________________
૧૨
ન
જ
છે
5
દ્વાર ૧૧મુ-દર્શન (૨) અચક્ષદર્શન :- ચક્ષુ સિવાયની ૪ ઈન્દ્રિયથી તથા મનથી થતો સામાન્ય બોધ.
(૩) અવધિદર્શન - અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોનો સાક્ષાત્ સામાન્ય બોધ.
(૪) કેવલદર્શન - લોકાલોકના સર્વપદાર્થો વિષેનો સામાન્ય બોધ. કુલા દંડક | દર્શન || ૭ |સ્થાવર ૫, બેઈ, તેઈ. અચક્ષુ દર્શન ચઉરિન્દ્રિય
ચક્ષુદર્શન, અચક્ષુદર્શન ૧૫ દેવતા ૧૩, નારકી, તિર્યંચ | ચક્ષુ-અચક્ષુ-અવધિ-દર્શન ૧ | ગર્ભજ મનુષ્ય
ચારે દર્શન [ દ્વાર ૧૨ મું - ૧૩ મુ : જ્ઞાન-અજ્ઞાન] વસ્તુનો વિશેષ બોધ તે જ્ઞાન. મિથ્યાષ્ટિના વિશેષ બોધને અજ્ઞાન કહેવાય છે. સમ્યગ્દષ્ટિના વિશેષ બોધને જ્ઞાન કહેવાય છે. કુલ જ્ઞાન-૫, અજ્ઞાન-૩ (૧) મતિજ્ઞાન - પાંચ ઈન્દ્રિય અને મનથી થતો વિશેષ બોધ. (૨) શ્રુતજ્ઞાન :- શબ્દના આલંબનથી થતો વિશેષ બોધ.
(૩) અવધિજ્ઞાન :- અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોનો વિશેષ બોધ.
(૪) મન:પર્યવજ્ઞાન - મનુષ્યલોકમાં રહેલ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોએ ગ્રહણ કરેલ મનોવર્ગણાના પુદ્ગલોનો સાક્ષાત્ વિશેષ બોધ.
(૫) કેવલજ્ઞાન - લોકાલોકના સર્વ પદાર્થોના ત્રિમાલિક સર્વ પર્યાયોનો વિશેષ બોધ.