________________
૧૭-ચંડકૌશિક
એક વાક્ય કર્ણપટે અથડાયું -“તે સર્પ શુભધ્યાનપૂર્વક પંદર દિવસનું અનશન પાળી મૃત્યુ પામીને આઠમા દેવલોકે દેવ થયો. ત્યાંથી થોડા જ ભવમાં મોક્ષ પામશે.” મનમાં એક વિચારબીજ રોપાયું કે એક સર્પ- શુભધ્યાને મરણ અને તુરંત મોક્ષ. કઈ રીતે બને? એક તો તિર્યંચની જાતિ, વળી પાછો દ્રષ્ટિવિષ સર્પ અને તે તેના ચંડાળ જેવા ક્રોધને છોડી શુભધ્યાનમાં સ્થિર થાય વળી પાછો અનશન કરે - અલ્પ ભવમાં મોક્ષનો રહેવાસી પણ બની જાય. કંઈ જ સમજાતું નથી આ વાતમાં !
-
ત્યાં બીજું વાક્ય સંભળાયું “પ્રભુની દ્રષ્ટિરૂપ અમૃતથી સિંચાતો એવો તે સર્પ...” આ હતું બીજું આશ્ચર્ય. વીર પ્રભુને કંઈ કેટલાયે શ્રાવકો હતા, શ્રાવિકાઓ હતી અને આ શ્રાવક-શ્રાવિકાને બદલે એક સર્પ માટે કહ્યું કે, “પ્રભુની અમીદ્રષ્ટિથી સિંચાતો એવો” ખરેખર અદ્ભૂત વાત છે! કંઈ અદ્ભૂત નથી આ વાતમાં -
અદ્ભૂત તો એટલું જ છે કે તે સર્પ બીજો કોઈ નહીં પણ એ જીવ એક વખતના સાધુ હતા.
“કારણ કે તે સાધુ હતા” [53]
મુનિશ્રી દીપરત્નસાગરજી