________________
૧૫-સતિ સીતા
લોક સમક્ષ અગ્નિપરીક્ષામાં જેઓ ઉત્તીર્ણ થયેલાં, મહાસતીનું બિરુદ પામેલાં (સીતા) જેને ફક્ત રામ કે લક્ષ્મણ જ નહીં પણ સમગ્ર પ્રજાજન જાતોજાત લેવા આવ્યા છે. જેના બંને પુત્રો લવ અને કુશે પણ યુદ્ધમાં જબરદસ્ત વિજય મેળવેલો છે, તેનો પણ હર્ષ છે. તે હવે અયોધ્યાની મહારાણી બનનાર છે અને લવ-કુશના વિજયીપણાથી તે રાજમાતા પણ છે. બધાં જ દુઃખો દૂર થયા છે. સુખના સૂરજ ઊગ્યા છે.
પણ-પણ સીતા સતીને આ ક્ષાયોપશમિક સુખના સૂરજના કિરણે દુનિયા જોવી નથી. હવે તેને રાજમાતા કે રાજરાણી થવું નથી. બસ, ચાર જ્ઞાનધારી શીલચંદ્રસૂરિની દેશના સાંભળી, વિશેષે ધર્મકાર્યમાં પ્રવર્તતી એવી તેણી એ કાળક્રમે દીક્ષા લીધી. પરંપરાએ મોક્ષને પણ પામશે, શાશ્વત સુખમાં પણ મહાલશે.
આ મહાસતીના પ્રસિદ્ધ ચરિત્રની વાતો તો આબાલગોપાલ પ્રસિદ્ધ છે. અપ્રસિદ્ધ હોય તો એક જ વાત જ્યારે સુખના શમણા સાચા પડ્યા, જયારે કલંક-રહિતતા સાબિત થઇ, જ્યારે કંટકોને સ્થાને ફૂલોનાં બિછાના પથરાયાં ત્યારે -
“કારણ કે તે સાધુ હતા” [48]
મુનિશ્રી દીપરત્નસાગરજી