________________
પદાર્થ પ્રકાશ ભાગ-૨
૧૩ ગીરનારથી ઉગ્ર વિહાર કરીને, તથા બીજીવાર નવાડીસાથી ઉગ્ર વિહાર કરી સંસારી માતાને સમાધિ આપવા આવ્યા હતા. મુંબઈમાં અનેક ચોમાસાઓમાં પણ તેઓની સમાધિ આરાધનાની વારંવાર ચિંતા કરતા, તથા તેમના ઘરે જઈ આરાધના કરાવતા.
વિ.સં. ૨૦૪પના આસો સુદ-૪ ના રાત્રે ભયંકર શ્વાસ ઉપડ્યો. કુટુંબીજનો સૌ ચેતી ગયા. ભેગા થઈ નવકારમંત્રની ધૂન સતત મચાવી. લગભગ સોળ કલાક સતત ધૂન ચાલી અને આસો સુદ-૫ બપોરે ૧.૩૫ વાગ્યે ૮૯ વર્ષની મનુષ્ય જીવનની યાત્રાને માર્ગાનુસારીના કર્તવ્યો, સમ્યગ્દર્શનની અને દેશવિરતિની આરાધના દ્વારા સફળ કરી, તેમનો આત્મા પરલોકની સફરે મુક્તિને નિકટ કરવા ઉપડી ગયો.