________________
૪-ચિલાતીપુત્ર
ચોરોની સેનાનો સ્વામી, ક્રૂર-ઘાતકી અને નિર્દય એવો એક ઉન્માર્ગે ચડેલો આ માનવી છે. પોતાની પ્રાણપ્યારી વલ્લભા એવી સુંસમાનું ધડથી અલગ કરાયેલ મસ્તક એક હાથમાં લટકી રહ્યું છે, બીજા હાથમાં ક્રોધરૂપ કષાયને પ્રગટ કરતુ એવું લોહીસીચિત ખડ્ગ છે. અંતરમાં મોહ અને ક્લેશરૂપી જ્વાળાઓ ભડકી રહી છે. સાથે શરીર પણ શ્રમિત છે અને ભૂખની ભૂતાવળે ભરડો લીધો છે.
આવી વિષમ શારીરિક - માનસિક સ્થિતિમાં રહેલા ચિલાતીપુત્રને ફક્ત ત્રણ જ શબ્દો - ૩પશન, વિવે અને સંવર મોક્ષમાર્ગનો પ્રવાસી બનાવી ગયા.
પણ કેમ ?- કયો ચમત્કાર સર્જાયો આ રાગ-દ્વેષના દ્વંદ્વમાં ફસાયેલા માનવીના જીવનમાં ? કે જેણે તેના કામરાગ અને ક્રૂર પરિણામથી ભડભડ બાળી રહેલા તેના આત્મામાં અકલ્પ્ય પરિવર્તન આણી દીધું ?
અનેક પ્રવચનોના શ્રવણ કરતાં આપણા જીવનને ન સ્પર્શી શકતી વાતો એ આ માનવીમાં ફક્ત ત્રણ જ શબ્દોએ કેવો ચમત્કાર સર્જી દીધો કે રૌદ્રધ્યાનથી નરકગામી બનવા
“કારણ કે તે સાધુ હતા”
[15]
મુનિશ્રી દીપરત્નસાગરજી