________________
દ્વાર ૪ થુ-સંજ્ઞા
તે |
ચાર સંજ્ઞા :- આહાર, ભય, મૈથુન, પરિગ્રહ.
દશ સંજ્ઞા :- ઉપરની ચાર + ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લોક. ચોવીશે દંડકમાં બધી જ સંજ્ઞા હોય છે.
દ્વાર પમુ - સંસ્થાન સંસ્થાન :- શરીરની આકૃતિ વિશેષ. સંસ્થાન કુલ છ પ્રકારના છે.
(૧) સમચતુરસ સંસ્થાન - સામુદ્રિકશાસ્ત્રમાં કહેલા ઉત્તમ પુરુષના લક્ષણ અને પ્રમાણથી યુક્ત શરીર હોય જેમાં -
(૧) જમણા ઢીંચણ અને ડાબા ખભા વચ્ચેનું, (૨) ડાબા ઢીંચણ અને જમણા ખભા વચ્ચેનું, (૩) બે ઢીંચણ વચ્ચેનું, (૪) મસ્તક અને પલાંઠી વચ્ચેનું, દરેક સંજ્ઞા ઉત્પન્ન થવામાં ચાર ચાર કારણો છે. તે નીચે મુજબ છે -
૧) આહાર સંજ્ઞા :- (૧) પેટ ખાલી થવાથી. (૨) ક્ષુધા વેદનીય કર્મના ઉદયથી. (૩) આહારના શ્રવણ અને દર્શનથી. (૪) તેના ચિંતનથી.
૨) ભય સંજ્ઞા :- (૧) સત્ત્વહીનતાથી. (૨) ભય મોહનીય કર્મના ઉદયથી. (૩) ભયના હેતુઓના દર્શન કે શ્રવણથી. (૪) સતત ભયના ચિંતનથી.
૩) મૈથુન સંજ્ઞા :- (૧) માંસ અને લોહીની પુષ્ટતાથી. (૨) વેદ મોહનીય કર્મના ઉદયથી. (૩) મૈથુનના નિમિત્તોના દર્શન કે શ્રવણ વગેરેથી. (૪) સતત મૈથુનના ચિંતનથી.
૪) પરિગ્રહ સંજ્ઞા :- (૧) અવિમુક્તપણાથી. (૨) લોભ મોહનીય કર્મના ઉદયથી. (૩) પરિગ્રહના દર્શન કે શ્રવણથી. (૪) સતત પરિગ્રહના ચિંતનથી
- દર્શનરત્નરત્નાકર ભાગ બીજો. ૫) ઓઘ સંજ્ઞા :-પૂર્વના સંસ્કારોથી થતી સામાન્ય સંજ્ઞા. વેલડીઓ જમીન છોડી ભીંત, વૃક્ષ અથવા વંડા ઉપર ચઢે છે. અથવા બાળકો જન્મતાં જ સ્તનપાન કરે છે વગેરે ઓઘ સંજ્ઞા છે.
૬) લોક સંજ્ઞા :- લોકવ્યવહારને અનુસરવાની વૃત્તિ.