________________
તેવા અનેરા અવસરે જ આ સંસારનો ત્યાગ અને સંયમના સ્વીકારમાં નિમિત્ત શું હતું ? .....બસ, એક જ નિમિત્ત -
જ
“કારણ કે તે સાધુ હતા.”
પૂર્વભવમાં મિણાલીની નગરીમાં શ્રીભૂતિ પુરોહિતની વેગવતી નામેં પુત્રી છે. દીક્ષા ગ્રહણ કરી, તીવ્ર તપશ્ચર્યા કરી, પોતાના દુષ્કૃતની નિંદા કરી સ્વર્ગે ગઈ. આ ભવે જનક રાજાની પુત્રી ‘સીતા' થઇ છે.
આ પૂર્વભવના સાધુપણાના સંસ્કાર એ જ તેણી માટે ચારિત્રપ્રાપ્તિનું નિમિત્ત. પૂર્વે સાધુને ખોટું કલંક આપ્યું - તે આ ભવે તેણીને માટે કલંક અપાવનાર બન્યું અને એ જ કલંકકથાનું કારણ જ્યારે શીલચંદ્રસૂરિએ જણાવ્યું ત્યારે પૂર્વભવે લીધેલ સાધુપણું તેણીને ચારિત્ર અપાવનાર બન્યુ.
શોકાતુર બની અશ્રુભીના ચહેરે નગર બહાર વનમાં મુકાયેલ સીતાને એ જ રામે જ્યારે નગરપ્રવેશ કરાવી તેનું સતીપણું લોકસન્મુખ જાહેર કર્યું, લોકો હર્ષનાદથી વધાવતા તેની મહારાણીને નગરમાં લઇ જવા ઉતાવળા બન્યા ત્યારે હર્ષના કોઈ આવેગ કે ઉન્માદને બદલે સતી સીતા ચારિત્રના રંગે રંગાયેલા જોવા મળ્યા. પણ કેમ ? શા કારણે? કારણ કે તે (પૂર્વે) સાધુ હતા.
“કારણ કે તે સાધુ હતા” [49] મુનિશ્રી દીપરત્નસાગરજી