________________
૧૩-હરિકેશ મુનિ
બળકોટ નામક ચાંડાળના ઘેર જન્મ લીધો હોવા છતાં હરિકેશબળે સાધુ પાસે ધર્મ સાંભળી, દીક્ષા લીધી. ઘણાં વર્ષ તીવ્ર તપશ્ચર્યા કરી. કેવળજ્ઞાન પામી મોક્ષને પ્રાપ્ત કર્યો.
જેમ અનાર્યભૂમિ દીક્ષાગ્રહણ માટેની ભૂમિ નથી, તેમ અનાર્ય કે તુચ્છ કુળ પણ ચારિત્રપ્રાપ્તિના બાધક છે. વળી, તદ્ ભવ મોક્ષગામી જીવો પ્રાયઃ કરીને આવાં નિંદનીય કુળને પામે નહીં. હરિકેશમુનિમાં બંનેનો સમન્વય કઈ રીતે થયો?
એક ચાંડાળ કુળમાં જન્મેલો બાળક હોય અને તે પણ તોફાની હોય, અનેક લોકોને ઉદ્વેગકર્તા તથા ઝઘડાખોર હોય. આવો બાળક અચાનક જ શાંત બની જાય, સૌમ્ય અને વૈરાગ્યવાસિત થઇ જાય, એવો તે કયો ચમત્કાર સર્જાઈ ગયો તેના જીવનમાં ?
નિમિત્ત તો કેટલું સામાન્ય હતું ! સર્પ અને અળસિયું નીકળે છે. લોકો સર્પને વિષમય જાણી હણે છે અને અળસિયું નિર્વિષ છે માટે જવા દે છે. આવાં દ્રશ્યો તો ભિન્ન ભિન્ન પ્રકારે આપણે જોયાં જ છે ને ! કદી આપણા સંવેદનતંત્ર ઉપર તેની કોઈ ચોંટ લાગી ખરી ?
કારણ કે તે સાધુ હતા” [41] મુનિશ્રી દીપરત્નસાગરજી