________________
કે, હે મહાત્મન ! આપના જેવા વૈરાગ્યવાસિત ચિત્તવાળા ઉચ્ચ કોટિના આત્મામાં આવો પ્રગાઢ રાગનો માળો કેમ બંધાયો ?
આપણા ચિત્તમાં પણ આવી જ ચકમક ઝરે કે મોહરાજાના સંપૂર્ણ સામ્રાજ્યમાં દાસની જેમ આળોટતા આ યુવાને, મોહનગરમાં પ્રવેશ કર્યા વિના જ, સમગ્ર મોહનગરને જીતીને મહારાજા પદ કઈ રીતે પ્રાપ્ત કર્યું ?
પણ ના.... અહીં જ ભૂલ થાય છે. આ યુવાનનું બચપણ અને યુવાવસ્થાનો આરંભ તમે જાણતા નથી, માટે આ પ્રશ્ન તમારા ચિત્તને ચકડોળે ચઢાવી રહ્યો છે.
ઇભ્ય નામક અતિ સંપત્તિવાન શ્રેષ્ઠીને ધારિણી નામક સ્ત્રીની કુક્ષીમાં આ યુવાને જ્યારે જન્મ ધારણ કર્યો ત્યારે ખૂબ જ સુંદર રૂપ-આકૃતિવાળા આ ઈલાચીપુત્રના સંસ્કરણમાં કોઈ જ ક્ષતિ હતી જ નહીં. યુવાવસ્થાને પામ્યો ત્યારે પણ તે લેશમાત્ર સ્ત્રીજનના મોહમાં ફસાયો ન હતો. તેને કામશાસ્ત્રને બદલે સાધુ પેઠે સમ્યકશાસ્ત્રના સ્વાધ્યાયમાં જ રૂચિ હતી. યૌવનનો ઉન્માદ તો તેને સ્પર્યો જ ન હતો.
ન બને, કદી ન બને” એમ જ આપણે વિચારીશું ને ? પણ આ સત્ય છે,પરમ સત્ય ! આ યુવાન ખરેખર
“કારણ કે તે સાધુ હતા”
[34]
મુનિશ્રી દીપરત્નસાગરજી