ છીએ, તેમાં પર્વતો ક્ષેત્રો વગેરે સ્પષ્ટ બતાવવાના હોવાથી તે ચિત્રોમાં ભરતક્ષેત્રાદિ સ્કેલ મુજબ બતાવાતા નથી. આ ચિત્રમાં ભરતાદિ ક્ષેત્રો તથા લઘુહિમવંતાદિ પર્વતો તેની પહોળાઈ મુજબ જ બતાવ્યા છે. ભરતક્ષેત્ર કરતાં લઘુહિમવંત પર્વત બમણા વિસ્તારવાળો છે. તેમ થાવત્ મહાવિદેહ ક્ષેત્ર સુધી જાણવું, ત્યાર પછી અડધા અડધા વિસ્તારવાળા પર્વતો તથા ક્ષેત્રો યાવત્ ઐરાવતક્ષેત્ર સુધી છે. તે જ રીતે આ ચિત્રમાં બતાવેલ છે. આ હિસાબ માત્ર ઉત્તર-દક્ષિણ પહોળાઈમાં જાણવાનો છે. પૂર્વ-પશ્ચિમની લંબાઈ તો દરેકની સ્વતંત્ર છે અને તે જંબૂદ્વીપના વળાંકના હિસાબે ભરતક્ષેત્રથી મહાવિદેહ ક્ષેત્રના મધ્ય સુધી વધતી, ત્યાર પછી ઐરવત ક્ષેત્ર સુધી ઘટતી જાણવી.
ખંડોના આંકડા પણ દરેક ક્ષેત્રની બાજુમાં આપેલ છે એ બધાનો સરવાળો કુલ ૧૯૦ ખંડો જંબૂદ્વીપમાં થાય છે.
(ભરત તથા એરવતક્ષેત્ર સ્કેલના હિસાબે અત્યંત સૂક્ષ્મ થઈ જવાથી કંઈક સ્પષ્ટ બતાવવા માટે સહેજ મોટા કર્યા છે.)
(દ્વાર ૨ - યોજન યોજન = ક્ષેત્રફળ અર્થાત્ જંબુદ્વીપમાં ૧ યોજન પ્રમાણ લાંબા-પહોળા ખંડ કેટલા?
દા.ત. આખા જંબૂદ્વીપમાં ૧ યોજન લાંબી, ૧ યોજન પહોળી લાદી જડવી હોય તો કેટલી જોઈએ?