________________
ઉપદેશથી દીક્ષા લીધી. સ્વાધ્યાયમાં તત્પર હતા અને સુંદર ચારિત્રપાલન કરતા હોવા છતાં અપત્યમોહમાં ગળાડૂબ એવા તે સુભદ્રાસાધ્વીને વૃદ્ધ સાધ્વીની અનેક સમજાવટ નિષ્ફળ નીવડી. છેવટે પાક્ષિક અનશન કરી પ્રથમ સ્વર્ગે દેવી થયા. પરમાત્મા મહાવીરને વાંદવા આવી ત્યારે પણ પૂર્વભવના બંને અભ્યાસ આ ભવે પ્રગટ થયા.
સાધ્વીપણાના અભ્યાસે ભગવંત મહાવીરની ભક્તિ પણ અદ્દભૂત હતી અને બાળકના રાગને લીધે નાટ્ય કરતી વખતે પણ ઘણાં બાળકોને વિકુર્તીને જ ભક્તિનૃત્ય કરતી.
આ બહુપુત્રિકાદેવીને જોઇને ગૌતમસ્વામીને પ્રશ્ન થયો કે, હે ભગવન્! આમ કેમ ? પરમાત્માએ મિષ્ટ વાણીથી સમગ્ર પૂર્વભવ જણાવી કહ્યું કે, આ દેવી હવે સોમા બ્રાહ્મણી થશે. ત્યાં તેને પ્રતિવર્ષ પુત્ર-પુત્રીનું જોડલું જન્મશે. એવું સોળ વર્ષ ચાલશે અને ૩૨ પુત્ર-પુત્રીની માતા થશે.
સંતાનોના પ્રભાવે દુઃખી થયેલી સોમા પૂર્વભવનું સ્મરણ થતાં દીક્ષા ગ્રહણ કરશે. પોતાના વિરાધક ભાવોની આલોચના કરી તૃતીય ભવે મહાવિદેહ મોક્ષમાં હશે.
આ હતી તેની મોક્ષયાત્રા. મોક્ષયાત્રામાં નિમિત્ત હતો તેનો દુઃખગર્ભિત વૈરાગ્ય. દુ:ખગર્ભિત વૈરાગ્યમાં નિમિત્ત હતું
“કારણ કે તે સાધુ હતા”
[80]
મુનિશ્રી દીપરત્નસાગરજી