________________
મોહમુક્ત જ હતો. કેમ કે તે પૂર્વભવનો સાધુનો જીવ છે. સાધનાપથ ઉપર ચાલતાં દેવલોકની યાત્રા કરીને અહીં ઈલાચી બન્યો છે.
તે પૂર્વભવની સાધુતાથી વાસિત બનેલો આત્મા ઈલાચીના શરીરને ધારણ કરીને બેઠો છે. તેનું શરીર યુવાન બન્યું છે, પણ આત્મા તો સાધુ-ધર્મ પામીને સંસ્કારિત છે ને ! પછી તેનું ચિત્ત કઈ રીતે કામાકુળ બને ? ગમે તેમ તો યે તે પૂર્વે તેઓ સાધુ હતા.
મૂઢમતિ પિતાએ તેને સંસારસાગરમાં નિમજ્જ કરવા જ લુચ્ચાની ટોળકીમાં મૂકેલો અને વસંતઋતુએ ફેલાવેલા મોહસામ્રાજ્યએ તેને પળવાર માટે દાસ બનાવી દીધો; લેખીકાર નટની પુત્રીના મોહમાં મોહિત કરી દીધો.
કુસંગતિએ નટપુત્રીના મોહમાં પાગલ આ યુવાને નટપુત્રી સાથેના વિવાહ કરવા માટે જ નટકળાનું શિક્ષણ લીધું. કુશળ નટ બનીને બેનાતટ નગરે મહિપાળ રાજા સમક્ષ વાંસડા ઉપર નૃત્ય આરંભ કર્યું. ક્યારે રાજા રીઝે ? ક્યારે તે દાન આપે? ક્યારે મને નટડીનો હસ્તમેળાપ થાય ?
મોહનો દાસ બનેલ રાજા પણ દેવાંગના સમાન અંતઃપુરને ભૂલી નટડીમાં મોહિત થયો છે.
“કારણ કે તે સાધુ હતા”
[35]
મુનિશ્રી દીપરત્નસાગરજી