________________
૨૫-સુભદ્રા
વિંધ્યાચળ પર્વતની સમીપે વેભેલ નામક સન્નિવેશમાં સોમા નામક રૂપવતી બ્રાહ્મણી સ્ત્રી છે. રાષ્ટ્રકૂટ નામના બ્રાહ્મણને પરણેલી છે. બત્રીસ પુત્ર-પુત્રીથી વ્યથિત આ સ્ત્રીને સાધ્વીને વહોરાવતી વેળા જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ જોયો, વૈરાગ્ય પામી, દીક્ષા લીધી, અનશન કર્યું, દેવ થઇ, મહાવિદેહે જઈ મોક્ષને પામશે.
આ છે જ્ઞાત કથા. બધાં જ દીક્ષા લે - પાળે પણ ખરા કદાચ મોક્ષે પણ જાય એમાં નવાઈ શી છે ? એવું કયું અજ્ઞાત વિષયવસ્તુ આ કથામાં પડેલું છે જે સોમા બ્રાહ્મણીને મોક્ષે લઇ ગયું ?
--“કારણ કે તે સાધુ હતા.”
મોક્ષપ્રાપ્તિમાં નિમિત્ત તો બન્યું સોમાનું સાધ્વી’પણું, પણ સોમાને સાધ્વી બનવામાં નિમિત્ત શું હતું? તે હતો તેણીનો પૂર્વભવ. શું હતો એ પૂર્વભવ ?
તેણી વારાણસી નગરીમાં સુભદ્રા સાર્થવાહની પત્ની હતી. પુત્રના અભાવથી પીડાતી તે સ્ત્રીએ સાધ્વીજીના
“કારણ કે તે સાધુ હતા”
[79] મુનિશ્રી દીપરત્નસાગરજી