________________
૩ સુંદરી
આપણી અનુપ્રેક્ષાનું આ “એક અભિનવ પરિશીલન” ચાલી રહેલ છે, તેમાં મહાસત્વશાળી નરરત્નો જ નહીં, મહાસતીરૂપ આર્યા કે નારીરત્નોની ઝાંખી પણ કરી લઇએ. “કારણ કે તે સાધુ હતા.” માઈલસ્ટોનનું ત્રીજું પાત્ર છે “સુંદરી”. ભગવંત શ્રી ઋષભદેવ અને સુનંદાના પુત્રીરત્ના.
ચક્રવર્તી જેવો રાજવી જેની સાથે પરણવાના કોડ માંડીને બેઠો છે, છતાં જેને આવા સ્વરૂપવાન રાજવીનો મોહ નથી, તેના છ ખંડના રાજ્યની જેને સ્પૃહા નથી, ૯૬ કરોડ પાયદળની જેને તમા નથી. આ સર્વે ઋદ્ધિ-સિદ્ધિ જેને તૃણ સમાન ભાસે છે, એવી આ સુંદરી'ના અદભૂત પાત્રમાં ઝળકતો વૈરાગ્ય જોઇને થાય કે આ નારીરત્નમાં આવો ઉચ્ચતમ ભાવ આવ્યો ક્યાંથી?
અરે ચારિત્રપ્રાપ્તિ માટેનો તેણીનો પુરૂષાર્થ જૂઓ !
સુંદરીના રૂપમાં દીવાનો બનેલ ચક્રવર્તી ૬૪૦૦૦ કન્યાને પામ્યા પછી પણ સુંદરી સાથે વિવાહના ભાવોને મનોભવનમાં ધારણ કરીને બેઠો છે ત્યારે આ તરફ સુંદરી આયંબિલનો તપ આદરીને બેઠી છે. તે આયંબિલ તપ પણ
“કારણ કે તે સાધુ હતા”
[12]
મુનિશ્રી દીપરત્નસાગરજી