________________
| મધ્યાહ્નકાળ પૂર્ણ થયો ત્યાં સુધી ઘેર-ઘેર ગૌચરી ફર્યા | પણ તેને સિંહકેસરિયા લાડુનો યોગ ન મળ્યો. પરિણામે ક્લિષ્ટ અધ્યવસાયથી તેના મુખે ધર્મલાભ' શબ્દને સ્થાને સિંહકેશરા' શબ્દ જ નીકળવા લાગ્યો. એમ કરતાં ચારે પ્રહર અને દિવસ પણ પૂર્ણ થઇ ગયો. મધ્યરાત્રિ આવી પહોંચી તો પણ તેનું ગમનાગમન ચાલુ જ રહ્યું.
રાત્રિના બે પ્રહર વિત્યા ત્યારે કોઈ શ્રાવકનું ઘર ખુલ્લું જોઈ ત્યાં પ્રવેશ કર્યો, ત્યારે પણ ધર્મલાભને બદલે સિંહકેશરા' શબ્દ જ મુખેથી નીકળ્યો.
શ્રાવક પણ ખરેખર “શ્રાવક” જ હતો. વિપરીત વિચારણાને બદલે તેણે ચિંતન કર્યું કે આ સાધુભગવંત ઉગ્ર તપસ્વી છે. હજી ગઈ કાલે પણ મેં તેમની અપ્રમત્તતા જોઈ છે. હાલ પણ જયણાના ભાવો તેના અન્ય વર્તનમાં દેખાય છે. સંસારી હતા ત્યારે પણ ઋદ્ધિસંપન્ન હતા અને વૈરાગ્યથી જ દીક્ષિત થયા છે. બહારથી તેના ભાવો ભલે પડેલા દેખાય પણ મુનિ હજી મૂલગુણઘાતી જણાતા નથી.માટે કંઇક યોગ્ય કરણીથી તેમનો ભાવ જાણું.
શ્રાવકે વિધ-વિધ વસ્તુ, રસપ્રચુર મીઠાઈ આદિ સર્વે વસ્તુઓ સાધુ સમક્ષ ધરી દીધી પણ સુવ્રતમુનિ તો દરેક
“કારણ કે તે સાધુ હતા”
70]
મુનિશ્રી દીપરત્નસાગરજી