________________
પદાર્થ પ્રકાશ ભાગ-૨
૧૧ ૨૫. મુંબઈ પરેલ મધ્યે વિકાસ એપાર્ટમેન્ટમાં જૈન દહેરાસરજીમાં
ખનનવિધિમાં ૧ શિલાનો લાભ લીધો. ૨૬. મુંબઈ પરેલ મધ્યે વિકાસ એપાર્ટમેન્ટમાં જૈન દહેરાસરજીમાં
શ્રી શાન્તિનાથજી ભ.ની પ્રતિષ્ઠાનો લાભ લીધો. ૨૭. મધ્યપ્રદેશમાં શ્રી નવરત્નસાગરસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી
એક ઉપાશ્રયના જીર્ણોદ્ધારનો લાભ લીધો. ૨૮. ખંભાત શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી દહેસારજીમાં પૂજ્ય દાદીમાં - ચુનીબાએ ચાંદીની નાની પ્રતિમાજી ભરાવી તથા દહેરાસરજીમાં
પધરાવી. ૨૯. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દહેરાસરજીમાં જમીનમાંથી નીકળેલા
સંપ્રતિ રાજાના ભરાવેલા શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિષ્ઠાનો
લાભ લીધો. ૩૦. અનેક પુસ્તકો લખાવ્યા, પ્રકાશિત કરાવ્યાં.
ઉપરાંત વિવિધ ચૈત્યો-ઉપાશ્રયોમાં દાનો, સંઘપૂજનો, પ્રભાવનાઓ, વૈચાવચ્ચ, જ્ઞાનભક્તિ, સાધર્મિક ભક્તિ વગેરે, સાત ક્ષેત્રો, અનુકંપા, જીવદયા વગેરેમાં દાન, નાના નાના સંઘપૂજન, પૂજા, આંગીઓ, પ્રભાવનાઓ વગેરેના અનેક સુકૃતોથી તેઓશ્રીએ જીવન મઘમઘાયમાન બનાવી દીધું. આટલા બધા સુકૃતો છતાં મનમાં જરાય માન નહીં. તેમના નિર્માણ કરાવેલ મંદિરોમાં કે ઉપાશ્રયોમાં હજી તેમના નામની ખાસ કોઈ તકતી વગેરે પણ લગાવી નથી. તેમજ તેવી કોઈ ઉત્કંઠા પણ તેમને જાગતી નહીં.
છેલ્લા વર્ષોમાં કુટુંબ પરના મમત્વભાવને પણ ઉતારી દીધું. માત્ર આરાધનામાં જ લાગી ગયા. રોજ ચોવીસે કલાક આરાધનાની લગની. દિવસે પૂજાદિ આવશ્યક ક્રિયાઓ સાથે સામાયિકમાં જ કાળ પસાર કરે. રાત્રે પ્રતિક્રમણ પછી જાપ વગેરે કરે.