________________ આ પરિશીલનને અંતે એક અભ્યર્થના આ જ છે મારી કલમની યાત્રા. આ જ છે જ્ઞાત કથાઓનું અજ્ઞાત વિષયવસ્તુ. આ જ છે તેનો નિષ્કર્ષ - કારણ કે તે સાધુ હતા.” આવી અનેક ઘટના જૈન શાસનની તવારીખમાં નજરે પડે છે. જરૂર છે માત્ર હકારાત્મક વિચારણાયુક્ત નીર-ક્ષીર દ્રષ્ટિની. જો હૃદયમાં સમ્યક શ્રદ્ધા ધારણ કરી, મોક્ષમાર્ગના પ્રબળ પુરૂષાર્થી તરફ સર્ચ-લાઈટ ફેંકશો તો તમને પણ મળી રહેશે આવા અનેક પ્રતિભાવંત આત્માના જીવન અને કવન. નિર્મળ એવા દર્શનપદને નમસ્કાર કરી આપણે સૌ નિર્મળ દ્રષ્ટિથી જીવનની પવિત્રતા તરફ નજર ફેંકીએ અને બની જઈએ ભાવિમાં નિર્મળ દ્રષ્ટિ પામનાર જીવો માટેની પ્રાગૈતિહાસિક પ્રતિભા. --- મુનિ દીપરત્નસાગર....... “કારણ કે તે સાધુ હતા” [32] મુનિશ્રી દીપરત્નસાગરજી