________________
| મુનિ તપસ્વી છે, ઉગ્ર તપસ્વી. બાળમુનિને લઈને પારણે ગોચરી માટે પધારેલા છે. માર્ગમાં નાનીશી દેડકી તપસ્વી મુનિને પગતળે મરણને શરણ થઇ. પ્રતિક્રમણ અવસરે તેની આલોચના ન કરતાં તેમને બાળમુનિએ યાદ અપાવ્યું.તપસ્વી મુનિરાજને કર્મોદયે ભાન ભુલાવ્યું. ગુસ્સામાં બાળમુનિને મારવા દોડ્યા. રસ્તામાં થાંભલો અથડાયો અને મૃત્યુ પામ્યા. મૃત્યુ પામી પરંપરાએ આ ક્રોધના આવેગે તેને દ્રષ્ટિવિષ સર્પપણાના ભાવમાં ધકેલી દીધા.
પણ વીર પરમાત્મા જાણે છે કે આ જીવે ભલે એક અપરાધ કર્યો અને આલોચના નથી કરી, પણ ગમે તેમ તોયે સાધુનો જીવ છે. તપ અને ત્યાગમય જીવન જીવીને ચાલેલા છે. મોક્ષમાર્ગે ડગલાં દઈ ચૂકેલો મુસાફર છે. એનો રસ્તો કદાચ ફંટાયો હશે પણ એની મુસાફરી તો ચાલુ જ છે ને ! મોક્ષમાર્ગનો પ્રબળ પુરુષાર્થી જીવ છે. જરા ભટકી ગયેલો, તો પણ મુસાફર છે. ચાલ, તેને જરા માર્ગે ચડાવી દઉં. મગ્નદયાણ' બિરૂદના ધારક પ્રભુએ તેને એટલું જ કહ્યું - “બોધ પામ! બોધ પામ ! હે ચંડકૌશિક !”
- વીરપ્રભુના વચને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થતાં સર્પ પશ્ચાતાપની સરિતામાં ડૂબી ગયો. પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા
“કારણ કે તે સાધુ હતા”
[54]
મુનિશ્રી દીપરત્નસાગરજી