________________
૫૨
દ્વાર ૮-વિજય બાજુ ૫૫-૫૫ વિદ્યાધરની નગરીઓ હોય છે. જંબૂદ્વીપમાં કુલ વિદ્યાધરની નગરીઓ ૩૪ X ૧૧૦ = ૩,૭૪૦.
દ્વાર ૮ - વિજય) મહાવિદેહની ૩૨ વિજયો પૂર્વે બતાવેલ છે. ભારત અને ઐરાવતને પણ વિજય તરીકે ગણાય એટલે કુલ જંબૂદ્વીપમાં ૩૪ વિજય થઈ. દરેક વિજયમાં છ ખંડ હોય છે. ચક્રવર્તી છયે ખંડને જીતી લે છે. ચક્રવર્તી એટલે આખી વિજયનો માલિક. ચક્રવર્તીને જીતવા યોગ્ય ક્ષેત્ર તે વિજય.
વલ્સ
( ૩૨ વિજયના નામ | "પૂર્વ-ઉત્તર | પૂર્વ-દક્ષિણ | પશ્ચિમ-દક્ષિણ | પશ્ચિમ-ઉત્તર કચ્છ
પક્ષ્મ
વપ્ર. સુકચ્છ સુવન્સ સુપક્ષ્મ સુવપ્ર મહાકચ્છ મહાવત્સા મહાપક્ષ્મ મહાવ, કચ્છાવતી વત્સાવતી પદ્માવતી વપ્રાવતી આવર્ત ૨મ્યા શંખ
વ મંગલાવર્ત
નલિન
સુવ પુષ્કલ રમણીય
ગંધિલ પુષ્કલાવતી
મંગલાવતી નલિનાવતી ગંધિલાવતી
૨મ્ય
કુમુદ
૨૫. વિજયોના નામ પૂર્વ-ઉત્તરમાં મેરુ તરફથી શરૂ થાય છે અને પ્રદક્ષિણા વર્તે ૩૨ વિજયોનાં નામ જાણવાં, એટલે કે મેરુ તરફ માલ્યવંત પર્વતની નજીકથી કચ્છ વિજય શરૂ થઈ પૂર્વ-ઉત્તર તરફ છેલ્લી પુષ્કલાવતી વિજય, પછી વનખંડ, પછી નીચે પૂર્વ-દક્ષિણની વિજયો વનખંડની નજીકથી શરૂ થઈ યાવત્ ૧૬મી મંગલાવતી વિજય મેરુ તરફની આવે, પછી ૧૭મી પશ્ચિમ-દક્ષિણમાં મેરુ તરફની પહેલી શરૂ થઈ, ૨૪મી નલિનાવતી પશ્ચિમ-દક્ષિણમાં છેલ્લી વનમુખ તરફ આવે. પછી ઉપર ૨૫મી વપ્ર વિજય વનખંડ તરફની અને ક્રમશઃ યાવતુ છેલ્લી ગંધિલાવતી વિજય પશ્ચિમ-ઉત્તરમાં મેરુ તરફની જાણવી.