________________
૨૨-સુવ્રત-સાધુ
મધ્યરાત્રિએ ગ્રહણ કરેલા સિંહ કેસરિયા લાડુ સુવતમુનિને પ્રભાતકાળે કેવળજ્ઞાન આપી ગયા.” આટલું વાક્ય સાંભળતા ચિત્ત વિહ્વળ બની ગયું કે એક તો રાત્રીનો કાળ, સાધુ ભિક્ષાર્થે નીકળે, વળી આવી પ્રણીત રસપ્રચુર ખાદ્યસામગ્રી વહોરે અને સવારે પાછું કેવળજ્ઞાન પ્રાપ્ત કરે.... આમ બનતું હશે કદી? કહેતા ભી દીવાના-સુનતા ભી દીવાના.” પણ બન્યું. ભાગ્યશાળી, ખરેખર બન્યું. પણ, આમ કેમ બન્યું કારણ શું? ---
કારણ કે તે સાધુ હતા.” સુવ્રત નામે એક સાધુ છે. તેઓ માસક્ષમણના તપસ્વી મુનિ છે. પારણે પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અભિગ્રહ ગ્રહણ કરવારૂપ “વૃત્તિ સંક્ષેપ' તપ કરેલો છે. અતિ તપસ્વી હોવાથી સર્વકાળ-ગૌચરી માટે શાસ્ત્રસંમત હોવાથી પ્રથમ પોરિસીમાં જ ગૌચરી અર્થે નીકળેલા છે. સિંહકેસરિયા લાડુની લાણી થતી જોઈ તેણે નક્કી કર્યું કે ફક્ત એક જ દ્રવ્ય - સિંહકેસરિયા લાડુ' જ ભિક્ષાર્થે ગ્રહણ કરવા.
“કારણ કે તે સાધુ હતા”
[69]
મુનિશ્રી દીપરત્નસાગરજી