________________
કરી. દત્ત મુનિ સુંદર ચારિત્ર પાળે છે પણ પુત્ર ઉપરના વાત્સલ્યથી અરણિક મુનિને ભિક્ષાર્થે મોકલતા નથી. કાળક્રમે દત્તમુનિ સમાધિમરણ પામ્યા.
પછી અરણિકને ભિક્ષા લેવા જવાનો અવસર આવ્યો. સુકુમાર મુનિ છે, નાની વય છે, શ્રમ લીધો નથી. તપેલી ધરતીની ધૂળથી પગ દાઝવા લાગ્યા. સૂર્યના કિરણથી મસ્તક તપી ગયું. તૃષાથી મુખ શોષાવા લાગ્યું. વિશ્રામ માટે કોઈ ગૃહસ્થના ઘરની છાયામાં ઊભા રહ્યા.
કામદેવ સમાન આકૃતિવાળા મુનિને જોઇને એક સ્ત્રી કે જેનો પતિ લાંબા સમયથી પરદેશ ગયેલો તેણીએ આ યુવામુનિથી આકર્ષાઈને મુનિને પોતાના ઘરમાં બોલાવ્યા. સુંદર આહાર, વિકારયુક્ત ચેષ્ટા અને વાણીથી મુનિને વ્રતભંગ કરવા ઉત્સુક બનાવ્યા.
અરણિક મુનિ પણ સાધુપણું ભૂલી ત્યાં જ રહી ગયા. ઉપાશ્રયે અરણિક મુનિ ન આવતા બધે જ તપાસ કરીને તેમના માતા-સાધ્વીને નિવેદન કર્યું. માતા-સાધ્વી આ વૃતાંતથી પાગલ જેવા બની ગયા. ભ્રમિત ચિત્તવાળા સાથ્વી સર્વે સ્થાને “અરણિક-અરણિક'ની બૂમો પાડતાં ગદ્દગદ્દ વિલાપ કરે છે. અનેક દિવસો આ રીતે ભદ્રા સાધ્વીના પસાર થયા.
“કારણ કે તે સાધુ હતા”
[27]
મુનિશ્રી દીપરત્નસાગરજી