________________
જઈ રહેલ આ જીવને પળવારમાં દેવલોકમાં બિરાજમાન કરી દીધો. કારણ ? માત્ર એક જ કારણ -
કારણ કે તે સાધુ હતા.” યજ્ઞદેવ સાધુધર્મમાં નિશ્ચલ બન્યો છે. સમગ્ર સ્વજન વર્ગને પણ પ્રતિબોધ કર્યો છે પણ સ્વપત્નીને તેનો રાગ હજી ચિત્તમાંથી ખસ્યો નથી. સજ્જડ સ્નેહાનુરાગથી તેની પત્ની યજ્ઞદેવમુનિને દીક્ષા છોડાવવા પ્રયત્નશીલ બની છે. નિશ્ચલ એવા મુનિ ઉપર કામણ પ્રયોગ કર્યો, પણ પ્રયોગની વિપરીત અસર થતાં યજ્ઞદેવમુનિ મૃત્યુ પામી દેવલોક સંચર્યા.
આ જ યજ્ઞદેવ ચિલાતી દાસીના પુત્ર સ્વરૂપે જન્મ લે છે. સુંસમા નામે જન્મેલી પૂર્વભવની પત્નીને જ રમાડવાસાચવવાનું કાર્ય કરે છે. સંસમા રડવા માંડે ત્યારે – તેણીની યોનીમાં ચિલાતીપુત્રનો હસ્તસ્પર્શ થતાં જ રુદન બંધ કરી દે. આવા અપકૃત્યથી ઘરમાંથી કાઢી મુકાય છે; પણ પેલા સ્પર્શી તેના મનમાં વિષયની પીડા મૂકી દીધી.
ત્યારે તે ચિલાતીપુત્ર સંસમાના ઘેર જ ધાડ પાડે છે, સુંસમાને પોતે ગ્રહણ કરે છે અને પોતાની બનનારી પ્રિયા
જ્યારે પોતાને જ હાથવગી બનતી ન જણાઈ ત્યારે તેણીનું મસ્તક ધડથી અલગ કરી દે છે અને દોડવા લાગે છે. “કારણ કે તે સાધુ હતા” [16] મુનિશ્રી દીપરત્નસાગરજી