________________
૪૩
દીર્ઘ વૈતાદ્ય પર્વતો પછી વક્ષસ્કાર પર્વત, પછી વિજય, પછી નદી - આમ વિજય પછી એક વખત વક્ષસ્કાર પર્વત આવે, બીજી વખત નદી આવે, વળી વિજય પછી વક્ષસ્કાર પર્વત આવે. એમ કુલ આઠ વિજય વચ્ચે ચાર વખત પર્વત અને ત્રણ વખત નદી આવે. છેલ્લી વિજય પછી વનખંડ આવે અને મહાવિદેહ ક્ષેત્ર પૂર્ણ થાય.
આમ એક એક વિભાગમાં ચાર વક્ષસ્કાર પર્વત (તથા ૮ વિજય) થઈ મહાવિદેહ ક્ષેત્રમાં કુલ ૧૬ વક્ષસ્કાર પર્વતો (તથા ૩૨ વિજયો) થાય છે. આ વક્ષસ્કાર પર્વતો નિષધ-નીલવંત પાસેથી શરૂ થઈ સીતા સીતોદા નદી આગળ પૂરા થાય છે. મૂળમાં એટલે પર્વત આગળ 800 યોજન ઉંચા તથા નદી આગળ પ00 યોજન ઉંચા હોય છે. પહોળાઈ દરેકની સર્વત્ર પ00 યોજન છે. લંબાઈ વિજયની લંબાઈ જેટલી છે.
(જુઓ ચિત્ર નં. ૬) દીર્ઘ વૈતાઢ્યો ૩૪ :- ઉપર મહાવિદેહ ક્ષેત્રના પ્રત્યેક વિભાગમાં આઠ વિજયો આવે છે, તે જોઈ ગયાં. આમ કુલ મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિજયી થઈ. આ દરેક વિજયભૂમિમાં છ ખંડ થાય છે અને મનુષ્યો તિર્યંચો વગેરે વાસ કરે છે અને તે કર્મભૂમિ હોઈ ખેતી વ્યાપાર વગેરેથી વ્યવહાર ચાલે છે.
આ દરેક વિજયની મધ્યમાં વિજયને બે ભાગમાં વહેંચ પશ્ચિમ લાંબો (વિજયની પહોળાઈ જેટલો) તથા ઉત્તર-દક્ષિણ પ0 યોજન પહોળો, ૨૫ યોજન ઉંચો વૈતાદ્ય પર્વત આવેલો છે. વૈતાઢ્ય પર્વતની ૨૫ યોજન ઉંચાઈ સીધી નથી પરંતુ ભૂમિતલથી માંડીને ૫૦ યોજન પહોળાઈ ૧૦ યોજન ઉંચાઈ સુધી એકસરખી રહે છે, પછી બે બાજુ દશ દશ યોજનના ખાંચા પડે છે અને વચ્ચે ત્રીશ યોજન પહોળાઈવાળો સમાન પહોળાઈથી દશ યોજન ઉંચાઈવાળો પર્વત બને છે. ત્યાર પછી વળી દશ દશ યોજનના બે બાજુ ખાંચા પડે છે. અને દશ યોજન