________________
૧૨-આર્દ્રકુમાર
વાત તો કેટલી નાની છે - અનાર્યભૂમિમાં જન્મેલ રાજકુમાર આર્દ્રકુમાર ધર્મનો કક્કો પણ જાણતો નથી. છતાં તે જ ભવે સ્વયં બોધ પામી, દીક્ષા ગ્રહણ કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે પણ ગયા.
સાવ આવી નાની-અમથી વાતમાં એક જ તંતુ પકડાય કે જ્યાં ધર્મ નથી, ધર્મગુરુ નથી, ધર્મસ્થાનક નથી ત્યાં વળી દીક્ષા અને મોક્ષપ્રાપ્તિ સુલભ બને જ કેવી રીતે ? કથાનું જ્ઞાત વિષયવસ્તુ તો એટલું જ કે
અભયકુમારે જિનપ્રતિમા મોકલી.....
આર્દ્રકુમારને તેનું દર્શન કરતાં જાતિસ્મરણજ્ઞાન થયું પૂર્વભવે કરેલી વ્રતવિરાધના યાદ આવી.....
પૂર્વભવમાં તે સામાયિક નામક કણબી હતો, તે ભવમાં પ્રમાદથી વિરાધેલ વ્રત આર્દ્રકુમારના ભવમાં આંખમાં પડેલ કણાની માફક ખૂંચી ગયું.....
અનાર્યભૂમિથી નીકળી, આર્યભૂમિમાં આવ્યો.... સ્વયં ચારિત્ર ગ્રહણ કર્યું.....
નિરતિચાર ચારિત્રની પાલના શરુ કરી.
“કારણ કે તે સાધુ હતા” [37] મુનિશ્રી દીપરત્નસાગરજી