________________
પણ, આ ઈલાચી તો પૂર્વભવનો સાધુનો જીવ છે.
દૂર કોઈ ગૃહને આંગણે ભિક્ષાર્થે પ્રવેશેલા મુનિરાજ છે સામે પદ્મિની જેવી સૌંદર્ય-સામ્રાજ્ઞી સ્ત્રી મુનિરાજને લાડુ વહોરાવવા આગ્રહ કરતી હોય છે અને નીચી નજરે જ ઇન્કાર કરતાં મુનિને જુએ છે, આ જોઇને જ ઈલાચીની વિચારધારા પલટાઈ. પૂર્વનું સાધુપણું વિજયી બન્યું અને મોહરાજાની નોકરી છોડી દીધી.
ભલે પૂર્વભવમાં આ મદનને પ્રાણવલ્લભા મોહિનીનો તીવ્ર મોહ હતો – ભલે તે મોહે આ ભવમાં તે જ મદનરૂપ ઈલાચીને નટપુત્રી બનેલ મોહિનીનો મોહ થયો, તો પણ તે મોહને સર્વથા ત્યજીને કેવલી બની મોક્ષે ગયા.
- “કારણ કે તે સાધુ હતા.”
===
+
===
+
===
+
===
+
===
“કારણ કે તે સાધુ હતા”
[36]
મુનિશ્રી દીપરત્નસાગરજી