________________
| દુર્ગમપુરમાં દ્રોણ નામક રાજા અને દ્રમાદેવી રાણીને દુર્લભકુમાર નામે પુત્ર હતો. નગરના ઉદ્યાનમાં સમવસરેલ કેવલીના મુખેથી ત્યાં વસતી ભદ્રમુખી યક્ષિણીએ જાણ્યું કે આ દુર્લભકુમાર તેના પૂર્વભવનો સ્વામી છે, ત્યારે દુર્લભકુમારને લઈને પોતાના ભવનમાં ગઈ. દુર્લભકુમારને પણ જાતિસ્મરણ જ્ઞાન થતાં બંને પરસ્પર પ્રીતિવાળા થયા. પણ યક્ષિણીએ કુમારનું આયુષ્ય અલ્પ છે તેમ જાણીને કુમારને વનમાં કેવળી પાસે મૂકી દીધો. કેવળી ભગવંતની વાણી શ્રવણ કરતા તે કુમારને સમકિત પ્રાપ્ત થયું. દીક્ષા લીધી. ત્યાંથી ચ્યવી મહાશુક્ર દેવલોકે દેવતા થયા.
આ હતો કુર્મીપુત્રનો પૂર્વભવ. સમ્યક્ત પ્રાપ્ત કરેલ કુમાર પૂર્વભવે શુદ્ધ ચારિત્રની પરિપાલના કરીને આવેલા. તેમણે સમજણપૂર્વક પાળેલ ચારિત્ર તેને સ્ત્રીના રાગથી કે વિષયથી વિરક્ત બનાવનારું થયું અને શુદ્ધ સમ્યત્વે તેને મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી બનાવી દીધાં.
દેવલોકથી ચ્યવીને આ કુમાર રાજગૃહી નગરીમાં મહિન્દ્ર રાજાની કુર્મા નામની રાણીના ઉદરે પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું નામ તો ધર્મદેવ પાડેલું હતું પણ કુર્મા રાણીનો પુત્ર હોવાથી બધાં તેને કુર્માપુત્ર કહેતા હતા.
“કારણ કે તે સાધુ હતા”
[63]
મુનિશ્રી દીપરત્નસાગરજી