Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009207/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स श्री आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गूरुभ्यो नम: કારણ કે “તે” સાધુ હતા લઘુ વ્યાખ્યાન શ્રેણી મુનિ દીપરત્નસાગરજી [M.com., M.Ed., Ph.D.] 29/10/2015 ગુરુવાર ૨૦૭૧ આસો વદ ૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स श्री आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरुभ्यो नम: કારણ કે “તે” સાધુ હતા એક અભિનવ પરિશીલન વ્યાખ્યાતા-મુનિ દીપરત્નસાગરજી ભૂમિકા--- વિશિષ્ટ પ્રતિભાઓને અલગ મોડ આપી કેટલાંક તેજસ્વી પાત્રોને અભિનવ દ્રષ્ટિએ મૂલવવાના પ્રયાસ રૂપે આ સંગ્રહમાં એક ચિંતન રજૂ થયું છે. આ બધાં પાત્રોનું કથાવસ્તુ અતિ પ્રચલિત છે. અનેક ગ્રંથકારે તેનું શબ્દચિત્રણ કરેલું છે. તેથી મૂળ કથાનકને અહી અત્યલ્પ શબ્દોમાં પ્રસ્તુત કરી કથાનકના પડછાયામાં રહેલી ઉપદેશાત્મક બાબતને અલગ દ્રષ્ટિકોણથી અને તલસ્પર્શી રીતે રજૂ કરવામાં આવી છે. કથાનકોના સંખ્યાત્મક પાસાનો સ્પર્શ તો ક્ષિતિજના આદિત્યને હસ્તમાં ગ્રહણ કરવા સમ છે. કેમકે ભવિજીવોના પ્રતિબોધ માટે ઉપદેશાવેલ છઠ્ઠા અંગસૂત્ર “જ્ઞાતા-ધર્મ “કારણ કે તે સાધુ હતા” [2] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #3 -------------------------------------------------------------------------- ________________ કથામાં જ મૂળ સ્વરૂપે (3,50,00,000) ત્રણ કરોડ, પચાસ લાખ કથાનકો હતાં. પણ તેના ગુણાત્મક પાસાને વિચારીએ તો પરમાત્માએ આ આગમસૂત્રમાં કથાના માધ્યમથી વિભિન્ન સ્વરૂપે વૈરાગ્ય-બોધ આપવાના દ્રષ્ટિબિંદુથી જ આ કથાનકોનું વ્યાખ્યાન કરેલ હતું. છે. આ વિભિન્ન દ્રષ્ટિબિંદુમાંથી એક અભિનવ દ્રષ્ટિબિંદુ તે છે - કારણ કે તે સાધુ હતા.” એક વખત પણ સંયમજીવનનો સ્પર્શ પામેલ આત્મા ભવાંતરમાં તે સ્પર્શની ભીનાશથી વાસિત થઇ, તે સુગંધથી મઘમઘીત બની પોતાની સર્વોચ્ચ વિકાસકથાને હાંસલ કરવા કેટલો શક્તિમાન બની શકે છે ? તે બાબતની વિચારણા કરતાં આપણે થઇ શકીએ તેવા એકમાત્ર દ્રષ્ટિબિંદુથી આ “માઈલસ્ટોન” મૂક્યા છે. મોક્ષપ્રાપ્તિ એ આપણી યાત્રાનું લક્ષ્યસ્થાન છે. મોક્ષમાર્ગની ઈત્તર દિશા એ આપણી વર્તમાન સ્થિતિ છે અને મોક્ષમાર્ગે કદમ માંડી ચૂકેલા વટેમાર્ગ માટે આ “માઈલસ્ટોન એ યાત્રાનું અંતર દર્શાવતી પ્રતિભાઓ છે. - * * * * * * * * * * * * ક મ મ - “કારણ કે તે સાધુ હતા” [3] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #4 -------------------------------------------------------------------------- ________________ અભિનવ પરિશીલનમાં સમાવિષ્ટ કથાપાત્રો ક્રમ કથા-પાત્ર | ક્રમ કથા-પાત્ર | 1 | ભરત ચક્રવર્તી 2 | બાહુબલી 3 સુંદરી | 4 | ચિલાતીપુત્ર 5 | કૂરગડુ. | 6 | માસતુસ મુનિ 7 મેતાર્ય મુનિ 8 નંદીષણ મુનિ 9 વલ્કલચિરી | 10 જંબુસ્વામી 11 ઈલાચિપુત્ર 12 આદ્રકુમાર 13 હરિકેશ મુનિ | 14 | અષાઢાભૂતિ 15 સતિ સીતા 16 મહાબલકુમાર 17| ચંડકૌશિક 18 ધર્મરુચિ 19 | તેટલીપુત્ર | 20 | કુર્માપુત્ર 21 | ક્ષુલ્લકમુનિ | 22 | સુવત સાધુ 23 | બ્રાહ્મણી | 24 | અરણીક મુનિ 25 | સુભદ્રા “કારણ કે તે સાધુ હતા” [4] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧- ભરત ચક્રવર્તી શ્રી ઋષભદેવ ભગવંતના જ્યેષ્ઠ પુત્ર, ભરતભૂમિના સ્વામી, નિરવદ્ય સામ્રાજ્યના માલિક થયા. ચૌદ મહારત્નો, નવ મહાનિધિ, ૧૬ હજાર દેવો, ૩૨ હજાર રાજવી, ૬૪ હજાર મનોહર સુંદરી, ૩૨-૩૨ પાત્રબદ્ધ ૩૨ હજાર નાટકો, ૩૬૦ રસોયા, ૧૮ શ્રેણી-પ્રશ્રેણી જનો, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૯૬ કરોડ પાયદળ, ૭૨ હજાર પુરૂવર, ૩૨ હજાર જનપદ, ૯૬ કરોડ ગામ, ૯૯ હજાર દ્રોણમુખ, ૮૪ હજાર પટ્ટણ, ૨૪ હજાર કર્બટ, ૨૪ હજાર મંડલ, ૨૦ હજાર આકર, ૬ હજાર ખેટક, ૧૪ હજાર સંવાહક, પ૬ અંતરોદક, ૪૯ હજાર કુરાજ્યો, વિનીતાનગરી અને સંપૂર્ણ ભરતક્ષેત્રનું સ્વામિત્વ પ્રાપ્ત કર્યું છે તેવા ભરત ચક્રીએ ૬ લાખ પૂર્વમાં ૧૦૦૦ વર્ષ ઓછું. એટલું સામ્રાજ્ય ભોગવ્યું. ખાવાપીવાના, મનોહર સ્ત્રીઓના અને રાજ્યલક્ષ્મીના અખૂટ ભોગો ભોગવી રહ્યા છે. પોતાના અરીસાભવનમાં એટલે કે શણગાર ગૃહમાં બેસીને શણગાર સજી રહ્યા છે. એવા સમયે તેમની એક આંગળીમાંથી અંગૂઠી સરી પડે છે. આંગળીની શોભા કંઈક “કારણ કે તે સાધુ હતા” [5] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #6 -------------------------------------------------------------------------- ________________ ઘટી ગયેલી જોઈ, મનોમન વિચારધારા પલટાઈ જાય છે. “શું આ શરીરની શોભા આભૂષણોથી જ છે? તે મને ખપતું નથી આભૂષણોની શોભાવાળું શરીર ! હવે તો ભરતચક્રીને આત્માની શોભાની ખેવના જાગી ગઈ. ત્યાં જ સર્વે આભૂષણો ઉતારવા લાગ્યા. વૈરાગ્યના શુદ્ધ પરિણામોની વૃદ્ધિ થવા લાગી. રાજ્યલક્ષ્મી, સ્ત્રી-પરિવાર, ભોગવિલાસ બધાનું મમત્વ મનથી જ ખંખેરી નાખ્યું અને મમત્વ કે મૂર્છારૂપ સઘળા પરિગ્રહને ત્યજી દઈ ભરત ચક્રી બન્યા કેવલી. સંયમશ્રેણીના પ્રથમ સ્થાનેથી આરંભાયેલી યાત્રા ચોટી સુધી પૂર્ણ થઇ ગઈ. ગૃહસ્થ-લિંગ ત્યાગી બની ગયા ભરત મુનિ. પણ કેમ? આટલી લક્ષ્મી, સ્ત્રીઓના મોહ બધું જ કઈ રીતે છૂટી ગયું? એ પણ ગૃહસ્થપણામાં ? એ પણ શણગાર ખંડમાં ? એ પણ ચક્રવર્તીપણામાં ? બસ, એક જ કારણ, “કારણ કે તે સાધુ હતા.” પૂર્વના ભવમાં “મહીધર” નામક રાજકુમાર, રાજકુમાર અવસ્થામાં દીક્ષા ગ્રહણ કરેલી, ત્યારે પણ ગુણાકર મુનિની નિર્મળ વૈયાવચ્ચ કરેલી. પરંપરાએ “બાહુ” નામક મુનિ પણ બન્યા. આ ‘બાહુ મુનિના ભવમાં પણ 500 સાધુઓને વિશુદ્ધ “કારણ કે તે સાધુ હતા” [6] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #7 -------------------------------------------------------------------------- ________________ આહાર લાવી આપી નિર્મળ ગોચરી-ભક્તિ કરવાના અભિગ્રહધારી મુનિ બન્યા. આહાર આદિથી કરેલ વિશુદ્ધ ભક્તિ તેના ચક્રવર્તીપણાનું કારણ જરૂર બની, પણ આરાધક ભાવે કરાયેલી ભક્તિથી ઉપાર્જિત કર્મ તેને સંસારમાં જકડનાર બેડીરૂપ ન બન્યું. બળે ભવના મુનિપણાના સંસ્કાર અને વિશુદ્ધ સાધુધર્મની આરાધનાએ તેને ચક્રવર્તીપણાની મૂર્છાથી દૂર લઇ ગયા અને બની ગયા ભરત કેવળી મોક્ષના અધિકારી. “કારણ કે તે સાધુ હતા.” પૂર્વેની સાધુપણાની સ્પર્શના તેને માટે બની ગયો સિદ્ધશિલાનો પાસપોર્ટ. બસ, આ જ છે મોક્ષમાર્ગના પ્રબળ પુરૂષાર્થી ભરત ચક્રીની પ્રાગૈતિહાસિક પ્રતિભા. == = + == = + = == + = = = + == = “કારણ કે તે સાધુ હતા” 7] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨- બાહુબલી બાહુબલીએ યુદ્ધભૂમિમાં સંયમ અંગીકાર કર્યો. ભરતે અશ્રુભીની આંખે પુનઃ રાજ્યનો સ્વીકાર કરવા કાકલૂદી કરી. નથી જોઈતું મારે ચક્રીપણું, નથી જોઈતું આ રાજ્ય. ભાઈ ! ૯૮ ભાઈઓ તો પહેલા જ મને છોડી ગયા અને તું પણ ! પણ નહીં, બાહુબલી તો મૌન ધારણ કરીને કાયોત્સર્ગે સ્થિર થઇ ગયા. યુદ્ધના મેદાનમાં ૧૨ વર્ષથી લડતા બાહુબલીને ક્યાંથી આવ્યો આ વૈરાગ્ય? ક્યાંથી આવી આ દ્રઢતા ? ચક્રી ભરતે જ્યારે યુદ્ધનું કહેણ મોકલ્યું ત્યારે તો એ જ બાહુબલી બોલેલા કે “ શું ભરત ઘડીકમાં ભૂલી ગયો કે અમે ગંગાતીરે જ્યારે સાથે રમતા હતા ત્યારે મેં તેને ઉપાડી આકાશમાં ઉછાળેલો અને પૃથ્વી ઉપર પડતાં પહેલાં ઝીલી લીધેલો ? એ શું ભરત ભૂલી ગયો કે આવો તો મેં તને અનેક વખત હરાવ્યો છે?” ..... પછી તો સામસામી સેના ગોઠવાઈ. બાર વર્ષ પર્યંત ભયાનક યુદ્ધ ચાલ્યું. અનેક જીવોનો સંહાર થયો. શક્રેન્દ્રના વચને સંહાર અટકાવી, ભરત - બાહુબલી બે જ વચ્ચે યુદ્ધ થયું. તેમાં દ્રષ્ટિ-બાહુ-મુષ્ટિ-દંડ અને વચન એ પાંચે પ્રકારના “કારણ કે તે સાધુ હતા” મુનિશ્રી દીપરત્નસાગરજી [8] Page #9 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધમાં પણ ભરત હારી ગયો.જ્યારે ભરત આ હાર પચાવી ન શક્યો ત્યારે ચક્રરત્ન મૂક્યું. બાહુબલી પણ ક્રોધાવેશમાં આવીને બોલી ઉઠ્યા કે આ તારા ચક્રરત્નને ચૂર્ણ કરી દઈશ. ત્યારે ભારતે મુઠ્ઠી મારી અને બાહુબલી જંઘા સુધી ભૂમિમાં ઉતરી ગયા. જેવા બાહુબલી મુઠ્ઠી મારવા ધસ્યા કે દેવો બોલ્યા, “ બાહુબલી, મુઠ્ઠી મારશો નહી. અન્યથા ભરત ચૂણિભૂત થઇ જશે.” બાહુબલીએ ત્યાં જ સ્વયં મસ્તકના વાળનો લોચ કરી દીધો. ચારિત્ર ધારણ કરી કાયોત્સર્ગમાં સ્થિર થઇ ગયા. પણ ક્યાંથી આવ્યો આ ભાવ ? જેમના પરિણામો બાર-બાર વર્ષથી યુદ્ધમય છે, ‘મારું કે મરું-ના ભાવો છે, આવા ભયંકર ક્રોધ-ક્લેશયુક્ત માનસમાં ક્ષમાભાવના અને વૈરાગ્યના બીજ રોપાયાં ક્યાંથી? જે માનવીએ બાર-બાર વર્ષ આ ભૂમિરૂપ પરિગ્રહને માટે ક્રોધ-માન-કષાયને પોષ્યા તેમાં અચાનક આ વિરતિભાવ અને કષાયોની ઉપશાંતિનાં પરિણામ આવ્યા ક્યાંથી ? બસ, એક જ ઉત્તર - “કારણ કે તે સાધુ હતા.” “કારણ કે તે સાધુ હતા” [9] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #10 -------------------------------------------------------------------------- ________________ પૂર્વના ભવમાં સુબુદ્ધિ મંત્રીપુત્ર છે. ગુણાકર મુનિની નિર્મળ વૈયાવચ્ચ કરી છે, દીક્ષા અંગીકાર કરી છે, ફરી પણ મનુષ્યભવ પ્રાપ્ત કરી “સુબાહુ” નામે મુનિ બન્યા છે. તે ભવમાં પણ 500 સાધુઓની શરીરની ચાકરી કરીને અનન્ય બળ ઉપાર્જન કર્યું. પણ આ પૂર્વે પાળેલું સાધુપણું અને મોક્ષમાર્ગની વિશુદ્ધ આરાધનાનું બળ તેમને બાહુબલીના ભવમાં પણ ચારિત્રના પરિણામને દેનારા થયા. એક વખત પણ વિશુદ્ધ ભાવથી કરાયેલી સંયમની સ્પર્શના બાહુબલીને યુદ્ધભૂમિમાં વૈરાગ્યાદાતા બનાવી ગઈ. નહીં તો ક્યાં ચક્રવર્તીનું બળ ? ક્યાં ચક્રવર્તીનું સૈન્ય ? કેટલા દેવતા અને સુભટોની સહાય ? છતાં બાર-બાર વર્ષ પર્યંત યુધ્ધમાં જીતી ન શક્યા? અરે ખુદ ચક્રવર્તી પણ જે સામાન્ય મનુષ્યને હરાવી ન શક્યા એટલું જેમનું બાહુબળ હતું– પણ ના.! આ બાહુબળની પ્રાપ્તિ આરાધક એવા વૈયાવચ્ચ ભાવની હતી. સુવિશુદ્ધ સંયમ આરાધનાની ઝળહળતી જ્યોતના પ્રકાશમાં આ એક પ્રાગૈતિહાસિક પ્રતિભાનું તેજ દેદીપ્યમાન બન્યું હતું. માટે જ તે મોક્ષમાર્ગનો પુરૂષાર્થી “કારણ કે તે સાધુ હતા” [10] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #11 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધભૂમિમાં યોદ્ધો મટીને સંત બની ગયો. ક્રોધાગ્નિને ક્ષમાના વારિથી શીતળ બનાવી દીધો. પરિગ્રહના પાપને ઠેલીને એક જ સ્થાને કાયોત્સર્ગસ્થિત કરી દીધા. બધાં પાછળ બસ એક જ ચિંતનીય તત્વ - “કારણ કે તે સાધુ હતા.” === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [11] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #12 -------------------------------------------------------------------------- ________________ ૩ સુંદરી આપણી અનુપ્રેક્ષાનું આ “એક અભિનવ પરિશીલન” ચાલી રહેલ છે, તેમાં મહાસત્વશાળી નરરત્નો જ નહીં, મહાસતીરૂપ આર્યા કે નારીરત્નોની ઝાંખી પણ કરી લઇએ. “કારણ કે તે સાધુ હતા.” માઈલસ્ટોનનું ત્રીજું પાત્ર છે “સુંદરી”. ભગવંત શ્રી ઋષભદેવ અને સુનંદાના પુત્રીરત્ના. ચક્રવર્તી જેવો રાજવી જેની સાથે પરણવાના કોડ માંડીને બેઠો છે, છતાં જેને આવા સ્વરૂપવાન રાજવીનો મોહ નથી, તેના છ ખંડના રાજ્યની જેને સ્પૃહા નથી, ૯૬ કરોડ પાયદળની જેને તમા નથી. આ સર્વે ઋદ્ધિ-સિદ્ધિ જેને તૃણ સમાન ભાસે છે, એવી આ સુંદરી'ના અદભૂત પાત્રમાં ઝળકતો વૈરાગ્ય જોઇને થાય કે આ નારીરત્નમાં આવો ઉચ્ચતમ ભાવ આવ્યો ક્યાંથી? અરે ચારિત્રપ્રાપ્તિ માટેનો તેણીનો પુરૂષાર્થ જૂઓ ! સુંદરીના રૂપમાં દીવાનો બનેલ ચક્રવર્તી ૬૪૦૦૦ કન્યાને પામ્યા પછી પણ સુંદરી સાથે વિવાહના ભાવોને મનોભવનમાં ધારણ કરીને બેઠો છે ત્યારે આ તરફ સુંદરી આયંબિલનો તપ આદરીને બેઠી છે. તે આયંબિલ તપ પણ “કારણ કે તે સાધુ હતા” [12] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #13 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ- એક અઠવાડિયુંએક માસ કે એક વર્ષ નહીં, પૂરા સાઈઠ હજાર વર્ષ સુધી. સાઈઠ-સાઈઠ હજાર વર્ષનો તપ પણ શેના માટે ? મારા રૂપ અને યૌવનનો મોહ ચક્રવર્તીને છે માટે ચારિત્ર લેવા રજા નથી આપતો ને ? તો ખત્મ કરી દો આ રૂપ-યૌવનને. ચારિત્રના માર્ગે વિઘ્નરૂપ બનતું શરીર ન જોઈએ. ન જોઈએ આ રૂપ, જે મને સંયમ અંગીકાર કરવામાં બાધારૂપ બની જાય છે. ક્યાંથી આવ્યા આ પરિણામ? કે જે સ્ત્રીને રાફુખવૈભવ-લક્ષ્મી-ભોગ-વિલાસ-રિદ્ધિ અને ખુદ પોતાના શરીરની સ્પૃહાનો પણ ત્યાગ કરાવી દે? .....બસ, એક જ કારણ - કારણ કે તે સાધુ હતા.” પૂર્વે પાંચમાં ભવમાં ગુણાકર નામે શ્રેષ્ઠીપુત્ર છે. તે ભવમાં ઉગ્ર તપસ્વી એવા ગુણાકર મુનિની નિર્મળ વૈયાવચ્ચ કરીને પ્રવજ્યા અંગીકાર કરેલી. સુંદર ચારિત્રપાલન કરીને અશ્રુત દેવલોકે ગયા. ત્યાંથી વસેન તીર્થકરના પુત્રરત્નપણાને પામ્યા. મહાપીઠ' નામક આ પુત્રે પણ દીક્ષા ગ્રહણ કરી. મહાપીઠના ભવમાં કરેલ અદભૂત તપશ્ચર્યાથી તપના અંતરાયકર્મોને ખપાવતા સુંદરીના ભાવમાં પણ ૬૦ હજાર વર્ષ સુધી “કારણ કે તે સાધુ હતા” [13] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #14 -------------------------------------------------------------------------- ________________ આયંબિલ તપ કરવાનું સામર્થ્ય ઉત્પન્ન થયું. અને આ સાધુજીવનની જે સુવિશુદ્ધ આરાધના કરી તે એક વખતનું સાધુપણું જ આ નારીરત્ન માટે મોક્ષનગરીનો પથપ્રદર્શક માઈલસ્ટોન બની ગયો. આ હતી જિનશાસનની યાદગાર તવારીખ સમી મોક્ષમાર્ગની પ્રબળ પુરૂષાર્થી આર્યારત્ના પણ આપણી ચિંતનયાત્રાનો એક માત્ર મુદ્દો જે તેને પ્રાગૈતિહાસિક કાળની પ્રતિભા બનાવી ગયો તે એ જ કે - ચારિત્રનો આવો દ્રઢ રાગ અને સંસારની સંપૂર્ણ વિરક્તિનું જો કોઈ કારણ હોય તો પૂર્વે પાળેલું સાધુપણું. === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [14] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪-ચિલાતીપુત્ર ચોરોની સેનાનો સ્વામી, ક્રૂર-ઘાતકી અને નિર્દય એવો એક ઉન્માર્ગે ચડેલો આ માનવી છે. પોતાની પ્રાણપ્યારી વલ્લભા એવી સુંસમાનું ધડથી અલગ કરાયેલ મસ્તક એક હાથમાં લટકી રહ્યું છે, બીજા હાથમાં ક્રોધરૂપ કષાયને પ્રગટ કરતુ એવું લોહીસીચિત ખડ્ગ છે. અંતરમાં મોહ અને ક્લેશરૂપી જ્વાળાઓ ભડકી રહી છે. સાથે શરીર પણ શ્રમિત છે અને ભૂખની ભૂતાવળે ભરડો લીધો છે. આવી વિષમ શારીરિક - માનસિક સ્થિતિમાં રહેલા ચિલાતીપુત્રને ફક્ત ત્રણ જ શબ્દો - ૩પશન, વિવે અને સંવર મોક્ષમાર્ગનો પ્રવાસી બનાવી ગયા. પણ કેમ ?- કયો ચમત્કાર સર્જાયો આ રાગ-દ્વેષના દ્વંદ્વમાં ફસાયેલા માનવીના જીવનમાં ? કે જેણે તેના કામરાગ અને ક્રૂર પરિણામથી ભડભડ બાળી રહેલા તેના આત્મામાં અકલ્પ્ય પરિવર્તન આણી દીધું ? અનેક પ્રવચનોના શ્રવણ કરતાં આપણા જીવનને ન સ્પર્શી શકતી વાતો એ આ માનવીમાં ફક્ત ત્રણ જ શબ્દોએ કેવો ચમત્કાર સર્જી દીધો કે રૌદ્રધ્યાનથી નરકગામી બનવા “કારણ કે તે સાધુ હતા” [15] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #16 -------------------------------------------------------------------------- ________________ જઈ રહેલ આ જીવને પળવારમાં દેવલોકમાં બિરાજમાન કરી દીધો. કારણ ? માત્ર એક જ કારણ - કારણ કે તે સાધુ હતા.” યજ્ઞદેવ સાધુધર્મમાં નિશ્ચલ બન્યો છે. સમગ્ર સ્વજન વર્ગને પણ પ્રતિબોધ કર્યો છે પણ સ્વપત્નીને તેનો રાગ હજી ચિત્તમાંથી ખસ્યો નથી. સજ્જડ સ્નેહાનુરાગથી તેની પત્ની યજ્ઞદેવમુનિને દીક્ષા છોડાવવા પ્રયત્નશીલ બની છે. નિશ્ચલ એવા મુનિ ઉપર કામણ પ્રયોગ કર્યો, પણ પ્રયોગની વિપરીત અસર થતાં યજ્ઞદેવમુનિ મૃત્યુ પામી દેવલોક સંચર્યા. આ જ યજ્ઞદેવ ચિલાતી દાસીના પુત્ર સ્વરૂપે જન્મ લે છે. સુંસમા નામે જન્મેલી પૂર્વભવની પત્નીને જ રમાડવાસાચવવાનું કાર્ય કરે છે. સંસમા રડવા માંડે ત્યારે – તેણીની યોનીમાં ચિલાતીપુત્રનો હસ્તસ્પર્શ થતાં જ રુદન બંધ કરી દે. આવા અપકૃત્યથી ઘરમાંથી કાઢી મુકાય છે; પણ પેલા સ્પર્શી તેના મનમાં વિષયની પીડા મૂકી દીધી. ત્યારે તે ચિલાતીપુત્ર સંસમાના ઘેર જ ધાડ પાડે છે, સુંસમાને પોતે ગ્રહણ કરે છે અને પોતાની બનનારી પ્રિયા જ્યારે પોતાને જ હાથવગી બનતી ન જણાઈ ત્યારે તેણીનું મસ્તક ધડથી અલગ કરી દે છે અને દોડવા લાગે છે. “કારણ કે તે સાધુ હતા” [16] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #17 -------------------------------------------------------------------------- ________________ જૂઓ, .....ચિલાતીપુત્રના આ સમગ્ર જીવનમાં ક્યાંય ધર્માચરણ નથી. પૂર્વભવની સ્વપત્ની એવી સુંસમાનો તીવ રાગ છે અને આચરણ પણ ચોરી અને ખૂનનાં જ કર્યા છે; છતાં ચારણ લબ્ધિધારી મુનિને જોઇને ધર્મ-ઉપદેશ શ્રવણની ઈચ્છા જાગે. ત્રણ જ શબ્દોનો ઉપદેશ અને ચિલાતીપુત્રની ચિંતનયાત્રા તેને કાયોત્સર્ગમાં સ્થિર કરીને સાધુધર્મયુક્ત આરાધનામય બનાવી દે - તે પણ ક્યાં સુધી? અઢી દિવસમાં તો ચિલાતીપુત્રના શરીરને કીડીઓએ ચાળણી જેવું બનાવી દીધું–તો પણ તે સમભાવે વેદના સહન કરે. ક્યાંથી આવ્યો આ સમભાવ ? ક્યાંથી આવ્યું સમ્યક શ્રદ્ધાનું તત્વ ? ક્યાંથી ઉદભવ્યો આ ચારિત્રરાગ અને ક્યાંથી જન્મી આ મોક્ષપથની અભિલાષા ? બસ, એક જ કારણ. “કારણ કે તે સાધુ હતા.” પૂર્વભવનું વિશુદ્ધચારિત્ર તેને તપસંયમની શક્તિ અર્પ ગયું. પૂર્વભવની નિશ્ચલતા તેને પળવારમાં સ્ત્રીના રાગમાંથી મુક્તિ અપાવી ગઈ. આ હતી પ્રાગૈતિહાસિક પ્રતિભા - આ હતી મોક્ષમાર્ગની પુરુષાર્થતા. કારણ કે તે સાધુ હતા. === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [17] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #18 -------------------------------------------------------------------------- ________________ પ-કૂરગડું ભરફેસર - બાહુબલી” સક્ઝાયમાં સ્થાન પામેલ આ એક મહાસત્વશાળી પ્રતિભા છે, જેમને ભોજન કરતા-કરતા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. મોક્ષમાર્ગના પ્રબળ પુરૂષાર્થી એવા આ મુનિ આમ તો દ્રષ્ટિવિષ સર્પ જેવી તિર્યંચ યોનિમાંથી મનુષ્યપણાને પામ્યા છે. તો પણ આ મનુષ્ય ભવમાં તેમણે જે અણાહારીપદ પ્રાપ્ત કર્યું તેનું આશ્ચર્ય તો જુઓ કે આહાર કરતાં કરતાં અણાહારીપદ પામ્યા. જેને હંમેશ માટે છોડવાનું છે તેવા શરીરને આહારથી પરિતૃપ્ત કરતાં કરતાં તેઓ અણાહારી અર્થાત આહારરહિતપણું પામ્યા. પણ કેમ ? આ બની જ કઈ રીતે શકે ? બસ, જેમ શણગાર સજતાં ભરત ચક્રવર્તી આત્માનો શણગાર પામ્યા, બાહુબળથી બીજાના મસ્તકને ચૂર્ણ કરવા મથતા બાહુબલીએ પોતાના જ મસ્તકનું (વાળનું) ચૂર્ણ કરી નાંખ્યું, સ્ત્રીના રાગથી યુક્ત ચિલાતી જ વૈરાગી થયા તેમ આ કૂરગડ મુનિ આહાર કરતાં જ નિરાહારી થયા. પણ રહસ્ય તો એક જ - “કારણ કે તે સાધુ હતા.” “કારણ કે તે સાધુ હતા” [18] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #19 -------------------------------------------------------------------------- ________________ સર્પનો ભવ તો તેની ભૂલનું પરિણામ હતું, પણ મૂળ તો તે સાધુ જ હતા ને ? માસક્ષમણને પારણે માસક્ષમણ કરતાં તપસ્વી મુનિવર હતા. પારણે પણ વીર્યબળથી જ ગોચરીની ગવેષણા કરનારા, પણ આંખનું તેજ ઘટી જવાથી દેડકી ઉપર પગ આવ્યો. નાની શી દેડકી તુરંત મૃત્યુ પામી. બાળસાધુ વડે આ દેડકીની વિરાધના જોવાઈ અને પ્રતિક્રમણ વેળા તે મુનિવરને એવું પૂછ્યું કે આપે “દેડકી માર્યાની આલોચના કેમ ન કરી? તે સાંભળી તપસ્વી મુનિવર રોષાયમાન થઈ ગયા અને બાલ્સાધુને મારવા દોડતા અંધારામાં થાંભલો અથડાયો અને મૃત્યુ પામ્યા. આ અસમાધિ મરણે એક વખત તો તેને દ્રષ્ટિવિષ સર્પનો ભવ આપી દીધો; પણ તે સાધુપણું પાળીને આવેલા મુનિવર તો હતા જ ને ? જાતિસ્મરણ જ્ઞાન પામેલા તે સર્વે સમભાવપૂર્વક અચિત્ત આહારથી જ જીવનની નાવ હંકારી. સર્પના ભાવમાં જ્યારે તેના દેહના ટુકડે ટુકડા થઇ ગયા, તો પણ સમભાવ ન ગુમાવ્યો. પરિણામ કેટલું સુંદર ! મૃત્યુ પછી તે સર્પ રાજપુત્ર બન્યા, તો પણ પૂર્વે આરાધેલ શ્રમણપણાને લીધે રાજ્યમાં આસક્તિ ન કરતાં વૈરાગ્યવાન મુનિવર બન્યા. “કારણ કે તે સાધુ હતા” [19] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #20 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચના ભવથી આવેલા હોવાથી તે મુનિને ભૂખ તીવ્ર વેદના અર્પતી હતી –તો પણ અભિગ્રહ કર્યો કે પૂર્વે મુનિપણાને ક્રોધથી વિરાધ્યું છે માટે આ ભવે કદાપિ ક્રોધ ન કરવો. ગોચરી જઈ આહાર લાવી, આલોવી વાપરવા બેઠા છે. ઉપવાસી સાધુ તેના આહારમાં જ બળખો ફેંકે છે. ત્રણ-ત્રણ તપસ્વી સાધુ તેનો કટુ વાણીથી તિરસ્કાર કરે છે. તો પણ બળખાની જુગુપ્સા નહીં અને કટુ વાણી પરત્વે કોઈ રોષ નહીં. સમભાવલીન કૂરગડુ મુનિ આત્મનિંદા કરતાં વિચારે છે કે “હું આવો પેટભરો સાધુ છું” ત્યારે જ બીજાને દ્વેષનું નિમિત્ત બન્યો ને ! એ જ આત્મનિંદા તેને કેવળજ્ઞાન અપાવી ગઈ. આ આત્મનિંદા ભાવ - આ સમત્વ આવ્યા ક્યાંથી ? કારણ કે તે સાધુ હતા.” એક વખતની સાધુધર્મની સ્પર્શનાએ તેને જૈનશાસનની તવારીખમાંતેજસ્વી પાત્ર બનાવી દીધા. === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [20] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #21 -------------------------------------------------------------------------- ________________ ૬-માસતુસમુનિ કારણ કે તે સાધુ હતા” અભિનવ ચિંતન-શૃંખલાની છઠ્ઠી કડી છે “માસતુસ મુનિ”. સામાયિક આદિના અર્થને જાણવામાં પણ અશક્ત એવા આ મુનિએ ગુરુભક્તિ વડે કરીને જ્ઞાનના કાર્યરૂપ એવી કેવળલક્ષ્મીને પ્રાપ્ત કરી. એ હતી પૂર્વભવની સંયમયાત્રાની ફલશ્રુતિ. સદગુરુ પાસે દીક્ષા અંગીકાર કરીને વૈરાગ્યભાવે ભીંજાતા મુનિ, સામાયિક શ્રુતજ્ઞાન ભણી રહ્યા છે. પૂર્વભવનું ઉપાર્જિત જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવતા અજ્ઞાન રૂપી અંધકારના ઓળા ઉતરી આવ્યા. એક પદનો પણ મુખપાઠ કરી શકતા નથી. અવિશ્રામપણે અભ્યાસનો પુરૂષાર્થ અને પૂર્ણ બહુમાન છતાંયે જ્ઞાન ચડતું નથી. તેમની આ સામર્થ્યરહિતતાને જાણીને ગુરુ ભગવંતે સામાયિક શ્રતનો અર્થ સંક્ષેપથી જણાવ્યો : “મા રસ મા તુસ” કોઈ ઉપર રોષાયમાન કે તોષાયમાન થવું નહીં. બાર વર્ષનો અવિશ્રાંત પરિશ્રમ, બાળકો દ્વારા નિત્ય મજાક, નિત્ય તપ પછી પણ માસતુસ શબ્દો બોલે છે પણ મા રસ મા તુસ યાદ રહેતું નથી. “કારણ કે તે સાધુ હતા” [21] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #22 -------------------------------------------------------------------------- ________________ અચાનક એકદા જ્ઞાનના પ્રકાશનો વિસ્ફોટ થતાં શ્રુતજ્ઞાનમાં પ્રગતિ ન કરી શકનાર મુનિ ચારે જ્ઞાનોને ગૌણ કરીને સીધા જ આત્મ પ્રત્યક્ષ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી ગયા. એક નાનું વાક્ય યાદ ન રાખી શકનારના જીવનમાં આ તે કયો ચમત્કાર થયો કે સમગ્ર જગતનું સંપૂર્ણ જ્ઞાન વ્યાઘાત-રહિતપણે પરિણમ્યું ? કારણ કે તેઓ હતા પૂર્વભવના આચાર્ય, ગુણરત્નના નિધાન સમા શ્રતના અર્થી, સૂત્રાર્થ રૂપી જળનું દાન કરવામાં મેઘ સમાન, શ્રમરહિત અને નિશ્ચલપણે અધ્યાપનકાર્યરત.... મોહના ઉદયે વિપરીત વિચારણાથી જ્ઞાનને આવરક કર્મ બાંધ્યું, પણ સમગ્ર જીવનની જ્ઞાન-આરાધના અને સંયમયાત્રાનો સંસ્પર્શ તેના આત્માને સમગ્ર જ્ઞાન આવરક કર્મોના ક્ષયને માટે થયું. પૂર્વભવમાં ક્ષયોપશમજન્ય જ્ઞાનની આરાધનાયુક્ત સાધુપણું વર્તમાન ભવે ક્ષાયિક જ્ઞાન પ્રદાતા બન્યું - કારણ – “કારણ કે તે સાધુ હતા.” જૈનશાસનની આ તેજસ્વી પ્રતિભા આપણી સન્મુખ સ્વાધ્યાયનો ઉચ્ચતમ આદર્શ મૂકી જાય છે. === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [22] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #23 -------------------------------------------------------------------------- ________________ ૭-મેતાર્યમુનિ મોક્ષમાર્ગના પ્રબળ પુરૂષાર્થીનું સ્મરણ કરીએ ત્યારે મેતાર્યમુનિ સ્મરણ-પટ પર અંકિત થયા વિના રહી શકે નહીં. માસક્ષમણના તપસ્વી મુનિ છે. ભીનું કરેલું ચામડું મસ્તકે બાંધીને સોનીએ તડકામાં ઊભા રાખેલ છે. એ જ ભયંકર ઉપસર્ગમાં આંખના ડોળા નીકળી પડે છે. પણ આ મરણાંત ઉપસર્ગ મધ્યે ડાળનું મોજું ક્ષાને પૂર્વકનું મMા વોસિરામિ તેને કેવળજ્ઞાન અને મોક્ષ આપી જાય છે. એ ચાંડાલપુત્ર છે. તેનું આ નીચ કુળ તેને સાધનામાં બાધક ન બન્યું. શ્રેણિકરાજાના જમાઈ છે છતાં રાકુંવરીનું રૂપ પણ બંધનકર્તા ન બન્યું અને દેવતાના પ્રતિબોધથી વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કરી મહાન તપસ્વી બન્યા. ક્યાંથી આવ્યો આ વૈરાગ્યભાવ ? દેહ અને આત્માની ભિન્ન દશાનું ભાન અને મરણાંત ઉપસર્ગમાં પણ સમતા આ મહર્ષિને કઈ રીતે પ્રાપ્ત થયા ? આ જ છે મારી અભિનવ ચિંતનયાત્રાનું નિષ્કર્ષબિંદુ. મેતાર્યમુનિએ પૂર્વે પુરોહિતપુત્ર હોવા છતાં ચારિત્ર અંગીકાર કરેલું. શુદ્ધ સંયમ જીવને આપ્યો તેઓશ્રીને વૈરાગ્ય-ભાવ. “કારણ કે તે સાધુ હતા” [23] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #24 -------------------------------------------------------------------------- ________________ સાધુધર્મની ઉત્તમ આરાધનાએ અર્ણો સમભાવ– અને આ જ સમભાવ અને વૈરાગ્ય તેને અનંતર મનુષ્યભવમાં મોક્ષમાર્ગે પ્રબળ પુરૂષાર્થ કાર્યમાં સહાયક બન્યા. અરે ! દેવલોકમાં પણ તેણે મિત્ર સાથે કોલ-કરાર કર્યો કે મને મનુષ્યપણામાં તું બોધ આપીને પ્રવજ્યામાર્ગે વાળજે. સ્વર્ગની ભોગસામગ્રી તેણે ન માંગી, ન માગ્યું રાજસુખ કે વૈભવ. મિત્રદેવ પાસે શું માગ્યું ? ફક્ત પ્રવજ્યાપંથ. ક્યાંથી આવ્યો આ ભાવા એક દેવને ? એક જ ઉત્તર - કારણ કે તે સાધુ હતા.” એક ભવની, અને તે પણ પરાણે અપાયેલી દીક્ષાતેને માટે મોક્ષના પથિક બનવાનું સામર્થ્ય પૂરું પાડનાર બની. અને મેતાર્યમુનિ બની ગયા જૈન શાસનના મોક્ષમાર્ગી માટે દીવાદાંડી. === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [24] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #25 -------------------------------------------------------------------------- ________________ ૮-નંદીષણ મુનિ બાર બાર વર્ષના વહાણા વાયા. આ જ નંદીષેણ સર્વ લક્ષ્મીને તૃણ ગણીને દીક્ષા અંગીકાર કરી, તીવ્ર તપશ્ચર્યા કરી, કર્મનો ક્ષય કરી અંતે મોક્ષને પામ્યા. આ મુક્તિગામી જીવના જીવનનાં પાનાં ઉથલાવીએ તો બાર વર્ષથી તો આ નંદીષણ વેશ્યાની સોડમાં ભરાયેલો અને ભોગ-વિલાસમગ્ન છે. બાર-બાર વર્ષથી વેશ્યાગામી બનેલા જીવને વળી દીક્ષા અને મોક્ષ ક્યાંથી હોય ? મોહથી ઘેરાયેલા આવા જીવને સીધો મોહનીય કર્મનો જ ઉચ્છેદ કરવાનું સામર્થ્ય આવે ક્યાંથી ? હકીકત છે કે બાર વર્ષથી આ નંદીષેણ ભોગમાં ડૂબેલા છે. પણ વૈશ્યાને ત્યાં પડી રહેલા તેના જીવનનું બીજું એક પાસું આપણે વિચારેલ જ નથી. આ નંદીષેણ શ્રાવકધર્મનું પાલન કરી રહ્યો છે, વેશ્યાને ત્યાં ભોગની ઈચ્છાથી આવતા કામી પુરુષોને પ્રતિબોધ કરી તે દીક્ષા અપાવી રહ્યો છે. આ વાત પણ વળી અભિગ્રહપૂર્વકની – મારે રોજ દશ કામી પુરૂષોને બોધ આપી દીક્ષા અંગીકાર કરાવવી. વિચારો કે વેશ્યાને ત્યાં આવતા “કારણ કે તે સાધુ હતા” [25] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #26 -------------------------------------------------------------------------- ________________ પુરૂષો કંઈ ભજન-કીર્તન માટે તો તેણીને ત્યાં આવતા નથી. આવા વિષયસુખના અર્થીઓને વિષયથી વિરક્ત બનાવીને સંયમમાર્ગે મોકલવા તે કંઈ સામાન્ય પ્રતિબોધશક્તિ છે ? કદાચ એવો પણ વિચાર આવે કે દશ કામીજન બોધ ન પામે તો શું ? આ તો જૈન શાસનની તવારીખનું તેજસ્વી પાત્ર છે. તેનો અભિગ્રહ પણ કેવો મજબૂત છે ? જ્યાં સુધી દશને પ્રતિબોધ કરી સંયમના માર્ગે વાળું નહીં, ત્યાં સુધી ખાવું-પીવું-સંડાસ-પેશાબ ચારે વસ્તુનો ત્યાગ. જોજો, માત્ર વેશ્યાનો ત્યાગ નથી કર્યો. આહાર-વિહાર બંનેનો ત્યાગ છે. અને આ ક્રમ પણ એક-બે દિવસનો નથી, બાર-બાર વર્ષ સુધી ચાલ્યો છે. વેશ્યાના ઘેર રહેવા છતાં અભિગ્રહમાં કોઈ ક્ષતિ પહોંચી નથી. બાર વર્ષ સુધી રોજ દશ-દશ કામીજનોને દીક્ષાના માર્ગે વાળી દીધા છે. વિચાર્યું છે કદી ક્યાંથી આવી આ સંયમભક્તિ ? ક્યાંથી આવ્યો આ પ્રવજ્યા અનુરાગ ? “કારણ કે તે સાધુ હતા.” શ્રેણિક રાજાના પુત્ર નંદીષેણ દીક્ષા અંગીકાર કરી ત્યારે તેણે દેવવાણી સાંભળી જ હતી કે “ હે નંદીષેણ ! તારે ભોગાવલી કર્મ બાકી છે. દીક્ષા લેવા ઉત્સુક ન થા ! પણ “કારણ કે તે સાધુ હતા” [26] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાના પંથે મક્કમ રીતે આગળ વધતા નંદીષેણે પરમાત્મા પાસે દીક્ષા લઇ છઠ્ઠ-અઠ્ઠમ આદિ તપશ્ચર્યા આદરી દીધી. મારે ભોગકર્મનો જ ચૂરો કરી નાંખવો છે તેવી મક્કમતા સાથે જ જીવનનૌકાને સંસારસમુદ્રમાંથી આગળ ધપાવી. સાથે સ્વાધ્યાય-સૂત્રાર્થ-બાર ભાવનાઓનું ચિંતવનબાવીશ પરિષહોને સહન કરવા આદિ અનેકવિધ શસ્ત્રો કામદેવ સામે છોડવા માંડ્યા. કર્મના વૃક્ષનું ઉન્મૂલન કરવા તીવ્ર તપશ્ચર્યા, ઉષ્ણ ઋતુમાં આતાપના તથા શીત-ઋતુમાં ટાઢ સહન કરવી, વર્ષાઋતુમાં ઇન્દ્રિયો ગોપવવી આદિ તમામ પુરૂષાર્થ તેમણે મોક્ષમાર્ગે કાર્યરત કરી દીધો. જ્યારે ચારિત્રની રક્ષાનો પ્રસંગ આવ્યો ત્યારે પર્વત પરથી ઝંપાપાત કરવાના અને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાના પણ પ્રયત્નો કર્યાં. દેવતા અટકાવે છે કે, નંદીષેણમુનિ ! તમે ચરમશરીરી છો. તમારે મોક્ષે જવાનું છે. તમે આ રીતે ન જ મરી શકો. ત્યારે એક સામાન્ય નિમિત્તે તેના પતનની દિશા ખોલી નાંખી પરંતુ આ પતન સમયે પણ કેવો ઘોર અભિગ્રહ કર્યો કે– ખાવું, પીવું, સંડાસ, પેશાબ બધું જ ત્યાગ. વેશ્યાને ત્યાં આવતા દશ પુરુષો ને પ્રતિબોધ કરું તો જ ભોગ ભોગવવા. “કારણ કે તે સાધુ હતા” મુનિશ્રી દીપરત્નસાગરજી [27] Page #28 -------------------------------------------------------------------------- ________________ આ સામર્થ્યનો કોઈ જનક હોય તો એ હતું તેનું સાધુપણું - અને આ સાધુપણાનો સંસ્પર્શ જ નંદીષેણ મહાત્માને મોક્ષના મહેલમાં બિરાજમાન કરાવનાર થયો. “કારણ કે તે સાધુ હતા.” === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [28] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #29 -------------------------------------------------------------------------- ________________ ૯-વલ્કલગીરી વલ્કલચીરી જ્યારે વીર પરમાત્માના વંદનાર્થે ગયા ત્યારે પરમાત્મા કહે છે કે, હે વલ્કલચીરી ! તમે કેવળી છો. આ બધા સાધુને વંદન કરવાનું ન હોય - અને વલ્કલગીરી કેવળીની પર્ષદામાં જઈને બેઠા. આ એ જ મનુષ્ય છે, જેનો જન્મ વનમાં થયો છે. જન્મતા જ માતા મૃત્યુ પામેલ છે. લોકવ્યવહારથી બિલકુલ અજ્ઞાત છે અને સ્ત્રી-પુરૂષના ભેદ સુદ્ધા પણ તે જાણતો નથી.. જન્મથી જ બ્રહ્મચારી છે. એ તરુણાવસ્થાને પામ્યો અને તેના પોતાના ભાઈ પ્રસન્નચંદ્રરાજા કપટથી તેને પોતાના રાજ્યમાં લાવ્યા ત્યાં સુધી લોકસંજ્ઞાથી તદ્દન અનભિજ્ઞ આ બાળકે તાપસ સિવાયનો કોઈ ધર્મ પણ જાણ્યો નથી. બાર વર્ષ સુધી રાજ્યના અને ભોગના સુખમાં પણ પ્રસન્નચંદ્ર રાજાને ત્યાં કદી ધર્મદેશના સાંભળી નથી. તો પણ તે કેવળી થઇ મુક્તિ પામ્યા ! પણ કેમ ? કઈ રીતે બની શકે આ વાત કે ધર્મનો સ્પર્શ પામ્યા વિનાનો, એક પણ શબ્દનું ધર્મશ્રમણ કર્યા સિવાય આ જીવ ધર્મનો પાર પામીને કેવળજ્ઞાન રૂપી લબ્ધિ પ્રાપ્ત કરી શકે ? “કારણ કે તે સાધુ હતા” [29] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #30 -------------------------------------------------------------------------- ________________ વાત તો કેટલી નાની શી હતી ! બાર વર્ષે પિતાની યાદ સતાવતાં, વલ્કલચીરી રાજ્ય અને ભોગોને છોડીને વનમાં પિતા પાસે ગયા. ત્યાં પૂર્વે સંતાડેલાં ઝાડની છાલના પોતાના વસ્ત્રોને લઈ તેની ધૂળ ખંખેરતાં ખંખેરતાં કેવળજ્ઞાની થઇ ગયા. જે ધર્મ તેણે જાણ્યો નથી – સાંભળ્યો નથી તેના સાધ્ય ધ્યેયને વરી ગયા. આ અદ્દભૂત ઘટનાનાં મૂળ હતાં – “કારણ કે તે સાધુ હતા.” પૂર્વભવમાં પાળેલ શ્રમણ-ધર્મનું જ્ઞાન થયું. પડિલેહણ અને પ્રમાર્જનાની ક્રિયા યાદ આવી ગઈ. બાર ભાવના સહિત સંસારની અસારતા ચિંતવતા શુક્લધ્યાનની ધારા તેજ બની, કર્મોનો ક્ષય થઇ ગયો. આ ભવમાં કદી શ્રમણલિંગરૂપ વસ્ત્રો કે રજોહરણને જોયા વિના કેવળ પૂર્વભવના સંસ્કારોએ તેને બનાવી દીધી એક પ્રાગૈતિહાસિક પ્રતિભા. કારણ? કારણ કે તે સાધુ હતા. === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [30] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જંબુસ્વામી જૈન શાસનના જ્યોતિર્ધર અને વિધાયક એવી આ પ્રતિભાની વીર પરમાત્માના શાસનમાં છેલ્લા કેવળજ્ઞાની તરીકેની ઓળખ તો સૌને છે – કે જેમણે લગ્નની પહેલી રાત ભોગ-વિલાસને બદલે દીક્ષાનો ઉપદેશ આપવામાં ગાળી હતી. ૯૯૦૯૯ કરોડ સોનૈયાને ઠોકર મારી, આઠ-આઠ નયનરમ્ય સુંદરીઓને પ્રતિબોધ કરી, ચોરી કરવા આવેલા ચોરોને પણ બોધ પમાડી પ્રવજ્યા ગ્રહણ કરી. તેના કરતાંયે મહત્વનું પાસું એ હતું કે આ તરફ આઠઆઠ કન્યાઓની સાથેના વિવાહની તૈયારી ચાલે છે અને તે સમયે જંબૂકુમારે સુધર્માસ્વામીના ઉપદેશથી સમ્યક્ત અને શીલવ્રત અંગીકાર કરી લીધા છે. યૌવન વય છે, અઢળક સમૃદ્ધિ છે, સ્વરૂપવાન આઠઆઠ કન્યા છે. આ રૂપ, આ સંપત્તિ, આ યૌવન - કશું જ તેમને ચલાયમાન કરવા સમર્થ બનતું નથી અને શુદ્ધ સમ્યક્તયુક્ત સંયમી અવસ્થા તરફ જ તેનું મન આકૂળવ્યાકૂળ બનેલું છે. “કારણ કે તે સાધુ હતા” [31] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #32 -------------------------------------------------------------------------- ________________ કયું રહસ્ય છે તેના જીવનમાં? કે માનવ-સહજ અર્થ અને કામ તરફ તેને લેશમાત્ર રૂચી નથી; યૌવનનો ઉન્માદ કે રૂપની આસક્તિ નથી ? “ કારણ કે તે સાધુ હતા.” પૂર્વના ભવમાં પણ એ જ રીતે નાગિલા સાથે વિવાહ થયો છે. નાગિલાને આભૂષણ પહેરવાનો અવસર ચાલે છે. અર્ધ-શણગારેલી પત્નીને નીરખવામાં મશગૂલ ભવદેવ કેવળ ભાત દાક્ષિણ્યથી જ સાધુ બનેલ છે. બાર વર્ષ સુધી તો દ્રવ્યદીક્ષા જ પાળી છે. પણ સ્ત્રીથી પ્રતિબોધ પામી, શેષ જીવન સુવિશુદ્ધ ચારિત્રનું પાલન કરીને એ ભવદેવનો જીવ સ્વર્ગદેવતા થઇ અહીં શિવકુમાર બને છે. શિવકુમારના ભવમાં પણ છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણે આયંબિલ કરી ભાવ ચારિત્રવાન બન્યો છે. આવા પૂર્વભવના સાધુપણાના સંસ્કાર અને ભાવચારિત્રથી વાસિત આત્મા જો પૂર્વભવમાં પણ પરિણીત સ્ત્રીને છોડી દીક્ષા લઇ શક્યો, તો જંબૂકુમારના ભવમાં તો વીર શાસનની પરંપરાના પટ્ટ-પ્રભાવક છે તે કેમ સ્ત્રીઓને છોડી દીક્ષિત ન બને ? બને જ– “કારણ કે તે સાધુ હતા == = + == = + = == + = = = + == = “કારણ કે તે સાધુ હતા” [32] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૧-ઈલાચીપુત્ર લંખીકાર નટની પુત્રીમાં મોહિત થયેલો, તે નટડી સાથે જ લગ્ન કરવાની તમન્ના ધરાવતો એવો તે ઈલાચીપુત્ર પોતાની સર્વ નટશક્તિને કામે લગાડીને વાંસડા ઉપર નાચી રહ્યો છે. પોતાની નૃત્યકળાથી રાજાને પ્રસન્ન કરીને પુષ્કળ ધન ઉપાર્જન કરી લંખીકાર નટના ચરણે ધરીને ઈલાચીને નટપુત્રીનું કન્યાદાન મેળવવું છે. મોહના તાંડવમાં ફસાયેલ મનોદશાવાળા ઈલાચીની રાગભાવના વાંસડા ઉપર જ વિરાગભાવમાં પલટાઈ ગઈ. વૈરાગ્યધારાએ ભીંજાતા હૃદયે કર્મના પડળો ખેરવવા માંડ્યા અને મોહમગ્ન ઈલાચીએ મોહનીય કર્મના બીજને જ ભસ્મીભૂત કરી દીધું. તેના મોહનીય કર્મનો ક્ષય થતાં જ જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય અને અંતરાય કર્મના ભુક્કા કરી દીધા. આકાશમાં નિરાધાર નાચતા એવા ઈલાચીને વાંસડા ઉપર જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવતા અર્પિત સાધુવેશને ધારણ કરેલા ઈલાચી કેવળીનો ધર્મોપદેશ સાંભળતાં રાજાએ પહેલો જ પ્રશ્ન એ કર્યો “કારણ કે તે સાધુ હતા” [33] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #34 -------------------------------------------------------------------------- ________________ કે, હે મહાત્મન ! આપના જેવા વૈરાગ્યવાસિત ચિત્તવાળા ઉચ્ચ કોટિના આત્મામાં આવો પ્રગાઢ રાગનો માળો કેમ બંધાયો ? આપણા ચિત્તમાં પણ આવી જ ચકમક ઝરે કે મોહરાજાના સંપૂર્ણ સામ્રાજ્યમાં દાસની જેમ આળોટતા આ યુવાને, મોહનગરમાં પ્રવેશ કર્યા વિના જ, સમગ્ર મોહનગરને જીતીને મહારાજા પદ કઈ રીતે પ્રાપ્ત કર્યું ? પણ ના.... અહીં જ ભૂલ થાય છે. આ યુવાનનું બચપણ અને યુવાવસ્થાનો આરંભ તમે જાણતા નથી, માટે આ પ્રશ્ન તમારા ચિત્તને ચકડોળે ચઢાવી રહ્યો છે. ઇભ્ય નામક અતિ સંપત્તિવાન શ્રેષ્ઠીને ધારિણી નામક સ્ત્રીની કુક્ષીમાં આ યુવાને જ્યારે જન્મ ધારણ કર્યો ત્યારે ખૂબ જ સુંદર રૂપ-આકૃતિવાળા આ ઈલાચીપુત્રના સંસ્કરણમાં કોઈ જ ક્ષતિ હતી જ નહીં. યુવાવસ્થાને પામ્યો ત્યારે પણ તે લેશમાત્ર સ્ત્રીજનના મોહમાં ફસાયો ન હતો. તેને કામશાસ્ત્રને બદલે સાધુ પેઠે સમ્યકશાસ્ત્રના સ્વાધ્યાયમાં જ રૂચિ હતી. યૌવનનો ઉન્માદ તો તેને સ્પર્યો જ ન હતો. ન બને, કદી ન બને” એમ જ આપણે વિચારીશું ને ? પણ આ સત્ય છે,પરમ સત્ય ! આ યુવાન ખરેખર “કારણ કે તે સાધુ હતા” [34] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #35 -------------------------------------------------------------------------- ________________ મોહમુક્ત જ હતો. કેમ કે તે પૂર્વભવનો સાધુનો જીવ છે. સાધનાપથ ઉપર ચાલતાં દેવલોકની યાત્રા કરીને અહીં ઈલાચી બન્યો છે. તે પૂર્વભવની સાધુતાથી વાસિત બનેલો આત્મા ઈલાચીના શરીરને ધારણ કરીને બેઠો છે. તેનું શરીર યુવાન બન્યું છે, પણ આત્મા તો સાધુ-ધર્મ પામીને સંસ્કારિત છે ને ! પછી તેનું ચિત્ત કઈ રીતે કામાકુળ બને ? ગમે તેમ તો યે તે પૂર્વે તેઓ સાધુ હતા. મૂઢમતિ પિતાએ તેને સંસારસાગરમાં નિમજ્જ કરવા જ લુચ્ચાની ટોળકીમાં મૂકેલો અને વસંતઋતુએ ફેલાવેલા મોહસામ્રાજ્યએ તેને પળવાર માટે દાસ બનાવી દીધો; લેખીકાર નટની પુત્રીના મોહમાં મોહિત કરી દીધો. કુસંગતિએ નટપુત્રીના મોહમાં પાગલ આ યુવાને નટપુત્રી સાથેના વિવાહ કરવા માટે જ નટકળાનું શિક્ષણ લીધું. કુશળ નટ બનીને બેનાતટ નગરે મહિપાળ રાજા સમક્ષ વાંસડા ઉપર નૃત્ય આરંભ કર્યું. ક્યારે રાજા રીઝે ? ક્યારે તે દાન આપે? ક્યારે મને નટડીનો હસ્તમેળાપ થાય ? મોહનો દાસ બનેલ રાજા પણ દેવાંગના સમાન અંતઃપુરને ભૂલી નટડીમાં મોહિત થયો છે. “કારણ કે તે સાધુ હતા” [35] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #36 -------------------------------------------------------------------------- ________________ પણ, આ ઈલાચી તો પૂર્વભવનો સાધુનો જીવ છે. દૂર કોઈ ગૃહને આંગણે ભિક્ષાર્થે પ્રવેશેલા મુનિરાજ છે સામે પદ્મિની જેવી સૌંદર્ય-સામ્રાજ્ઞી સ્ત્રી મુનિરાજને લાડુ વહોરાવવા આગ્રહ કરતી હોય છે અને નીચી નજરે જ ઇન્કાર કરતાં મુનિને જુએ છે, આ જોઇને જ ઈલાચીની વિચારધારા પલટાઈ. પૂર્વનું સાધુપણું વિજયી બન્યું અને મોહરાજાની નોકરી છોડી દીધી. ભલે પૂર્વભવમાં આ મદનને પ્રાણવલ્લભા મોહિનીનો તીવ્ર મોહ હતો – ભલે તે મોહે આ ભવમાં તે જ મદનરૂપ ઈલાચીને નટપુત્રી બનેલ મોહિનીનો મોહ થયો, તો પણ તે મોહને સર્વથા ત્યજીને કેવલી બની મોક્ષે ગયા. - “કારણ કે તે સાધુ હતા.” === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [36] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨-આર્દ્રકુમાર વાત તો કેટલી નાની છે - અનાર્યભૂમિમાં જન્મેલ રાજકુમાર આર્દ્રકુમાર ધર્મનો કક્કો પણ જાણતો નથી. છતાં તે જ ભવે સ્વયં બોધ પામી, દીક્ષા ગ્રહણ કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે પણ ગયા. સાવ આવી નાની-અમથી વાતમાં એક જ તંતુ પકડાય કે જ્યાં ધર્મ નથી, ધર્મગુરુ નથી, ધર્મસ્થાનક નથી ત્યાં વળી દીક્ષા અને મોક્ષપ્રાપ્તિ સુલભ બને જ કેવી રીતે ? કથાનું જ્ઞાત વિષયવસ્તુ તો એટલું જ કે અભયકુમારે જિનપ્રતિમા મોકલી..... આર્દ્રકુમારને તેનું દર્શન કરતાં જાતિસ્મરણજ્ઞાન થયું પૂર્વભવે કરેલી વ્રતવિરાધના યાદ આવી..... પૂર્વભવમાં તે સામાયિક નામક કણબી હતો, તે ભવમાં પ્રમાદથી વિરાધેલ વ્રત આર્દ્રકુમારના ભવમાં આંખમાં પડેલ કણાની માફક ખૂંચી ગયું..... અનાર્યભૂમિથી નીકળી, આર્યભૂમિમાં આવ્યો.... સ્વયં ચારિત્ર ગ્રહણ કર્યું..... નિરતિચાર ચારિત્રની પાલના શરુ કરી. “કારણ કે તે સાધુ હતા” [37] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #38 -------------------------------------------------------------------------- ________________ આ બધું જ જ્ઞાત છે, પણ અજ્ઞાત વિષયવસ્તુ શું છે ? સામાયિક કણબીએ દીર્ઘકાળ વ્રતપાલના કરી છે, સ્વાધ્યાય પણ સુચારુ કર્યો છે અને મૃત્યુ પણ અનશનવ્રત ગ્રહણ કરીને પામ્યો છે. આ જ સામાયિક કણબી પૂર્વભવના વ્રત અને વૈરાગ્યથી વાસિત થઇ, દેવલોકની સફર કરીને આર્દ્રકુમાર બન્યા છે. તેની વ્રતવિરાધાનાએ તેને અનાર્યભૂમિ ભલે અર્પી, પણ તે વિરાધના તો પ્રમાદથી થઇ છે. મૂળભૂત તો આ આત્મા વ્રતનો સ્પર્શ પામીને શુદ્ધ બનેલા સુવર્ણ સમાન છે. માટે જ તેનો પૂર્વભવ આ ભવમાં ચારિત્ર અંગીકાર કરવામાં સીડીરૂપ બની ગયો. દેવતાએ અટકાવ્યો કે, હે આર્દ્રકુમાર ! તમે આ ભવે જ મુક્તિ પામનાર છો. પરંતુ તમારું ભોગકર્મ બાકી છે, હાલ ચારિત્ર ગ્રહણ કરશો નહીં. પણ આ તો વ્રતી-જીવ ! તેનાથી ચારિત્રને વેગળું રાખવાનું બને જ કઈ રીતે ? અરે ! જ્યારે સામાયિક કણબીના ભવની પત્ની બંધુમતિનો જીવ આ ભવમાં શ્રીમતી રૂપે આવ્યો અને થાંભલાને બદલે આર્દ્રકુમાર યતિને કાયોત્સર્ગમાં ઊભેલા “કારણ કે તે સાધુ હતા” મુનિશ્રી દીપરત્નસાગરજી [38] Page #39 -------------------------------------------------------------------------- ________________ ત્યારે થાંભલો જ માની “વર” તરીકે પસંદ કર્યો ત્યારે પણ ફરી વ્રતની વિરાધના ન થાય તે માટે સ્થાન પરાવર્તન કરી અન્યત્ર વિહાર કરી દીધો. બાર-બાર વર્ષના વહાણાં વાઈ ગયા, પણ શ્રીમતી તો તેની જ ઝંખના કરી રહી છે. પૂર્વભવના પતિ-પત્ની છે. એ સ્નેહના તંતુની પકડ મજબૂત બની. દેવવાણી અન્યથા થાય નહી. ભોગફળ પણ બાકી છે. પુનઃ સંસારપ્રવેશ પામી આદ્રકુમારે શ્રીમતી સાથે જીવન પણ વિતાવ્યું, બાર વર્ષ તે અવસ્થામાં પસાર પણ કર્યા, પણ આત્મા તો પૂર્વના અભ્યાસથી વૈરાગી જ હતો ને ! આદ્રકુમાર વિચારે છે કે.. પૂર્વે તો મનથી જ વ્રતનું ખંડન હતું તો પણ અનાર્યપણું પામ્યો, આ ભવે તો પ્રત્યક્ષ વ્રતખંડન કર્યું છે. હવે તો ચારિત્રને તારૂપી અગ્નિ વડે જ શુદ્ધ કરું. સંસારભાવના, એકત્વભાવનાદિ સામે વૈરાગ્યભાવની ધારાએ ચઢેલા આન્દ્રકુમારના મને બળવો કર્યો, ફરી તેણે ચારિત્રલેશને ગ્રહણ કરી લીધો. સંસારના મોહમાં ડૂબેલા આદ્રકુમારને મોહનું બંધન ફગાવીને ક્ષાયિક-ચારિત્રનો માર્ગ જચી ગયો. પણ કેમ ?... આવું કેમ બન્યું?... કારણ કે તે સાધુ હતા.” “કારણ કે તે સાધુ હતા” [39] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #40 -------------------------------------------------------------------------- ________________ આ જ આર્દ્રકુમારમુનિ ચોર અને તાપસો જેવા અનેકને બોધ પમાડી, પોતે પણ કેવળજ્ઞાની બન્યા. તીવ્ર તપશ્ચર્યાથી મોહકર્મનો સમૂળગો છેદ કરીને તે જ ભવે મોક્ષનગરીમાં મહાલતા થયા. એક વખતનું વ્રતીપણું, એક વખતનું સાધકપણું, એક વખતની તીવ્ર વૈરાગ્ય ભાવનાએ તેને મોક્ષ અપાવી દીધો. “કારણ કે તે સાધુ હતા.” += ==+===+= “કારણ કે તે સાધુ હતા” [40] + મુનિશ્રી દીપરત્નસાગરજી Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૩-હરિકેશ મુનિ બળકોટ નામક ચાંડાળના ઘેર જન્મ લીધો હોવા છતાં હરિકેશબળે સાધુ પાસે ધર્મ સાંભળી, દીક્ષા લીધી. ઘણાં વર્ષ તીવ્ર તપશ્ચર્યા કરી. કેવળજ્ઞાન પામી મોક્ષને પ્રાપ્ત કર્યો. જેમ અનાર્યભૂમિ દીક્ષાગ્રહણ માટેની ભૂમિ નથી, તેમ અનાર્ય કે તુચ્છ કુળ પણ ચારિત્રપ્રાપ્તિના બાધક છે. વળી, તદ્ ભવ મોક્ષગામી જીવો પ્રાયઃ કરીને આવાં નિંદનીય કુળને પામે નહીં. હરિકેશમુનિમાં બંનેનો સમન્વય કઈ રીતે થયો? એક ચાંડાળ કુળમાં જન્મેલો બાળક હોય અને તે પણ તોફાની હોય, અનેક લોકોને ઉદ્વેગકર્તા તથા ઝઘડાખોર હોય. આવો બાળક અચાનક જ શાંત બની જાય, સૌમ્ય અને વૈરાગ્યવાસિત થઇ જાય, એવો તે કયો ચમત્કાર સર્જાઈ ગયો તેના જીવનમાં ? નિમિત્ત તો કેટલું સામાન્ય હતું ! સર્પ અને અળસિયું નીકળે છે. લોકો સર્પને વિષમય જાણી હણે છે અને અળસિયું નિર્વિષ છે માટે જવા દે છે. આવાં દ્રશ્યો તો ભિન્ન ભિન્ન પ્રકારે આપણે જોયાં જ છે ને ! કદી આપણા સંવેદનતંત્ર ઉપર તેની કોઈ ચોંટ લાગી ખરી ? કારણ કે તે સાધુ હતા” [41] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #42 -------------------------------------------------------------------------- ________________ અહીં હરિકેશબળને આ એક જ દ્રશ્ય જીવનની તરેહ બદલાવી દીધી. હરિકેશને એક ચિંતન મળી ગયું આ નિમિત્તે. “પ્રાણી પોતાના જ ગુણ-દોષથી સુખ-દુઃખને જન્મ આપે છે. તો હું પણ નિર્ગુણી મટીને ગુણી થાઉ” બસ, એક જ ચોંટ ને હરિકેશ ચાંડાળપુત્ર બની ગયા હરિકેશમુનિ સાધુ બની ગયા. પણ ના, આ વાત અધૂરી છે, ઘણી અધૂરી. નિમિત્ત તો આત્માને પળે પળે મળે. નિમિત્તવાસી આત્મા કંઈ બધાં જ ઉત્ક્રાંતિનો રાહ ગ્રહણ નથી કરતા. હરિકેશ ચાંડાળપુત્રની આ નિમિત્તની તીવ્ર પ્રતિક્રિયા પાછળ કંઈક જુદું જ રહસ્ય છે. અને એ રહસ્ય છે ––– “કારણ કે તે સાધુ હતા.” ગજપુર નગરે ગોચરી માટે નીકળેલા શંખ રાજર્ષિને જોઇને સોમદેવ પુરોહિતે વિપરીત માર્ગ બતાવ્યો. પોતાના ઉચ્ચ જાતિપણાનો મદ કરતા પુરોહિતે સાધુને કષ્ટમાં જ પાડેલા, પણ સાધુ ધર્મના પ્રભાવથી અગ્નિ શીતળ બની ગયો. સોમદેવને પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો. સાધુના ચરણે નમીને સંયમને ધારણ કરી, જાતિમદ રહિત થઇ, વિનયપૂર્વક ગ્રહણ-આસેવન શિક્ષા ગ્રહણ કરી સમગ્ર જીવન પસાર કર્યું. “કારણ કે તે સાધુ હતા” [42] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #43 -------------------------------------------------------------------------- ________________ આ જ સોમદેવમુનિ દેવલોકના સુખ ભોગવીને અહીં હરિકેશબળ ચાંડાળપુત્ર થયા. એક વખતનો કરેલ જાતિમદ તેને નીચ કુળ આપનારો જરૂર થયો, પણ એક વખતનું સાધુપણું તેને ચારિત્ર અપાવનાર પણ બન્યું. જાતિમદ કર્યા પછીનો પશ્ચાતાપ અને મદત્યાગ તેને ચાંડાળકુળમાં પણ ઉચ્ચ ભૂમિકાએ લઇ જવા સમર્થ બન્યા અને એક વખતનું સાધુપણું તેને સામાન્ય નિમિત્ત મળતાં પુનઃ પલ્લવિત કરી ગયું અને હરિકેશ ચાંડાળપુત્ર બની ગયો મુનિ હરિકેશ. બસ, પછી તો તીવ્ર તપશ્ચર્યા, દુર્બળ શરીર, યક્ષ દ્વારા થતી ભક્તિ, રાજકુંવરીનો પ્રતિકૂળ કે અનુકૂળ ઉપસર્ગ, બ્રાહ્મણો દ્વારા તર્જના અને ક્ષમાયાચના–આવા કંઈ કંઈ નિમિત્તે જીવનમાં આવ્યા અને ગયા, પણ પ્રત્યેક કસોટીએ ખરા ઊતરેલા હરિકેશ મુનિ અંતે કેવળી બનીને મુક્તિનગર બિરાજમાન થયા. આ સમગ્ર યાત્રાનું જો કોઈ ચાલક બળ હોય તો તે એક જ - “કારણ કે તે સાધુ હતા.” === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [43] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૪-અષાઢાભૂતિ “અષાઢાભૂતિ......તેઓ કોઈ વખતે રાજા સન્મુખ “રાષ્ટ્રપાળ” નામે નાટક કરવા ગયા. રાષ્ટ્રપાળ નાટક એટલે આબેહૂબ ભરત ચક્રવર્તીનો ચિતાર. અષાઢાભૂતિ એટલી તલ્લીનતા અને કુશળતાપૂર્વક નાટક કરી રહેલા કે લોકો પણ એકાકાર બની ગયા. નાટકમાં ભરતની છ ખંડની સાધના, ચૌદ રત્ન અને નવ નિધિનું પ્રાગટ્ય, વિજયયાત્રા, એ બધું જ આબેહૂબ ભજવાઈ રહ્યું હતું. છેલ્લું દ્રશ્ય આવે છે નાટકનું... અરીસાભવનમાં દાખલ થયેલા ભરતચક્રીની માફક અષાઢાભૂતિ પણ અરીસાભવનમાં પ્રવેશેલા છે, ભરત ચક્રવર્તીની માફક વીંટી વગરની આંગળી જોઈને અષાઢાભૂતી પણ અનિત્યભાવના ચિંતવે છે. જે રીતે ભરત ચક્રવર્તી અરીસાભવનમાં કેવળજ્ઞાન પામ્યા હતા તે જ રીતે નાટકના અંતે અષાઢાભૂતિ પણ ધર્મલાભ' કહીને 500 રાજકુમાર સાથે ચાલતાં થાય છે. અહીં સુધી તો “રાષ્ટ્રપાળ” નાટક બરાબર ચાલ્યું. પણ અષાઢાભૂતિએ ભવાઈ (નાટક)ને ભવની ભવાઈ ક્યારે સમજી લીધી તે રાજા સમજી ન શક્યો. રાજા અને પ્રજા તો “કારણ કે તે સાધુ હતા” [44] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #45 -------------------------------------------------------------------------- ________________ માત્ર નાટક જોતી હતી; પણ અષાઢાભૂતિને વાસ્તવમાં કેવળજ્ઞાન થઇ ગયું - 500 રાજકુમાર પણ સાધુ બની ગયા. છતાં પ્રેક્ષકોને મન તો હજી પણ આ નાટક જ હતું. કઈ ઘટના ઘટી ? નાટકિયાઓએ સંસારને જ નાટક માની લીધું ! ક્યાં વમળો સર્જાયા કે રાગી ચિત્ત વિરાગી બની ગયું ? કયો જાદૂ થયો કે સંપત્તિની પ્રાપ્તિ માટે જ વેશ ભજવનારા સંપત્તિને સર્વથા છોડી નીકળી ગયા ? ના ! એ ઘટના, એ વમળ કે એ જાદૂ ન હતો - એ હતા માત્ર સંસ્કાર. સૂતેલા સંસ્કાર આળસ મરડીને જાગી ઉઠ્યા હતા. “કારણ કે તે સાધુ હતા.” આ એ જ અષાઢાભૂતિ હતા, જે નાટક ભજવતાં પહેલા જ વૈરાગ્યથી વાસિત બન્યા હતા. આ એ જ અષાઢાભૂતિ હતા જે પોતાની બબ્બે સુંદર સ્ત્રીના ત્યાગના નિર્ણય સાથે જ નીકળેલા હતા; નાટક તો એક બહાનું હતું, કેવળ દાક્ષિણ્ય બુદ્ધિથી જ ભજવાયું હતું. અષાઢાભૂતિએ મોક્ષનગરી તરફ કદમ તો પહેલાં જ માંડી દીધાં હતા. - “કારણ કે તે સાધુ હતા.” રૂપ-પરાવર્તનની વિદ્યા જ તેને માટે પતનનું નિમિત્ત બની. નહીં તો પૂર્ણ વિનયી અને શુદ્ધ આચાર-પાલનકર્તા “કારણ કે તે સાધુ હતા” [45] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #46 -------------------------------------------------------------------------- ________________ સાધુ હતા તે. અષાઢાભૂતિ મુનિ ગોચરી વહોરવા નીકળેલા હતા. વધુ ને વધુ લાડુ વહોરવાના મોહમાં, થોડી-થોડી વારે રૂપ બદલીને એક ને એક ઘેર જ ગોચરી માટે આવતા જોઈ તે ઘરના માલિકને થયું કે જો આ સાધુ સંસારમાં પડે તો નાટ્યકળામાં ડંકો વગાડી શકે. આખર એ દિન આવ્યો. ગુરુમહારાજની આજ્ઞા લેવા ગયા. જો કે આજ્ઞા તો ચારિત્ર લેવાની હોય, છોડવાની ન હોય. પણ મનમાં વસેલી પેલા ગૃહસ્થ વિશ્વકર્માની બંને પુત્રી અને લાડવાનો સ્વાદ. ગુરુમહારાજને વિનયપૂર્વક વાત કરી પાછા પગે નીકળે છે. ગુરુ તેનાં આ આજ્ઞાંકિત અને વિનયીપણાને વિચારી ચિંતવે છે કે હજી તેનામાં આ બે ગુણો છે, જે જરૂર તેનું કલ્યાણ કરનારા થશે. અને ખરેખર ! એવું નિમિત્ત મળી પણ ગયું. સ્ત્રી અને સંસારથી આસક્તિ ખસી ગઈ, પછી તો અનાસક્ત ભાવે કેવળ દાક્ષિણ્ય બુદ્ધિએ જ નાટક કરવા ગયેલા. નાટકની આવક સ્ત્રીઓને અર્પણ કરવી, તે બંને સ્ત્રીઓની આજીવિકા ચાલશે; અને હું દીક્ષા લઈશ એ જ હતી તે વખતે અષાઢાભૂતિની બુદ્ધિ તથા મનના પરિણામો. “કારણ કે તે સાધુ હતા” [46] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #47 -------------------------------------------------------------------------- ________________ પરિણામ... સંયમના માર્ગે વિચરવાના મનસૂબા સાથે નીકળેલા અષાઢાભૂતિ પુનઃ ગુરૂચરણે શીશ ઝુકાવીને રજોહરણની યાચના કરે, પ્રવજ્યા ગ્રહણ કરવા વેશ માંગે - તેને બદલે ખુદ દેવતાઓ જ તેના નાટકીયા સાધુવેશને વંદન કરી રહ્યા. કેમ કે તેઓ વાસ્તવમાં ચારિત્રની સીમાને સ્પર્શી જઈને કેવળી બની ચુક્યા હતા. પ્રશ્ન એક જ થાય અહી કે— ‘ભટકી ગયેલા મનવાળા મોહાંધ અષાઢાભૂતિ' નાટકના તખ્ત કેવળી બન્યા શી રીતે ? . “કારણ કે તે (પૂર્વે) સાધુ હતા.” - += “કારણ કે તે સાધુ હતા” += [47] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૫-સતિ સીતા લોક સમક્ષ અગ્નિપરીક્ષામાં જેઓ ઉત્તીર્ણ થયેલાં, મહાસતીનું બિરુદ પામેલાં (સીતા) જેને ફક્ત રામ કે લક્ષ્મણ જ નહીં પણ સમગ્ર પ્રજાજન જાતોજાત લેવા આવ્યા છે. જેના બંને પુત્રો લવ અને કુશે પણ યુદ્ધમાં જબરદસ્ત વિજય મેળવેલો છે, તેનો પણ હર્ષ છે. તે હવે અયોધ્યાની મહારાણી બનનાર છે અને લવ-કુશના વિજયીપણાથી તે રાજમાતા પણ છે. બધાં જ દુઃખો દૂર થયા છે. સુખના સૂરજ ઊગ્યા છે. પણ-પણ સીતા સતીને આ ક્ષાયોપશમિક સુખના સૂરજના કિરણે દુનિયા જોવી નથી. હવે તેને રાજમાતા કે રાજરાણી થવું નથી. બસ, ચાર જ્ઞાનધારી શીલચંદ્રસૂરિની દેશના સાંભળી, વિશેષે ધર્મકાર્યમાં પ્રવર્તતી એવી તેણી એ કાળક્રમે દીક્ષા લીધી. પરંપરાએ મોક્ષને પણ પામશે, શાશ્વત સુખમાં પણ મહાલશે. આ મહાસતીના પ્રસિદ્ધ ચરિત્રની વાતો તો આબાલગોપાલ પ્રસિદ્ધ છે. અપ્રસિદ્ધ હોય તો એક જ વાત જ્યારે સુખના શમણા સાચા પડ્યા, જયારે કલંક-રહિતતા સાબિત થઇ, જ્યારે કંટકોને સ્થાને ફૂલોનાં બિછાના પથરાયાં ત્યારે - “કારણ કે તે સાધુ હતા” [48] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #49 -------------------------------------------------------------------------- ________________ તેવા અનેરા અવસરે જ આ સંસારનો ત્યાગ અને સંયમના સ્વીકારમાં નિમિત્ત શું હતું ? .....બસ, એક જ નિમિત્ત - જ “કારણ કે તે સાધુ હતા.” પૂર્વભવમાં મિણાલીની નગરીમાં શ્રીભૂતિ પુરોહિતની વેગવતી નામેં પુત્રી છે. દીક્ષા ગ્રહણ કરી, તીવ્ર તપશ્ચર્યા કરી, પોતાના દુષ્કૃતની નિંદા કરી સ્વર્ગે ગઈ. આ ભવે જનક રાજાની પુત્રી ‘સીતા' થઇ છે. આ પૂર્વભવના સાધુપણાના સંસ્કાર એ જ તેણી માટે ચારિત્રપ્રાપ્તિનું નિમિત્ત. પૂર્વે સાધુને ખોટું કલંક આપ્યું - તે આ ભવે તેણીને માટે કલંક અપાવનાર બન્યું અને એ જ કલંકકથાનું કારણ જ્યારે શીલચંદ્રસૂરિએ જણાવ્યું ત્યારે પૂર્વભવે લીધેલ સાધુપણું તેણીને ચારિત્ર અપાવનાર બન્યુ. શોકાતુર બની અશ્રુભીના ચહેરે નગર બહાર વનમાં મુકાયેલ સીતાને એ જ રામે જ્યારે નગરપ્રવેશ કરાવી તેનું સતીપણું લોકસન્મુખ જાહેર કર્યું, લોકો હર્ષનાદથી વધાવતા તેની મહારાણીને નગરમાં લઇ જવા ઉતાવળા બન્યા ત્યારે હર્ષના કોઈ આવેગ કે ઉન્માદને બદલે સતી સીતા ચારિત્રના રંગે રંગાયેલા જોવા મળ્યા. પણ કેમ ? શા કારણે? કારણ કે તે (પૂર્વે) સાધુ હતા. “કારણ કે તે સાધુ હતા” [49] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #50 -------------------------------------------------------------------------- ________________ પૂર્વે વેગવતીના ભાવમાં પાળેલા સંયમનો સંસ્પર્શ વિજેતા બન્યો અને રાજપાટ, પુત્ર-પરિવાર, સ્નેહી-સ્વજનોનો સ્પર્શ ચલાયમાન કરી ના શક્યો. કારણ કે તે સાધુ હતા. આ જ સાધુપણાએ તેણીને અશ્રુતલોકનું ઇન્દ્રપણું આપ્યું. આ જ સાધુપણું તેણીને પરંપરાએ મોક્ષ અપાવનાર પણ થશે. === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [50] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૬-મહાબલકુમાર પરમાત્મા શ્રી મહાવીરની દેશનાનું શ્રવણ કરી રહેલા સુદર્શન શ્રેષ્ઠી કાળનું સ્વરૂપ સાંભળીને ભગવંતને પૂછે છે કે, હે ભગવન્! “પ્રમાણકાળ” કોને કહેવાય? “યથાનિવૃત્તિકાળ” એટલે શું? “મૃત્યુકાળ”નો અર્થ શો? “અદ્ધાકાળ”નું સ્વરૂપ સમજાવો. આવો પૃચ્છના' રૂપ સ્વાધ્યાય કરતાં કરતાં તેના પૂર્વભવનું વૃતાંત પ્રભુ પાસે સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થયો. તુરંત પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષપદને પામ્યા. પૂર્વભવનું જ્ઞાન થવાના કિસ્સા તો આજે પણ જોવાય છે, વંચાય છે, સંભળાય છે, તો શું તે બધાં દીક્ષા લે છે? ના જો દીક્ષા જ ના લે તો કેવળજ્ઞાન કે મોક્ષ તો કઈ રીતે પામે ? અને અહીં સુદર્શન શ્રેષ્ઠીપુત્રને આ પૃચ્છના રૂપ સ્વાધ્યાય છેક સર્વકર્મના ક્ષય સુધી લઇ જનારો બન્યો. એવી તે કઈ વાત છુપાયેલી છે ગર્ભમાં કે જે સ્વાધ્યાય તપના તપસ્વી શ્રેષ્ઠીને મોક્ષમાર્ગના પ્રબળ પુરૂષાર્થી બનાવી ગઈ? એક જ વાત - “કારણ કે તે સાધુ હતા.” “કારણ કે તે સાધુ હતા” [51] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #52 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવમાં પંચમ દેવલોકથી આવેલો જીવ છે, અને પાંચમો બ્રહ્મદેવલોક પ્રાપ્ત થવાનું નિમિત્ત છે સાધુપણું. મહાબલકુમાર નામે રાજપુત્રને સમ્યક્ત વિષયક વ્યાખ્યાન સાંભળતાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. દીક્ષા ગ્રહણ કરી. ચૌદ પૂર્વમાં કિંચિત ન્યૂન એવો સુંદર સ્વાધ્યાય-અભ્યાસ હતો. બાર વર્ષનું અસ્મલિત ચારિત્ર પાલન કરેલું હતું. આ ચારિત્ર રૂ૫ આચાર-અભ્યાસ અને ચૌદપૂર્વ જ્ઞાન-અભ્યાસથી વાસિત એવો આ ઉત્તમ આત્મા હતો. મોક્ષપથના પ્રબળ પુરુષાર્થી આ આત્માએ વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરતાં કરતાં છેલ્લે એક માસનું અનશન કરેલું હતું. તેમને માટે વચ્ચે એક જ ભવ માઈલસ્ટોનરૂપ બન્યો - તે બ્રહ્મ દેવલોકનું દેવપણું. અને આ માઈલસ્ટોન વટાવતા બીજા જ ભવે તે મોક્ષમહેલના દ્વાર ખખડાવીપ્રવેશી સિદ્ધશીલાએ બિરાજમાન થઇ ગયા. શુદ્ધ સમ્યગ્દર્શન તેને મોક્ષપર્યંતની સમૃદ્ધિ અપાવી ગયું પણ ચૌદપૂર્વની પ્રતિભા અર્પનારું હતું તેનું સાધુપણું. આ સાધુધર્મની ઉચ્ચ આરાધના તેના માટે અનંતર ભવે મોક્ષની સીડી બની ગઈ. ---કારણ કે તે સાધુ હતા. === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [52] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૭-ચંડકૌશિક એક વાક્ય કર્ણપટે અથડાયું -“તે સર્પ શુભધ્યાનપૂર્વક પંદર દિવસનું અનશન પાળી મૃત્યુ પામીને આઠમા દેવલોકે દેવ થયો. ત્યાંથી થોડા જ ભવમાં મોક્ષ પામશે.” મનમાં એક વિચારબીજ રોપાયું કે એક સર્પ- શુભધ્યાને મરણ અને તુરંત મોક્ષ. કઈ રીતે બને? એક તો તિર્યંચની જાતિ, વળી પાછો દ્રષ્ટિવિષ સર્પ અને તે તેના ચંડાળ જેવા ક્રોધને છોડી શુભધ્યાનમાં સ્થિર થાય વળી પાછો અનશન કરે - અલ્પ ભવમાં મોક્ષનો રહેવાસી પણ બની જાય. કંઈ જ સમજાતું નથી આ વાતમાં ! - ત્યાં બીજું વાક્ય સંભળાયું “પ્રભુની દ્રષ્ટિરૂપ અમૃતથી સિંચાતો એવો તે સર્પ...” આ હતું બીજું આશ્ચર્ય. વીર પ્રભુને કંઈ કેટલાયે શ્રાવકો હતા, શ્રાવિકાઓ હતી અને આ શ્રાવક-શ્રાવિકાને બદલે એક સર્પ માટે કહ્યું કે, “પ્રભુની અમીદ્રષ્ટિથી સિંચાતો એવો” ખરેખર અદ્ભૂત વાત છે! કંઈ અદ્ભૂત નથી આ વાતમાં - અદ્ભૂત તો એટલું જ છે કે તે સર્પ બીજો કોઈ નહીં પણ એ જીવ એક વખતના સાધુ હતા. “કારણ કે તે સાધુ હતા” [53] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #54 -------------------------------------------------------------------------- ________________ | મુનિ તપસ્વી છે, ઉગ્ર તપસ્વી. બાળમુનિને લઈને પારણે ગોચરી માટે પધારેલા છે. માર્ગમાં નાનીશી દેડકી તપસ્વી મુનિને પગતળે મરણને શરણ થઇ. પ્રતિક્રમણ અવસરે તેની આલોચના ન કરતાં તેમને બાળમુનિએ યાદ અપાવ્યું.તપસ્વી મુનિરાજને કર્મોદયે ભાન ભુલાવ્યું. ગુસ્સામાં બાળમુનિને મારવા દોડ્યા. રસ્તામાં થાંભલો અથડાયો અને મૃત્યુ પામ્યા. મૃત્યુ પામી પરંપરાએ આ ક્રોધના આવેગે તેને દ્રષ્ટિવિષ સર્પપણાના ભાવમાં ધકેલી દીધા. પણ વીર પરમાત્મા જાણે છે કે આ જીવે ભલે એક અપરાધ કર્યો અને આલોચના નથી કરી, પણ ગમે તેમ તોયે સાધુનો જીવ છે. તપ અને ત્યાગમય જીવન જીવીને ચાલેલા છે. મોક્ષમાર્ગે ડગલાં દઈ ચૂકેલો મુસાફર છે. એનો રસ્તો કદાચ ફંટાયો હશે પણ એની મુસાફરી તો ચાલુ જ છે ને ! મોક્ષમાર્ગનો પ્રબળ પુરુષાર્થી જીવ છે. જરા ભટકી ગયેલો, તો પણ મુસાફર છે. ચાલ, તેને જરા માર્ગે ચડાવી દઉં. મગ્નદયાણ' બિરૂદના ધારક પ્રભુએ તેને એટલું જ કહ્યું - “બોધ પામ! બોધ પામ ! હે ચંડકૌશિક !” - વીરપ્રભુના વચને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થતાં સર્પ પશ્ચાતાપની સરિતામાં ડૂબી ગયો. પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા “કારણ કે તે સાધુ હતા” [54] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #55 -------------------------------------------------------------------------- ________________ દઈ વંદન કરી, અનશન ગ્રહણ કર્યું. ક્યાંથી આવ્યો આ પશ્ચાતાપનો ભાવ? ક્યાંથી આવ્યું અનશન તપનું સ્મરણ? કારણ કે તે સાધુ હતા.” એક જ ભવનું સાધુપણું. તે સાધુ અવસ્થાનો વિનય અને તે સાધુપણામાં કરેલ તપધર્મની આરાધના તેના માટે આ ભવમાં ફરી મોક્ષમાર્ગે ડગલાં દેવામાં પ્રેરકબળ બન્યા . એક ચંડાળ જેવા ઉગ્ર સ્વભાવનો સર્પ ફરી પોતાની સાધુતામાં સ્થિર થયો. અનેક જીવોનો અભયદાતા બન્યો. કીડીઓએ ચારણી જેવું શરીર કરી દીધું તો પણ સમ્યક ભાવે તે પરિષહ-ઉપસર્ગને સહન કર્યા ક્યાંથી આવ્યો આ ભાવ? ક્યાંથી આવી આ તિતિક્ષા? --- કારણ કે તે સાધુ હતા.” બસ, એ જ મોક્ષમાર્ગની મુસાફર ભલે સંયમ ચૂક્યો, પણ મુસાફર તો મોક્ષમાર્ગનો જ હતો નો ફરી માર્ગે આવીને ધ્યેયસિદ્ધિ હાંસલ કરી. == = + == = + = == + = = = + == = “કારણ કે તે સાધુ હતા” [55] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૮-ધર્મરૂચિ તાપસપણાની દીક્ષાને ધારણ કરીને રહેલા ધર્મરૂચિ મૂળથી રાજપુત્ર છે. જિતશત્રુ રાજા અને ધારિણી રાણીના કુલદીપક છે. જિતશત્રુ રાજાને તાપસ દીક્ષા અંગીકાર કરતાં જાણી, ધારિણીરાણી પણ સાથે ચાલ્યા. કોઈ અવસરે પુત્ર ધર્મરૂચિએ અમાવાસ્યાના પૂર્વ દિને ‘અનાકુટ્ટી’ શબ્દ સાંભળ્યો. ત્યારે તેણે તાપસપિતાને પૂછ્યું કે, આ અનાકુટ્ટી એટલે શું? તાપસપિતા જણાવે છે કે, “વત્સ ! વનસ્પતિનું છેદનભેદન કરવું એ પાપક્રિયા છે. આ અમાવાસ્યા જેવો પર્વદિવસ આવે ત્યારે એ દિવસે પાપકાર્ય ન કરવું તે અનાકુટ્ટી કહેવાય. ધર્મરૂચિ તાપસને વિચાર થયો કે મનુષ્યની જેમ વનસ્પતિ પણ સચિત્ત તો છે જ. તો પછી આવી અનાકુટ્ટી સદા-સર્વદા રહેતી હોય તો કેવું સારું? જે તાપસ ચૌદશને દિવસે ઉદઘોષણા કરી રહ્યો છે તેને અનાકુટ્ટીના કાયમી હોવાનો શુભ વિચાર ન આવ્યો. અરે જે પિતાએ અનાકુટ્ટીનો અર્થ જણાવી પાપક્રિયાનો નિષેધ સમજાવ્યો તેને અમાવાસ્યા સિવાયના દિવસે પણ વનસ્પતિ “કારણ કે તે સાધુ હતા” મુનિશ્રી દીપરત્નસાગરજી [56] Page #57 -------------------------------------------------------------------------- ________________ છેદન-ભેદનમાં પાપ છે માટે તેનો ત્યાગ કરવો તે ન સમજાયું અને ધર્મરૂચિને જ આ વિચાર કેમ સ્કૂર્યો? --- કારણ કે તે સાધુ હતા.” ધર્મરૂચિને તપોવન નજીક જૈન સાધુનાં દર્શન થયાં. ધર્મરૂચિ પૂછે છે કે, “હે સાધુજનો ! શું તમારે આજે અનાકુટ્ટી નથી?” સાધુ કહે, “તાપસજી અમારે તો આજીવન અનાકુદી જ હોય છે અર્થાત્ સાવદ્ય આચરણ ત્યાગ જ હોય છે. ધર્મરૂચિને થયું કે, અહો ! મેં પણ આવું આચરણ પૂર્વે ક્યારેક કરેલું છે, તેમ લાગે છે. જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વે પાળેલું સાધુજીવન યાદ આવી ગયું. એ પણ યાદ આવ્યું કે, પૂર્વે મેં સર્વે (વનસ્પતિ). જીવોને અભયદાન આપેલું હતું, માટે જ આ ભવે પણ મને યાવજ્જવ અનાકુદી પાલનની ઈચ્છા જાગી. અને પૂર્વના મુનિરાજ બન્યા વર્તમાનના પ્રત્યેક બુદ્ધ. ધર્મરૂચિ પ્રત્યેક બુદ્ધ બની ગયા. પછી ભાગવતી દીક્ષા પણ ગ્રહણ કરી. અનેકને કંદાદિ ભક્ષણ ન કરવા પચ્ચષ્માણ કરાવ્યાં. પરંતુ આ પ્રત્યેક બુદ્ધપણાની જો કોઈ જડ હોય તો તે એક જ છે. કારણ કે તે સાધુ હતા.” “કારણ કે તે સાધુ હતા” [57] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #58 -------------------------------------------------------------------------- ________________ એક વખત વનસ્પતિ જીવોને આપેલ અભયદાન તેના આત્મપ્રદેશમાં જે ભાવોનું સ્થાપન કરી ગયાં તે જ ભાવોએ આ ભવમાં પણ તેને સાવદ્ય-વૃત્તિથી નીવર્તવાની પ્રેરણા આપી અને એ જ ભાવોએ તેના મુનિજીવનને સ્મરણપટ્ટ પર લાવી બનાવી દીધા પ્રત્યેક-બુદ્ધ. + ===+=== + “કારણ કે તે સાધુ હતા” + [58] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૯-તેટલીપુત્ર તેટલીપુત્રના જીવન-કથનને વિચારતા બે વાત કંઈક વિચારણીય લાગી. એક તો વિષયલોલુપ એવો તે જીવ સાધુ કે શ્રાવક બેમાંથી એક પણ ધર્મને ઈચ્છતો ન હતો તો પણ તે જ ભવે મોક્ષે કેમ ગયો? અને બીજું, જેના ઉપર અપ્રીતિ ઉત્પન્ન થયેલી છે તેવી પોતાની પોટીલા નામની સ્ત્રી જ્યારે દીક્ષા લેવા તૈયાર થઇ ત્યારે તેતલીપુત્રે શરત કરી કે જો તું દીક્ષા અંગીકાર કરી તેના પ્રભાવે સ્વર્ગમાં જાય તો તારે મને પ્રતિબોધ કરવા આવવું. આ બંને ઘટના કંઈક ન સમજાય તેવા ભાવો જન્માવે છે. જે માનવીને સાધુધર્મ કે શ્રાવકધર્મ ગમતો નથી તે અણગમતી પત્નીની પાસે પ્રતિબોધ કરવા આવવાની શરત મૂકે જ કેમ? બીજું, એક પણ વ્રતને ન ઈચ્છતો જીવ તે જ ભવે સર્વવ્રતગ્રાહી બની મોક્ષે જાય કઈરીતે? એક જ ઉત્તર છે - કારણ કે તે સાધુ હતા.” ત્રિવલ્લી નગરે કનકરથ રાજા રાજ્ય કરે. તેટલીપુત્ર તેમના મંત્રી છે. નગરશેઠની પુત્રી પોટીલા ઉપર મોહ થતાં તેટલીપુત્ર મંત્રીએ પોટીલા સાથે લગ્ન કર્યા. મંત્રી દ્વારા જ “કારણ કે તે સાધુ હતા” [59] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉછેરાયેલ કનકરથ રાજાનો પુત્ર કનકધ્વજ રાજા બન્યો. સર્વ કાર્યમાં મંત્રીને જ અગ્રેસર રાખે છે. અન્ય કોઈ દિવસે તેતલીપુત્ર મંત્રીને કોઈ કારણે પોટીલા પર અપ્રીતિ જન્મી. સાધ્વીના ઉપદેશથી પોટીલાને દીક્ષા લેવાની ભાવના જાગી. તેતલીપુત્ર મંત્રીએ કહ્યું કે, જો તું દીક્ષા લઈને કાળ કરીને સ્વર્ગે જાય તો ત્યાંથી મને પ્રતિબોધ કરવા આવવું એમ કબૂલે તો દીક્ષાની આજ્ઞા આપું. પોટીલાએ કબૂલાત આપી, દીક્ષા લીધી. કાળયોગે મૃત્યુ પામીને સ્વર્ગે દેવતા થઇ. પોટીલદેવ મંત્રીને બોધ આપવા આવે છે. વિષયમાં લોલુપ મંત્રીને એકપણ વ્રત લેવા ઈચ્છા ન થઇ. ત્યારે પોટીલદેવે અનેક વિડંબના પમાડી તેને પ્રતિબોધ કર્યો, શ્રાવકધર્મ અંગીકાર કરાવ્યો. બારવ્રતધારી શ્રાવક બનેલા તેતલીપુત્રે કોઈ જ્ઞાનીગુરુ ભગવંતને પોતાનો પૂર્વભવ પૂછ્યો. ગુરુ ભગવંતે જણાવ્યું - “તું પૂર્વ મહાવિદેહ ક્ષેત્રે પુંડરિકીણી નગરીએ મહાપદ્મ રાજા હતો. ગુરુદેશનાથી બોધ પામી ચારિત્ર અંગીકાર કરેલુ. પછી ચૌદપૂર્વધર થયો. એક માસનું અનશન કરી મહાશુક દેવલોકે દેવતા થયો. ત્યાંથી ચ્યવી અહીં તેતલીપુત્ર મંત્રી થયો.” “કારણ કે તે સાધુ હતા” [60] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #61 -------------------------------------------------------------------------- ________________ મંત્રીને પૂર્વભવ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વે ભણેલા ચૌદપૂર્વનું સ્મરણ કરી શુદ્ધ ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન પામી મોક્ષને પામ્યા. આ જ્ઞાત-કથાનું અજ્ઞાત વિષયવસ્તુ એ જ તેનું પૂર્વ ભવનું સાધુપણું. પૂર્વનું સાધુપણે તેને આ ભવે મોક્ષ અર્પ ગયું. પૂર્વના સાધુપણાના અને ચૌદપૂર્વીપણાના સંસ્કારે તેને અણગમતી પત્ની પાસે પ્રતિબોધ કરવાની માંગણી મૂકવા મજબૂર કર્યા. પૂર્વભવના સાધુપણાએ જ તેની વિષય સન્મુખતાને વિષય વિમુખ બનાવી. સમગ્ર ચમત્કારનો એક જ નિષ્કર્ષ--- “કારણ કે તે સાધુ હતા.” === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [61] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૦-કુર્માપુત્ર કોઈ શ્રાવક ઘરમાં વસવા છતાં જો નિસ્પૃહ શિરોમણી થઇ વર્તે તો કુર્માપુત્રની જેમ ઘરમાં પણ નિર્મળ એવા કેવળજ્ઞાનને પામે. આ અર્થને પ્રસ્તુત કરતો શ્લોક વાંચતા જ ઝબકારો થયો. “ પુત્ર રૂવ'- આ કુર્માપુત્ર કોણ છે? ઘેરબેઠાં કેવળજ્ઞાન થયું કેવી રીતે? એમના જીવનમાં આ ચમત્કાર સર્જાયો ક્યાંથી? એક જ ઉત્તર - “કારણ કે તે સાધુ હતા.” યૌવનવયમાં ઘણી સ્ત્રીઓ તેને ઈચ્છતી હતી છતાં આ કુર્માપુત્ર સ્ત્રીથી વિરક્ત જ હતો. કોઈ મુનિના મુખથી ફક્ત સિદ્ધાંતપાઠ સાંભળવાથી તેમને કેવળી બનવાનું નિમિત્ત મળી ગયું. શું આ આશ્ચર્ય નથી? યૌવનવયે સ્વૈચ્છિક સમર્પિત સ્ત્રીથી વિરક્ત રહેવું અને કેવળ શાસ્ત્ર-વચનરૂપ મૂળપાઠનું શ્રવણ જ તેને માટે કેવળી બનવાની સીડી બની જાય એ વાત કંઈ નાનીસૂની છે ? આ અભૂતપૂર્વ ઘટના બની કઈ રીતે? चा “કારણ કે તે સાધુ હતા” [62] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #63 -------------------------------------------------------------------------- ________________ | દુર્ગમપુરમાં દ્રોણ નામક રાજા અને દ્રમાદેવી રાણીને દુર્લભકુમાર નામે પુત્ર હતો. નગરના ઉદ્યાનમાં સમવસરેલ કેવલીના મુખેથી ત્યાં વસતી ભદ્રમુખી યક્ષિણીએ જાણ્યું કે આ દુર્લભકુમાર તેના પૂર્વભવનો સ્વામી છે, ત્યારે દુર્લભકુમારને લઈને પોતાના ભવનમાં ગઈ. દુર્લભકુમારને પણ જાતિસ્મરણ જ્ઞાન થતાં બંને પરસ્પર પ્રીતિવાળા થયા. પણ યક્ષિણીએ કુમારનું આયુષ્ય અલ્પ છે તેમ જાણીને કુમારને વનમાં કેવળી પાસે મૂકી દીધો. કેવળી ભગવંતની વાણી શ્રવણ કરતા તે કુમારને સમકિત પ્રાપ્ત થયું. દીક્ષા લીધી. ત્યાંથી ચ્યવી મહાશુક્ર દેવલોકે દેવતા થયા. આ હતો કુર્મીપુત્રનો પૂર્વભવ. સમ્યક્ત પ્રાપ્ત કરેલ કુમાર પૂર્વભવે શુદ્ધ ચારિત્રની પરિપાલના કરીને આવેલા. તેમણે સમજણપૂર્વક પાળેલ ચારિત્ર તેને સ્ત્રીના રાગથી કે વિષયથી વિરક્ત બનાવનારું થયું અને શુદ્ધ સમ્યત્વે તેને મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી બનાવી દીધાં. દેવલોકથી ચ્યવીને આ કુમાર રાજગૃહી નગરીમાં મહિન્દ્ર રાજાની કુર્મા નામની રાણીના ઉદરે પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું નામ તો ધર્મદેવ પાડેલું હતું પણ કુર્મા રાણીનો પુત્ર હોવાથી બધાં તેને કુર્માપુત્ર કહેતા હતા. “કારણ કે તે સાધુ હતા” [63] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #64 -------------------------------------------------------------------------- ________________ આ કુર્માપુત્રએ એક વખત મુનિને સિદ્ધાંતપાઠ કરતાં સાંભળ્યા. આ પાઠ સાંભળતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વનું શુદ્ધ સમ્યક્ત્વયુક્ત સાધુપણું નજરે નિહાળતાં, ચારિત્રવાસિત આત્મા જાગૃત થઇ ગયો. શુક્લધ્યાનની ધારાએ કુર્માપુત્રને ઘેર બેઠા બેઠા જ ભાવચારિત્ર સ્પર્શી ગયું અને આ ભાવચારિત્રની સ્પર્શનાએ તેને બનાવી દીધા કુમાંપુત્ર કેવલી. એટલું જ નહીં, પણ ચાર દીક્ષિત થયેલા મુનિરાજો પણ જ્યારે કુર્માપુત્ર કેવલી સમીપે આવ્યા અને મૌન ધારીને રહ્યા ત્યારે કુર્માપુત્ર કેવલીએ વર્ણવેલ ચારેના પૂર્વભવના સાધુ-સ્વરૂપને સાંભળીને તે ચાર મુનિરાજો કેવલી થયા. ભાવદીક્ષિત એવા કુર્માપુત્ર કેવલીએ પણ દ્રવ્યવેશને ગ્રહણ કરી, કેશનો લોચ કરી અનેક જીવોને બોધ આપ્યો. પણ આ બધાની પશ્ચાદ ભોમકામાં પડેલું જો કોઈ તત્વ હોય તો એક જ “કારણ કે તે સાધુ હતા.” “કારણ કે તે સાધુ હતા” + [64] + + મુનિશ્રી દીપરત્નસાગરજી Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૧- ક્ષુલ્લક મુનિ નર્તકીના નૃત્યને જોતાં અને ગીતગાનને શ્રવણ કરતાં ક્ષુલ્લકકુમારને અચાનક જ બોધ થયો અને તે સાધુ બનવા તૈયાર થઇ ગયા. વૈરાગ્યને બાધક પદ તેના માટે વૈરાગ્યના સાધકરૂપ બની ગયા. નર્તકીના રૂપ અને લાવણ્ય, ગીત અને ગાન તથા રાજ્ય-પ્રાપ્તિની લાલસા એ સર્વે મોહનીય કર્મના તાંડવ નૃત્યોના નગ્ન નાચ વચ્ચે ક્ષુલ્લકકુમારને સાધુચિહ્ન ધારણ કરવાની અભિપ્સા જાગી ક્યાંથી? --“કારણ કે તે સાધુ હતા.” કંડરિક યુવરાજની અતિ સ્વરૂપવાન પત્ની યશોભદ્રાના રૂપમાં મોહિત પુંડરીકે સગાભાઈને હણી નાખ્યો. શીલરક્ષણ માટે ગર્ભવતી યશોભદ્રાએ ગુપ્ત રીતે નાસી જઈ દીક્ષા ગ્રહણ કરી. ગર્ભવૃદ્ધિ થતાં પ્રવર્તિની સમક્ષ સર્વ વૃર્તાત જણાવ્યું ત્યારે શ્રાવકોએ શાસનની રક્ષા કાજે તે સાધ્વીને સાચવી લઇ પ્રસવ કરાવ્યો અને તેણીને અવતરેલ પુત્રનું ‘ક્ષુલ્લકકુમાર' એવું નામ રખાયું. “કારણ કે તે સાધુ હતા” [65] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #66 -------------------------------------------------------------------------- ________________ આઠ વર્ષની ઉંમરે દીક્ષિત થયેલા કુલમુનિને ચારિત્ર આવરક કર્મનો ઉદય થતાં ચિત્ત વિષયવાસિત બન્યું. માતા પાસે જઈ પ્રવજ્યા છોડવા અનુજ્ઞા માગી. માતૃભાવના સભર મુનિએ માતા સાધ્વીના વચને બાર વર્ષ સાધુપણામાં વિતાવ્યા, પણ વૈરાગ્યવાણીના વારિ તેને ભીંજવી ન શક્યા. બાર વર્ષ પૂર્ણ થતાં પુનઃ સંસારપ્રવેશ માટે રજા માગી. ત્યારે માતાના વચને પ્રવર્તિની સાધ્વી પાસે ગયા. પ્રવર્તિની પરના સાધુ-બહુમાનથી પુનઃ બાર વર્ષ વીતાવ્યા. સૂત્રાર્થ ભણ્યા તો પણ વૈરાગ્યનો રંગ ચડ્યો નહીં એટલે ઉપાધ્યાય ગુરુ પાસે મોકલ્યા. ક્ષુલ્લક્યુનિએ વિનયગુણથી ઉપાધ્યાયના વચનને માન્ય કર્યું. ફરી બાર વર્ષ પ્રવજ્યામાં વ્યતીત કર્યા તો પણ ઉપાધ્યાયની ધર્મદેશના તેમના પ્રતિબોધનું નિમિત્ત ન બની શકી, ત્યારે છેવટે ગચ્છના અધિપતિ આચાર્ય ભગવંતે પોતાની નિશ્રામાં રાખી બાર વર્ષ પર્યત સ્થિરીકરણ પ્રવૃત્તિ કરી તો પણ શુલ્લમુનિ દીક્ષામાં સ્થિર ન થયા. આમ ૪૮ વર્ષનો દીક્ષા-કાળ કેવળ દ્રવ્ય-સાધુપણામાં જ વિતાવ્યો, પણ ભાવ સાધુપણું તેને સ્પર્શી ન શક્યું. હતો એક માત્ર વિનયગુણ. “કારણ કે તે સાધુ હતા” [66] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #67 -------------------------------------------------------------------------- ________________ આ વિનયીપણાએ તેનો ૪૮ વર્ષનો કાળ દ્રવ્યસાધુપણામાં વ્યતીત થયો પણ તે પૂર્વેનો બાલ્યાવસ્થાનો ૧૨ વર્ષનો કાળ તેનામાં જે સાધુપણાના સંસ્કાર સિંચી ગયેલો, તે સંસ્કારવાસિત આત્માએ તેને પુનઃ ચારિત્રમાં સ્થિર કરવા ઉપાદાન પૂરું પાડ્યું. બાકી બધાંની રજા માંગી છે ઘેર જવા માટે. ક્યાંય સંમતિ મળતી નથી. માતા સાધ્વીએ પૂર્વે આણેલ રત્નકંબલ અને રાજમુદ્રા લઈને આપમેળે જ સાધુચિહ્નોનો ત્યાગ કરી પોતાના જ રાજ્ય સાકેતપુરમાં રાજ્ય માટે પાછા ફરે છે. તે વખતે રાજસભામાં નર્તકી નાચ-ગાન કરી રહી છે. ઘણી રાત્રી સુધી નાચ-ગાન કરતી નર્તકી છેલ્લે થાકી અને તેના નેત્રો નિદ્રાથી ઘેરાયા એટલે નર્તકીની અક્કા જણાવે છે કે - હે સુંદરી, તે ઘણી રાત્રી સુધી સુંદર નૃત્ય અને ગીતનાચ કર્યા. થોડા સમય માટે પ્રમાદ કરીશ તો આ બધી જ મહેનત વ્યર્થ જશે. આટલું સાંભળતા નર્તકી સાવધાન બની ગઈ, પણ લક્ષ્મી પ્રાપ્તિ માટે સાવધ બનેલી નર્તકીની સાથે-સાથે ક્ષુલ્લક મુનિ પણ સાવધાન થઇ ગયા. નર્તકીને રત્નકંબલ ઇનામમાં આપી દીધું. તેમના ચિત્તમાં એક ઉહાપોહ જાગ્યો... “કારણ કે તે સાધુ હતા” [67 મુનિશ્રી દીપરત્નસાગરજી Page #68 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યબાધક પદનો અર્થ તેને વૈરાગ્યસાધક બન્યો. ૬૦ વર્ષ ચારિત્રમાં વિતાવ્યા, હવે તો આમ પણ અલ્પજીવન બાકી છે. નાહકનું રાજ્યમાં લોલુપ બની દુર્ગતિમાં જવું તેના કરતાં થોડા કાળ માટે હું પણ પ્રમાદ ખંખેરી દઉં તો શું ખોટું? પુનઃ મુનિપણું ધારણ કરી સદ્દગતિના ભાજક બન્યા.... “કારણ કે તે સાધુ હતા.” === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [68] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૨-સુવ્રત-સાધુ મધ્યરાત્રિએ ગ્રહણ કરેલા સિંહ કેસરિયા લાડુ સુવતમુનિને પ્રભાતકાળે કેવળજ્ઞાન આપી ગયા.” આટલું વાક્ય સાંભળતા ચિત્ત વિહ્વળ બની ગયું કે એક તો રાત્રીનો કાળ, સાધુ ભિક્ષાર્થે નીકળે, વળી આવી પ્રણીત રસપ્રચુર ખાદ્યસામગ્રી વહોરે અને સવારે પાછું કેવળજ્ઞાન પ્રાપ્ત કરે.... આમ બનતું હશે કદી? કહેતા ભી દીવાના-સુનતા ભી દીવાના.” પણ બન્યું. ભાગ્યશાળી, ખરેખર બન્યું. પણ, આમ કેમ બન્યું કારણ શું? --- કારણ કે તે સાધુ હતા.” સુવ્રત નામે એક સાધુ છે. તેઓ માસક્ષમણના તપસ્વી મુનિ છે. પારણે પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અભિગ્રહ ગ્રહણ કરવારૂપ “વૃત્તિ સંક્ષેપ' તપ કરેલો છે. અતિ તપસ્વી હોવાથી સર્વકાળ-ગૌચરી માટે શાસ્ત્રસંમત હોવાથી પ્રથમ પોરિસીમાં જ ગૌચરી અર્થે નીકળેલા છે. સિંહકેસરિયા લાડુની લાણી થતી જોઈ તેણે નક્કી કર્યું કે ફક્ત એક જ દ્રવ્ય - સિંહકેસરિયા લાડુ' જ ભિક્ષાર્થે ગ્રહણ કરવા. “કારણ કે તે સાધુ હતા” [69] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #70 -------------------------------------------------------------------------- ________________ | મધ્યાહ્નકાળ પૂર્ણ થયો ત્યાં સુધી ઘેર-ઘેર ગૌચરી ફર્યા | પણ તેને સિંહકેસરિયા લાડુનો યોગ ન મળ્યો. પરિણામે ક્લિષ્ટ અધ્યવસાયથી તેના મુખે ધર્મલાભ' શબ્દને સ્થાને સિંહકેશરા' શબ્દ જ નીકળવા લાગ્યો. એમ કરતાં ચારે પ્રહર અને દિવસ પણ પૂર્ણ થઇ ગયો. મધ્યરાત્રિ આવી પહોંચી તો પણ તેનું ગમનાગમન ચાલુ જ રહ્યું. રાત્રિના બે પ્રહર વિત્યા ત્યારે કોઈ શ્રાવકનું ઘર ખુલ્લું જોઈ ત્યાં પ્રવેશ કર્યો, ત્યારે પણ ધર્મલાભને બદલે સિંહકેશરા' શબ્દ જ મુખેથી નીકળ્યો. શ્રાવક પણ ખરેખર “શ્રાવક” જ હતો. વિપરીત વિચારણાને બદલે તેણે ચિંતન કર્યું કે આ સાધુભગવંત ઉગ્ર તપસ્વી છે. હજી ગઈ કાલે પણ મેં તેમની અપ્રમત્તતા જોઈ છે. હાલ પણ જયણાના ભાવો તેના અન્ય વર્તનમાં દેખાય છે. સંસારી હતા ત્યારે પણ ઋદ્ધિસંપન્ન હતા અને વૈરાગ્યથી જ દીક્ષિત થયા છે. બહારથી તેના ભાવો ભલે પડેલા દેખાય પણ મુનિ હજી મૂલગુણઘાતી જણાતા નથી.માટે કંઇક યોગ્ય કરણીથી તેમનો ભાવ જાણું. શ્રાવકે વિધ-વિધ વસ્તુ, રસપ્રચુર મીઠાઈ આદિ સર્વે વસ્તુઓ સાધુ સમક્ષ ધરી દીધી પણ સુવ્રતમુનિ તો દરેક “કારણ કે તે સાધુ હતા” 70] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #71 -------------------------------------------------------------------------- ________________ વખતે એક જ ઉત્તર આપે છે—“મને આ વસ્તુનો ખપ નથી.” અભિગ્રહધારી છે એટલે અન્ય વસ્તુ લેતા નથી અને જોઈતી વસ્તુ માંગતા નથી. શ્રાવકે તર્કથી વિચાર્યું કે આ મુનિશ્રી આવતાની સાથે જ ‘સિંહકેશરા' શબ્દ બોલ્યા હતા. નક્કી તેમનું ચિત્ત ભ્રમિત થયું છે માટે સિંહકેશરા લાડુ લઈને મૂકવા દે. શ્રાવકે આખું પાત્ર ભરીને સિંહકેશરા લાડુ વહોરાવી દીધા. મુનિ સ્વસ્થચિત્ત થઇ ગયા. શ્રાવકે સુવ્રતમુનિની અત્યંત પ્રશંસા કરીને પૂછ્યું કે, હે ભગવંત ! આપ તો ધન્ય છો - શ્રુતના પારગામી છો. હું રોજ નવકારશી પચ્ચક્ખાણ કરું છું પણ આજે પુરિમટ્ટુ કરેલ છે તો આપ જણાવવાની કૃપા કરશો કે અવસર થયો છે કે નહીં? શ્રુતના પારગામી સુવ્રતમુનિએ જ્ઞાનના બળે આકાશ જોઇને જાણ્યું કે, અરે! આ તો મધ્યરાત્રિ કાળ છે તો હુ અત્યારે આ સ્થળે કેમ? શ્રાવકના વચને ચિત્ત ઉપર ચોંટ આવી અને રાત્રી હોવાથી ગમનાગમન અયોગ્ય જાણી શ્રાવક પાસે વસતિ યાચના કરી ત્યાં જ ધ્યાનમગ્ન થઇ ગયા. પ્રાતઃકાળે શુદ્ધ સ્થંડિલ ભૂમિ શોધી સિંહકેશરા લાડુનું ચૂર્ણ કરી પરઠવતાં “કારણ કે તે સાધુ હતા” [71] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #72 -------------------------------------------------------------------------- ________________ તેમની અનશનથી આરંભાયેલ વૃત્તિ સંક્ષેપ તપથી પરિપૂર્ણ યાત્રા ધ્યાન-તપ સુધીનો મોક્ષમાર્ગ વટાવી ગઈ અને પ્રાપ્ત થયું કેવળજ્ઞાન. આ તપયાત્રાની પશ્ચાદુ ભૂમિકામાં છુપાયેલ રહસ્ય | હોય તો એક જ -- “કારણ કે તે સાધુ હતા.” ભાવસાધુમાંથી દ્રવ્ય સાધુતા ધારણ કરી ચૂકેલા સુવતમુનિ પુનઃ ભાવસાધુ બની મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી બની ગયા. પરમાત્મપદને પામ્યા. === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [22] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૩-બ્રાહ્મણી શ્રી ગૌતમસ્વામીએ પ્રણિપાત-વંદનાપૂર્વક પરમાત્મા મહાવીરને પૂછ્યું કે, હે ભગવંતા તે બ્રાહ્મણીએ પોતાના પૂર્વભવની એવી કઈ વાત કરી કે તે સાંભળીને તેની સાથે તેના પતિ ગોવિંદ બ્રાહ્મણે પણ દીક્ષા લીધી. પરમાત્માએ આપેલા ઉત્તરનો નિષ્કર્ષ એ જ કે - કારણ કે તે સાધુ (સાધ્વી) હતા.” આ સ્ત્રી બરાબર એક લાખ ભવ પૂર્વે ક્ષિતપ્રતિષ્ઠિત નગરના રાજાની રૂપી નામે કુંવરી હતી. લગ્ન થતાં જ તેના પતિનું મૃત્યુ થયું. અગ્નિપ્રવેશ કરવા ઈચ્છતી રૂપીને રાજાએ જૈનધર્મમાં અનુરક્ત થવા સલાહ આપી. કાળક્રમે તે રૂપી રાજ્યની બાગડોર સંભાળતી રાજા બની. અનુક્રમે શીલસન્નાહ સ્વયંબુદ્ધ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. એકદા શીલસન્નાહ મુનિ સમેતશિખર પર્વતે સંલેખના માટે તૈયાર થયા ત્યારે રૂપી સાધ્વીએ પણ સંલેખના માટે અનુમતિ માંગી. ગુરુભગવંતે જણાવ્યું કે, સર્વ પાપની આલોચના કરી નિઃશલ્ય બનીને જ સંથારો લઇ શકાય. “કારણ કે તે સાધુ હતા” [73] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #74 -------------------------------------------------------------------------- ________________ રૂપી સાધ્વીએ સર્વ પાપોની આલોચના કરી, પણ તે | રાજા હતી તે વખતે તેણીની દ્રષ્ટિમાં ઉત્પન્ન થયેલા કામવિકારની આલોચના ન કરી ત્યારે શીલસન્નાહ ગુરુભગવંતે અનેક દ્રષ્ટાંતોથી વૈરાગ્યમય દેશના આપી સારણા-વારણા કર્યા પણ રૂપી સાધ્વીએ ગૃહસ્થપણામાં કરેલી ફક્ત એક ભૂલની આલોચના કરી નહી. એક જ શલ્ય સિવાય સર્વ શલ્યો મુક્ત કર્યા. આ એક જ શલ્ય રૂપ વિરાધક ભાવે તેને ૯૯૯૯૭ ભવ ભટકાવી. પછી ફરી એક વખત મનુષ્યભવ પામીને તેણીએ દીક્ષા ગ્રહણ કરી. ભલે એક શલ્ય તેને ૯૯૯૯૭ ભવ ભટકાવી ગયું, પણ બાકીની શુદ્ધ ધર્મ-આરાધના અને ચારિત્રપાલને તેને ફરી સાધુપણું આપ્યું. ત્યાંથી મૃત્યુ પામી ઇન્દ્રની અગ્ર મહિષી બનીને આ ભવે તે ગોવિંદ બ્રાહ્મણની પત્ની બની. તેની ચારિત્ર આરાધના-વિરાધનાની કથા અને તેનો વિલાપ સાંભળીને ગોવિંદ બ્રાહ્મણને દીક્ષા લેવાની ભાવના જાગી. આટલી વાત સાંભળીને ગૌતમસ્વામીએ પરમાત્મા મહાવીરને પૂછ્યું કે, હે ભગવન્! તો હવે આ સ્ત્રી (બ્રાહ્મણી) ની ગતિ શું થશે? “કારણ કે તે સાધુ હતા” [24] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #75 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા જણાવે છે કે, હે ગૌતમ ! આ ભવમાં ચારિત્ર પામીને આ સ્ત્રી મોક્ષે જશે. ૯૯૯૯૭ ભવ ભટકનાર અને ૯૯૯૯૭ ભવ સુધી તિર્યંચ-નારકી જેવી દુર્ગતિમાં રખડનાર જીવ અને તેય મોક્ષે જશે તે વાત – એ બંને કઈ રીતે બંધ બેસે? - બને. બધું જ શક્ય બને ભાગ્યશાળી ! બધું જ – “કારણ કે તે સાધુ(સાધ્વી) હતા.” ભવભ્રમણ માટે શલ્ય નિમિત્ત જરૂર બન્યું. કિંચિત્ વિરાધકભાવે તેને મોક્ષમાર્ગમાં કંઈ કેટલીયે અડચણો ખડકી દીધી. પણ તોયે સાધુપણાને પામેલો જીવ હતો ને? એ એક વખતનો ચારિત્ર સંસ્પર્શ તેને માટે પારસમણિ સાબિત થયો. કથીર એવા આત્માને આ પારસમણિએ કંચન બનાવી દઈને ફરી મોક્ષમાર્ગનો પ્રબળ પુરુષાર્થી-પ્રવાસી બનાવી દીધો અને અંતે આપી ગયો મોક્ષરાજ્યની ગાદી. += “કારણ કે તે સાધુ હતા” + [75] + મુનિશ્રી દીપરત્નસાગરજી Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૪-અરણિક મુનિ જ્યારે માતા-સાધ્વી કહે છે કે, હે અરણિક ! તું ફરીથી દીક્ષા ગ્રહણ કર. ત્યારે અરણિક જવાબ આપે છે, તે જનની ! સંયમક્રિયાનું પાલન મને દુષ્કર લાગે છે. નિરંતર ૪૭ દોષરહિત આહાર કરવો, ક્ષણભર પણ પ્રમાદ ન કરવો. નિરતિચારપણે “કરેમિ ભંતે'ની પ્રતિજ્ઞાનું પાલન કરવું. હે માતા, આ બધી સંયમક્રિયા કરવા હું શક્તિમાન નથી. હું મહાપાપી છું. વ્રતનું પાલન મારાથી થઇ શકતું નથી. આવા વાક્યો બોલનાર, આવા અશુભ અધ્યવસાયો ધરાવનાર અરણિક અંતે સદ્દગતિને પામ્યા અને એ પણ તે જ ભવમાં. સ્વપ્ન પણ ન માની શકાય તેવી આ વાત એક વાસ્તવિક ઘટના બની ગઈ. મોક્ષમાર્ગથી વિમુખ જીવાત્મા આટલો મોક્ષ સન્મુખ બન્યો કઈ રીતે? --“કારણ કે તે સાધુ હતા.” તગરા નામે નગરી. દર શ્રાવક - ભદ્રા શ્રાવિકા. તેનો પુત્ર અરણિક. અહન્મિત્રસૂરિ પાસે સપરિવાર દીક્ષા ગ્રહણ “કારણ કે તે સાધુ હતા” [26] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #77 -------------------------------------------------------------------------- ________________ કરી. દત્ત મુનિ સુંદર ચારિત્ર પાળે છે પણ પુત્ર ઉપરના વાત્સલ્યથી અરણિક મુનિને ભિક્ષાર્થે મોકલતા નથી. કાળક્રમે દત્તમુનિ સમાધિમરણ પામ્યા. પછી અરણિકને ભિક્ષા લેવા જવાનો અવસર આવ્યો. સુકુમાર મુનિ છે, નાની વય છે, શ્રમ લીધો નથી. તપેલી ધરતીની ધૂળથી પગ દાઝવા લાગ્યા. સૂર્યના કિરણથી મસ્તક તપી ગયું. તૃષાથી મુખ શોષાવા લાગ્યું. વિશ્રામ માટે કોઈ ગૃહસ્થના ઘરની છાયામાં ઊભા રહ્યા. કામદેવ સમાન આકૃતિવાળા મુનિને જોઇને એક સ્ત્રી કે જેનો પતિ લાંબા સમયથી પરદેશ ગયેલો તેણીએ આ યુવામુનિથી આકર્ષાઈને મુનિને પોતાના ઘરમાં બોલાવ્યા. સુંદર આહાર, વિકારયુક્ત ચેષ્ટા અને વાણીથી મુનિને વ્રતભંગ કરવા ઉત્સુક બનાવ્યા. અરણિક મુનિ પણ સાધુપણું ભૂલી ત્યાં જ રહી ગયા. ઉપાશ્રયે અરણિક મુનિ ન આવતા બધે જ તપાસ કરીને તેમના માતા-સાધ્વીને નિવેદન કર્યું. માતા-સાધ્વી આ વૃતાંતથી પાગલ જેવા બની ગયા. ભ્રમિત ચિત્તવાળા સાથ્વી સર્વે સ્થાને “અરણિક-અરણિક'ની બૂમો પાડતાં ગદ્દગદ્દ વિલાપ કરે છે. અનેક દિવસો આ રીતે ભદ્રા સાધ્વીના પસાર થયા. “કારણ કે તે સાધુ હતા” [27] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #78 -------------------------------------------------------------------------- ________________ એક વખત ગવાક્ષમાં બેઠેલા અરણિકે તેની આ ઉન્મત્ત સ્થિતિ જોઈ, ખૂબ જ દુઃખ અનુભવતો તે માતા-સાધ્વીના પગે પડી ગયો. લજ્જા અને વિનયયુક્ત અરણિકે પૂર્વેના ચારિત્ર અભ્યાસથી પ્રશસ્ત ધર્માનુરાગ અને અનંતા શુભ અધ્યવસાયથી માતાને સર્વે વૃતાંત જણાવી ક્ષમાયાચના કરી. જ્યારે માતાએ પુનઃ ચારિત્ર લેવા કહ્યું ત્યારે અરણિક જણાવે છે કે, હે માતા ! આ દુષ્કર ચારિત્ર મારાથી પાળી નહીં શકાય. તમે કહો તો અનશન કરી દઉં. માતાના વચને વિનયીપુત્રે પુનઃ દીક્ષા લીધી. ગુરુ ભગવંતની આજ્ઞાપૂર્વક તુરંત જ અનશન માટે તૈયાર થયા. સર્વ સાવદ્યના પચ્ચક્માણ, પાપની નિંદા, સર્વ પ્રાણી સાથે ક્ષમાપના, ચાર શરણાનું ગ્રહણ કરી ધગધગતી શીલા ઉપર અનશન કરી દીધું. મુહૂર્તમાં કાયા ઓગળી ગઈ અને શુભ ધ્યાને આપી સદ્દગતિ. આવો વૈરાગ્યભાવ - આવું વિનયીપણું - આવું પુરૂષાકાર પરાક્રમ - આવી તીવ્ર તપશ્ચર્યા એક સુકુમાલ મુનિને – એક રાગી અને સ્ત્રીસંગી જીવમાં આવી ક્યાંથી ? - કારણ કે તે સાધુ હતા.” === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [78] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૫-સુભદ્રા વિંધ્યાચળ પર્વતની સમીપે વેભેલ નામક સન્નિવેશમાં સોમા નામક રૂપવતી બ્રાહ્મણી સ્ત્રી છે. રાષ્ટ્રકૂટ નામના બ્રાહ્મણને પરણેલી છે. બત્રીસ પુત્ર-પુત્રીથી વ્યથિત આ સ્ત્રીને સાધ્વીને વહોરાવતી વેળા જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ જોયો, વૈરાગ્ય પામી, દીક્ષા લીધી, અનશન કર્યું, દેવ થઇ, મહાવિદેહે જઈ મોક્ષને પામશે. આ છે જ્ઞાત કથા. બધાં જ દીક્ષા લે - પાળે પણ ખરા કદાચ મોક્ષે પણ જાય એમાં નવાઈ શી છે ? એવું કયું અજ્ઞાત વિષયવસ્તુ આ કથામાં પડેલું છે જે સોમા બ્રાહ્મણીને મોક્ષે લઇ ગયું ? --“કારણ કે તે સાધુ હતા.” મોક્ષપ્રાપ્તિમાં નિમિત્ત તો બન્યું સોમાનું સાધ્વી’પણું, પણ સોમાને સાધ્વી બનવામાં નિમિત્ત શું હતું? તે હતો તેણીનો પૂર્વભવ. શું હતો એ પૂર્વભવ ? તેણી વારાણસી નગરીમાં સુભદ્રા સાર્થવાહની પત્ની હતી. પુત્રના અભાવથી પીડાતી તે સ્ત્રીએ સાધ્વીજીના “કારણ કે તે સાધુ હતા” [79] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશથી દીક્ષા લીધી. સ્વાધ્યાયમાં તત્પર હતા અને સુંદર ચારિત્રપાલન કરતા હોવા છતાં અપત્યમોહમાં ગળાડૂબ એવા તે સુભદ્રાસાધ્વીને વૃદ્ધ સાધ્વીની અનેક સમજાવટ નિષ્ફળ નીવડી. છેવટે પાક્ષિક અનશન કરી પ્રથમ સ્વર્ગે દેવી થયા. પરમાત્મા મહાવીરને વાંદવા આવી ત્યારે પણ પૂર્વભવના બંને અભ્યાસ આ ભવે પ્રગટ થયા. સાધ્વીપણાના અભ્યાસે ભગવંત મહાવીરની ભક્તિ પણ અદ્દભૂત હતી અને બાળકના રાગને લીધે નાટ્ય કરતી વખતે પણ ઘણાં બાળકોને વિકુર્તીને જ ભક્તિનૃત્ય કરતી. આ બહુપુત્રિકાદેવીને જોઇને ગૌતમસ્વામીને પ્રશ્ન થયો કે, હે ભગવન્! આમ કેમ ? પરમાત્માએ મિષ્ટ વાણીથી સમગ્ર પૂર્વભવ જણાવી કહ્યું કે, આ દેવી હવે સોમા બ્રાહ્મણી થશે. ત્યાં તેને પ્રતિવર્ષ પુત્ર-પુત્રીનું જોડલું જન્મશે. એવું સોળ વર્ષ ચાલશે અને ૩૨ પુત્ર-પુત્રીની માતા થશે. સંતાનોના પ્રભાવે દુઃખી થયેલી સોમા પૂર્વભવનું સ્મરણ થતાં દીક્ષા ગ્રહણ કરશે. પોતાના વિરાધક ભાવોની આલોચના કરી તૃતીય ભવે મહાવિદેહ મોક્ષમાં હશે. આ હતી તેની મોક્ષયાત્રા. મોક્ષયાત્રામાં નિમિત્ત હતો તેનો દુઃખગર્ભિત વૈરાગ્ય. દુ:ખગર્ભિત વૈરાગ્યમાં નિમિત્ત હતું “કારણ કે તે સાધુ હતા” [80] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #81 -------------------------------------------------------------------------- ________________ તેનું બહુ સંતાનપણું–બહુ સંતાનપણામાં નિમિત્ત હતો તેનો | મોહગર્ભિત વૈરાગ્ય. આ મોદ્ગર્ભિત અને દુ:ખગર્ભિત વૈરાગ્ય જ તેના માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્યનો નિમિત્ત બન્યો. અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અર્પી ગયો તેને મોક્ષમહેલનું ચિર સ્થાયિત્વ. પણ બધાના મૂળમાં અજ્ઞાત કથાના વિષયવસ્તુનો નિષ્કર્ષ જોવો હોય તો આ લેખમાળાનું મૂળ શીર્ષક જ યાદ કરવું પડે. - “કારણ કે તે સાધુ હતા.” == = + == = + = == + = = = + == = “કારણ કે તે સાધુ હતા” [21] મુનિશ્રી દીપરત્નસાગરજી Page #82 -------------------------------------------------------------------------- ________________ આ પરિશીલનને અંતે એક અભ્યર્થના આ જ છે મારી કલમની યાત્રા. આ જ છે જ્ઞાત કથાઓનું અજ્ઞાત વિષયવસ્તુ. આ જ છે તેનો નિષ્કર્ષ - કારણ કે તે સાધુ હતા.” આવી અનેક ઘટના જૈન શાસનની તવારીખમાં નજરે પડે છે. જરૂર છે માત્ર હકારાત્મક વિચારણાયુક્ત નીર-ક્ષીર દ્રષ્ટિની. જો હૃદયમાં સમ્યક શ્રદ્ધા ધારણ કરી, મોક્ષમાર્ગના પ્રબળ પુરૂષાર્થી તરફ સર્ચ-લાઈટ ફેંકશો તો તમને પણ મળી રહેશે આવા અનેક પ્રતિભાવંત આત્માના જીવન અને કવન. નિર્મળ એવા દર્શનપદને નમસ્કાર કરી આપણે સૌ નિર્મળ દ્રષ્ટિથી જીવનની પવિત્રતા તરફ નજર ફેંકીએ અને બની જઈએ ભાવિમાં નિર્મળ દ્રષ્ટિ પામનાર જીવો માટેની પ્રાગૈતિહાસિક પ્રતિભા. --- મુનિ દીપરત્નસાગર....... “કારણ કે તે સાધુ હતા” [32] મુનિશ્રી દીપરત્નસાગરજી