________________
૨૦-કુર્માપુત્ર
કોઈ શ્રાવક ઘરમાં વસવા છતાં જો નિસ્પૃહ શિરોમણી થઇ વર્તે તો કુર્માપુત્રની જેમ ઘરમાં પણ નિર્મળ એવા કેવળજ્ઞાનને પામે.
આ અર્થને પ્રસ્તુત કરતો શ્લોક વાંચતા જ ઝબકારો થયો. “ પુત્ર રૂવ'- આ કુર્માપુત્ર કોણ છે? ઘેરબેઠાં કેવળજ્ઞાન થયું કેવી રીતે? એમના જીવનમાં આ ચમત્કાર સર્જાયો ક્યાંથી? એક જ ઉત્તર -
“કારણ કે તે સાધુ હતા.”
યૌવનવયમાં ઘણી સ્ત્રીઓ તેને ઈચ્છતી હતી છતાં આ કુર્માપુત્ર સ્ત્રીથી વિરક્ત જ હતો. કોઈ મુનિના મુખથી ફક્ત સિદ્ધાંતપાઠ સાંભળવાથી તેમને કેવળી બનવાનું નિમિત્ત મળી ગયું. શું આ આશ્ચર્ય નથી?
યૌવનવયે સ્વૈચ્છિક સમર્પિત સ્ત્રીથી વિરક્ત રહેવું અને કેવળ શાસ્ત્ર-વચનરૂપ મૂળપાઠનું શ્રવણ જ તેને માટે કેવળી બનવાની સીડી બની જાય એ વાત કંઈ નાનીસૂની છે ? આ અભૂતપૂર્વ ઘટના બની કઈ રીતે?
चा
“કારણ કે તે સાધુ હતા”
[62]
મુનિશ્રી દીપરત્નસાગરજી