________________
મેરુપર્વત
પહોળાઈ પૂર્વે ખંડદ્વારમાં આપેલી છે. ઉંચાઈ વગેરે નીચે મુજબ
છે
३८
પર્વત
૧ | લઘુહિમવંત ૨ | મહાહિમવંત
૩ | નિષધ
૪ | નીલવંત
૫ | રુમી
૬
શિખરી
ઉંચાઈ
૧૦૦ યોજન | સુવર્ણમય
૨૦૦ યોજન
સોનાનો
શેનો બનેલો છે વર્ણ
પીળો
પીળો
૪૦૦ યોજન
૪૦૦ યોજન ૨૦૦ યોજન
૧૦૦ યોજન
તપનીય સુવર્ણ
| વૈસૂર્યમણિ ચાંદીનો
| સુવર્ણનો
લાલ
લીલો
ધોળો
પીળો
(જુઓ ચિત્ર નં. ૩)
મેરુ પર્વત ઃ- મહાવિદેહક્ષેત્રની બરાબર મધ્યમાં મેરુપર્વત છે. તે ૧ લાખ યોજન ઉંચો છે. તેમાં ૧ હજાર યોજન પૃથ્વીની અંદર છે. બાકી ૯૯ હજાર યોજન પૃથ્વીવી બહાર ઉંચો છે. મેરુપર્વતનો મૂળમાં વિસ્તાર ૧૦,૦૯૦ યોજન છે. ત્યાર પછી ૧૧-૧૧ યોજન ઉપર જતા ૧-૧ યોજન વિસ્તાર ઘટે. એટલે મેરુપર્વતની તળેટીનો વિસ્તાર ૧૦,૦૦૦ યોજન છે. મેરુપર્વતની તળેટીમાં (ભૂમિતલે) ભદ્રશાલવન છે. ભૂમિતલથી ૫૦૦ યોજન ઉંચે જતા ચારે બાજુ ૫૦૦ યોજનનો ખાંચો પડે છે, અર્થાત્ તેટલી જમીન સપાટ આવે છે. તેને નંદનવન કહે છે. વળી ઉપર ૬૨,૫૦૦ યોજન જતા એ જ રીતે ચારે બાજુ પાંચસો યોજનનો ખાંચો પડે છે; આને સોમનસ વન કહેવાય છે. અહીંથી ૩૬,૦૦૦ યોજન ઉપર જતા મેરુનું ઉપરિતલ આવે છે. આને પાંડકવન કહેવાય છે. પાંડકવનની મધ્યમાં ૪૦ યોજન ઉંચી ચૂલિકા છે. જે મૂળમાં ૧૨ યોજન તથા ઉપર ૪ યોજન પહોળી છે. એની ઉપર એક શાશ્વત ચૈત્ય છે. (જુઓ ચિત્ર નં. ૪)