________________
૧૧-ઈલાચીપુત્ર
લંખીકાર નટની પુત્રીમાં મોહિત થયેલો, તે નટડી સાથે જ લગ્ન કરવાની તમન્ના ધરાવતો એવો તે ઈલાચીપુત્ર પોતાની સર્વ નટશક્તિને કામે લગાડીને વાંસડા ઉપર નાચી રહ્યો છે. પોતાની નૃત્યકળાથી રાજાને પ્રસન્ન કરીને પુષ્કળ ધન ઉપાર્જન કરી લંખીકાર નટના ચરણે ધરીને ઈલાચીને નટપુત્રીનું કન્યાદાન મેળવવું છે.
મોહના તાંડવમાં ફસાયેલ મનોદશાવાળા ઈલાચીની રાગભાવના વાંસડા ઉપર જ વિરાગભાવમાં પલટાઈ ગઈ. વૈરાગ્યધારાએ ભીંજાતા હૃદયે કર્મના પડળો ખેરવવા માંડ્યા અને મોહમગ્ન ઈલાચીએ મોહનીય કર્મના બીજને જ ભસ્મીભૂત કરી દીધું.
તેના મોહનીય કર્મનો ક્ષય થતાં જ જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય અને અંતરાય કર્મના ભુક્કા કરી દીધા. આકાશમાં નિરાધાર નાચતા એવા ઈલાચીને વાંસડા ઉપર જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
દેવતા અર્પિત સાધુવેશને ધારણ કરેલા ઈલાચી કેવળીનો ધર્મોપદેશ સાંભળતાં રાજાએ પહેલો જ પ્રશ્ન એ કર્યો
“કારણ કે તે સાધુ હતા” [33]
મુનિશ્રી દીપરત્નસાગરજી