________________
૨૧- ક્ષુલ્લક મુનિ
નર્તકીના નૃત્યને જોતાં અને ગીતગાનને શ્રવણ કરતાં ક્ષુલ્લકકુમારને અચાનક જ બોધ થયો અને તે સાધુ બનવા તૈયાર થઇ ગયા. વૈરાગ્યને બાધક પદ તેના માટે વૈરાગ્યના સાધકરૂપ બની ગયા.
નર્તકીના રૂપ અને લાવણ્ય, ગીત અને ગાન તથા રાજ્ય-પ્રાપ્તિની લાલસા એ સર્વે મોહનીય કર્મના તાંડવ નૃત્યોના નગ્ન નાચ વચ્ચે ક્ષુલ્લકકુમારને સાધુચિહ્ન ધારણ કરવાની અભિપ્સા જાગી ક્યાંથી?
--“કારણ કે તે સાધુ હતા.”
કંડરિક યુવરાજની અતિ સ્વરૂપવાન પત્ની યશોભદ્રાના રૂપમાં મોહિત પુંડરીકે સગાભાઈને હણી નાખ્યો. શીલરક્ષણ માટે ગર્ભવતી યશોભદ્રાએ ગુપ્ત રીતે નાસી જઈ દીક્ષા ગ્રહણ કરી. ગર્ભવૃદ્ધિ થતાં પ્રવર્તિની સમક્ષ સર્વ વૃર્તાત જણાવ્યું ત્યારે શ્રાવકોએ શાસનની રક્ષા કાજે તે સાધ્વીને સાચવી લઇ પ્રસવ કરાવ્યો અને તેણીને અવતરેલ પુત્રનું ‘ક્ષુલ્લકકુમાર' એવું નામ રખાયું.
“કારણ કે તે સાધુ હતા”
[65]
મુનિશ્રી દીપરત્નસાગરજી